સીટીઝન પોલિસ પોર્ટલ | citizen portal gujarat ।હવે પોલિસ સ્ટેશન ને લગતી સેવાઓ માટે ઓનલાઇન અરજી કરો
સીટીઝન પોર્ટલ ગુજરાત
પોલીસ ”
ગુજરાત સરકાર દ્વારા સીટીઝન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. અને સીટીજન ફસ્ટ એપ્લિકેશન બનાવવામાં આવેલ છે. જેમાં તમે પોલિસ વેરિફિકેશન, મોબાઇલ કે વાહનની ચોરી થાય ઓનલાઇન ઇ-એફ.આઇ.આર. કરવી fir ની કોપી ડાઉનલોડ કરવી, પોલિસ વેરિફિકેશન નો દાખલો મેળવવો , ભાડુઆતનીનોધણી,કરવી ડ્રાઇવરની નોંધણી કરવી જેવી સેવાઓ આ પોર્ટલ અથવા એપ્લિકેશન દ્વારા મળી શકે છે.
સીટીઝન પોર્ટલ /સીટીઝન ફર્સ્ટ એપ હાઇલાઇટ પોઇન્ટ
આર્ટિકલનું નામ
|
સીટીઝન પોર્ટલ
પોલિસ |
હેતું |
પોલિસની સેવાનો
ઉપયોગ નાગરીક સરળતાથી કરી શકે. |
પોર્ટલનું નામ |
સીટીઝન પોલિસ
પોર્ટલ ( Citizen Portal Gujarat Police) |
“એપ્લિકેશનનું નામ
|
Citizen First Gujarat Police |
સીટિઝન પોર્ટલ પર જવા માટે |
|
Citizen First Gujarat Police એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે |
|
અમારી સાથે વ્હોટસપ ગૃપ સાથે જોડાવા માટે |
|
સીટિઝન પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી તેની માહિતિ
જાણવા માટે |
સીટિઝન પોર્ટલ પર
કઇ કઇ સેવાઓ માટે અરજી કરી શકાય છે.
પોલીસ વેરીફીકેશન
પોલીસ વેરીફીકેશન તમારે પી.આર./વિઝા/ઇમિગ્રેશન અથવા અન્ય હેતુ માટે પોલિસ વેરિફિકેશનની જરૂર પડે તો સીટીઝન પોર્ટલ/સીટિઝન ફર્સ્ટ એપ્લિકેશન મારફતે અરજી કરી શકાય છે.
ઈ-અરજી
ઇ અરજી કરી શકાય છે. જેના દ્વારા તમારે કોઇ બાબત ની પોલિસને જાણ કરવી હોય તો આના મારફતે પોલિસ ને જાણ કરી શકાય છે. તમારી સાથે બનેલા કૉઈપનૅ ગુનાની જાણ પણ પોલિસ ને કરી શકો છો
E-FIR
વાહન ચોરી કે મોબાઇલ
ચોરીની ઈ– એફ.આઈ.આર કરી શકાય છે. (વાહન /
મોબાઇલ ચોરી)
ગુમ થયેલ વ્યક્તિની જાણ
ગુમ થયેલ વ્યક્તિની જાણ પોલિસ ને કરી શકાય છે
ગુમ થયેલ/ચોરાયેલ સંપતિની જાણ
આ વિકલ્પ મારફતે ગુમ થયેલ/ચોરાયેલ સંપતિની જાણ પોલિસ ને કરી શકાય છે.
ઘરઘાટીની નોધણી
તમારે સ્થાનિક મદદ કરવા માટે રાખેલ ઘરઘાટીની
નોંધણી કરાવવી હોય તો આ વિકલ્પ મારફતે કરી શકાય છે
ડ્રાઈવર નોંધણી
તમારે ડ્રાઇવરની નોંધણી કરાવવી હોય આ વિકલ્પ દ્વારા પોર્ટલ પર કરી શકાય છે.
સિનિઅર સીટીઝન
જે અરજદારો ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય તો તેઓ સિનિયર સિટીઝન તરીકે ઓનલાઇન નોંધણી કરાવી શકે છે જેથી કરીને તેઓ એકલા રહેતા હોય અને કોઇપણ સમયે તેઓને પોલિસની મદદની જરૂર પડે તો તાત્કાલિક મદદ પહોચાડી શકાય . તેઓ નોધણી કરાવી શકે છે
ભાડુઆત નોંધણી
તમારે ભાડુઆતની નોંધણી કરાવવી હોય તો આ સીટીઝન પોર્ટલ/સીટિઝન ફર્સ્ટ એપ્લિકેશન મારફતે અરજી કરી શકાય છે
એન.ઓ.સી. માટે અરજી
તમારે એન.ઓ.સી,માટે અરજી કરવી હોય તો આ સીટીઝન પોર્ટલ/સીટિઝન ફર્સ્ટ એપ્લિકેશન મારફતે અરજી કરી શકાય છે.
અરેસ્ટ/વોન્ટેડ
કોઇપણ એરેસ્ટ વોન્ટેડ વ્યક્તિની માહિતિ સર્ચ કરી શકાય છે
ગુમ થયેલ વ્યક્તિને શોધો
કોઇપણ ગુમ થયેલ વ્યક્તિ કે જેની ફરિયાદ નોંધવામાં આવેલ છે તેની માહિતિ મેળવવા માટે સીટીઝન પોર્ટલ/સીટિઝન ફર્સ્ટ એપ્લિકેશન મારફતે જોઇ શકાય છે.
