gujarat akasmat vima yojana |ગુજરાત સામુહિક જુથ (જનતા‌‌) અકસ્માત વીમા યોજના‌ 2024 | અકસ્માતમાં અવસાન પામનારના પરિવારને નાણાકિય સહાય પુરી પાડતી યોજના

gujarat akasmat vima yojana |ગુજરાત સામુહિક જુથ (જનતા‌‌) અકસ્માત વીમા યોજના‌ 2024 | અકસ્માતમાં અવસાન પામનારના પરિવારને નાણાકિય સહાય પુરી પાડતી યોજના


 ગુજરાત સામુહિક જુથ (જનતા‌‌) અકસ્માત વીમા યોજના‌ ।  gujarat akasmat vima yojana અક્સ્માતમાં અવસાન પામનાર ને સહાય ૫૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ સુધીની સહાય આપતી યોજના 

akasmat vima yojana gujarat
  akasmat vima yojana gujarat
Short Briefing : ગુજરાત સામુહિક જુથ જનતા‌‌ અકસ્માત વીમા યોજના‌ ખેડુત અકસ્માત વીમા યોજના હેઠળ મળતા લાભ જૂથ વીમા યોજના ફોર્મ  akasmat vima yojana | juth akasmat yojana  gujarat । અકસ્માત સહાય યોજના pdf,અકસ્માત મૃત્યુ સહાય યોજના,ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf,ગુજરાત સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના

ગુજરાત સરકાર અને વીમા નિયામકશ્રી દ્વારા ગુજરાત સામુહિક જુથ અકસ્માત વીમા યોજના અમલમાં મુકવામા આવેલ છે. આ યોજનામાં વિવિધ ખાતાના વડા હેઠળ ની તમામ વીમા યોજનાઓને એક જુથમાં સમાવેશ કરવામાં આવેલ છે, હવે આ એક જ યોજનામાં ખાતેદાર ખેડુત,શ્રમિક,પ્રાથમિક માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાના અને કોલેજના વિધાર્થીઓ,પોલિસ કર્મચારીઓ, સફાઇ કામદાર ,વિકલાંગ,નિરાધાર વિધવા,સ્પોર્ટસ કોલેજના ટ્રેઇની, હિરાઘસુ કામદારો તેમજ જેલખાતાના કર્મચારીઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજનામાં ઉપરના તમામ કેટેગરીના લોકોને ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વીમા યોજનામાં આવરી લેવામાં આવેલ છે. અને જો અકસ્માત દરમ્યાન ઉપરની કેટેગરીમાં આવતા લાભાર્થીનું અવસાન થાય છે તો તેમને આ વીમા યોજનાનો લાભ મળવાપાત્ર છે. વીમા યોજનાનો લાભ મેળવવા વારસદારે કેવી રીતે અરજી કરવી?, આ યોજના હેઠળ કેટલા રુપિયાની સહાય મળવાપાત્ર છે?, વારસદાર કેવી રીતે અરજી કરી શકે?, વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.

ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વીમા યોજનાનો હેતુ શું  છે

આ યોજનાનો હેતું અકસ્માતમાં અવસાન પામનાર, કે અશક્તતા પામનારના પરિવારને  નાણાંકિય સહાય કરવાનો છે.

સામુહિક જુથ જનતા અકસ્માત વીમા યોજનામાં નીચેની કેટેગરીમાં આવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

(૧) ખેડુત ખાતેદાર (૨)શ્રમિક ()પ્રાથમિક માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાના વિધાર્થીઓ (કોલેજ ITIના વિધાર્થીઓ (૫) પોલિસ કર્મચારીઓ (૬)સફાઇ કામદાર (૭)વિકલાંગનિરાધારવ્રુધ્ધ, ()કૈલાસ માન સરોવરના યાત્રીઓ (૯) સાહસિક પ્રવુતિમાં ભાગ લેનાર વ્યક્તિઓ(૧૦) સ્પોર્ટસ કોલેજના ટ્રેઇની (૧૧) હિરાઘસુ કામદારો ‌(૧૨) જેલખાતાના કર્મચારીઓ

 ગુજરાત જુથ  જનતા અકસ્માત વીમા યોજનાની સહાય  મેળવવા માટે રજુ કરવાના ડોક્યુમેન્ટ 

 અકસ્માત મૃત્યુ વળતર મેળવવા માટેનું અરજી ફોર્મ.

૨પોલિસ FIR ની સહિ સિક્કા વાળી નકલ.તેમજ પોલિસ પેપર્સ

૩પોસ્ટમર્ટમ રિપોર્ટની સહિ સિક્કા વાળી નકલ.

૪ કાયમી સંપુર્ણ અપંગતાના બનાવમાં અપંગતા અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર તેમજ વિકલાંગતા દર્શાવતો ફોટોગ્રાફ.

૫ મરણના દાખલાની નકલ.

૬ શાળા છોડ્યાના દાખલાની નકલ અને રેશન કાર્ડ.

૭ જન્મ તારીખ નો દાખલો (જો મૃત્યુ પામનાર અભણ હોય અથવા જન્મ તારીખ નો દાખલો ના મળતો  હોય તો ચુંટણી કાર્ડ રજુ કરવું).

