હયાતીમાં હક દાખલ કરો ઓનલાઇન | iora portal gujarat । હયાતીમાં જમીનમાં નામ દાખલ કરો ઓનલાઇન

હયાતીમાં હક દાખલ કરો ઓનલાઇન | iora portal gujarat । હયાતીમાં જમીનમાં નામ દાખલ કરો ઓનલાઇન

 

 હયાતીમાં હક દાખલ ફેરફારની નોંધની પ્રક્રિયા થઇ ઓનલાઇન 

  Short brefing :  hayati ma hak dakhal online  | iora Portal | anyror gujarat | | online aplication iora gujarat gov in | iora online application | iora gujarat gov in online apply | હયાતીમાં હક દાખલ ઓનલાઇન| ઓનલાઇન જમીન વારસાઈ અરજી ફોર્મ pdf | જમીનમાં નામ દાખલ કરવા  Hayati ma hak dakhal paripatra | 

હવે હયાતીમાંહક દાખલ કરો I-ora Portal પર AnyRoR

    ગુજરાત સરકાર અને મહેસુલ વિભાગ દ્વારા ખેડુત મિત્રોને ટેક્નોલોજીનો લાભ મળે તે માટે સરકાર દ્વારા I khedut Portal , AnyRoR portal તેમજ i -ORA Portal જેવા પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે, જેના દ્વારા ખેડુત મિત્રો ને ઓનલાઇન જ ૭-૧૨,૮-અ ના ઉતારા ,વારસાઇ નોંધ, હયાતીમાં હક્ક દાખલ, જમીનનો રેકોર્ડ ઓનલાઇન, જમીનની માપણી કરવા અંગેની અરજી કરવી, ખેડુત હોવા અંગેનું પ્રમાણ પત્ર મેળવવા જેવી સેવાઓ ઓનલાઇન શરૂ કરવામાં આવી છે. આજે આપણે હયાતી માં હક્ક દાખલ કરવા માટે અરજી કેવી રીતે કરવી તેમાં કયા,કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, તેમજ અરજી ફોર્મ ક્યા આપવાનું થશે ? તે તમામ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશું.

    હયાતીમાં હક દાખલ કરવાની કાર્યવાહી

    ખેડુતની જમીન માં હયાતી માં હક્ક દાખલ કરવાની કાર્યવાહીમાં હક્ક દાખલનો સંમતિલેખ, તલાટીએ બનાવેલા અસલ પેઢીનામા સાથે ઇ ધરા કેન્દ્રમાં અરજી આપવામાં આવતી હતી, અને ત્યારબાદ નાયબ મામલતદાર દ્વારા આ અરજીની તપાસણી કરી કાચી નોંધ પાડવામાં આવતી હતી હવે હયાતીમાં હક દાખલ કરવાની અરજી iora portal પર online  કરવાની હોય છે.

    હયાતીમાં હક દાખલ કરવા માટેની અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ?

    • હયાતીમાં હક દાખલ કરવા અંગેની અરજી
    • હયાતીમાં હક દાખલ અંગેની સંમતી લેખ
    • પેઢીનામું

    અરજદાર દ્વારા iora portal પર અરજી કરવાની પ્રક્રિયા

    • અરજદાર પક્ષે હયાતીમાં હક્ક દાખલ કરવાની ફેરફાર નોંધ માટે અરજદારે htpp://iora.gujarat.gov.in પર હયાતીમાં હક્કદાખલ નોંધ માટેની અરજી કરવાની હોય કરવાની હોય છે.અરજી ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ભરવાની હોય છે તેમજ જેટલા વારસદાર હોય તે તમામના નામ, સરનામા, મોબાઈલ નંબર, ઇ-મેઈલ એડ્રેસ (જો હોય તો) તો તે વિગત ભરવાની હોય છે.
    • અરજદારે ઓનલાઇન અરજીમાં હયાતીમાં હક્ક દાખલનો સંમતિલેખ તથા પેઢીનામું સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે .ત્યારબાદ આ અરજી ઓનલાઈન સબમીટ કર્યા પછી ૧૫ દિવસમાં ઓનલાઇન કરેલ અરજી ની નકલ ,હયાતીમાં હક્કદાખલનો સંમતિલેખ તથા પેઢીનામાના અસલ દસ્તાવેજો, જે તે તાલુકાની મામલતદાર કચેરીના ઇ-ધરાકેન્દ્ર ખાતે રજુ કરવાના હોય છે.
    • અરજી સાથે ૭/૧૨, ૮-અ જેવા અન્ય કોઇ જ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે નહીં.
    • જો કોઇ ચોક્કસ કિસ્સા માટે કોઇ કોર્ટનો હુકમ હોય તો તેની વિગતો અપલોડ કરવાની હોય છે.
    • ત્યારબાદ અરજદાર અરજી સબમીટ કરે ત્યારે આપોઆપ હક દાખલ નોંધ –પડશે અને નોંધનો નંબર જનરેટ થશે.
    • તેમજ અરજદાર તથા અરજી મુજબના હક ધરાવનાર તમામના મોબાઇલ નંબરની આપેલા હશે તો તે તમામને હયાતીમાં હક્ક દાખલની નોંધ બાબતે SMS જશે.
    • ત્યારબાદ સાથે જોડેલા ડોક્યુમેન્ટ અને પુરાવા તપાસ થયા બાદ પાકી નોંધ પડશે.

