સરકારી છાત્રાલયમાં પ્રવેશ ૨૦૨૩
હાઇલાઇટ પોઇન્ટ સરકારી છાત્રાલયમાં પ્રવેશ ૨૦૨૩
આર્ટિકલ નો મુદ્દો |
આદર્શ નિવાસી છાત્રાલય પ્રવેશ |
સરકારી છાત્રાલયમાં એડમિશન માટે ઓફિશિયલી વેબ સાઇટ પર જવા
માટે |
|
સરકારી હોસ્ટેલ પ્રવેશ મેળવવાની અરજી
કરવા માટે |
|
સરકારી છાત્રાલયમાંં પ્રવેશ માટેની અરજી કેવી રીતે
કરવી તેની માહિતિ માટે |
|
નિયામક વિકસતી જાતિ સંચાલિત ના છાત્રાલયોની યાદી જોવા માટે |
|
નિયામક અનુસુચિત જાતિ સંચાલિત છાત્રાલયોની યાદી જોવા માટે |
|
સરકારી છાત્રાલયમાં માં પ્રવેશ માટે અરજી કરવાની
છેલ્લી તારીખ |
તા.૨૫/૦૬/૨૦૨૩ |
અમારી સાથે વ્હોટસેપમાં જોડાવા માટે |
|
સરકારી છાત્રાલયમાંં પ્રવેશ માટેની જાહેરાત જોવા માટે |
છાત્રાલયમાં પ્રવેશ માટેનુ ફોર્મ ભરતી વખતે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર હોય છે.
· પાસપોર્ટ સાઇઝનો ફોટો
· વિદ્યાર્થીનું આધાર કાર્ડ
· સક્ષમ અધિકારીશ્રી
પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
· રહેઠાણનો પુરાવો
(વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
· વાર્ષિક
આવકનો દાખલો
· પહેલી વાર એડમિશન
લેનાર વિદ્યાર્થીએ જે અભ્યાસમાં એડમિશન
લેવાનું હોય તેના અગાઉ પાસ કરેલ અભ્યાસક્રમનું પરીણામ અપલોડ કરવાનું રહેશે
· વિદ્યાર્થીના બેંક પાસબૂકની
પ્રથમ પાનાની નકલ
· શાળા / કોલેજ માં પ્રવેશ
મળ્યાની પહોંચ અથવા પત્ર
· શાળા છોડ્યાનું
પ્રમાણપત્ર
· વિકલાંગતાનું
પ્રમાણપત્ર (જો વિકલાંગ હોય તો)
· વિધવા / ત્યક્તાના
બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા / ત્યક્તાના બાળક હોય તો)
· અનાથ બાળક હોવાનું
પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)
સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટેના નિયમો
- પ્રવેશની અરજી કરનાર ફ્રેશ
(નવા) વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ તથા રીન્યુઅલ
(જુના) વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ
હોવા જોઇએ તો પ્રવેશ અરજી કરી શકશે.
- કુમાર તથા કન્યા છાત્રો
માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખ છે. કન્યા છાત્રો માટે ઓછી આવકવાળાને
અગ્રતા આપવાની રહેશે
- પ્રવેશ માટે અરજી કરનાર
વિદ્યાર્થી મુળ ગુજરાતનો વતની હોવો જોઇએ
- છાત્રાલય જે સ્થળે આવેલ
હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.
- છાત્રાલય જે જિલ્લામાં જે
સ્થળે આવેલ હોય તે વિસ્તારની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ
આપવામાં આવશે.
- ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા
અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં.
·
છાત્રાલયની
માન્ય સંખ્યા તથા છાત્રાલયના મકાનની ક્ષમતા ધ્યાને રાખી પ્રથમ રીન્યુઅલ
વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર ફ્રેશ
વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
·
પ્રવેશ
મેળવવા અરજી કરનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીની ઉંમર અરજીના વર્ષના જુલાઈ માસની
પ્રથમ તારીખના રોજ ૨૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહી
How To Online Apply government chhatralay
admission
સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે કેવી રીતે અરજી કરવાની હોય છે ?
સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા
- સરકારી છાત્રાલયામાં પ્રવેશ મેળવવા માગતાંં વિધાર્થીઓએ https://esamajkalyan.gujarat.gov.in/ પોર્ટલ પર
જઇને પોતાનુ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.
