વિધવા સહાય યોજના 2024 । Ganga Svarupa Arthik Sahay yojana | Vidhva Sahay Yojana | વિધવા બહેનોને 1250 ની સહાય આપતી યોજના

વિધવા સહાય યોજના 2024 । Ganga Svarupa Arthik Sahay yojana | Vidhva Sahay Yojana | વિધવા બહેનોને 1250 ની સહાય આપતી યોજના

Ganga Svarupa Arthik Sahay yojana | Vidhva Sahay Yojana | ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના । વિધવા સહાય યોજના । તમામ માહિતિ મેળવો એક ક્લિક માં 

ટુંકમાં વિગત: vidhva sahay yojana gujarat | vidhva sahay yojana online apply | vidhva sahay yojana | vidhva sahay yojana details in gujarati । નિરાધાર વિધવા સહાય યોજના 2023 । વિધવા સહાય યોજના 2023 । વિધવા સહાય યોજના પરિપત્ર । વિધવા સહાય યોજના માહિતી । Vidhva Sahay Yojana documents gujarati

વિધવા સહાય યોજના 2024 | વિધવા સહાય યોજના માહિતી

ગુજરાત સરકાર, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકો ને લગતી અનેક કલ્યાણકારી યોજનાઓ જેવી કે, વહાલી દિકરી યોજના,ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, બેટી બચાઓ બેટી પઢાઓ યોજના ,જેવી યોજનાઓ અમલમાં મુકેલ છે. તેમાંની એક યોજના છે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” (વિધવા સહાય યોજના) આ યોજનાને પહેલા વિધવા સહાય યોજના તરીકે ઓળખવામાં આવતી હતી ત્યારબાદ સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના નામ આપવામાં આવ્યુ છે. સમાજમાં નિરાધાર બનેલ વિધવા બહેનોનું પુન:સ્થાપન થાય અને તેઓને આર્થિક સહાય મળી રહે તેમજ વિધવા બહેનો સન્માનથી જીવી શકે, તે હેતુથી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકેલ છે આ યોજનાનું ફોર્મ કેવી રીતે મેળવવું ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા પડશે? આ યોજનામાં કયા કયા લાભ મળવાપાત્ર છે? વગેરે વિગતો ની તેેેમજ વિધવા સહાય યોજના માહિતી આ આર્ટિકલમાં મેળવીશું.

 Vidhva Sahay Yojanavidhva sahay yojana


ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) માં કયા કયા લાભો મળે છે ?

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી દર મહિને રૂ.૧૨૫૦/ની સહાય તેના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી બહેનોને જુથ વીમા યોજનાનો લાભ મળવા પાત્ર છે. જેમાં જો જુથ વીમા યોજનામાં જોડાયેલ બહેનનું આકસ્મિક અવસાન થાય તો મૃત્યુ બાદ તેમના બાળકોને ૧ લાખ નું વળતર મળવાપાત્ર છે.


વિધવા (ગંગા સ્વરૂપા આર્થિક) સહાય યોજનાનો મેળવવાની પાત્રતા શું છે ?     

  • ૮ વર્ષ કે તેથી વધુ વયની કોઇપણ નિરાધાર વિધવા
  •  આ વિધવા બહેનની પરિવારની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ૧,૨૦,૦૦૦/ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/ કે તેથી ઓછી આવક ધરાવતી હોવી જોઇએ
  • અરજી મંજુર થયા બાદ સહાય ચાલુ રાખવા માટે દર વર્ષના જુલાઇ મહિનામાં પુન:લગ્ન નથી કર્યા તેવુ પ્રમાણપત્ર રજુ કરવાનું થતુ હોય છે.

વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ 2024। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની અરજી  સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના હોય છે? । Vidhva Sahay Yojana documents gujarati

  • અરજી ફોર્મ અને ફોટો .
  • ઉમરનો પુરાવોઆવક નો દાખલો (તલાટી,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કે ચીફ ઓફીસર નો માન્ય રહેશે)
  • રહેઠાણનો પુરાવો
  • પતિના અવસાનનો દાખલો
  • આધારકાર્ડ અને રેશન કાર્ડની નકલ
  • પાસબૂકની નકલ
  • પુન:લગ્ન નથી કર્યા અંગેનુ પ્રમાણપત્ર
  • સ્વધોષણાપત્રક

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ની અરજી કેવી રીતે કરી શકાય ? । વિધવા સહાય યોજના online

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનું અરજી ફોર્મ મામલતદારશ્રીની કચેરી, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે ગ્રામ પંચાયત, તેમજ મહિલા અને બાળ વિકાસની વેબસાઇટ https://wcd.gujarat.gov.in/  પરથી મળી રહેશે.તેમજ નીચે આ ફોર્મ ડાઉનલોડ કરવાની લીંક પણ આપેલ છે. ફોર્મ ભરીને નજીક ની ગ્રામ પંચાયત કે મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાનુ થતુ હોય છે ત્યારબાદ ફોર્મની ગ્રામ પંચાયત ખાતે VCE (વિલેજ કોમ્યુટર ઓપરેટર) અથવા મામલતદારશ્રીની કચેરી ખાતે જન સેવા કેન્દ્રના ઓપરેટર દ્વારા ઓનલાઇન https://www.digitalgujarat.gov.in/ પર એન્ટ્રી કરવાની  હોય હોય છે ત્યારબાદ મામલતદારશ્રીની કચેરી દ્વારા સાથે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ અને અરજીની ચકાસણી થયા બાદ અરજી મંજુર કરવામાં આવે છે.અને ત્યારબાદ મામલતદારશ્રી  દ્વારા વિધવા સહાય મંજૂરી હુકમ આપવામાં આવતો હોય છે.  

Highlight Point Of vidhva sahay yojana - વિધવા સહાય યોજના હાઇલાઇટ પોઇન્ટ

યોજનાનું નામ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના

કોના દ્વારા અમલ કરવામાં આવે છે

ભારત સરકાર અને ગુજરાત સરકાર
વિભાગની ઓફિશિયલી લિન્ક  https://wcd.gujarat.gov.in
વિધવા સહાય યોજના પરિપત્ર  । વિધવા યોજનાનો ઠરાવ ડાઉનલોડ કરવા માટે  અહીં ક્લિક કરો 
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો અહીં ક્લિક કરો

વિધવા સહાય યોજના ફોર્મ pdf 2024 

FAQ- વિધવા સહાય યોજનામાં વારંવાર પુછાતા પ્રશ્નો


  1.વિધવા સહાય યોજના) (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) ગુજરાત માં કેટલા રૂપિયાની સહાય મળે છે ?

ans.ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય યોજના)માં ૧૨૫૦/-રુપિયાની સહાય મળે છે.

૨. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના( વિધવા સહાય યોજના)માં કોને સહાય મળવા પાત્ર છે ?

ans.ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં ૧૮ વર્ષથી ઉપરની વિધવા બહેન અને જેની કૌટુંમ્બિક આવક ગ્રામિણ વિસ્તારમાં ૧,૧૦,૦૦૦/ અને શહેરી વિસ્તારમાં ૧,૫૦,૦૦૦ છે તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

૩ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાને મંજુર કોણ કરે છે ?

  ans. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાને મામલતદાર શ્રી દ્વારા મંજુર કરવામાં આવતી હોય છે.

 
નમો લક્ષ્મી યોજના: દિકરીને ૫૦,૦૦૦/ની સહાય આપતી યોજના 

અન્ય કોઇ પ્રશ્ન માટે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા નજીકની મામલતદાર કચેરી અથવા મહિલા અને બાળ અધિકારી ની કચેરી નો સંપર્ક કરી શકો છો.મિત્રો આશા રાખુ છું કે આપને આ યોજના વીશેની માહિતી ઉપયોગી નિવડી હશે,. આવી જ માહિતિ માટે અવારનવાર અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહેજો ધન્યવાદ .

આ પણ વાંચો: વહાલી દીકરી યોજના, દીકરીને  ૧,૧૦,૦૦૦/ ની સહાય આપતી યોજના 


આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        


Post a Comment

0 Comments

Close Menu