Gsrtc student pass Online । વિધાર્થી બસ પાસ માટે ઓનલાઇન સુવિધા
GSRTC ઓનલાઇન વિધાર્થી પાસ 2024
ગુજરાત સરકાર અને એસટી વિભાગ દ્વારા વિકલાંગ ને ફ્રી બસ પાસ તેમજ વિધાર્થીઓને અને ડેઇલી મુસાફરી કરતા પેસેન્જરને બસ પાસની સુવિધા પુરી પાડવામાં આવે છે. તેમજ કન્યા કેળવણી અંતર્ગત અભ્યાસ કરતી વિધાર્થીનીઓને મફત બસ પાસ સુવિધા પુરી પાડવામાં આવે છે અત્યાર સુધી વિધાર્થીઓ અને મુસાફરો એ લાઇન માં ઉભા રહીને પાસ કઢાવવા પડતા હતા પણ હવે રાજ્ય સરકાર દ્વારા ઇ-પાસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે વર્ષોથી વિદ્યાર્થીઓને પાસ કઢાવવા બસ સ્ટેશનના ધક્કા ખાવા પડતાં હતા તેમાંથી રાહત મળશે. અને ઘરબેઠા તેઓ એસટીના ઇ પાસ કઢાવી શકશે.
short briefing: pass.gsrct | gsrct online pass | student buss pass | student buss pass aplication online | GSRTC student Pass Online | GSRTC passenger pass Online ।GSRTC student pass Form Online । s.t. bus pass form online ।વિકલાંગ બસ પાસ
online bus pass |
GSRTC ઓનલાઇન વિધાર્થી પાસ 2024
હાલમાં વેકેશન પુર્ણ થતાં શાળા કોલેજ શૈક્ષણિક વર્ષ નો પ્રારંભ થઇ ચુક્યુ છે તમામ શાળા-કોલેજો ખુલી ગઇ છે. ગ્રામીણ વિસ્તારોમાંથી હજારો વિધાર્થીઓ અપડાઉન કરીને હવે દરરોજ સ્કૂલે આવી રહ્યાં છે. ત્યારે આ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા એક અગત્ય નો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જેમાં રેગ્યુલર મુસાફરી માટે તેમજ અભ્યાસ માટે જે પાસ ઓફલાઇન કાઢવામાં આવતાં હતા તેની સંપૂર્ણ પ્રક્રિયા હવે ઓનલાઇન કરવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થી અને રોજીંદા મુસાફરો હવે ઘરબેઠા બસનો ઇ-પાસ કાઢી શકે છે. એટલે કે બસ સ્ટેશનમાં પાસ કઢાવવા માટે વિદ્યાર્થીએ લાઇનમાં ઉભા નહીં રહેવું પડે તે પોતાના કોમ્પ્યુટરમાંથી જ ઇ પાસ કાઢી શકશે.
અત્યાર સુધી રાજ્યમાં વિદ્યાર્થીઓએ કાઉન્ટર પરથી અરજી પત્રક મેળવી તેમાં જરુરી વિગતો ભર્યા બાદ જે તે શૈક્ષણિક સંસ્થાના સહી-સિક્કા કરાવ્યા બાદ બસ ડેપોમાં કાઉન્ટર પર એપ્લિકેશન ફોર્મ આપી રોકડ ચુકવણું કર્યા બાદ આઈ કાર્ડ/પાસ મેળવવામાં આવતુ હતુ પરંતુ હવે નવી સુવિધા આવતાં આ પ્રક્રિયામાં રાહત મળશે
ઓનલાઇન પાસ સુવિધા અંગેના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ | GSRTC ONLINE PASS |
GSRTC student Pass Online વિધાર્થી પાસ કઢાવવા માટે | અહિં ક્લિક કરો |
GSRTC passenger pass Online મુસાફરી પાસ કઢાવવા માટે | અહિં ક્લિક કરો |
બસ પાસ માટે કરેલ અરજીનું સ્ટેટસ જોવા માટે | અહીં ક્લિક કરો |
અમારી સાથે વ્હોટસપના માધ્યમથી જોડાવા માટે |
મુખ્ય વેબસાઇટ પર જવા માટે |
GSRTC student pass Form Online
વિધાર્થી માટે ઓનલાઇન બસ પાસ કઢાવવાની પ્રક્રિયા
- સૌ પ્રથમ https://pass.gsrtc.in/ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ Student Pass System પર ક્લિક કરવાનું રહેશે
- જેમાં ધોરણ ૧ થી ૧૨ પાસ સિસ્ટમ ખુલશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં New Pass Request પર ક્લિક કરવાનું રહેશે
- જેમાં સૌ પ્રથમCTS ( સીટીએસ) નંબર નાખવાનો રહેશે
- જેના કારણે મોટા ભાગની વિગતો ઓટોમેટિક આવી જશે
- ત્યારબાદ બાકીની વિગતો ભરીને ઉતરવાનું તથા ચડવાનુ સ્થળ પસંદ કરો
- ત્યારબાદ પેમેન્ટ મોડ ઓનલાઇન અથવા કેસ રાખીને ફોર્મ સબમિટ કરો
આ પણ વાંચો: દિવ્યાંગ વ્યક્તિને મળશે મફત બસ પાસ સુવિધા
- CTS નંબર શોધવા માટે અહિં ક્લિક કરો
- તમારો સીટીએસ નંબર જાણવા માટે આપનો CTS નંબર જાણો વિકલ્પ પર ક્લિક કરો
- Know your student ID પર ક્લિક કરો
- ત્યારબાદ ખુલેલા પેજમાંં તમારો આધાર કાર્ડ નંબર નાખીને સર્ચ કરો
- તેમા તમારી શાળાની વિગત્તો મળી જશે
- જેમાંથી CHILD UID નંબરજ તમારો CTS નંબર છે
GSRTC student pass renew
- સૌ પ્રથમ https://pass.gsrtc.in/ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ Student Pass System અથવા પેપર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ ખુલેલા પેજમાં Pass Renewal Request માં આઇડી કાર્ડ નંબર અને જન્મ તારીખ નાખીને સર્ચના બટન પર ક્લિક કરવાનું રહેશે
- તેમાં તમામ વિગતો ભરીને સબમિટ કરવાનું રહેશે
- તમે કરેલ અરજીનું સ્ટેટસ જાણવા માટે અહિં ક્લિક કરો
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને પાસને લગતી તેમની સમસ્યાને નિવારી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચો: દિવ્યાંગ વ્યક્તિને મળશે મફત બસ પાસ સુવિધા
1 Comments
college student mate su karvanu
ReplyDelete