ઇ નિર્માણ કાર્ડ ગુજરાત | e-Nirman card gujarat
eNirman card gujarat |
e nirman card yojana gujarat
Highlight Point of enirman card
યોજના નું નામ |
E-NIRMAN CARD ઇ નિર્માણ કાર્ડ ગુજરાત |
યોજનાનો હેતુ |
શ્રમયોગી તેમજ બાંધકામ ક્ષેત્રે લાભાર્થી ની નોધણી કરી તેમને ઓળખકાર્ડ ઇશ્યુ કરવું |
લાભાર્થી |
વ્યવસાયોમાં કુશળ, અર્ધકુશળ, અથવા અકુશળ પ્રકારના
કામ કરનાર બાંધકામ શ્રમયોગી. |
ઇ નિર્માણ કાર્ડ કઢાવવા માટે |
|
ઇ નિર્માણ મોબાઇલ
એપ્લિકેશન ડાઉનલોડ કરવા |
|
ઇ નિર્માણ કાર્ડની જાતે કઢાવવા માટે ની
પ્રક્રિયા જાણવા માટે |
|
ઇ નિર્માણ કાર્ડ સાથે
સ્વ ઘોષણા પત્રક ડાઉનલોડ કરવા |
|
Official વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો |
ઇ નિર્માણ
કાર્ડ ગુજરાત
ઇ નિર્માણ કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજ તેમજ પાત્રતા.
- છેલ્લા ૧ર મહિનામાં બાંધકામ શ્રમિક તરીકે ઓછામાં ઓછુ ૯૦ દિવસ કામ કર્યાનું સ્વ-પ્રમાણપત્ર
- ઉમરઃ ૧૮-૬૦ વર્ષ(મહિલા/પુરૂષ)
- આધારકાર્ડ,
- બેન્ક પાસબુક,
- આવકનો દાખલો
- ઉંમર નો પુરાવો
- નિયત નમુનામાં આવક તેમજ વ્યવસાયનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર.
ઇનિર્માણ કાર્ડ ગુજરાત નીચેના કારીગરો અને વ્યવસાયિકો કઢાવી શકે છે.
- ચણતર કામ.
- ચણતર કામના પાયા ખોદકામ.
- ઈંટો માટી કે સામાન ઉપાડકામ.
- સુથારી કામ.
- ફોલ્સ સિલીંગ, લાઈટીંગ કામ.
- ધાબા ભરવાનું કામ.
- સાઈટ ઉપર મજુર કામ.
- ટાઈલ્સ ઘસાઈ કામ.
- માર્બલ ટાઈલ્સ ફીટીંગ કામ.
- પથ્થર કાપવા તથા બેસાડવાનુ કામ.
- ચુનો લગાડવાનું કામ, કલરકામ.
- ગટર અને પ્લમ્બિંગ કામ.
- ઈલેક્ટ્રીશીયનનુ કામ.
- રસોડા કીચન બનાવવાનું કામ.
- ગ્રીલ, બારી દરવાજાનું કામ.
- ઈંટો બનાવવી, નળીયા બનાવવા.
- સ્વીમીંગ પુલ બનાવવા.
- જાહેર બગીચાઓ બનાવવા.
- ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો રેલ્વે પુલ, ઓવર બ્રીજ ક્ષેત્રના શ્રમિકો.
