7/12 online | 7/12 ના ઉતારા મેળવો ઓનલાઇન anyror પરથી ઘરે બેઠા । 7/12 utara । 712 online । 7/12 ની નકલ online download

7/12 online | 7/12 ના ઉતારા મેળવો ઓનલાઇન anyror પરથી ઘરે બેઠા । 7/12 utara । 712 online । 7/12 ની નકલ online download

 7/12 online  | 7/12 ના ઉતારા મેળવો ઓનલાઇન anyror પરથી સીધા ઘરે બેઠા । 7/12 utara 

7/12 online
7/12 online 

હવે 7/12 8અ  ના ઉતારા ઘરે બેઠા ઓનલાઇન મેળવો AnyRoR

           આજના ડિઝિટલ યુગમાં ખેડુત મિત્રોની સરળતા માટે સરકાર દ્વારા I khedut Portal , AnyRoRતેમજ i -ORA જેવા પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે, ખેડુતોને તેમની જરૂરીયાત મુજબના  ઉતારા સરળતાથી ઘરે બેઠા મળી રહે તે માટે  AnyRoR/ i -ORA Portal શરૂ કરવામાં આવેલ છે . જેના દ્વારા ખેડુતો જમીનને લગતી તમામ માહિતિ 7/12 8-અ ગામનો નમુનો નંબર ૬ તેમજ જમીનને લગતી નોંધો વગેરે ઓનલાઇન ડાઉનલોડ કરી શકે છે. તો AnyRoR / ગુજરાતમાં 7 12 ના ઉતારા કેવી રીતે ઓનલાઈન  ડાઉનલોડ કરવા ?? તેમજ તેમાં ઉતારા મેળવવાની ફી ની ચુકવણી કેવી રીતે કરવી  તેની તમામ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશું.

    Short brefing : any ror |  anyror 7/12 7/12 utara gujarat | anyror gujarat | જમીન રેકોર્ડ જોવા માટે  | જમીન સર્વે નંબર અને ખાતા નંબર જોવા માટે l | 7/12 online  | 7/12 8અ ગુજરાત online | 7/12 utara online website   |  7/12 ની નકલ online print

      ઓનલાઇન ડિઝિટલ સાઇન વાળા7/12, 8A  

          ખેડુતો માટે જમીન એટલે સૌથી મોટી મુડી. જમીનના  અગત્યના ડોક્યુમેન્ટ એટલે 6, 7/12, 8-અ ના ઉતારા. આ ઉતારાઓ તાલુકાના ઈ-ધરા કેન્દ્રો તથા ઈ-ગ્રામ કક્ષાએથી મેળવી શકાય છે. પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા ડિઝિટલ સહી વાળા ઉતારાની નકલ Online Download પણ કરી શકાય છે. આ ઉતારાઓમાં (ઇ-સાઇન) અને e-Seal( ઇ-સિક્કો) સામેલ હશે. આવી નકલનો ઉપયોગ તમામ જગ્યાએ માન્ય ગણાશે. Anyror Gujarat અથવા i-ORA પોર્ટલ પરથી ઓનલાઈન મેળવી શકાશે. જમીનના આ ઉતારા પર QR Code સામેલ હશે, અને આ કોર્ડ પરથી આ આ ઉતારો સાચો હોવાની ખાતરી પણ  કરી શકાય છે.  આ ઉતારાની નકલ માટે ખેડૂતોએ ઓનલાઈન ફી ભરવાની હોય છે.

    Highlight Point of AnyROR Gujarat 

    આર્ટિકલનો મુદ્દો                                    ઉતારા ઓનલાઇન
    ડાઉનલોડ કરવા 
    7/12 ની નકલ online download 
    કરવા માટેની  વેબસાઇટ 
    https://anyror.gujarat.gov.in/
    ઉતારા માટેની i-ORAની 
    Official  વેબસાઇટ
    https://iora.gujarat.gov.in/
    ગ્રામ્ય વિસ્તારના ઉતારા
    ડાઉનલોડ કરવા માટે
     
    અહિં ક્લીક કરો
    શહેરી વિસ્તારની પ્રોપર્ટી કાર્ડ ની
     વિગતો ડાઉનલોડ કરવા માટે
     
    અહિં ક્લિક કરો
    ઉતારાની સત્યતાની ખરાઇ કરવા માટે અહિં ક્લિક કરો
    આપણી વેબસાઇટ ના
     વ્હોટસએપ  ગ્રુપ સાથે જોડાવા માટે 
    અહિં ક્લિક કરો 


     AnyRoR પરથી 7/12, 8અઉતારા ડાઉનલોડ કરવાની રીત 

             મહેસૂલ વિભાગ દ્વારા તા.૧૮/૧૧-૨૦૨૧ ના રોજ સરકારી ઠરાવ બહાર પાડવામાં આવેલ છે. જેમાં જમીનના ઓનલાઈન દસ્તાવેજો ને માન્ય ગણવાનું જાહેર કરેલ છે.  જેમાં જણાવેલ છે કે, રેવન્યુ દસ્તાવેજો માં  e-sign અને e-Seal  નો અમલ કરવામાં આવે. તેમજ  ગામ નમૂના 6,  7/12 અને 8-અ ની નકલ ગમે તે વ્યક્તિ ગમે તે જ્ગ્યાએથી ઓનલાઇન મેળવી શકાશે જેના માટે AnyROR અને I ORA પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે  જેના દ્વારા જમીનના  ઉતારા કેવી રીતે ડાઉનલોડ કરવા તેની માહિતિ  વિગતવાર ક્રમાનુસાર  મેળવીશું.