- ત્યારબાદ
પોતાનુ usre id પાસવર્ડથી
લોગીન કર્યા બાદ વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ
વિકલ્પ પર ક્લિક કરવાનું હોય છે.
- ખુલેલા
ફોર્મ માં તમારી વ્યક્તિગત તેમજ અભ્યાસની વિગતો ભરવાની હોય છે.
- ત્યારબાદ
જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે.
- ડોક્યુમેન્ટ
અપલોડ કર્યા બાદ એકવાર અરજીની વિગતો તપાસી લેવી અને ત્યારબાદ જ સબમીટ પર
ક્લિક કરવુ.
- ઓનલાઇન અરજી
સબમિટ કર્યા બાદ તેમાં કોઇ સુધારા વધારા કરી શકાશે નહિ.
- ઓનલાઇન ફોર્મ ભરતી વખતે કઇ મુશ્કેલી જણાય તો ફોર્મ ભરવાના વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો
પ્રવેશ માટેની પ્રક્રિયા
- પ્રવેશ માટે મળેલ અરજીઓ મુજબ ગુણના આધારે બનેલ મેરીટ
પ્રમાણે પ્રવેશ
આપવામાં આવતો હોય છે .
- પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ
ઓનલાઈનથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે માટે વિદ્યાર્થીએ નિયમિત samajkalyan વેબસાઈટ જોવાની
રહેશે . તેમજ પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓને
પ્રમાણપત્રોની ચકાસણી માટે SMS
અને E-mail થી જાણ કરવામાં
આવશે.
- ઓનલાઈન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ બાદ મેરીટ
યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓએ
સંબંધિત છાત્રાલય ખાતે અસલ
પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની હોય છે.
- જો કોઈ
અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની
ટકાવારીમાં તથા લાયકાત અંગેના કે અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા
અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિં.
- આથી તમામ મિત્રોને ઓનલાઇન અરજી કરતી વખતે તેમની વિગતો
ચોકસાઇ પુર્વક ભરવા વિનંતી છે
- સરકારી છાત્રાલયમાં મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યા તેમજ
કેટેગેરીને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં રિન્યુઅલ ને પ્રવેશ
આપ્યા બાદ ફ્રેશરને પ્રવેશ આપવામાં આવે છે.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
1. સરકારી છાત્રાલયમાં પ્રવેશ કેવી રીતે મળે છે ?
a . સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે
ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે ત્યાર મળેલ અરજી ના ગુણ ના આધારે પ્રોવિઝનલ મેરીટ યાદી બહાર પડતી હોય છે અને આ યાદીના આધારે
છાત્રાલયના મકાનની ક્ષમતા પ્રમાણે
પ્રવેશ આપવામાં આવતો હોય છે.
2. સરકારી
છાત્રાલયમાં પ્રવેશ મેળવવાથી
શું લાભ મળે છે ?
3.
સરકારી છાત્રાલયમાં કઇ કઇ કેટેગરીના વિધાર્થીઓને પ્રવેશ મળી શકે છે ?
a. સરકારી છાત્રાલયમાં કેટેગરીના ધોરણ પ્રમાણે અનુસુચિત જાતિ,અનુસુચિત જન જાતિ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત
વર્ગના વિધાર્થીઓ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને સંખ્યાના ધોરણે
પ્રવેશ મળે છે.
મિત્રો, આશા રાખું છું કે
આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને
પ્રવેશને લગતી
તેમની સમસ્યાને નિવારી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ
સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત
લેવા બદલ ધન્યવાદ!
આ પણ વાંચો વર્ષ ૨૦૨૩ માં વિવિધ સંસ્થામાં એડમિશન ની માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો
આ પણ જુઓ: વર્ષ ૨૦૨૩ માં ITI માં એડમિશન મેળવવાના ફોર્મ ભરવા માટે અહિં
ક્લિક કરો
આ પણ વાંચો :આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે લેવાયેલ પરિક્ષાનું પરિણામ જોવા અને અન્ય સુચના માટે અહિં ક્લિક કરો
આવી જ વધુ માહિતી
મેળવવા માટે WhatsApp
ગ્રુપમાં જોડાવા માટે
અહીં ક્લિક કરો
0 Comments