આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2024-25 | ધોરણ ૯ થી ૧૨ માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જાહેરાત(શૈક્ષણિક વર્ષ 2024-25)
adarsh nivasi school admission
adarsh nivasi school admission |
આદર્શ નિવાસી શાળા શુ છે ?
ગુજરાત સરકાર દ્વારા જરુરિયાતમંદ વિધાર્થીઓ ને સારુ શિક્ષણ સાથે હોસ્ટેલ ની સુવિધા વિના મુલ્યે મળી રહે તે માટે આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાંંઆવે છે. ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિભાગ, નિયામક શ્રી અનુસુચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસતિ જાતિ કલ્યાણ દ્વારા આદર્શ નિવાસી શાળાઓ નુ સંચાલન કરવામાં આવે છે. નિયામકશ્રી વિકસતિ જાતિ કલ્યાણ અને અનુસુચિત જાતિ કલ્યાણ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની હોય છે અને ત્યાર બાદ આવેલ અરજીના પ્રોવિઝનલ મેરિટના આધારે પ્રવેશ મળતો હોય છે
આ પણ વાંચો
ગુજરાત સરકાર દ્વારા જરુરિયાતમંદ વિધાર્થીઓ ને સારુ શિક્ષણ સાથે હોસ્ટેલ ની સુવિધા વિના મુલ્યે મળી રહે તે માટે આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાંંઆવે છે. ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિભાગ, નિયામક શ્રી અનુસુચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસતિ જાતિ કલ્યાણ દ્વારા આદર્શ નિવાસી શાળાઓ નુ સંચાલન કરવામાં આવે છે. નિયામકશ્રી વિકસતિ જાતિ કલ્યાણ અને અનુસુચિત જાતિ કલ્યાણ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની હોય છે અને ત્યાર બાદ આવેલ અરજીના પ્રોવિઝનલ મેરિટના આધારે પ્રવેશ મળતો હોય છે આ પણ વાંચો |
આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ 2024-25
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હતુથી ગુજરાત રાજ્યમાં 33 આદર્શ નિવાસી શાળાઓ (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) ચાલે છે. જેમાં વિધાર્થીઓને વિના મૂલ્યે રહેવા, જમવા, ગણવેશ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે. આ નિવાસી શાળાઓ માધ્યમિક વિભાગ ધોરણ-૯ થી ૧૨ સુધીની છે. આ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી?,પ્રવેશ મેળવવા માટે કેવી રીતે ફોર્મ ભરવા?, વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.
આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ:
આવનારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આદર્શ નિવાસી
સ્કુલમાં ધોરણ ૯ ,૧૦ અને ૧૨ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરવાની થતી હોય છે. અને મળેલ અરજીના બનેલા પ્રોવિઝનલ મેરીટના આધારે ધોરણ ૯,૧૦ અને ૧૧ માં પ્રવેશ આપવામાં આવતો હોય છે , ફોર્મ ભર્યા બાદ પ્રવેશ બાબતે વધુ માહિતિ માટે જે તે આદર્શ
નિવાસી શાળાઓના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે.
આ પણ વાંચો :આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે લેવાયેલ પરિક્ષાનું પરિણામ જોવા માટે અહિં ક્લિક કરો
નિવાસી શાળામાં પ્રવેશ માટે પાત્રતાનું
ધોરણ :
- ૮ ,૯, અને ૧૦, પાસ અરજદાર દ્વારા ભરાયેલ ફોર્મ ના પ્રોવિઝનલ મેરિટના આધારે આ સ્કુલોમાં એડમિશન આપવામાં આવતું હોય છે.