- બાંધકામ સાઈટ ઉપરના ફક્ત શારીરીક શ્રમથી થતા તમામ મજુરી કામ,
આ પણ વાંચો :
ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વીમા યોજના
સન્માન પોર્ટલ :શ્રમિકો તમામ યોજનાની અરજી એક જગ્યાએથી કરી શકશે
શિક્ષણ સહાય યોજના શ્રમિક બાળકોને મળશે 40000 સુધીની શિક્ષણ સહાય
e nirman card gujarat benefits in gujarati, ઇ નિર્માણ કાર્ડના લાભ
યોજનાનું નામ |
મળતા લાભ |
શ્રમિક અન્નપુર્ણા
યોજના |
રૂ.૧૦/-માં સાત્વિક ભોજન. |
એક વર્ષમાં બાંધકામ શ્રમિકોના
માત્ર બે બાળકોને ધોરણ-૧ થી ૧૨ તથા પી.એચ.ડી.સુધીના ઉચ્ચ અભ્યાસ માટે રૂ. ૫૦૦/- થી
રૂ. ૪૦,૦૦૦/- ની સહાય. |
|
નોંધાયેલ મહિલા બાંધકામ
શ્રમિકને રૂ. ૨૭,૫૦૦/- અને નોંધાયેલ
બાંધકામ શ્રમિકનીપત્નિને રૂ. ૫,૦૦૦/- ની પ્રસુતિ સહાય અર્થે પ્રથમ ર પ્રસૃતિ પુરતી સહાય. |
|
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી
બોન્ડ યોજના |
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી
બોન્ડ યોજના અન્વયે બાંધકામ શ્રમિકની એક દિકરીને બોન્ડ(F.D) ૧૮ વર્ષની મુદતનો રૂ.
૧૦,૦૦૦ નો બોન્ડ
આપવામાં છે. |
વ્યવસાયિક રોગોમાં સહાય |
આ યોજના અંતર્ગત બાંધકામ
શ્રમયોગીઓને થતા ૧૫ પ્રકારના વ્યવસાયિક રોગો તથા ૨૩ પ્રકારની ગંભીર ઈજાઓમાં આર્થિક
સહાય માટે મહત્તમ રૂ. ૩ લાખની મર્યાદામાંમાસિક રૂ.૧૫૦૦ થી ૩૦૦૦/- ની સહાય આપવામાં
આવે છે. |
આકસ્મિક મૃત્યુ સહાય
યોજના |
આ યોજના અંતર્ગત નોંધાયેલ
કે ન નોંધાયેલ બાંધકામ શ્રમિકનું ચાલુ કામે આકસ્મિક મુત્યુ થાય તો તેના વારસદારને
રૂ. ૩ લાખની સહાય આપવામાં આવે છે. |
અંત્યેષ્ઠિ સહાય યોજના |
આ યોજનામાં નોંધાયેલ
બાંધકામ શ્રમિકના મૃત્યુ બાદ અંતિમક્રિયા માટે તેનાવારસદારને રૂ. ૭,૦૦૦/- ની સહાય આપવામાં
આવે છે. |
શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના |
EWS/LIG યોજનામાં મકાન ફાળવણી થયેલ હોય તેવા નોંધાયેલ બાંધકામ શ્રમિક વતીરૂ.૧,૬૦,૦૦૦/- ની રાજ્ય કેન્દ્ર સરકારની સહાય ઉપરાંતની રકમ મકાન ફાળવણી કરતા સત્તામંડળનાં હવાલે મુકવામાં આવે છે. |
હાઉસિંગ સબસીડી યોજના |
પોતાના મકાન ખરીદી માટે મહત્તમ રૂ.૧૫ લાખ સુધીની લોન લીધેલ હોય તેવા નોંધાયેલ બાંધકામ શ્રમિકને રૂ.૧,૦૦,૦૦૦/-ની સહાય (પાંચ વર્ષ સુધી પ્રતિ વર્ષરૂ.૨૦,૦૦૦/-) સહાય તેમના લોન ખાતામાં આપવામાં આવે છે. |
બેટરી ઓપરેટર ટુ વ્હીલર
યોજના |
નોંધાયેલ બાંધકામ શ્રમિક
દ્વારા બેટરી ઓપરેટેડ ટુ વ્હીલર ખરીદ કરવા માટે રૂ.૩૦,000/- અથવા ભાવના ૫૦% (જે ઓછી
હોઈ તે) રકમ જે તે વિક્રેતાને શ્રમિકના બદલે આપવામાં આવે છે. |
શ્રમિક પરિવહન યોજના |
નોંધાયેલા બાંધકામ શ્રમિકને
મુસાફરી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ મારફતે પાસ પુરો પાડવામાટે ૮૦ % ખર્ચ બોર્ડ દ્વારા
જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવે છે. |
મેડીકલ હેલ્થ યુનિટ(ધન્વન્તરી આરોગ્ય રથ) |
બાંધકામ શ્રમિકોને વિવિધ
બાંધકામ સાઈટો, કડીયાનાકાઓ, બાંધકામ સાઈટની શ્રમિક વસાહતો પર વિના મુલ્યે પ્રાથમિક
તબીબી સારવાર, લેબોરેટરી ટેસ્ટ અને
દવા પૂરી પાડવામાં આવે છે. |
ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે અરજી પ્રક્રિયા – E Nirman Card Online Apply Registration Process In Gujarati,
ઈ નિર્માણ
કાર્ડ કઢાવવા માટે ની ત્રણ પ્રોસેસ છે જે નીચે મુજબ છે.
