નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના 2024। Niradhar vridha penshan yojana । નિરાધાર વૃધ્ધ સહાય યોજના । વય વંદના યોજના ફોર્મ pdf। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના
Short briefing: vrudh pension yojana in gujarat online । વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ pdf download । નિરાધાર વૃદ્ધ સહાય યોજના ફોર્મ । 60 વર્ષ પછી પેન્શન યોજના । વૃદ્ધ પેન્શન યોજના ઓનલાઇન । વૃદ્ધ પેન્શન યોજના document । DIGITAL GUJARAT । vridha pension yojana
vrudh pension yojana in gujarat online |
નિરાધાર વૃધ્ધ સહાય યોજના । વય વંદના યોજના । ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના
ગુજરાત સરકારના નિયામક
સમાજ સુરક્ષા દ્વારા વૃધ્ધો અને દિવ્યાંગો ના કલ્યાણ માટે અનેક યોજનાઓ જેવી કે, સંત સુરદાસ
યોજના, દિવ્યાંગ ઓળખ કાર્ડ , પાલક માતા પિતા યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ
છે તેમાંની એક યોજના છે “નિરાધાર વૃધ્ધ પેન્શન
યોજના. સમાજ માં વૃધ્ધ વ્યક્તિ સન્માનભેર જીવતા થાય તેમજ તેમના નિભાવ માટે દર મહિને
નક્કી કરેલ રકમ તેમના ખાતામાં જમા થઇ જાય તે હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. 'નિરાધાર વૃધ્ધ સહાય યોજના'માં જે 'લાભાર્થીના ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર થઇ હોય તેમને સહાય મળવા પાત્ર છે'. આ યોજનાનું ફોર્મ કેવી રીતે મેળવવું?, ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા પડશે? આ યોજનામાં કયા કયા લાભ મળવાપાત્ર છે? વગેરે વિગતો ની સંપૂર્ણ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશું.
Highlight Point Of વૃધ્ધ પેન્શન યોજના-વય વંદના યોજના
યોજનાનું નામ |
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (વય વંદના યોજના) |
||
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાની વધુ માહિતિ માટે |
|||
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાની official site |
|||
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ pdf download |
|||
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના (વયવંદના ) યોજના ફોર્મ pdf download |
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનામાં - વય વંદના યોજનામાં મળતા લાભ
· નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનામાં ૬૦ થી ૭૯ વર્ષ સુધીના વૃધ્ધ લાભાર્થીને રૂ. ૧૦૦૦/ની માસિક સહાય ચુકવવામાં આવે છે.
· ૮૦ વર્ષ કે તેથી વધુ ઉમરના લાભાર્થીને રૂ.૧૨૫૦/- ની માસિક સહાય ચૂકવવામાં
આવે છે.
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાનો લાભ કોને કોને મળી શકે ?
· ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃધ્ધ ને
લાભ મળી શકે છે.
· ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોય.
· અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા
થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી ઉંમર હોવી જોઇએ.
· જેમનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી
જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ અરજી કરી શકશે.
· અરજી કરનાર ની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ. ૧,૨૦,૦૦૦/-
અને શહેરી વિસ્તાર રૂ. ૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
· ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને મળે.
· જો બીપીએલ સ્કોર ૦ થી ૨૦ હોય તો ૨૧ વર્ષ નો પુત્ર હોય તો પણ ઇન્દિરા ગાંધી ,નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (વય વંદના યોજના) હેઠળ પેન્શન નો લાભ મળે છે.
આ પણ વાંચો વિધવા સહાય યોજના દર મહિને ૧૨૫૦ ની સહાય પુરી પાડતી યોજના
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાની અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના હોય છે?
· અરજી ફોર્મ અને ફોટો .
· ઉમરનું પ્રમાણ પત્ર/ જન્મ નો દાખલો/શાળા છોડ્યાનું
પ્રમાણપત્ર/મેડીકલ પ્રમાણપત્ર
· આવક નો દાખલો (તલાટી,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કે ચીફ ઓફીસર નો
માન્ય રહેશે).
· ૨૧ વર્ષ નો
પુત્ર ન હોવાનુ પ્રમાણપત્ર અથવા ૦ થી ૨૦ ના સ્કોર ધરાવતો BPL નો દાખલો.
· આધારકાર્ડ અને રેશન કાર્ડ ની નકલ .
· બેન્ક પાસબૂકની નકલ.
· જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા અંગેનું
સિવિલ સર્જનનું પ્રમાણપત્ર.
· ૨૧ વર્ષનો પુત્ર હોય પણ તે માનસિક રીતે અસ્થિર હોય તો તે મુજબનું પ્રમાણપત્ર .
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના ફોર્મ ક્યાંથી મળશે ?
·
જિલ્લા કલેક્ટર કચેરી.
·
મામલતદાર કચેરી ખાતેથી વિના મુલ્યે મળશે.
·
પંચાયતમાં VCE પાસેથી ઓનલાઇન ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકાશે.
વુધ્ધ પેન્શન યોજનાનુ ફોર્મ ભરીને ક્યાં જમા કરાવવાનું હોય છે ?
· નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના/વય વંદના યોજનાનું ફોર્મ ભરીને નજીકની
ગ્રામ પંચાયત કે,મામલતદાર કચેરી મારફતે https://www.digitalgujarat.gov.in/વેબસાઇટ પર ઓનલાઇન
અરજી કરવાની હોય છે .
વૃધ્ધ સહાય યોજનાની સહાય ક્યારે બંધ થાય છે ?
લાભાર્થીના
અવસાનના કિસ્સામાં.
લાભાર્થીનો
પુત્ર ૨૧ વર્ષનો થાય તો.
લાભાર્થી
ની આવક મર્યાદા વધી જાય તો તેવા કિસ્સ્સામાં સહાય બંધ થાય છે.
નિરાધાર વૃધ્દ્ગ સહાય યોજના/ વય વંદના યોજના ની સહાય મંજુર કરવાની સત્તા મામલતદારશ્રીને છે. જો મામલતદારશ્રી દ્વારા આ અરજી ના મંજુર કરવામાં આવે તો આ અરજી અંગે ૬૦ દિવસમા પ્રાન્ત અધિકારીને અપિલ કરી શકાય છે.
0 Comments