ITI Admission 2023 -24। આઇટીઆઇ એડમીશન 2023 | આઇટી આઇ માં પ્રવેશ માટેની તમામ માહિતિ મેળવો એક જ ક્લિક માં

ITI Admission 2023 -24। આઇટીઆઇ એડમીશન 2023 | આઇટી આઇ માં પ્રવેશ માટેની તમામ માહિતિ મેળવો એક જ ક્લિક માં

 ITI Admission 2023-24 Gujarat | આઈ ટી આઈ એડમિશન  2023-24 


short berfing: Gujarat ITI Admission 2023 |આઈ.ટી.આઈ ના કોર્સ | ITI Admission Form Online 2023 | આઈ ટી આઈ કોર્સ List | ITI Admission 2023 | iti ma admission gujarati

ITI Admission 2023-24

ગુજરાત સરકાર અને ભારત સરકારની વિદેશનિતિ અને ઉધોગનિતિના કારણે આજે ગુજરાતમાં અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓએ રોકાણ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉધોગોની સ્થાપના કરેલ છે અને આ ઉધોગોમાં ટેકનિકલ નોલેજ ધરાવતા કર્મચારીઓની સતત જરૂરિયાત રહેતી હોય છે જો વિધાર્થી મિત્રો આપ ધોરણ ૧૦ પછી નોકરી કે રોજગાર મેળવવા માગતા હોય આપના માટે આઇટીઆઇ (ITI) એક ઉતમ વિકલ્પ છે જેના વડે આપ સરળતાથી નોકરી રોજગાર મેળવી શકો છો વર્ષ 2023-24 માં આઇટીઆઇ માં તા.25-05-2023 થી પ્રવેેેશ   ફોર્મ ભરવાના શરૂ થઇ ગયેલા છે આઇટીઆઇમાં એડમિશન લેવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેની સાથે સાથે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે વગેરે માહિતિ આપણે આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
ITI Admission 2023-24
https://www.bkgujarat.com/2023/05/iti-admission-2023-24.html



આઇટીઆઇમાં એડમિશન લેવાના ફાયદા ! 

  • ટુંકા ગાળામાં જે તે ફિલ્ડ માં કોર્ષ કરીને સરકારી અથવા પ્રાઇવેટ કંપનીમાં નોકરી મેળવી શકાય છે 
  • હાલના જમાના માં ટેકનિકલ અને પ્રોફેશનલ નોલેજ ધરાવતા સ્ટાફની માંગ ઉભી થયેલી છે તેવામાં જો આપ ITI નો કોર્ષ કરેલ હો તો આપને સરળતાથી સારી જગ્યાએ નોકરી મળવાની શક્યતા વધી જાય છે 
  • ધોરણ ૮ પછી આઇટીઆઇ નો બે વર્ષનો કોર્ષ કરે અને તે ધોરણ ૧૦ની અંંગ્રેજી અને ગુજરાતી વિષયની પરિક્ષા પાસ કરે તો તેને ધોરણ ૧૦ સમકક્ષ ગણવામાં આવે છે 
  • તેજ રીતે ધોરણ ૧૦ પછી આઇટીઆઇ નો બે વર્ષ નો કોર્ષ કરે અને ધોરણ ૧૨ ની અંગ્રેજી પરિક્ષા પાસ કરે તો  તેને ૧૨ પાસ સમકક્ષ ગણવામાં આવે છે 
  • આવા ઉમેદવારોને સરકારી નોકરીમાં  ધોરણ ૧૦ તથા ૧૨ ની લાયકાત ધરાવતા હોવાનું  ગણવામાં આવે છે 
  • આવા ઉમેદવારોને ડિપ્લોમા ના કોર્ષ માં અગ્રતા આપવામાં આવે છે 
  • અમુક સરકારી ભરતીમાં  ફક્ત આઇટીઆઇ કોર્ષ કરેલા ઉમેદવારો જ ફોર્મ ભરી શકે છે 

  

ITI Admission 2023 Highlight Point 


આર્ટિકલનું નામ ITI Admission 2023
હેતુ આઇટીઆઇમાં પ્રવેશ મેળવવો
ITI માં ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો 24-05-2023 થી 25-06-2023
પ્રથમ રાઉન્ડ નુ પ્રોવિઝનલ મેરિટ બહાર પડવાની તારીખ 27-06-2023
અરજી માટે ની વેબસાઇટ પર જવા માટે  અહીં ક્લિક કરો 
ITI માં ઓનલાઇન ફોર્મ ભરવા માટે

 અહીં ક્લિક કરો

એડમિશન ની ફી

 50/.

