(ESamajKalyan) esamajkalyan Portal Registration 2023 | ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા જાણો એક જ ક્લિક માં !

(ESamajKalyan) esamajkalyan Portal Registration 2023 | ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા જાણો એક જ ક્લિક માં !

 

E Samaj Kalyan Portal Registration 2023 ।ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

Short Briefing: e-Samaj Kalyan Portal Gujarat Online Registration | ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | e-Samajkalyan application status Check | e samaj kalyan user login | SJED Gujarat e-Samajkalyan | Registration NGO Login | ઈ સમાજ કલ્યાણ યોજના 2023 | ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ | SJED Application Status | Esamajkalyan Gujarat gov in

esamajkalyan
www.bkgujarat.com

 esamajkalyan portal ।  ઇ સમાજ કલ્યાણ પોર્ટલ 

      આજના ડિઝિટલ યુગ માં સમાજના જરૂરિયાતમંદ લોકોને વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ સરળતાથી મળી રહે તેમજ  ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની તમામ યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી મળી રહે તે માટે ઇ સમાજકલ્યાણ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે જેમાં સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના પેટા વિભાગો નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષા અને ગુજરાત સફાઇ કામદાર નિગમની તમામ યોજનાઓની અરજી ,ઇ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા કરી શકાય છે. અને યોજનાનો લાભ મેળવી શકાય છે. તેમજ તમે કરેલી અરજી ઉપર શુ કાર્યવાહી થયેલ છે તેની માહિતિ પણ આ પોર્ટલ દ્વારા મેળવી શકાય છે.  તો આ પોર્ટલ પર આપણુ રજીસ્ટ્ર્રેશન કઇ રીતે કરવુ તેમજ રજીસ્ટ્રેશન કર્યા બાદ યોજનાની અરજી કેવી રીતે કરવી તેને લગતી તમામ માહિતિ આપણે આ આર્ટિકલમાં માં મેળવીશુ. 

     ઇ સમાજ કલ્યાણ પોર્ટલના ફાયદા 

    ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર ગમે તે નાગરીક પોતાને લાગુ પડતી યોજનામાં અરજી કરી શકે છે આ પોર્ટલ એ સંપુર્ણ પેપરલેસ પોર્ટલ છે એટલે અહિં અરજી કર્યા બાદ કોઇ જગ્યાએ અરજી જમા કરાવવા જવુ પડતુ નથી તેમજ તેઓએ કરેલ અરજીનુ સ્ટેટસ પણ જાણી શકે છે જેના આધારે તેમની અરજી મંજુર કે ના મંજુર થઇ છે અથવા કોઇ ખામીને કારણે  પાછી તમારા લોગીન માં આવી છે તો તે ખામીને  સુધારીને પરત મોકલી શકે છે. આ પોર્ટલ પર સમાજ કલ્યાણ વિભાગની કુંવરબાઇનું મામેરુ, સાત ફેરા સમુહ લગ્ન યોજના, માનવ ગરીમા યોજના, આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ, સરકારી છાત્રાલયમાં પ્રવેશ જેવી વિભાગને લગતી તમામ યોજનાઓ તેમજ નિયામક સમાજ સુરક્ષાની, સંત સુરદાસ યોજના, ફ્રી બસ પાસ યોજના, પાલક માતા પિતા યોજના, જેવી અનેક યોજનાના ફોર્મ ઓનલાઇન ભરી શકાય છે. 

    હાઇલાઇટ પોઇન્ટ Esamaj kalyan porta

    આર્ટિકલનું નામ 

    ઇ સમાજ કલ્યાણ રજીસ્ટ્રેશન

    આર્ટિકલનો હેતું

    ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર નોધણી કેવી રીતે કરવી
    તેમજ યોજનાની અરજી કેવી રીતે કરવી તેની માહિતિ મેળવવી

    પોર્ટલ પર નવી નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવા માટે  

    અહીં ક્લિક કરો 

    સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે 

    અહીં ક્લિક કરો 

    અરજી કરવા અને યુઝર નોંધણી માં હેલ્પ માટે 

    અહીં ક્લિક કરો 

    અધિકૃત વેબસાઈટ પર જવા માટે 

    અહી ક્લિક કરો  

    તમારી અરજીનું સ્ટેટસ  જોવા માટે  અહિં ક્લિક કરો 

    યુઝર નોધણી કરાવવા માટે

      આપે ઇ સમાજ કલ્યાણ પર અગાઉ કોઇ અરજી કરેલ નથી અને હવે અરજી કરવા માંગો છો તો સૌ પ્રથમ આપે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર નોધણી (રજીસ્ટ્રેશન કરાવવુ પડે છે )કરાવવી પડે છે નોંધણી કરાવ્યા બાદ આપ યુઝર આઇડી પાસવર્ડ નાખીને લોગીન કરી શકો છો અને અરજી કરી શકો છો 

    રજીસ્ટ્રેશન કરાવવાના સ્ટેપ 

    esamajkalyan

    Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર નીચે મુજબ ના સ્ટેપ ને અનુસરીને રજીસ્ટ્રેશન કરી શકાશે.  