    Highlight Point of AnyROR Gujarat


    આર્ટિકલનો મુદ્દો iORA પોર્ટલ પરથી જમીનમાં હયાતી માં હક દાખલ કરવાની અરજી કરવી
    હયાતીમાં હક દાખલ કરવા માટેની Official વેબસાઇટ

    iORA Website

    હયાતીમાં હક દાખલ કરવા માટેની અરજી કરવા માટે | iora gujarat gov in online apply

    અહિં ક્લીક કરો

    ઉતારા માટેની AnyROR ની વેબસાઇટ પર જવા માટે

    અહિં ક્લિક કરો

    હયાતીમાં હક દાખલ પરિપત્ર 2023 ડાઉનલોડ કરવા માટે

    અહિં ક્લિક કરો

    હયાતીમાં હક દાખલ કરવાની અરજી કરવાની કાર્યપધ્ધતિ જોવા માટે (હયાતી માં હક દાખલ કરવાની અને વારસાઇ નોંધ કરવાની કાર્યવાહી મોટા ભાગે સમાન છે)

    અહિં ક્લિક કરો

    હયાતીમાં હક દાખલ કરવાની અરજીનો નમુનો અહીં ક્લિક કરો    

    હયાતીમાં હક દાખલ કરવા અંગેની પ્રક્રિયા ને સ્ટેપ બાય સ્ટેપ નીચે પ્રમાણે છે

     

    •  ત્યારબાદહયાતીમાં હક્ક દાખલ વિકલ્પ પર ક્લિક કરો.


    • ત્યારબાદ ખુલેલા પેજમાં  નવી અરજી સીલેક્ટ કરી હક્ક્પત્રક સંબધિંત અરજી" અરજીનો પ્રકારમાં "હક્ક પત્રકે હયાતીમાં હક્ક દાખલ કરવા માટેની અરજી " સીલેક્ટ કરી મોબાઇલ નંબર અને નીચે કેપ્ચા કોડ નાખો અને GENERATE OTP પર ક્લિક કરવાથી તમારા મોબાઇલ માં એક ઓટીપી આવશે તેમજ બીજુ બોક્ષ સીલેક્ટ કરીને જિલ્લો તાલુકો અને ગામનું નામ સીલેક્ટ કરીને મોબાઇલ નંબર પર આવેલા અને ઇ મેલ પર આવેલા ઓટીપી નાખી ને સબમીટ કરવુ


