esamajkalyan | પાલક માતા પિતા યોજના 2024 | PALAK MATA PITA YOJANA 2024 । નિરાધાર બાળકો ને મળશે મહિને 20000 ની સહાય

esamajkalyan | પાલક માતા પિતા યોજના 2024 | PALAK MATA PITA YOJANA 2024 । નિરાધાર બાળકો ને મળશે મહિને 20000 ની સહાય

 

પાલક માતા પિતા યોજના 2024 | PALAK MATA PITA YOJANA  2024  | નિરાધાર બાળકો ને મળશે મહિને 3000 ની સહાય 

Short Briefing : PALAK MATA PITA | palak mata pita yojana in gujarati | esamaj kalyan  |  નિરાધાર બાળકો યોજના 2024 | પાલક માતા પિતા યોજના pdf | બાળ સુરક્ષા વિભાગ | નિરાધાર બાળકો યોજના  | esamajkalyan

PALAK MATA PITA YOJANA

  પાલક માતા પિતા યોજના 2024           

મિત્રો નિયામક શ્રી સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગો, બાળકો તેમજ વૃધ્ધો માટે  વૃધ્ધ પેન્શન યોજના દિવ્યાંગ માટે ફ્રી બસ પાસ યોજના   યુ આઇડી કાર્ડ   સ્પોનસરશિપ યોજના જેવી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે આવી જ એક યોજના છે, "પાલક માતા પિતા યોજના" જેમાં માતા પિતાના અવસાન બાદ અથવા પિતાના અવસાન બાદ માતાના કે પિતાના  પુન:લગ્નના કિસ્સામાં નિરાધાર બાળકોને નાણાકિય સહાય ચુકવવામાં આવે છે.  આ યોજનામાં પહેલા ફક્ત માતા ના પુન:લગ્ન ના કિસ્સામાં જ સહાય ચુકવવામાં આવતી હતી પણ હવે જો બાળક ની માતા અવસાન પામેલ હોય અને પિતાએ પુન:લગ્ન કર્યા હોય અને બાળક કોઇ સબંધી જોડે રહેતુ હોય તો પણ તેને સહાય મળવા પાત્ર થશે 

આ યોજનામાં અરજદારે કેવી રીતે અરજી કરવી, અરજદારને આ યોજનાથી શું લાભ થશે? અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.


    Highlight Point of PALAK MATA PITA YOJANA  | પાલક માતા પિતા યોજનાના હાઇલાઇટ પોઇન્ટ 


    યોજનાનું નામ

    પાલક માતા પિતા યોજના 2024

    જિલ્લા કક્ષાએ યોજનાનો અમલ કરતી કચેરી

    જિલ્લા સમાજ સુરક્ષા/બાળ સુરક્ષા અધિકારીની કચેરી

    યોજનાનો હેતુ

    માતા,પિતા ના અવસાન થવાના કિસ્સામાં બાળકને આર્થિક સહાય પુરી પાડવી

    આ યોજનાના લાભાર્થી

    નિરાધાર બાળકોને  ને દર મહિને ૩,૦૦૦૦/ ની સહાય આપવામાં આવે છે 

    પાલક માતા પિતા યોજના ફોર્મ pdf download કરવા માટે 

     અહીં ક્લિક કરો 

    પાલક માતા પિતા યોજનાની ઓનલાઇન અરજી કરવા માટે

    અહીં ક્લિક કરો 

    પાલક માતા પિતા  યોજનાની વધુ માહિતિ માટે 

    અહિં ક્લિક કરો

    પાલક માતા પિતા યોજના નો ઠરાવ pdf Download કરવા માટે 

    અહીં ક્લિક કરો 

    અમારી સાથે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે

    અહિં ક્લિક કરો

    અમારી સાથે ટેલિગ્રામ માં જોડાવા માટે

    અહિં ક્લિક કરો

    પાલક માતા પિતા યોજનાનો હેતું શું છે ?   

             આ યોજનાનો એ હેતુ છે કે, ગુજરાત રાજ્યમાં જે બાળકો માતા પિતા વગરના છે. અથવા જેમના માતા કે પિતા અવસાન પામેલ છે. અને માતાએ  કે પિતાએ બીજા લગ્ન કરેલા છે, અને બાળક બીજા સબંધી જોડે રહે છે તેવા બાળકોને નાણાંકિય સહાય પુરી પાડવાનો છે. જેના કારણે તે બાળક સારૂ શિક્ષણ મેળવી શકે અને સન્માનભેર જીવન જીવી શકે.

    પાલક માતા પિતા યોજનાની અરજી કોણ કરી શકે ?     

    • જે બાળકોના માતા-પિતા હયાત નથી અથવા પિતાનું મૃત્યુ થયેલ હોય તેવા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોને લાભ મળી શકે છે.
    • જો પિતા અવસાન પામેલ હોય અને માતાએ કે પિતાએ બીજા લગ્ન કર્યા હોય અને બાળક તેમની જોડે ના રહેતા હોય તો આ બાળકોને લાભ મળી શકે છે .
    • અનાથ બાળકો જે પાલક માતા-પિતા પાસે રહેતા હોય તેઓએ વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો હોય છે .
    • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
    • દર વર્ષે અભ્યાસ ચાલુ હોવા અંગેનું શાળા/સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવાનું હોય છે.