    • ત્યારબાદ ખુલેલા પેજ માં તમારી વિગત ભરીને સબમિટ કરો
    • * લાલ ફુંદડી વાળી માહિતિ ફરજીયાત ભરવાની હોય છે   
    • તમારા મોબાઇલ પર અને તમારા ઇમેલ પર તમારા user id નો એસ.એમ.એસ આવશે. અને સ્ક્રિન પર તમારુ રજીસ્ટ્રેશન સફળતા પુર્વક થઇ ગયુ છે તેવો મેસેજ આવશે. 
    • તમે તે યુઝર આઇડી અને પાસવર્ડ નો ઉપયોગ કરીને પોર્ટલ પર લોગીન કરીને જે તે યોજના ની અરજી કરી શકો છો
    • તમારા યુઝર માં કે પ્રોફાઇલમાં ફેરફાર કરવો હોય તો કોઇ પણ અરજી કર્યા પહેલા સુધારો કરી શકાશે 
    • અને અરજી કર્યા બાદ સુધારા વધારા કરવા હોય તો અરજીને વિડ્રો કરીને સુધારા વધારા કરી શકાશે અને સુધારા કર્યા બાદ ફરીથી નવી અરજી કરી શકાશે 
     

    તમારુ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થઇ ગયા પછી વિવિધ યોજનામાં અરજી માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની હોય છે

    ઇસમાજકલ્યાણ રજીસ્ટ્રેશન
    Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    સૌ પ્રથમ ઇસમાજકલ્યાણ પોર્ટલ પર લોગીન કરો  
    ઈ-સમાજકલ્યાણ પોર્ટલ પર Login કરવા માટે તમારું UserID અને Password તથા કેપ્ચા કોડ નાખીને લોગીન બટન પર ક્લિક કરો

    તમારી પ્રોફાઇલમાં સુધારા વધારા કરવા હોય તો લોગિન કર્યા View Profile મેનુમાં જઈને સુધારા વધારા કરી શકશો

    esamajkalyan portal પર યોજનામાં અરજી  કરવી 

    • પ્રથમ વખત લોગીન કરીને પ્રોફાઇલ અપડેટ કર્યા બાદ  બાદ તમારી જાતી મુજબ યોજનાઓની યાદી તમને હોમ પેજ પર દેખાશે. 


      Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    • જેમાંથી તમારે જે યોજનાની અરજી કરવાની હોય તે યોજના પર ક્લિક કરવુ
    • જેથી કરીને તે યોજનાની વિગતો , પાત્રતા અને શરતો ખુલી જશે
    • જેમાં ok કર્યા બાદ નીચેના પાંચ સ્ટેજમાંં અરજી કરવાની રહેશે.

    નિતી -નિયમો

      I Agree Rules & Regulation પર ટિક કરીને Save & Next  ક્લિક કરવુંં.

    વ્યક્તિગત માહિતી

    વ્યક્તિગત માહિતિમાં અરજદારનું નામ, સરનામું ઉંંમર, વગેરે માહિતિ નાખીને Save & Next બટન પર ક્લિક  કરવુંં.

    અન્ય વિગતો

    અન્ય વિગતો માંં અરજદારે પોતાની આવક અને બેન્ક અને ખાતાની વિગતો IFSC Code નાખવાનો રહેશે.  અને Save & Next બટન પર ક્લિક  કરવુંં.

    શૈક્ષણિક કારકિર્દી અંગેની માહિતી
    જેમાં અરજદારે પોતાની શૈક્ષણિક વિગતો માં અભ્યાસક્રમ ની વિગતો નાખવાની રહેશે. અને Save & Next બટન પર ક્લિક  કરવુંં.

    ડૉક્યુમેન્ટ અપલોડ
    જેમાં અરજદારે પોતાના અભ્યાસક્રમ, આધાર કાર્ડ, જાતિનો દાખલો, માર્કશીટ, બેન્કની પાસબૂક, રહેઠાણનો પુરાવો, તેમજ શાળા છોડ્યાનુંં પ્રમાણપત્ર, જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને Save & Next બટન પર ક્લિક કરવુંં.
    આ ડોક્યુમેન્ટ ની સાઇઝ 1 mb થી વધવી ના જોઇએ

    બાહેંધરી

    જેમાં યોજનાની અરજી બાબતે નિયમો અને શરતો વાંચીને (1) નંબર પર ક્લિક કરો તથા ત્યારબાદ Save Application બટન(2) પર ક્લિક કરો.

