punah lagna sahay yojana gujarat 2024 | વિધવા પુનઃ લગ્ન યોજના | વિધવા બહેનને પુન:લગ્ન કરવા પર 50000 ની સહાય આપતી યોજના

punah lagna sahay yojana gujarat 2024 | વિધવા પુનઃ લગ્ન યોજના | વિધવા બહેનને પુન:લગ્ન કરવા પર 50000 ની સહાય આપતી યોજના

 Ganga Swarupa Punah Lagna Arthik Sahay Yojana  2024 |વિધવા પુનઃ લગ્ન યોજના | ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય| widow remarriage scheme 2024 

widow remarriage scheme
widow remarriage scheme

 Contents

      ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના 2024

    ગુજરાત સરકાર, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકો ને લગતી અનેક કલ્યાણકારી યોજનાઓ જેવી કે, વહાલી દિકરી યોજના,ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના મહિલા સ્વાવલંબન યોજના વગેરે યોજનાઓ અમલમાં મુકેલ છે. તેમાંની એક યોજના છે “ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના” (વિધવા પુન:લગ્ન યોજના)

           સમાજમાં વિધવા બહેનોના પુન:લગ્નને પ્રોત્સાહન મળે,સમાજમાં ગંગા સ્વરૂપા બહેનોનુ પુન:સ્થાપન થાય તેમજ ગંગા સ્વરૂપા બહેનોને જોવાના દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવે તેવા હેતુ સાથે ગુજરાત સરકારે ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર પુન:લગ્ન કરનાર બહેનને કુલ રૂ. ૫૦,૦૦૦(પચાસ હજાર રૂપિયા) ની આર્થિક સહાય આપવામાં આવે છે.આ આર્ટીકલમાં વિધવા પુન:લગ્ન યોજનાનું ફોર્મ કેવી રીતે મેળવવું? ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે? સહાય મંજુર કોણ કરે છે ? વગેરે તમામ બાબતો ની માહિતિ મેળવીશુ.
    short berfing: Ganga svarupa punah lagna arthik sahay Yojana ની Online Application Process | Download Ganga svarupa punah lagna arthik sahay Yojana Application Form PDF | widow remarriage scheme વિધવા પુનઃ લગ્ન યોજના | ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય : વિધવા પુન લગ્ન યોજના :મહિલા સહાય યોજના

    વિધવા પુન લગ્ન યોજના Highlight Point 

    યોજનાનું નામગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના (વિધવા પુન:લગ્ન યોજના)
    ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજનાનો ઠરાવ જોવા માટે

    અહિં ક્લિક કરો

    ગંગા સ્વરૂપા યોજનાનું pdf ફોર્મ ડાઉનલોડ કરવા માટે

    અહિં ક્લિક કરો

    ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય નો વિડિયો જોવા માટે

    અહિં ક્લિક કરો


    ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના ના હેતુઓ શુ છે ?

     પુન:લગ્ન કરનાર બહેનોનું સમાજ માં પુન સ્થાપન કરવું.
     પુન:લગ્ન કરનાર બહેનોને પ્રોત્સાહન પુરૂ પાડવું.
     સમાજ માં ગંગા સ્વરૂપા બહેનો ને જોવાના દ્રષ્ટીકોણમાં પરિવર્તન લાવવું.

    vidhva punah lagna yojana  ના લાભ શુ છે ?

     આ યોજનામાં પુન:લગ્ન કરનાર બહેન ને ૨૫૦૦૦/ ની સીધી સહાય તેના ખાતામાં જમા કરવામાં આવે છે.
     ૨૫૦૦૦/ ના રાષ્ટીય બચત પત્રો આપવામાં આવે છે.
     આમ કુલ ૫૦,૦૦૦/- ની સહાય આ યોજનામાં મળે છે.

    ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવાની પાત્રતા શું છે ?

     પુન:લગ્ન કરનાર બહેનની ઉમર ૧૮ થી ૫૦ વર્ષ ની હોવી જોઇએ પુન:લગ્ન કરનાર બહેનને       ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના(વિધવા સહાય યોજના)નોલાભ મળેલ હોવો જોઇએ.
     લગ્ન કર્યા ના ૬ માસ ની અંદર આ યોજનાની સહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે.

    ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાની અરજી સાથે કયા ડોક્યુમેન્ટ જોડવાના હોય છે ? document vidhva punah lagna yojana 

      ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાયનો) મંજુરી હુકમ.
     પુન:લગ્નની નોધણી અંગેનુ પ્રમાણ પત્ર.
     પુન:લગ્ન કરનાર દંપતિના સંયુક્ત પાસપોર્ટ સાઇઝ ના ફોટા.
     જે વ્યક્તિ સાથે પુન:લગ્ન થયા છે તેના સરનામા અંગેનો પુરાવો.
     પુન:લગ્ન કરનાર દંપતિ ના આધાર કાર્ડ.
     રેશન કાર્ડ.
     જેમા સહાય મેળવવા માગતાં હોય તે બેન્ક ખાતાના પાસબુક ની નકલ

    ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાની અરજી કરવાની પ્રક્રિયા શું છે ?
     આ યોજનાનું ફોર્મ અરજી ફોર્મ મામલતદાર ,મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી ખાતે  અને મહિલા અને બાળ વિકાસની વેબસાઇટ https://wcd.gujarat.gov.in/પરથી મળી રહેશે.તેમજ નીચે આ ફોર્મ ડાઉનલોડ કરવાની લીંક પણ આપેલ છે.

     ફોર્મ ભરીને નજીકની મહિલા અને બાળ અધિકારીની કચેરી અથવા મામલતદાર કચેરીના ઓપરેટર મારફતે https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઇન સબમીટ કરવાનું હોય છે. ત્યારબાદ જરુરી કાર્યવાહી પુર્ણ કરીને  જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી દ્વારા સહાય મંજુર કરવામાં આવતી હોય છે.

      જેમાં ૨૫૦૦૦/ ની સહાય અરજદાર બહેનના DBT મારફતે સીધી ખાતામાં જમા કરવામાં આવે છે અને ૨૫૦૦૦/ના બચતપત્રો પોસ્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવતાં હોય છે.


     
       

    FAQ

    1.ગંગા સ્વરૂપા પુન:લગ્ન નો લાભ કોણ લઇ શકે છે ?

    જવાબ. ૧૮ થી ૫૦ વર્ષની વિધવા બેન જેને નિરાધાર વિધવા સહાય યોજનાનો લાભ મળતો હોય તે  બહેન પુન:લગ્ન કરે છે તો તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે

    2.વિધવા પુન:લગ્ન સહાય યોજનાનું ફોર્મ કેટલા સમયમાં ભરવાનું હોય છે ?
    જવાબ:વિધવા પુન:લગ્ન યોજનાનું ફોર્મ ૬ માસની સમય મર્યાદામાં ભરવાનું થતું હોય છે.

    અન્ય કોઇ પ્રશ્ન માટે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા નજીકની મામલતદાર કચેરી અથવા મહિલા અને બાળ અધિકારી ની કચેરી નો સંપર્ક કરી શકો.

    Post a Comment

    0 Comments

    Close Menu