1) જાતે વેબસાઈટ દ્વારા
2) e Nirman મોબાઇલ એપ્લિકેશન દ્વારા
3) તમારા નજીકના કોમન સર્વિસ
સેન્ટર પર જઈને
1) વેબસાઇટ માંથી ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું ? –E nirman card registration online
ઓનલાઇન
વેબસાઇટ દ્વારા e Nirman
Card Gujarat માટે અરજી
કેવી રીતે કરવી તેની પ્રક્રિયા નીચે મુજબ છે.
સૌપ્રથમ
તમારે e Nirman
card Registration માટે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://enirmanbocw.gujarat.gov.in
તમે
પહેલી વખત જ આ વેબસાઈટ ઉપર આવ્યા છો તો તમે પહેલા રજીસ્ટર કરી લો અને પછી e Nirman Card Login કરવાનું રહેશે.
e Nirman card Registration કરવા માટે અહીંયા Please Register Here બટન પર ક્લિક કરવાનું રહેશે.
image sources: enirmanbocw.gujarat.gov.in |
ત્યારબાદ તેમાં જરૂરી વિગતો ભરીને Register બટન પર ક્લિક કરવાનું રહેશે.
એટલે તમારું
રજીસ્ટ્રેશન થઇ જશે અને Registration
Successfully લખેલુ તમને
જોવા મળશે.
લોગીન કરશો
એટલે તમારી સામે પ્રોફાઈલ ની બધી વિગતો ભરવાની હશે જેમાં તમારું નામ સરનામું પછી
મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી બધી વસ્તુ તમે ભરવાની રહેશે.
ત્યારબાદ તમારે તમારા અનુભવની વિગતો ભરવાની રહેશે કે જેમાં 90 દિવસ કામનો અનુભવ જરૂરી છે. જો તમે બાંધકામ ક્ષેત્રમાં 90 દિવસથી વધારે કામ કરેલું છે તો જ તમે આ કાર્ડ કઢાવી શકો.
અને પછી તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં તમારું આધાર કાર્ડ, રેશનકાર્ડ, ઉંમરનો પુરાવો, ઓળખનો પુરાવો અને તમે જે 90 દિવસ બાંધકામ શ્રમયોગી તરીકે કામ કરેલું છે તેનું સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ કરીને તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે.
તમે
સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ માટે અરજી
સાથેના બીડાણ ડાઉનલોડ લખેલું છે તેના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.
અને પછી તમે તેની પ્રિન્ટ કઢાવીને તેની ઉપર વિગતો ભરીને પાછું તમારે અપલોડ કરવાનું
રહેશે.
સ્વયંપ્રમાણિત
પ્રમાણપત્ર ડાઉનલોડ કરો DOWNLOAD PDF
ફોટા અપલોડ
કરો તેની સાઈઝ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ તો જ ફોટા
અપલોડ થશે.
ડોક્યુમેન્ટ
અપલોડ થઈ ગયા બાદ તમારે e Nirman
Card ના શરતો અને
નિયમો એ તમારે વાંચીને સિલેક્ટ કરવાનું રહેશે અને પછી Save and Next ઉપર ક્લિક કરવાનું રહેશે.