    અને આપની અરજી સફળતા પુર્વક સબમિટ થઇ ગઇ છે તેનો અરજી ક્રમાંક આપને સ્ક્રિન પર દેખાશે. અને અરજીને પ્રિન્ટ કરવાનો વિકલ્પ પણ દેખાશે.

     જો તમે અરજીની માહિતી પ્રિન્‍ટ કરવા ઈચ્છતા હોય તો “અરજી પ્રિન્‍ટ કરો” બટન પર ક્લિક કરીને પ્રિન્ટ કરી શકશો.

     તમારી અરજીની વિગતો જોવા માટે જે તે અરજીની લાઈનમામાં View Application પર ક્લિક કરો.

    અરજી પ્રિન્‍ટ કરવા માટે અરજી પ્રિન્‍ટ પર ક્લિક કરો.

    એકવાર અરજી સબમિટ થયા બાદ તેમાં સુધારા વધારા 

    તમે કરેલી અરજીમાં કોઇ વિગતો માં ભુલ હશે અથવા કોઇ ડોક્યુમેન્ટ ખુટતા હશે તો તે તમારી જિલ્લાની કચેરીમાંથી તમારા લોગીનમાં પરત આવી હશે તો તેમાં સુધારા બટન પર ક્લિક કરો. જિલ્લાની કચેરી દ્વારા જે સુધારા વધારા સુચવેલ હોય તે પ્રમાણે કરીને અરજી ફરીથી સબમીટ કરો.

    (Your Application Status)  આપની અરજીની સ્થિતિ તપાસવા માટે 


    e-samaj kalyan portal આપની અરજી પર શુ કાર્યવાહી થયેલ છે તેની સ્થિતિ (Your Application Status) જાણવા માટે અહીં Click કરો.

    જે યોજનાની અરજી સ્થિતિ જાણવી હોય તે યોજનાનો અરજી નંબર જન્મ તારીખ નાખીને view Status બટન પર ક્લિક કરો

    View Status બટન પર ક્લિક કરવાથી તમારી અરજીની જે સ્થિતિ હશે તે જોવા મળશે સ્થિતી સ્ક્રિન પર દેખાશે.
     

    ઇ સમાજ કલ્યાણ હેલ્પ 

    • ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટેના  વિડિયો જોવા માટે અહિં ક્લિક કરો 
    • ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર યોજનાના ફોર્મ ભરવાના વિડિયો જોવા માટે અહિં ક્લિક કરો
    • ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા અંગેની PDF ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો 

                                      વારંવાર પુછાતા પ્રશ્નો 


    1. ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા શુ છે ?

    જવાબ: ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે ત્યારબાદ જે તે યોજના ઉપર ક્લિક કરીને અરજી કરી શકાય છે

    2. ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વ્યક્તિગત માહિતિમાં સુધારા વધારા કેવી રીતે કરી શકાય છે ?

    જવાબ: ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વ્યક્તિગત માહિતિ માં સુધારા વધારા કરવા માટે View Profile પર ક્લિક કરીને સુધારા વધારા કરી શકાય છે. પણ તેના માટે કોઇ અરજી કર્યા પહેલા સુધારા કરવા જરૂરી છે અથવા કરેલ અરજીને વિડ્રો કરીને વ્યક્તિગત માહિતિમાં સુધારા વધારા કરી શકાય છે.

    2. ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર કરેલ અરજીનું સ્ટેટસ કે હાલની સ્થિતિ જોવામાટે શુ કરવુંં?

    જવાબ: esamajkalyan portal પર પોતાની અરજી નુ સ્ટેટસ તપાસવા માટે https://esamajkalyan.gujarat.gov.in/ViewApplicationStatus.aspx આ લિંક પર ક્લિક કરીને પોતાની અરજીની વિગતો નાખીને અરજીનું સ્ટેટસ તપાસી શકાશે.

    આભાર ! 

    મિત્રો આશા રાખુ છું કે આ માહિતિ આપને ઉપયોગી નિવડી હશે જો આપને ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને તેમને મદદ મળી શકે વેબસાઇટની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર! વેબસાઇટ કે લેખ બાબતે કઇ સુચનો હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો  
     

    આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો      
     


    Post a Comment

    0 Comments

    Close Menu