    પાલક માતા પિતા યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

    • બાળકના  જન્મનો દાખલો.
    •  આવક નો દાખલો વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦/- થી વધારે તથા શહેરી વિસ્તારમાંરૂ.૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતદારશ્રીનો દાખલો.
    • બાળક ના માતા પિતાના અવસાનના દાખલા ની નકલ .
    •  બાળકની માતાએ પુન:લગ્ન કરેલ હોય તો તે અંગેનું સોગંદનામુ કે તલાટી કમ મંત્રીનો દાખલો અથવા લગ્ન નોંધણી પ્રમાણપત્ર .
    •  બાળક અને વાલી ના સંયુક્ત બેન્ક એકાઉન્ટ ની વિગત.
    • બાળક તેમજ તેના પાલક માતા-પિતાના આધાર કાર્ડની નકલ .
    •  પાલક માતા પિતાના રેશનકાર્ડની નકલ.
    •  પાલક માતા પિતા અને બાળક સાથે સબંધ દર્શાવતો તલાટી કે વોર્ડ ના સભ્યોનો દાખલો .
    •  બાળક જ્યાં અભ્યાસ કરતું હોય તે સ્કુલ કે આંગણવાડી નો દાખલો .

    પાલક માતા પિતા યોજના હેઠળ મળવાપાત્ર લાભ

                  પાલક માતા પિતા યોજના હેઠળ ઓનલાઇન અરજી કર્યા બાદ લાભાર્થી બાળકને દર મહિને રૂ.૩૦૦૦/ ની સહાય મળે છે. આ સહાય આવા બાળકોની સંભાળ રાખતા નજીકના સબંધીઓને સીધા તેમના ખાતામાં ચુકવાય છે.

    પાલક માતા પિતા યોજના હેઠળ અરજી કરવાની રીત

    પાલક માતા પિતા યોજનાનો લાભ મેળવવા માગતા લાભાર્થીએ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને ઓનલાઇન અરજી કરવાની થતી હોય છે.
    તેમજ આ બાબતે વધુ માહિતિ માટે જિલ્લાની સમાજસુરક્ષા કચેરી અથવા જિલ્લા બાળસુરક્ષા કચેરીનો સંપર્ક કરવાનો થતો હોય છે.

    Online Application in E-samajkalyan:

    પાલક માતા પિતા યોજનાની અરજી ઇ-સમાજ કલ્યાણ પર અરજી કેવી રીતે કરવી

    પાલક માતા પિતા યોજનામાં   esamajkalyan વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 

    • પાલક માતા પિતા  યોજનાનો  લાભ મેળવવા માંગતા અરજદારોએ  esamajkalyan પોર્ટલ પર જઇને પોતાનુ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.

    • ત્યારબાદ પોતાનુ usre id પાસવર્ડથી લોગીન કર્યા બાદ સમાજ સુરક્ષા  હસ્તકની પાલક માતા પિતા યોજના વિકલ્પ પર ક્લિક કરવાનું હોય છે.
    • ખુલેલા ફોર્મ માં  જરુરી  વિગતો ભરવાની હોય છે.

    • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે.
    • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ એકવાર અરજીની વિગતો તપાસી લેવી અને ત્યારબાદ જ સબમીટ પર ક્લિક કરવુ.

    • ઓનલાઇન અરજી સબમિટ કર્યા બાદ તેમાં કોઇ સુધારા વધારા કરી શકાશે નહિ.

    • આ વેબસાઇટ પર આપ જાતે ઘરબેઠા ફોર્મ ભરીને માંગ્યા મુજબ માહિતિ ભરીને તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને અરજી કરી શકો છો.
    ઓનલાઇન અરજી કર્યા બાદ આ અરજી નિયામક શ્રી સમાજ સુરક્ષાની  જિલ્લાની ઓફિસ માં મોકલવામાં આવે છે જ્યાં અરજી સાથે અપલોડ કરેલા દસ્તાવેજો ની તપાસણી કરી જો બધી શરતો પૂર્ણ થતી હોય તો અરજીને મંજુર કરવામાં આવે છે.

     ઇસમાજ કલ્યાણમાં રજીસ્ટ્ર્રેશન માટેની અને અરજી કરવા માટેની મદદ 


    ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઇ રીતે કરવુ અને સહાય માટેની અરજી કેવી રીતે કરવી તેની માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો
     

    ઇ સમાજ કલ્યાણ પોર્ટલ અરજી કરવા માટે સૌ પ્રથમ યુઝર બનાવવા માટે રજીસ્ટ્રેશન કરવાના વિડીયો જોવા માટે અહિં ક્લિક કરો 

    ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાના વિડીયો જોવા માટે અહિં ક્લિક કરો 

    FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

    1.પાલક માતા પિતા યોજના માં શું લાભ મળે છે ?

    a. આ યોજનામાં માતા પિતા વગરના અનાથ બાળકોને દર મહિને ૩૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

    2. પાલક માતા પિતા યોજનાનો ઉદેશ્ય શું છે?

    a. યોજનાનો હેતુ નિરાધાર બાળકો ને મદદરૂપ થવાનો તેમજ તેમને સારૂ શિક્ષણ મળી રહે તે છે

    3. આ યોજનાનો લાભ મેળવવા માટે શું પ્રક્રિયા કરવાની થાય છે ?

    a. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની થાય છે ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા/ સમાજ સુરક્ષાની કચેરી દ્વારા અરજી મંજુર કરી સહાય ચુકવવામાં આવે છે.

     મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને નિરાધાર બાળકોને આર્થિક રીતે મદદરૂપ થઇ શકાય   તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય કે આ બાબતે કોઇ મુશ્કેલી હોય  તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!


    આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

      

     

    https://www.bkgujarat.com/2023/05/palak-mata-pita-yojana.html.html
    palak mata pita

    Post a Comment

    0 Comments

    Close Menu