    • .ત્યારબાદ ખુલેલા બોક્ષ માં અરજદાર અને તમામ હક ધરાવતા લોકોનુ નામ સરનામુ ખાતેદાર સાથે સબંધ તમામ પેઢીનામાની વિગત, હક્ક સંમતિપત્ર, સ્ટેમ્પ પેપરની  વિગતો, વગેરે નાખીને અરજીને સેવ કરો. 
    • અરજી સેવ થયા બાદ આપે ભરેલ તમામ વિગતો સ્ક્રિન પર દેખાશે જો તેમાં કઇ સુધારા કરવા હોય તો edit aplication પર ક્લિક કરીને સુધારો કરી શકો છો ત્યારબાદ update Aplication પર ક્લિક કરો
    • અરજીને લગતી તમામ વિગતો બરાબર હોય તો confirm aplication પર ક્લિક કરો અરજી કન્ફર્મ કર્યા બાદ તેમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહિ. 
    • જો અરજી કન્ફર્મ કર્યા પછી પણ કઇ સુધારા વધારા હોય તો નવી અરજી કરી શકાય છે.
    • અરજી કન્ફર્મ કર્યા બાદ print aplication પર ક્લિક કરો.
    • માત્ર iora પોર્ટલ પર કન્ફર્મ કરીને તેની પ્રિન્ટ જ ઇ ધરા મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાની રહેશે, તેના સિવાય બીજા કોઇ ફોર્મેટ માં કરેલી અરજી માન્ય ગણાશે નહી.
    • સબમીટ થયા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે.
    • નવી અરજી કરવાના પેજ પર જઇને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પ્રિન્ટ કરેલ અરજી પત્રક સમંતિલેખ,પેઢીનામું વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
    • બધાજ ફરજીયાત ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી Generate Mutation” નું બટન દેખાશે.
    • “Generate Mutation” પર Click કરવાથી અરજદારે દાખલ કરેલ મોબાઇલ નંબર અને -મેલ પર સરખો વેરિફિકેશન  કોડ આવશે આ વેરિફિકેશન કોડ દાખલ કરી “Submit” પર Click કરો.
    •  “Submit” પર Click કરવાથી હક્કપત્રક પર નોંધ જનરેટ થશે  અને તે અંગેની પહોંચ  પણ જનરેટ થશે તેની પ્રિન્ટ કરો.
    • આમ ઓન-લાઈન અરજી કરવાની  પ્રક્રિયા પુર્ણ થશે અને આપની અરજી આગળની પ્રક્રિયા માટે જે તે તાલુકાના ઇ ધરા કેન્દ્ર માં આગળની પ્રક્રિયા માટે સબમિટ થશે.
    • ત્યારબાદ અરજીની પ્રિન્ટ કાઢીને નાયબ મામલતદાર ઇ ધરા ખાતે સબમિટ કરવાની થાય છે અને બધા ડોક્યુમેન્ટ ની તપાસણી કરીને નોંધ ને મંજુર કરવામાં આવતી હોય છે.
    • સુચના :- અસલ અરજીપત્રક, સમંતિલેખ પેઢીનામુ નોંધ જનરેટ કર્યાની પહોચ તેમજ જરૂરી કાગળો જેતે તાલુકાના ઇ ધરા કેન્દ્રમાં રૂબરૂ અથવા રજીસ્ટર પોસ્ટ થી વધુમાં વધુ પંદર દિવસમાં પહોચાડવાનુ રહેશે.
    • દાખલ કરેલ અરજીને લગતા મુખ્ય સ્ટેપ, અરજી સુધારવા અરજી કન્ફર્મ કરવા અરજી પ્રિન્ટ કરવા જેવા દરેક સ્ટેપ પર “Registered Application” વિકલ્પ પસંદ કરી યુનિક અરજી નંબર,મોબાઇલ નંબર, અને ઇ મેલ દાખલ કરીને જઇ શકો છો.

    FAQ: વારંવાર પુછાતા પ્રશ્નો.


    મહેસુલ વિભાગની કઇ વેબસાઇટ પર જઇને હયાતીમાં હક દાખલ કરવાની અરજી કરી શકાય છે ?

    જવાબ: ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગની વેબસાઈટ i-ORA પર જઇને હયાતીમાં હક દાખલ કરવાની અરજી કરી શકાય છે.

    2. હયાતીમાં હક દાખલ કરવાની અરજીમાં કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના હોય છે ?

    જવાબ: હયાતીમાં હક દાખલ કરવાની અરજીમાં સબમીટ કરેલ અરજી, સમંતીલેખ પેઢીનામુ તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે અને અરજી સાથે ઇ ધરા કેન્દ્રમાં સબમિટ કરવાના હોય છે.

    3. હયાતીમાં હક દાખલ કરવાની અરજી કેટલા દિવસમાં ઇ ધરા કેન્દ્રમાં સબમિટ કરવાની હોય છે

    જવાબ: હયાતીમાં હક દાખલ કરવાની અરજીને વધુમાં વધુ દિન ૧૫ ઇ ધરા કેન્દ્રમાં સબમિટ કરવાના હોય છે.

    મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને હયાતીમાં હક દાખલ કરવાને લગતી તેમની સમસ્યાને નિવારી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

     

     

    Post a Comment

    0 Comments

    Close Menu