દિવ્યાંગ સાધન સહાય યોજના ૨૦૨4 | divyang sadhan sahay yojana 2024
દિવ્યાંગ સાધન સહાય યોજના
divyang sadhan sahay |
દિવ્યાંગ સાધન સહાય યોજના Highlight Point
યોજનાનું નામ | દિવ્યાંગ સાધન સહાય યોજના ૨૦૨૩ |
જિલ્લા કક્ષાએ યોજનાનો અમલ કરતી કચેરી | જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી |
યોજનાનો હેતુ | દિવ્યાંગ વ્યક્તિને રાહત તેમજ રોજગારલક્ષી સાધન સહાય પુરી પાડવી |
લાભાર્થી | દિવ્યાંગ વ્યક્તિ |
દિવ્યાંગ સાધન સહાય યોજના ફોર્મ pdf download કરવા માટે |
|
આ યોજનાની ઓનલાઇન અરજી કરવા માટે | |
અમારી સાથે વ્હોટસપ ગ્રુપ માં જોડાવા માટે |
અહીં ક્લિક કરો |
આ યોજના ની સહાય મેળવવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવુ તેની માહિતિ માટે |
દિવ્યાંગ સાધન સહાય યોજનાનો ઉદેશ્ય
દિવ્યાંગ સાધન સહાય યોજનાનો એ હેતુ છે કે, ગુજરાત
રાજ્યમાં જે દિવ્યાંગ વ્યક્તિ છે તેમને રાહતના
સાધનો મળી રહે તેમજ જે દિવ્યાંગ વ્યક્તિ પોતાનો રોજગાર કરવા માંગે છે અથવા હાલમાં
ચાલુ છે તો તેમાં મદદરૂપ થવાના હેતુથી સાધન સહાય પુરી પાડવાનો છે જેથી કરીને તેઓ સન્માનભેર જીવન જીવી શકે.
દિવ્યાંગ સાધન યોજનાનો લાભ મેળવવાની પાત્રતા
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ
મળવાપાત્ર છે.
૧૬ વર્ષથી નીચેની વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહી.પરંતુ
તેઓને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનોની સહાય મળવા પાત્ર છે.
સાધન સહાયમાં શું મળી શકે ?
સાધન સહાય બે પ્રકારની છે (૧) દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો
તથા (૨) રોજગારલક્ષી સાધન સહાય
આ યોજના હેઠળ રૂ.૨૦૦૦૦/- ની મર્યાદામાં રોજગારલક્ષી અને
દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો મળવા પાત્ર છે
૫ વર્ષની મુદતમાં એક વાર આ સાધન સહાય મળવાપાત્ર થશે.
રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના
સાધનો મળવાપાત્ર છે.
દિવ્યાંગતા માં રાહત થાય તેવા નીચેના સાધનની સહાય મળવા પાત્ર છે
ક્રમ |
સાધનનું નામ |
૧ |
ટ્રાઈસીકલ |
૨ |
ફોલડીંગ
વ્હીચેર |
૩ |
હીયરીંગ
એઇડ (અ) પોકેટ રેન્જ(બ) કાન પાછળ લગાવવાનું |
૪ |
ફોલ્ડીંગ
સ્ટીક |
૫ |
એલ્યુમીનીયમની
કાંખધોડી |
૬ |
કેલીપર્સ
(અ) ધુંટણ માટેના(બ) પોલીયો કેલીપર્સ |
૭ |
બ્રેઇલ
કીટ |
૮ |
એમ.આર.
કીટ (મંદબુધ્ધિના બાળકો માટે) |
૯ |
સંગીતના
સાધનો |
રોજગારલક્ષી સાધનોમાં નીચે મુજબના સાધનો મળવાપાત્ર છે.
ક્રમ |
સાધનનું
નામ |
૧ |
કડીયાકામ |
૨ |
સેન્ટીંગ કામ |
૩ |
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
૪ |
મોચીકામ |
૫ |
દરજીકામ |
૬ |
ભરતકામ |
૭ |
કુંભારી કામ |
૮ |
વિવિધ પ્રકારની ફેરી |
૯ |
પ્લમ્બર |
૧૦ |
બ્યુટી પાર્લર |
૧૧ |
ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ |
૧૨ |
ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
૧૩ |
સુથારીકામ |
૧૪ |
ધોબીકામ |
૧૫ |
સાવરણી સુપડા બનાવનાર |
૧૬ |
દુધ-દહી વેચનાર |
૧૭ |
માછલી વેચનાર |
૧૮ |
પાપડ બનાવટ |
૧૯ |
અથાણા બનાવટ |
૨૦ |
ગરમ, ઠંડા
પીણા, અલ્પાહાર
વેચાણ |
૨૧ |
પંચર કીટ |
૨૨ |
ફ્લોર મીલ |
૨૩ |
મસાલા મીલ |
૨૪ |
રૂ ની દીવેટ બનાવવી |
૨૫ |
મોબાઇલ રીપેરીંગ |
૨૬ |
હેર કટીંગ (વાળંદ કામ) |
દિવ્યાંગ સાધન સહાય યોજનાનો
લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.