- છ લાખની આવક મર્યાદા ધરાવતા વિધાર્થીઓને પ્રવેશ મળી શકે છે
- પ્રવેશ મેળવવા માટે વિધાર્થીઓએ ગત વર્ષના ધોરણ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ મેળવેલ હોવા જોઇએ
- કન્યાઓએ ૪૫ % મેળવેલ હોય તો પ્રવેશ મેળવી શકે છે
- અનુ. જાતિ/અનુ. જન જાતિ/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત/અતિ પછાત/વિચરતી વિમુકત જાતિના બાળકો તેમજ અપંગ, વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકોના ના કિસ્સામાં ગત વર્ષના પરીણામમાં ૪૫% ગુણ મેળવેલ અરજદારો અરજી કરી શકશે.
- દરેક વિધાર્થી વિકસતી જાતી સંચાલિત આદર્શ નિવાસી અથવા અનુસુચિત જાતિ સંચાલિત સ્કુલમાં પ્રવેશ મેળવી શકે છે તે માટે જે તે કેટેગેરી માં અલગ અલગ પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
આદર્શ નિવાસી શળામાં પ્રવેશ માટે જાતિવાર જગ્યાઓનું પ્રમાણ
- વિકસતી જાતિ કલ્યાણ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની શાળામાં ૬૦%, આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૫%અનુસૂચિત જાતિ માટે ૧૨.૫%, અને અનુસૂચિત જન જાતિ માટે ૧૨.૫% બેઠકો ફાળવવામાં આવે છે. ઉપરાંત મકાનની કુલ ક્ષમતાના ૫% દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત/વિચરતી અને વિમુકત જાતિના વિદ્યાર્થીઓને માન્ય સંખ્યાના ૧૦% પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.
- અનુસુચિત જાતિ કલ્યાણ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં ધો. ૯ તથા ન્યુ એસ.એસ.સી. પછાતવર્ગના તેમજ અન્ય પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે નિયત કરેલ ટકાવારી પ્રમાણે પ્રવેશ મેળવી શકાશે.
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિ નો દાખલો
- આવક નો દાખલો
- શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- બેન્ક પાસબુક ની નકલ
- છેલ્લા વર્ષ નું ગુણપત્રક (માર્કશીટ )
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ ૨૦૨૩-૨૪ Highlight Point
યોજનાનું નામ | આદર્શ નિવાસી શાળા પ્રવેશ |
યોજનાનો હેતુ | ધોરણ ૯ ,૧૦, ૧૧ અને ૧૨ માં આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ |
લાભાર્થી | ધોરણ ૮,૯,૧૧ માં અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓ/વિધાર્થિનિઓ |
ધોરણ ૯ થી ૧૧ માં આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ |
તા.08/૦5/2024 થી તા.07/06/2024 સુધી |
ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા માટે |
|
ધોરણ ૯ માં આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા અંગેનુ જાહેરનામુ જોવા માટે
ધોરણ ૧૧ માં પ્રવેશ માટેનું જાહેરનામુ જોવા માટે |
|
બહેનો માટે વિકસતી જાતી કલ્યાણ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી સ્કુલોની યાદી જોવા માટે (Adarsh nivasi school gujarat list pdf in gujarati pdf) |
|
ભાઇઓ માટે વિકસતી જાતી કલ્યાણ દ્વારા સંચાલીત આદર્શનિવાસી સ્કુલોની યાદી જોવા માટે (Adarsh nivasi school gujarat list pdf in gujarati pdf) |
|
બહેનો અને ભાઇઓ માટે અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલીત આદર્શ નિવાસી સ્કુલોની યાદી જોવા માટે (Adarsh nivasi school gujarat list pdf in gujarati pdf ) |
|
ઇ સમાજ કલ્યાણ પર રજીસ્ટર કરવા અને ફોર્મ ભરવા અંગેની માહિતિ માટે |
|
પરિણામ માટે | |
આ પણ વાંચો :આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે લેવાયેલ પરિક્ષાનું પરિણામ જોવા માટે અહિં ક્લિક કરો
આદર્શ નિવાસી શાળામાં પ્ર્વેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા
- આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા માગતા વિધાર્થીઓએ esamajkalyan પોર્ટલ પર જઇને પોતાનુ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.