E nirman Card status
એ અરજી
નંબરની મદદથી તમે તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે તેનું ઈ નિર્માણ કાર્ડ સ્ટેટસ
ચેક કરી શકો છો.
e Nirman Card Status Check કરવા માટે તમારે View Citizen Application
Status તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
2) મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઈ નિર્માણ કાર્ડ બનાવવા ની પ્રોસેસ – e Nirman Card Apply Online From Application, E nirman Card registration
image sources: enirmanbocw.gujarat.gov.in |
મોબાઇલ
એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
તો આવી રીતે
તમે મોબાઇલ એપ્લિકેશન દ્વારા e Nirman Card માટે અરજી કરી શકો છો.
તમારા બધા
ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ તમારી અરજી જિલ્લા કચેરી એ મોકલવામાં આવશે અને તમારા
ડોક્યુમેન્ટ ત્યાં પણ ચેક થશે.
જિલ્લા કચેરીએ
ડોક્યુમેન્ટ ચેક કરાઈ ગયા પછી તમારૂ સ્માર્ટ કાર્ડ ઓનલાઈન જનરેટ થઈ જશે અને તેના
માટે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર SMS પણ આવશે.
રજીસ્ટર
મોબાઈલ નંબર ઉપર SMS આવ્યા બાદ તમારે નજીકના csc સેન્ટર જઈને તમારું સ્માર્ટ e Nirman Card મેળવવાનું રહેશે.
એપ્લિકેશન વડે રજીસ્ટ્રેશન બાબતે વધુ માહિતિ માટે અહિં ક્લિક કરો
3) CSC સેંટર દ્વારા ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે કઢાવવું ? – e Nirman card Registration At CSC Center
જો તમારી
જાતે તમે ઈ નિર્માણ કાર્ડ માટે અરજી નથી કરવા માંગતા તો તમે csc સેંટર પર જઈ પણ e Nirman Card કાઢવી શકો છો.
તમારે તમારી
નજીક ના CSC સેંટર પર જવાનું રહેશે અને
ત્યાં તમારે તમારી સાથે બધા ડોક્યુમેંટ્સ લઈ જવાના રહેશે. એટલે ત્યાં બેઠેલા
કર્મચારી તમારું ફિંગરપ્રીન્ટ લેશે અને ફોટો પાડી ને તમારું કાર્ડ બનાવી આપશે.
CSC સેંટર નું લિસ્ટ ચેક કરો અહી ક્લિક
કરો
મહત્વપૂર્ણ લિંક્સ
સતાવાર વેબસાઇટ |
|
e Nirman card Helpline number |
ઇ-નિર્માણ કાર્ડ માટે FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
. 1 : ઈ નિર્માણ કાર્ડ માટે અરજી કેવી
રીતે કરવી?
જ : e Nirman Card માટે તમે ઓનલાઇન અને ઓફલાઈન
બંને રીતેથી નોંધણી કરાવી શકો છો.
1) તમારા નજીકના કોમન સર્વિસ
સેન્ટર પર જઈને તમે ઈ નિર્માણ કાર્ડ બનાવી શકો છો.
2) e Nirman મોબાઇલ એપ્લિકેશન દ્વારા
3) ઈ નિર્માણ કાર્ડની ઓફિસિયલ
વેબસાઈટ દ્વારા https://enirmanbocw.gujarat.gov.in
2 : ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે
બાંધકામ ક્ષેત્ર માં કેટલા દિવસ કામ કરેલું હોવું જોઈએ?
જ : જે બાંધકામ શ્રમિક e Nirman Card બનાવવા માંગે છે તેની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેને
છેલ્લા બાર મહિનામાં ઓછામાં ઓછું 90 દિવસ સુધી મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રમાં કામ
કરેલું હોવું જોઈએ.
3 : શું લાલ ચોપડી અને ઈ નિર્માણ
કાર્ડ એ બંને વસ્તુ અલગ અલગ છે?
જ : ના તે બંને વસ્તુ એક જ છે પહેલા
લાલ ચોપડી કહેવાતી અને અત્યારે e Nirman Card તરીકે ઓળખવામાં આવે છે.
મિત્રો આશા રાખુ છુ. કે આ માહિતિ આપને પસંદ આવી હશે જો તમને ગમી હોય તો આપના અન્ય મિત્રો ને મોકલવા વિનંતી જેથી કરીને અન્ય મિત્રો ને પણ તેનો લાભ મળી શકે.
0 Comments