વારસાઇ નોંધ કરો ઓનલાઇન 2023 । વારસાઈ એન્ટ્રી । જમીન વારસાઈ અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરો । varsai form in gujarati pdf ।વારસાઈ નોંધ
હવે વારસાઇ નોંધ કરાવો ઓનલાઇન I-ora Portal પર AnyRoR
ગુજરાત સરકાર અને મહેસુલ વિભાગ દ્વારા ખેડુત મિત્રોને ટેક્નોલોજીનો લાભ મળે તે માટે સરકાર દ્વારા I khedut Portal , AnyRoR portal તેમજ i -ORA Portal જેવા પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે, જેના દ્વારા ખેડુત મિત્રો ને ઓનલાઇન જ ૭-૧૨,૮-અ ના ઉતારા ,વારસાઇ નોંધ, હયાતીમાં હક્ક દાખલ, જમીનનો રેકોર્ડ ઓનલાઇન, જમીનની માપણીની અરજી , ખેડુત હોવા અંગેનું પ્રમાણ પત્ર મેળવવા જેવી સેવાઓ ઓનલાઇન શરૂ કરવામાં આવી છે. આજે આપણે હક્ક પત્રકે વારસાઇ નોંધ કરવા માટે અરજી કેવી રીતે કરવી તેમાં કયા,કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, તેમજ અરજી ફોર્મ ક્યા આપવાનું થશે ? તે તમામ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશું.
હક પત્રકમાં વારસાઇ નોંધ કરવા માટે કરવાની થતી કાર્યવાહી
ખેડુતની જમીન માં જો માતા કે પિતા અવસાન પામેલ હોય અને તેમના પછી વારસદાર તરીકે નામ દાખલ કરવા માંગતા હોય તો અને તેમના માતા કે પિતાના નામો 7/12 માં ચાલુ હોય તો તેમના નામો કમી કરાવી તેમની જગ્યાએ તેમના વારસદારોના નામ દાખલ કરવાની કાર્યવાહી હવે iora પોર્ટલ પર ઓનલાઇન કરી શકાય છે તેના માટે તમારે નીચેના કાગળ લઇને તલાટી કમ મંત્રી પાસે જવાનુ હોય છે તલાટી પંચો રૂબરૂ તમારો જવાબ અને પેઢીનામુ તૈયાર કરી આપશે અને ત્યારબાદ ઓનલાઇન એન્ટ્રી કરવાની હોય છે.
વારસાઇમાં નામ દાખલ કરવા માટેની અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ?
- જમીનના 7/12 અને 8-અ ની નકલ
- પિતા/માતા નો મરણ નો અસલ દાખલો ( ૭/૧૨ માંં જેનું નામ ચાલતું હોય અને ગુજરી ગયેલ હોય તેનો)
- વારસદારોના પાસપોર્ટ સાઇજ ના ફોટા
- ૩ પંચોના ફોટા અને આધારકાર્ડ
- વારસદારોના આધારકાર્ડ
- પેઢીનામું
- સોગંદનામું (રૂ ૫૦ ના સ્ટેમ્પમાં)
- રેશનકાર્ડ
- વારસાઈનુ ફોર્મ
Highlight Point of હક પત્રકે વારસાઇ નોંધ દાખલ કરવી
આર્ટિકલનો મુદ્દો | iORA પોર્ટલ પરથી હક પત્રક માં વારસાઇ નોંધ કરવા માટે અરજી કરવી |
વારસાઇ નોંધ દાખલ કરવા માટેની Official વેબસાઇટ | |
હક પત્રકમાં વારસાઇ નોંધ દાખલ કરવા માટેની અરજી કરવા માટે | iora gujarat gov in online apply | |
7/12 ના ઉતારા ડાઉનલોડ કરવા માટે | |
વારસાઇ દાખલ કરવાની અરજી કરવાની કાર્યપધ્ધતિ જોવા માટે | |
જમીન વારસાઈ અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરો (varsai form in gujarati pdf ) (પેઢીનામુ ફોર્મ pdf) | |
whatsApp Grup માં જોડાવા માટે | અહિં ક્લિક કરો |
હક પત્રકમાં વારસાઇ નોંધ દાખલ કરવા અંગેની કાર્યવાહીની પદ્ધતિ નીચે મુજબ છે .
- સૌ પ્રથમ https://iora.gujarat.gov.in/ વેબસાઇટ પર જાઓ
- ત્યારબાદ“વારસાઇ નોંધ વિકલ્પ પર ક્લિક કરો.
image source iora portal |
- ત્યારબાદ ખુલેલા પેજમાં નવી અરજી સીલેક્ટ કરી હક્ક્પત્રક સંબધિંત અરજી" અરજીનો પ્રકારમાં "“હક્ક પત્રકે વારસાઇ નોંધ દાખલ કરવા માટેની અરજી " સીલેક્ટ કરી મોબાઇલ નંબર અને નીચે કેપ્ચા કોડ નાખો અને GENERATE OTP પર ક્લિક કરવાથી
image source iora portal |
- .ત્યારબાદ ખુલેલા બોક્ષ માં અરજદાર અને તમામ હક ધરાવતા લોકોનુ નામ સરનામુ ખાતેદાર સાથે સબંધ તમામ પેઢીનામાની વિગત,સોગંદનામુ, મરણનો દાખલો, પંચનામુ વગેરે વિગતો નાખીને અરજીને સેવ કરો.