- ત્યારબાદ પોતાનુ usre id પાસવર્ડથી લોગીન કર્યા બાદ વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા પ્રવેશ વિકલ્પ પર ક્લિક કરવાનું હોય છે.
- ખુલેલા ફોર્મ માં તમારી વ્યક્તિગત તેમજ અભ્યાસની વિગતો ભરવાની હોય છે.
- ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે.
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ એકવાર અરજીની વિગતો તપાસી લેવી અને ત્યારબાદ જ સબમીટ પર ક્લિક કરવુ.
- ઓનલાઇન અરજી સબમિટ કર્યા બાદ તેમાં કોઇ સુધારા વધારા કરી શકાશે નહિ.
પ્રવેશ માટેની પ્રક્રિયા
- પ્રવેશ માટે મળેલ અરજીઓ મુજબ ગુણના આધારે બનેલ મેરીટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હોય છે .
- પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈનથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે માટે વિદ્યાર્થીએ નિયમિત esamajkalyan વેબસાઈટ જોવાની રહેશે . તેમજ પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોની ચકાસણી માટે SMS અને E-mail થી જાણ કરવામાં આવશે.
- ઓનલાઈન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ બાદ મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓએ સંબંધિત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની હોય છે.
- જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના કે અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિં.
- આથી તમામ મિત્રોને ઓનલાઇન અરજી કરતી વખતે તેમની વિગતો ચોકસાઇ પુર્વક ભરવા વિનંતી છે.
ઓનલાઇન અરજી કરેલ વિદ્યાર્થીએ ઓનલાઇન અરજીની કોપી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટની હાર્ડકોપી જે-તે જિલ્લાની આદર્શ નિવાસી શાળા અથવા જિલ્લા નાયબ નિયામકશ્રી(વિ.જા)/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી(વિ.જા)ની કચેરીમાં જમા કરાવવાની રહેશે. હાર્ડકોપી જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો પણ સાથે લઈ જવા જેની રૂબરૂમાં ચકાસણી કરવામાં આવશે.
આ કામગીરી વિદ્યાર્થીએ અરજી કર્યાથી મોડામાં મોડી તા.૦૯/૦૬/૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. હાર્ડકોપી જમા ન કરાવનારની અરજી મંજૂરી પ્રક્રિયામાં કે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે નહિ, તેની તકેદારી રાખવી.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
1. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ કેવી રીતે મળે છે ?
a . આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે ત્યાર મળેલ અરજી ના ગુણ ના આધારે પ્રોવિઝનલ મેરીટ યાદી બહાર પડતી હોય છેે અનેે આ યાદીના આધારે સ્કુલની ક્ષમતા પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હોય છે.
2. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવાથી શું લાભ મળે છે ?
a. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવાથી ધોરણ ૯ થી ૧૨ સુધી વિનામુલ્યે ગુણવતા વાળુ શિક્ષણ મળે છે .તેમજ આ સ્કુલમાં ગુણવતા વાળુ ભોજન તેમજ ગણવેશ સાથે હોસ્ટેલ સુવિધા મળે છે.3. આદર્શ નિવાસી શાળામાં કઇ કઇ કેટેગરીના વિધાર્થીઓને પ્રવેશ મળી શકે છે ?
a. આદર્શ નિવાસી શાળામાં કેટેગરીના ધોરણ પ્રમાણે અનુસુચિત જાતિ,અનુસુચિત જન જાતિ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને સંખ્યાના ધોરણે પ્રવેશ મળે છે.આ પણ જુઓ આઇખેડુત પોર્ટલ પર બાગાયતી યોજના માટે અરજી કરો
આ પણ જુઓ વાછરડી સહાય યોજના માટે મળશે ૩૦૦૦ ની સહાય
આ પણ વાંચો વર્ષ 2024 માં વિવિધ સંસ્થામાં એડમિશન ની માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો
આ પણ જુઓ: વર્ષ 2024 માં ITI માં એડમિશન મેળવવાના ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો
2 Comments
સરસ
ReplyDeletethank you ji
Delete