તમારી ચોરાયેલ/પાછી મળેલ મિલકત
તમારી ચોરાયેલ/પાછી મળેલ મિલકત તે પોલિસ સ્ટેશનમાંથી પાછી મળી છે અથવા તે બીજા કોઇ પો.સ્ટે માંથી પાછી મળી છે કે કેમ તેની માહિતિ જોવી હોય તો સીટીઝન પોર્ટલ/સીટિઝન ફર્સ્ટ એપ્લિકેશન મારફતે જોઇ શકાય છે.
ખોવાયેલ કે ચોરાયેલ મોબાઇલને બ્લોક કરવા માટે
તમારા ખોવાયેલા કે ચોરાયેલ મોબાઇલ ને બ્લોક કરવા માટે સીટીઝન પોર્ટલ/સીટિઝન ફર્સ્ટ એપ્લિકેશન મારફતે અરજી કરી શકાય છે.
સીટિઝન પોર્ટલ ગુજરાત પોલિસ પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન મારફતે જે સેવા મેળવવી હોય તે સેવાના આઇકોઇન પર ક્લિક કરીને અરજી કરી શકાય છે.
સીટીઝન પોર્ટલ પર અરજી કરવાની રીત
Image Source:- Government Official Website (https://gujhome.gujarat.gov.in/portal/webHP) |
સીટિઝન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાની રીત
સૌ પ્રથમ https://gujhome.gujarat.gov.in/portal/webHP પર ક્લિક કરો
ત્યારબાદ લોગઇન નોંધણી પર ક્લિક કરો
નોંધણી પર ક્લિક કરો
નોધણી પર ક્લિક કરવાથી તમારૂ એકાઉન્ટ
બનાવો નામનું પેજ ખુલી જશે.
જેમાં તમારી તમામ વિગતો નાખીને રજીસ્ટ્રેશન પુર્ણ કરો પર ક્લિક કરો જેથી કરીને તમારુ રજીસ્ટ્રેશન પુર્ણ થશે.
આ user બનાવતી વખતે * વાળી વિગતો
ફરજીયાત નાખવાની હોય છે
આ પણ વાંચો:
અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન । ઘરે બેઠા રોજગાર કચેરીમાં નોધણી કરાવી નોકરી મેળવો
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના: ઘરના મુખ્ય વ્યક્તિના અવસાન પ્રસંગે ૨૦,૦૦૦/ ની સહાય આપતી યોજના
લોગઇન:
સીટિઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવ્યા
બાદ લોગ ઇન કરવા માટે લોગઇન/ નોધણી પર ક્લિક કરો વિકલ્પ પર ક્લિક કરવાનુ રહેશે
જેમાં આપે રજીસ્ટ્રેશન વખતે જે યુઝર આઇ.ડી. પાસવર્ડ
નાખ્યો હશે તે યુઝર આઇડી પાસવર્ડ નાખીને લોગીન કરવાનુ હોય છે.
અને જો પાસવર્ડ ભુલી ગયા હો તો રિસેટ પાસવર્ડ
પર ક્લિક કરી સુરક્ષા પ્રશ્ન નો જવાબ આપી પાસવર્ડ રીસેટ કરી શકાશે.
· લોગઇન કર્યા બાદ બાદ હોમ પેજ માં બધી સેવાઓ ના આઇ કોન દેખાશે તેમાં તમારે જે સેવાની જરૂર હોય તે સેવા પર ક્લિક કરવાનુ રહેશે. અને ત્યારબાદ ખુલેલા પેજ માં તમામ વિગતો ભરીને સેવ કરવાની રહેશે. સેવ કર્યા બાદ અને આ અંગેનો SMS આપને મળશે.
ઇ સર્વિસ યાદી
·
આપના
દ્વારા જે અરજી કરેલ છે તેનુ લિસ્ટ ઇ સર્વિસ યાદીમાંથી જોઇ શકાશે અને તેમાં પોલિસ દ્વારા
શુ કાર્યવાહી થયેલ છે તેમજ અરજીનું શુ સ્ટેટસ છે તે જોઇ શકાશે .
FAQ: વારંવાર પુછાતા પ્રશ્નો
1) સિટીઝન પોર્ટલમાં પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો?
પાસવર્ડ
રીસેટ કરવા માટે,
તમારે સિટીઝન
પોર્ટલના લોગિન પેજ પર FORGOT
PASSWORD વિકલ્પ પર
ક્લિક કરવાનું રહેશે. ભૂલી ગયેલા પાસવર્ડ પર ક્લિક કર્યા પછી તમારે તમારું user ID નાખવાનું
રહેશે. અને પછી તમારે રજીસ્ટ્રેશન વખતે પસંદ
કરેલ સુરક્ષા પ્રશ્ન પસંદ કરી તેનો જવાબ આપવાનો રહેશે ત્યારબા નવો પાસવર્ડ દાખલ કરવા અને નવા
પાસવર્ડની વિકલ્પ ખુલશે તેમાં વિગતો ભરીને
સબમિટ કરવાથી તમારો પાસવર્ડ રીસેટ થઈ જશે.
2)
અરજીનું સ્ટેટસ કઇ રીતે જોવુ?
કરેલ
અરજીનું સ્ટેટસ જોવા માટે તમારે પોર્ટલના હોમ પેજ પરની MY REQUEST LIST વિકલ્પ પર જવું પડશે.
૩)
હું પોર્ટલ/એપ્લિકેશન માં મારી પર્સનલ વિગતોમાં સુધારો કેવી રીતે કરી શકુ ?
તમારી
વ્યક્તિગત વિગતોને અપડેટ કરવા માટે તમે
તમારા પ્રોફાઈલ ફોટાની નજીકના માય પ્રોફાઇલ વિકલ્પ પર ક્લિક કરી શકો છો અથવા તમે
માય એકાઉન્ટ મેનુમાં જઈ શકો છો.
0 Comments