૮.અસામાન્ય સંજોગોમાં જો મૃતકનું પોસ્ટમર્ટમ કરાવવામાં આવ્યુ ના હોય ત્યાં કલેક્ટરશ્રીનું અકસ્માત  મૃત્યુનું પ્રમાણપત્ર (પોલિસ પેપર્સ હોવા ફરજીયાત છે).

૯ જો વાહન ચલાવનાર અકસ્માતનો ભોગ બનેલ હોય તો તેવા સંજોગોમાં RTO નું વેલિડ લાઇસન્સ અંગેનું પ્રમાણપત્ર

૧૦ વારસદારો અંગેનુ પેઢીનામું.

૧૧ ઇન્ડેમ્નીટી બોન્ડ.

૧૨ જે કેટેગેરી ને લાગુ પડે તે કેટેગેરીના લાભાર્થી હોવાનું પ્રમાણપત્ર.

આ પણ વાંચો  ફોરેસ્ટ વન્ય પ્રાણીના હુમલા બાદ મળતી સહાય  યોજના 

 આ પણ વાંંચો   રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજના: ઘરના મોભીના અવસાનના કિસ્સામાં ૨૦,૦૦૦/- ની સહાય આપતી યોજના 


જુથ જનતા અકસ્માત વીમા યોજનાના લાભાર્થીને  મળતા લાભ

આ યોજનામાં ખેડુત ખાતેદારના મૃત્યુ ના કિસ્સામાં ૨ લાખ સુધીની સહાય મળે છે.

જ્યારે અંગોના નુકસાન ના કિસ્સા માં ૧ લાખ સુધી ની સહાય મળે છે.

જ્યારે અન્ય કેટેગેરીના લાભાર્થીઓને ડિપાર્ટ્મેન્ટ ની યોજના મુજબ  ૫૦ હજાર થી  ૨ લાખ સુધીની સહાય મળવા પાત્ર છે.

Highlight Point of   gujarat akasmat vima yojana |

યોજના નું નામ

અકસ્માત વીમા યોજના 

યોજનાનો હેતુ

અકસ્માતમાં અવસાન પામનાર,અશક્તતા મેળવનારના પરિવાર ને નાણાંકિય સહાય કરવી

લાભાર્થી

ખેડુત ખાતેદાર શ્રમિકો,શાળા,કોલેજ ના વિધાર્થિઓ તેમજ કુલ ૧૧ કેટેગરી ના લોકો

Official વેબસાઇટ

https://insurance.gujarat.gov.in/

સામુહિક જુથ વીમા યોજનાના ઠરાવ ડાઉનલોડ કરવા માટે

અહિં ક્લિક કરો

જુથ વીમા યોજના ફોર્મ  PDF ડાઉનલોડ કરવા માટે

અહિં ક્લિક કરો


સામુહિક જુથ વીમા યોજનાની સંપુર્ણ માહિતિ આપતો ઠરાવ ડાઉનલોડ કરવા માટે

અહિં ક્લિક કરો


જુથ જનતા વીમા યોજના માટે અરજી કરવાની રીત

ગુજરાત સામુહિક જુથ જનતા વીમા યોજનાનો લાભ મેળવવા માટે અવસાન પામેલ મૃતકના વારસદારે અથવા અંપંગતાના બનાવમાં લાભ લેવા માટે અરજદારે અરજી ફોર્મ સાથે  ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ  સાથે  જે તે વિભાગના નોડલ ઓફિસરને ૧૫૦ દિવસની અંદર અરજી કરવાની હોય છે.ખાતેદાર ખેડુતે તેમની અરજી ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત ને આપવાની હોય છે.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.     ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વીમા યોજના શું છે

a.     ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વીમા યોજના એ અકસ્માત માં અવસાન પામનારના પરિવાર ને અથવા અશકતતાના કિસ્સામાં લાભાર્થીને નાણાકિય સહાય પુરી પાડવાની યોજના છે.

2.     ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વીમા યોજનાથી શું લાભ મળે છે ?

a.     આ યોજનાથી અકસ્માતમાં અવસાન પામનારના પરિવારને યોજના પ્રમાણે ૫૦,૦૦૦/ થી ૨ લાખ સુધીની  સહાય મળે છે

3.     ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વીમા યોજનાની અરજી કઇ રીતે કરવાની હોય છે ?

a.    આ યોજનાની અરજી ડાઉનલોડ કરી સાથે જરૂરી દસ્તાવેજો સામેલ રાખી જે તે કચેરી ખાતે જમા  કરાવવાની હોય છે

4.     ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વીમા ની અરજી કેટલા સમય સુધી કરી શકાય ?

a. ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માતવીમા ની સહાય મેળવવાની અરજી અકસ્માત થયાના ૧૫૦ દિવસ  સુધી જે તે કચેરીને કરવાની હોય છે,ખેડુત ખાતેદારે આ યોજનાની અરજી ખેતિવાડી અધિકારી જિલ્લા   પંચાયતને કરવાની હોય છે

           મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને તેમને માહતિ મળી શકે. તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
   
આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

Post a Comment

0 Comments

Close Menu