- જિલ્લા સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું મેડીકલ પ્રમાણપત્રની ઝેરોક્ષ/દિવ્યાંગતા ઓળખપત્રની નકલ
- ઉમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર , જન્મનો દાખલો , મેડિકલ સર્ટિફિકેટ )
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ)
દિવ્યાંગતાના પ્રકાર
નીચે મુજબની ૨૨ પ્રકારની દિવ્યાંગતામાં ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
ક્રમ નં |
દિવ્યાંગતા |
ક્રમ |
મળવાપાત્ર યોજનાનો લાભ |
૧ |
અંધત્વ |
૧૨ |
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય |
૨ |
સાંભળવાની ક્ષતિ |
૧૩ |
સાંભળવાની ક્ષતિ |
૩ |
ક્રોનિક ન્યુરોલોજીકલ
સ્થિતિ |
૧૪ |
.સામાન્ય ઇજા જીવલેણ
રકતસ્ત્રાવ |
૪ |
ઓછી દ્રષ્ટી |
૧૫ |
ધ્રુજારી સ્નાયુબધ્ધ
કઠોરાતા |
૫ |
બૌધ્ધિક અસમર્થતા |
૧૬ |
હિમોગ્લોબિનની ઘટેલી
માત્રા |
૬ |
રકતપિત-સાજા થયેલા |
૧૭ |
દીર્ધ કાલીન અનેમિયા |
૭ |
એસીડના હુમલાનો ભોગ
બનેલા |
૧૮ |
હલન ચલન સથેની અશકતતા |
૮ |
સેરેબલપાલ્સી |
૧૯ |
વામનતા |
૯ |
માનસિક બિમાર |
૨૦ |
બહુવિધ
સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ |
૧૦ |
ખાસ અભ્યાસ સંબ6ધિત
વિકલાંગતા |
૨૧ |
વાણી અને ભાષાની
અશકતતા |
૧૧ |
ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી
સ્થિતિમાં ક્ષતિ |
૨૨ |
મલ્ટીપલ ડિસેબીલીટી |
આ યોજનાનુ અરજી પત્રક:
આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.inપોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે ઓનલાઇન અરજીઓની ચકાસણી કરી સહાય મંજુર કરવાની સત્તાજિલ્લાસમાજ સુરક્ષા અધિકારીની છે.
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ અરજી કરવા માટે સૌ પ્રથમ યુઝર બનાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે ત્યારબાદ જે તે યોજનામાં અરજી કરી શકાય છે
ઇસમાજ કલ્યાણમાં રજીસ્ટ્ર્રેશન માટેની અને અરજી કરવા માટેની મદદ
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઇ રીતે કરવુ અને સહાય માટેની અરજી કેવી રીતે કરવી તેની માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
1. દિવ્યાંગ સાધન સહાય યોજના માં શું લાભ મળે છે ?
a. આ યોજનામાં દિવ્યાંગ વ્યક્તિને દિવ્યાંગતામાં રાહત મળે તેવા તથા રોજગાર મળે તેવા સાધનો ૨૦,૦૦૦/ ની મર્યાદામાં મળે છે
2. દિવ્યાંગ સાધન સહાય યોજનામાં અરજી ક્યાં કરવાની હોય છે છે?
a. દિવ્યાંગ સાધન સહાય યોજનામાં સહાય મેળવવાની અરજી ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવાની હોય છે.
3. આ યોજનાનો લાભ મેળવવા માટે શું પ્રક્રિયા કરવાની થાય છે ?
a. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની થાય છે ત્યારબાદ સમાજ સુરક્ષાની કચેરી દ્વારા અરજી મંજુર કરી સહાય ચુકવવામાં આવે છે.
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને સહાયને લગતી તેમની સમસ્યાને નિવારી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
આ પણ વાંચો વર્ષ ૨૦૨4 માં વિવિધ સંસ્થામાં એડમિશન ની માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો
આ પણ જુઓ: વર્ષ ૨૦૨4 માં ITI માં એડમિશન મેળવવાના ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો
આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચો દિવ્યાંગ વ્યક્તિ ને મળશે મફત પાસ સુવિધા
0 Comments