      AnyROR
      Image Source:- Government Official Website (https://anyror.gujarat.gov.in/)
    • ત્યારબાદ “ડિજિટલી સાઉન્ડ ગામ નમુના નંબર પર “ક્લિક કરો
    • ત્યારબાદ ખુલેલા પેજ માં મોબાઇલ નંબર અને નીચે કેપ્ચા કોડ નાખો અને GENERATE OTP પર ક્લિક કરવાથી તમારા મોબાઇલ માં એક ઓટીપી આવશે
    • આ ઓટીપીને ખુલેલા બોક્ષમાં નાખી ને Login પર કલિક કરો Login પર click કર્યા ડિજિટલી ઉતારા મેળવવા મેળવવા માટેનું ફોર્મ ખુલશે

    AnyROR
    Image Source:- Government Official Website (https://anyror.gujarat.gov.in/)

    • જેમાં તમારે જે જરૂર હોય ૭/૧૨,૮-અ,કે ૬ પસંદ કરી નીચે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.

    • ત્યારબાદ જે પણ નમુનાની જરૂર હોય તે તમામ ને “Add Village Form” પર ક્લિક કરીને લીસ્ટ તૈયાર કરો.
    • ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર થઇ ગયા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.
    • ત્યારબાદ બધી વિગતો બરાબર હોય તો "pay amount" પર ક્લિક કરી ચુકવણુ કરો જેમાં તમે credit card/ debit card, internet banking, કેUPI થી પેમેન્ટ ચુકવી શકો છો.
    • રકમની ચુકવણી કર્યા બાદ "RoR Generate"  પર ક્લિક કરો.
    • ત્યારબાદ તેની બાજુમાં "Download RoR" પર ક્લિક કરવાથી આ ઉતારા કે નોંધ આપના ક્મ્પુટર કે મોબાઇલ માં ડાઉનલોડ કરી શકાશે.
    • આ ઉતારા કે નોંધ ને ૨૪ કલાક સુધી તમારા લોગીનમાંથી ડાઉનલોડ કરી શકાશે ત્યારબાદ જો ડાઉનલોડ કરવા હોય તો ઉપરની પ્રક્રિયા કરી ફરીથી પેમેન્ટ ચુકવીને બીજીવાર પણ ડાઉનલોડ કરી શકાશે.
    • આ ડાઉનલોડ થયેલા ડૉક્યુમેન્ટમાં માં ડીજીટલ સાઇન્ડ અને ડિજિટલ સહી થયેલ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.
    • ડીજીટલ ગામ નમૂના નંબરમાં આપેલ QR Code ને સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.
    આ પણ વાંચો : 
    FAQ’s – વારંવાર પૂછાતા પ્રશ્નો

    FAQ: વારંવાર પુછાતા પ્રશ્નો.

    1.ગુજરાતમાં 7 12 ના ઉતારા  ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવા ? 

    જવાબ: ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગની વેબસાઈટ Anyror Gujarat તથા i-ORA પર જઇને ઉતારા ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે.

    2. AnyRoR Gujarat પરથી જમીનને લગતા કયા કયા દસ્તાવેજો જોઇ શકાય છે?

    જવાબ: આ વેબસાઈટ પર જમીનને લગતી નોંધો, ૭-૧૨,૮-અ ગામના નમુનો નંબર ૬, પ્રોપર્ટી કાર્ડ ની વિગતો તેમજ ગ્રામ્ય જમીન રેકર્ડ અને શહેરી વિસ્તારોની જમીન રેકર્ડ અલગ-અલગ રીતે જોઈ શકાય છે.

    3. ગુજરાતમાં ૭/૧૨ ના ઉતારા ળા ઉતારા કઇ વેબસાઇટ પરથી મેળવી શકાય છે ?


    જવાબ: 
    ગુજરાતમાં ૭/૧૨ ના ઉતારા ળા ઉતારા મેળવવા માટે i-ORA portal પર જવાનું રહેશે. ત્યાંથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે.

    4. ખેડૂતોએ ડીજીટલ સાઇનવાળા ઉતારાની નકલ મેળવવા માટે કેટલી ફી ભરવાની હોય છે?

    જવાબ: ડીજીટલ સાઇનવાળા ઉતારાની નકલ મેળવવા માટે પેજ દીઠ ફક્ત રૂ. 5 ભરવાના હોય છે. અને આ ફી ઓનલાઇન જ ભરવાની હોય છે જે ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ,ઇન્ટરનેટબેન્કીગ કે upi ના માધ્યમથી ભરી શકાશે.

    5. ડીજીટલ સાઇન વાળા ઉતારા કે નોંધો પર કચેરીમાં જઈને સહી કે પ્રમાણિત કરવાના હોય છે?

    જવાબ: ના ડિઝિટલ સાઇન વાળા ઉતારા ઓનલાઇન QR Code સાથે જનરેટ થયેલા હોય છે.આથી તેને કોઇ જગ્યાએ પ્રમાણિત કરાવવાની જરૂર નથી.


    મિત્રો રાખુ છું કે આપને આ માહિતિ ઉપયોગી લાગી હશે જો આ માહિતિ ઉપયોગી લાગી હોય  હોય તો તેને  વધુ ને વધુ મિત્રો ને મોકલવા વિનંતી  જેથી કરીને વધુ ને વધુ મિત્રો  મિત્રોને આનો લાભ મળી શકે.www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર. 
    આ પણ વાંચો : 


     

    Post a Comment

    0 Comments

    Close Menu