ITI admission 2023 ની માહિતિ પુસ્તિકા જોવા માટે

 અહીં ક્લિક કરો

આઇટીઆઇ 2023 નો પ્રવેશ કાર્યક્રમ જોવા માટે

 અહીં ક્લિક કરો

આઇટીઆઇમાં પ્રવેશ ફોર્મ કેવી રીતે ભરવુ તેની માહિતિ માટે

  અહી ક્લિક કરો

પોતાનો UID (આધાર ડાયસ )નંબર જાણવા માટે

 અહી ક્લિક કરો

આઇટીઆઇમાં ચાલતા કોર્ષનુ લીસ્ટ જોવા માટે

 અહી ક્લિક કરો 

આઇટીમાં ચાલતા કોર્ષ નું લીસ્ટ, સમય ગાળો, અને લાયકાત જાણવા માટે

 અહીં ક્લિક કરો 

આઇટીઆઇ એડમિશન 2023 માટેની અગત્યની સુચના અને ઠરાવ જોવા માટે

 અહી ક્લિક કરો

આઇટીઆઇમાં પ્રવેશ મુંઝવતા પ્રશ્નો અંગે માહિતિ મેળવવા માટે

 અહી ક્લિક કરો

અમારી સાથે વ્હોટસપ ગૃપ સાથે જોડાવા માટે

  અહી ક્લિક કરો

આઇટીઆઇમાં  ફોર્મ ભરતી વખતે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર હોય છે.

Document Required For ITI Admission 2023

  • જરૂરી શૈક્ષણિક લાયકાત અંગેના પ્રમાણપત્રો / માર્કશીટ.
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
  • ટ્રાયલ સર્ટિફિકેટ (ફક્ત ધોરણ ૧૦ માટે) 
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.
  • આધારકાર્ડ.
  • આવકનું પ્રમાણપત્ર.
  • બેંક પાસબુક.
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર (EWS, OBC,SC, ST માટે).
  • રાજ્ય બહારના હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ.
  • મોબાઈલ નંબર/ઈમેઈલ આઈડી.
  • દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો).

Gujarat ITI Application Form ની અગત્ય બાબતો

  • ગુજરાત રાજ્યમાં આઈટીઆઈમાં 2023 માં પ્રવેશ ફોર્મ ભરાવાના ચાલુ થઇ ગયા છે જે ફોર્મ ભરવાની અગત્યની સુચના નીચે મુજબ છે 
  • ITI માં પ્રવેશ મેળવતા પહેલા કેટલીક પાત્રતા નક્કી છે, જે ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ.
  • ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર આપેલા સૂચનો મુજબ અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારોઓએ ઓનલાઇન અરજી ફોર્મ છેલ્લી તારીખ પહેલા ફરજિયાતપણે ભરવાનું રહેશે.
  • વિદ્યાર્થીઓએ પોતાની ઓનલાઇન ફોર્મ ભર્યાની પ્રિન્ટ અને રસીદ સાચવીને રાખવાની રહેશે.
  • વિધાર્થીઓએ પ્રવેશ માટે  50/-ની ફી ભરવાની હોય છે જેનુ ચુકવણુ ઓનલાઇન નેટ બેન્કિંગ ક્રેડીટ કાર્ડ ડેબીટ કાર્ડ કે  BHIM UPI દ્વારા કરવાની હોય છે. 
  • ઓનલાઈન અરજી કરતી વખતી વખતે મોબાઈલ નંબર ફરજિયાત નાખવો,જેથી સમયસર  આપને SMS Alert મળતા રહે.
  • Online Form ભર્યા બાદ પ્રિન્ટ કરતી વખતે, તમારા Browser નું Pop-up-Blocker “Off” હોવું જોઈએ. જેથી પ્રિન્ટ નવા Window માં ખુલશે.
  • Online Application Form ભરતી વખતે સ્પેશિયલ અક્ષરો જેવા કે, !@#%$& નો ઉપયોગ કરવો નહીં બાકી એરર બતાવશે .
  • ઓનલાઇન ફોર્મમાં * (લાલ ફુંદડી વાળી ) માર્ક કરેલી માહિતી ફરજીયાત ભરવાની રહેશે.
  • ઉમેદવારો દ્વારા માહિતી ખોટી ભરેલી હશે તો, ઉમેદવારી રદ થવાને પાત્ર થશે.