- અરજી સેવ થયા બાદ આપે ભરેલ તમામ વિગતો સ્ક્રિન પર દેખાશે જો તેમાં કઇ સુધારા કરવા હોય તો edit aplication પર ક્લિક કરીને સુધારો કરી શકો છો ત્યારબાદ update Aplication પર ક્લિક કરો
- અરજીને લગતી તમામ વિગતો બરાબર હોય તો confirm aplication પર ક્લિક કરો અરજી કન્ફર્મ કર્યા બાદ તેમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહિ.
- જો અરજી કન્ફર્મ કર્યા પછી પણ કઇ સુધારા વધારા હોય તો નવી અરજી કરી શકાય છે.
- અરજી કન્ફર્મ કર્યા બાદ print aplication પર ક્લિક કરો.
- માત્ર iora પોર્ટલ પર કન્ફર્મ કરીને તેની પ્રિન્ટ જ ઇ ધરા મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાની રહેશે, તેના સિવાય બીજા કોઇ ફોર્મેટ માં કરેલી અરજી માન્ય ગણાશે નહી.
- નવી અરજી કરવાના પેજ પર જઇને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પ્રિન્ટ કરેલ અરજી પત્રક સમંતિલેખ,પેઢીનામું વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
- બધાજ ફરજીયાત ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી Generate Mutation” નું બટન દેખાશે.
- “Generate Mutation” પર Click કરવાથી અરજદારે દાખલ કરેલ મોબાઇલ નંબર અને ઇ-મેલ પર સરખો વેરિફિકેશન કોડ આવશે આ વેરિફિકેશન કોડ દાખલ કરી “Submit” પર Click કરો.
- “Submit” પર Click કરવાથી હક્કપત્રક પર નોંધ જનરેટ થશે અને તે અંગેની પાવતી પણ જનરેટ થશે તેની પ્રિન્ટ કરો.
- આમ ઓન-લાઈન અરજી કરવાની પ્રક્રિયા પુર્ણ થશે અને આપની અરજી આગળની પ્રક્રિયા માટે જે તે તાલુકાના ઇ ધરા કેન્દ્ર માં જશે
- ત્યારબાદ અરજીની પ્રિન્ટ કાઢીને નાયબ મામલતદાર ઇ ધરા ખાતે સબમિટ કરવાની થાય છે અને બધા ડોક્યુમેન્ટ ની તપાસણી કરીને નોંધ ને મંજુર કરવામાં આવતી હોય છે.
- સુચના :- અસલ અરજીપત્રક, સમંતિલેખ પેઢીનામુ નોંધ જનરેટ કર્યાની પહોચ તેમજ જરૂરી કાગળો જે તે તાલુકાના ઇ ધરા કેન્દ્રમાં રૂબરૂ અથવા રજીસ્ટર પોસ્ટ થી વધુમાં વધુ પંદર દિવસમાં પહોચાડવાનુ હોય છે .
- દાખલ કરેલ અરજીને લગતા મુખ્ય સ્ટેપ, અરજી સુધારવા અરજી કન્ફર્મ કરવા અરજી પ્રિન્ટ કરવા જેવા દરેક સ્ટેપ પર “Registered Application” વિકલ્પ પસંદ કરી યુનિક અરજી નંબર,મોબાઇલ નંબર, અને ઇ મેલ દાખલ કરીને જઇ શકો છો.
FAQ: વારંવાર પુછાતા પ્રશ્નો.
1.મહેસુલ વિભાગની કઇ વેબસાઇટ પર જઇને હયાતીમાં હક દાખલ કરવાની અરજી કરી શકાય છે ?
2. હક પત્રકમાં વારસાઇ નોંધ કરવાની અરજીમાં કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના હોય છે ?
જવાબ: આ અરજીમાં સબમીટ કરેલ અરજી, સમંતીલેખ પેઢીનામુ તથા મરણ નો દાખલો વગેરે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે અને અરજી સાથે ઇ ધરા કેન્દ્રમાં સબમિટ કરવાના હોય છે.
3. હક પત્રકમાં વારસાઇ નોંધ કરવાની અરજી કેટલા દિવસમાં ઇ ધરા કેન્દ્રમાં સબમિટ કરવાની હોય છે?
જવાબ: હક પત્રકમાં વારસાઇ નોંધ કરવાની અરજીને વધુમાં વધુ દિન ૧૫ ઇ ધરા કેન્દ્રમાં સબમિટ કરવાના હોય છે.
આ પણ વાંચો ખેડુત અકસ્માત વિમા યોજના
આ પણ જુઓ આઇખેડુત પોર્ટલ પર બાગાયતી યોજના માટે અરજી કરો
આ પણ જુઓ વાછરડી સહાય યોજના માટે મળશે ૩૦૦૦ ની સહાય
આ પણ વાંચો 7/12 ના ઓનલાઇન ઉતારા ડાઉનલોડ કરો ઘરે બેઠા
0 Comments