UDID । હવે દિવ્યાંગ ને મળશે એક જ કાર્ડ દ્વારા તમામ યોજનાના લાભ ! । વિકલાંગ ઓળખ કાર્ડ

UDID । હવે દિવ્યાંગ ને મળશે એક જ કાર્ડ દ્વારા તમામ યોજનાના લાભ ! । વિકલાંગ ઓળખ કાર્ડ

 

Unique Disability ID CARD UDID  | હવે દિવ્યાંગ ને મળશે એક જ કાર્ડ દ્વારા તમામ યોજનાના લાભ !

Short Briefing: યુનિવર્સલ આઇડી ફોર પર્સન્સ વીથ ડીસેબીલીટીઝ । Unique Disability ID-UDID | Viklang I Card | દિવ્યાંગ યુનિક આઇડી કાર્ડ । Unique Disability ID CARD । એક દિવ્યાંગ એક પહેચાન ।વિકલાંગ ઓળખ કાર્ડ
મિત્રો, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગ અને વૃદ્ધો માટે અનેક કલ્યાણલક્ષી યોજનાઓનુ અમલીકરણ કરે છે. જે ,પૈકી દિવ્યાંગ વ્યક્તિની સરળતાથી ઓળખ થાય તે માટે દિવ્યાંગ વ્યક્તિઓને ઓળખ કાર્ડ Unique Disability ID-UDID આપવાનું શરૂ કરેલ છે જે બાબતે આપણે આ આર્ટિકલમાં માહિતિ મેળવીશું.

Unique Disability ID


UDID પ્રોજેક્ટની હાઇલાઇટ

યોજનાનું નામ

યુનિવર્સલ આઇડી ફોર પર્સન્સ વીથ ડીસેબીલીટીઝ
આઇ ડી કાર્ડ મેળવવાની અરજી કરવા માટે

અહિં ક્લિક કરો 

આઇ ડી કાર્ડ માટેની OFFICIAL WEBSITE

અહિં ક્લિક કરો 

આઇ કાર્ડ મેળવવાનુ ફોર્મ મેળવવા માટે

અહિ ક્લિક કરો

Unique Disability ID-UDID યોજનાનો હેતુ શું છે?

દિવ્યાંગ વ્યક્તિને વિશિષ્ટ ઓળખ કાર્ડ આપવા માટે ભારત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં "યુનિવર્સલ આઇ ડી ફોર પર્સન્સ વીથ ડીસેબીલીટીઝ” નો પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં દિવ્યાંગતા( વિકલાંગતા) ધરાવતા વ્યક્તિઓને વિશિષ્ટ ઓળખ કાર્ડ આપવામાં આવે છે આ ઓળખ કાર્ડ આપવાનો હેતુ દિવ્યાંગ વ્યક્તિઓનો રેકોર્ડ તૈયાર કરવાનો છે અને આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ આ કાર્ડ ધારકને મળે તેવુ ભારત સરકારનું આયોજન છે

UDID યુડીઆઇડી કાર્ડ થી લાભ શુ મળશે?

આવનાર સમયમાં ભારત સરકાર દ્રારા વિવિધ યોજનાઓનો લાભ આ કાર્ડ મારફતે આપવાનું આયોજન છે.
રાજ્ય સરકાર ની તમામ દિવ્યાંગ કલ્યાણ યોજનામાં દિવ્યાંગ ઓળખકાર્ડ તરીકે માન્ય ગણવામાં આવશે .

યુડીઆઇડી કાર્ડ થી દેશના દિવ્યાંગ વ્યક્તિઓનો એક ડેટા બેઝ તૈયાર થશે જેના કારણે દિવ્યાંગ વ્યક્તિઓને યોજનાઓનો લાભ સરળતાથી આપી શકાશે.તેમજ એકજ કાર્ડ ની મદદથી લાભાર્થી ની તમામ વિગતો મળી શકશે જેના કારણે લાભ અપાવવામાં સરળતા રહેશે.

UDID યુડીઆઇડી કાર્ડ માટે કેવી રીતે અરજી કરવાની?

દિવ્યાંગતા ઓળખ કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે ઓળખ નો પુરાવો પાનકાર્ડ/ચુંટણી કાર્ડ/આધાર કાર્ડ, રહેઠાણ નો પુરાવો, દિવ્યાંગતા બતાવતુ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, (દિવ્યાંગતા પ્રમાણપત્ર, તેમજ પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ વગેરે ડોક્યુમેન્ટ સાથે www.swavlambancard.gov.in નામની વેબસાઇટ પર જઇને, આપની વિગતો ભરી, જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરીને યુડીઆઇડી કાર્ડ મેળવી શકાશે .

UDID યુડીઆઇડી કાર્ડ કેવી રીતે મળશે? 

યુનિક ડિસેબીલીટી આઇડી કાર્ડ ભારત સરકાર દ્રારા નિયુક્ત કરેલ પ્રિંન્ટ એજન્સી મારફત લાભાર્થીના સરનામા પર પોસ્ટ દ્રારા મળશે.

UDIDયુડીઆઇડી કાર્ડ માટે જીલ્લા કક્ષાએ કોનો સંપર્ક કરી શકાશે?

યુડીઆઇડી કાર્ડ માટે જીલ્લા કક્ષાએ સિવિલ હોસ્પિટલ ના મુખ્ય તબીબી અધિકારી /સિવિલ સર્જનશ્રી તથા મેડીકલ કોલેજોમાં તબીબી અધિક્ષકશ્રીઓની કચેરીઓનો સંપર્ક કરી શકશો. આ ઉપરાંત જીલ્લા કક્ષાએ ઓનલાઇન અરજી કરવા તથા યુડીઆઇડી કાર્ડને લગતી અન્ય માહિતી માટે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકાશે.

 તો મિત્રો આશા રાખુ છું કે આપને અમારી વેબસાઇટ મારફતે યોગ્ય માહિતિ મળી હશે .વેબસાઇટ ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

આ પણ વાંંચો :દિવ્યાંગ વ્યક્તિને એસ ટી બસમાં મફત મુસાફરીની યોજના

Post a Comment

0 Comments

Close Menu