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

1.આઈ.ટી.આઈ માં ચાલતા કોર્ષનો સમયગાળો શું હોય છે ?

a.રાજ્યમાં વિવિધ આઈ.ટી.આઈ માં ચાલતા કોર્ષનો સમયગાળો 6 માસથી 2 વર્ષ સુધીનો હોય છે.

2.ITI માં વિવિધ પ્રકારના કોર્ષની પ્રવેશ માટેની લાયકાત શું છે?

a.ITI માં ચાલતા કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓછામાં ઓછી ધોરણ-7 પાસ થી ધોરણ 12 અને ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા હોય તે એડમિશન મેળવી શકે છે. કોર્ષ મુજબ અલગ અલગ લાયકાત હોય છે 

3.I.T.I Admission માટેની વયમર્યાદા શું છે?

a.રાજ્યમાં ચાલતી I.T.I માં પ્રવેશ મેળવવા માટે તમામ ઉમેદવારોનું લઘુતમ વયમર્યાદા 14 વર્ષની છે.

4.Gujarat ITI Admission માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

a.આઈટીઆઈ પ્રવેશ મેળવવા માટે આ https://itiadmission.gujarat.gov.in/ ઓફિશિયલ વેબસાઈટ છે.

6.આઇટીઆઇ માં પ્રવેશ મેળવવા માટેની છેલ્લી તારીખ કઇ છે? 

a.જો તમે આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માંગો છો તો તેના માટે ઓનલાઇન ઇન અરજી કરવાની રહેશે. Online Application કરવાની છેલ્લી તારીખ 25 જુન 2023 સુધીની છે. ત્યારબાદ ઓનલાઇન અરજી કરી શકાશે નહી .

આઇટીઆઇમાં ઓનલાઇન ફોર્મ  ભરવાની પ્રક્રિયા 

રાજ્યમાં ટેકનીકલ અને નોન-ટેકનીકલ શિક્ષણ મેળવવા માટે ITI માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. જેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

Online Registration

ITI Admission 2023
ITI Admission 2023
  • આ વેબસાઈટ પર Home Page પર “Apply For New Registration“લિંક પર ક્લિક કરવું. 
  • હવે, રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જેમાં માંગ્યા મુજબની વ્યક્તિગત અને  શૈક્ષણિક વિગતો ભરવાની રહેશે.
  • તમામ વિગતો ભર્યા બાદ બાંહેધરી આપીને, સબમીટ બટન પર ક્લિક કરવાનું હોય છે .
  • રજીસ્ટ્રેશન ફોર્મ સબમીટ કર્યા બાદ, એક રજીસ્ટ્રેશન નંબર આવશે જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Photo Upload Process  (ફોટો અપલોડ કરવાની પ્રક્રિયા) 
ITI Admission 2023
ITI Admission 2023

  • ઉમેદવારોની પ્રાથમિક વિગતો ભર્યા બાદ ફોટો અપલોડ કરવાનો  હોય છે. જે નીચે પ્રમાણે છે.
  • ઉમેદવારોએ પોતાનો ફોટો અપલોડ કરવા માટે Candidat Login પર ક્લિક કરી રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ નાખીને લોગીન  કરવાનું રહેશે.
  • વિદ્યાર્થીએ લોગીન કર્યા બાદ, પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો 25 kb થી 100 kb નો અપલોડ કરવાનો રહેશે.
  • છેલ્લે,ફોટો અપલોડ કર્યા બાદ Photo Uploaded Successfully નો મેસેજ આવશે.

Confirm Application

Registration
ITI Admission 2023

  • ITI Online Form માં વ્યક્તિગત માહિતી અને ફોટો અપલોડ કર્યા બાદ Confirm Application કરવાની હોય છે. 
  • પોતાનું ફોર્મ કન્ફર્મ કરતાં પહેલાં, લોગ-ઈન કર્યા બાદ “Preview Application” કરીને તમામ વિગતો ને બરાબર  ચકાસી લેવાનું રહેશે. 
  • જો કોઈ સુધારો  હોય તો “Edit Application” બટન પર ક્લિક  કરીને માહિતિ માં  સુધારો કરી દેવાનો રહેશે. ત્યારબાદ કન્ફર્મ કરવુ જોઇએ એકવાર કન્ફર્મ કર્યા બાદ તે અરજીમાં સુધારા  વધારા કરી શકાશે નહી 
  • ઉમેદવારે  પોતાની અરજી કન્ફર્મ કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.
  • સૌપ્રથમ Confirm Application બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ઉમેદવારે તમારો રજીસ્ટ્રેશન નંબર તેમજ જન્મ તારીખ  નાખીને “GO” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ, “Yes I Confirm” પર ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, બાંહેધરી આપીને “Confirm” કરતાં, તમારી અરજી કન્ફર્મ થઈ જશે.
  • Final Confirm માટે મોબાઈલ નંબર/ઈમેઈલ પર SMS/Email માં OTP આવશે.
  • હવે, તમારે તે OTP નાખીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • અંતે, અરજી એકવાર કન્ફર્મ થયા બાદ કોઈપણ સુધારો-વધારો થશે નહીં.

Print Application

ITI Admission 2023
ITI Admission 2023

  • ઓનલાઈન અરજી કર્યા બાદ, ઉમેદવારો દ્વારા અરજી કન્ફર્મ કરવાની હોય છે. અરજી Confirm થયા બાદ તેની પ્રિન્ટ કાઢવાની હોય છે. Print Application કરવા માટે નીચે મુજબ સ્ટેપ્સને અનુસરવાના હોય છે.
  • ITI Website પર Home Page માં જવાનું રહેશે.
  • જેમાં Print Application પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં તમારા અરજી નંબર અને જન્મતારીખના આધારે પ્રિન્ટ કાઢી શકાશે.

Online Fees Payment 

  • ઓનલાઇન ફી ભરવા માટે સૌ પ્રથમ  https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ ખોલવી 
  • વેબસાઇટ ખોલતા હોમ પેજ પર Candidat Login ના વિકલ્પ પર ક્લિક કરવુ 
  • Candidat Login  પોતાનો એપ્લીકેશન રજીસ્ટ્રેશન નંબર,જન્મ તારીખ તથા  Captcha કોડ એન્ટર કરી લોગીન કરવુંં
  •  લોગીન થયા બાદ ૬ નંબર ના વિકલ્પ રજીસ્ટ્રેશન માટે ફી ભરવાના વિકલ્પ registration fees Pyment પર ક્લિક કરવાનું રહેશે. 
  • જે ક્લિક કર્યા બાદ ખુલેલા પેજ માં જન્મ તારીખ નાખીને  Pay Fees Online પર ક્લિક કરવાનુ હોય છે 
  • ત્યારબાદ ખુલેલા પેજ ની સુચના વાંચી સબમિટ કરવાનુ હોય છે.
  • સબમિટ બટન પર ક્લિક કરવાથી  online registration fees ભરવાનુંં પેજ ઓપન થશે.
  • જેમાં ઉમેદવાર BHIM UPI, ઇન્ટરનેટ બેન્કિંગ,ક્રેડિટ કાર્ડ કે ડેબીટ કાર્ડ ના માધ્યમ થી ફી ભરી શકશે 
  • ઓનલાઇન ફી ભર્યા બાદ રિસિપ્ટ જનરેટ થશે જેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની હોય છે 
  • જો કોઇ કારણોસર ફી ભરવાની પ્રક્રિયા અધુરી રહી હોય તો ઉમેદવાર  CHECK EARLIER INCOMPLETE/PENDING TRANSACTION  લીંક પર ક્લિક કરી પોતાની ફીનુ સ્ટેટસ ચેક કરી શકે છે અને જો ફી ના ભરાઇ હોય તો ૨૦ મિનિટ બાદ ફરીથી ફી ભરી શકાશે 

ONLINE PAYMENT RECEIPT 

  • ઉમેદવાર પોતાની ફી ભર્યાની રીસીપ્ટ ONLINE PAYMENT RECEIPT પર ક્લિક  કરી પ્રિન્ટ કે ડાઉનલોડ કરી શકશે. 
 મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી  કરીને  ITI માં સરળતાથી એડમિશન લઇ શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

આ પણ જુઓ  એડમિશન ૨૦૨૩-૨૪ વિવિધ સંસ્થામાં પ્રવેશ અંગેની માહિતિ મેળવો એક જ જગ્યાએ થી 

આ પણ જુઓ જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના ૨૦૨૩ 

  
  આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

 


Post a Comment

0 Comments

Close Menu