GPSC સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પીપા પ્રાવેશિક પરિક્ષા કોચિંગ યોજના
ગુજરાત
સરકાર અને આદિજાતિ કલ્યાણ વિભાગ દ્વારા આદિજાતિના બાળકો માટે અનેક શિક્ષણ લક્ષી
યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે જેમાં ટેલેન્ટ પુલ,વન બંધુ કલ્યાણ યોજના જેવી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ
છે. આદિજાતિના યુવાનોનું ઘડતર થાય અને તેઓ ઉજ્જવળ કારકિર્દી બનાવે અને તેમાં સહાયરૂપ
થવા માટે સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષા કોચિંગ સહાય યોજના અમલમાં મુકેલ છે આજે
આ આર્ટિકલમાં આ યોજના વીશે વધુ માહિતિ મેળવીશું
જી.પી.એસ.સી વર્ગ ૧/૨ સ્પર્ધાત્મક પરિક્ષા કોચિંગ સહાય યોજના
GPSC વર્ગ ૧/૨ ની
તૈયારી માટે આદિજાતિ વિભાગ દ્વારા કોચિંગ સહાય યોજના અમલમાં મુકેલ છે. જેમાં સરકાર
દ્વારા નક્કી કરવામાં આવેલ એજન્સી દ્વારા કાર્યરત કોચિંગ સેન્ટરમાં કોચિંગ મેળવતા વિધાર્થીઓ
માટે કોચિંગ સહાય તરીકે (ડાયરેક્ટ બેનીફીશિયરી ટ્રાન્સફર) ડી.બી.ટી. યોજના મારફત
વિદ્યાર્થી દીઠ એક વખત રૂ.૨૦,૦૦૦/- અથવા કોચિંગ
ફી પૈકી જે ઓછુ હોય તેટલો સીધો લાભ મેળવી આપવામાં આવશે
આ કોચિંગ યોજના હેઠળ આદિજાતિના
જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારમાં કોચિંગ સેન્ટર શરૂ કરી વિષયના નિષ્ણાંત અને અનુભવી
શિક્ષકો દ્વારા કોચીંગ, ઓડીયો/વિઝ્યુયલ
સીસ્ટમ દ્વારા વિવિધ વિષયની વિસ્તારપૂર્વક સમજ, કોચિંગ. સાહિત્ય , રેગ્યુલર માસિક પરીક્ષા તેમજ મોક ટેસ્ટનું આયોજન દ્વારા
કોચિંગ પૂરું પાડવામાં આવશે.
Highlight Point
યોજના નું નામ |
GPSC કોચિંગ સહાય યોજના |
યોજનાનો હેતુ |
આદિજાતી યુવાનોને GPSC કોચિંગ સહાય યોજના માટે આર્થિક સહાય
પુરી પાડવી . |
લાભાર્થી |
અનુસુચિત જન જાતિ યુવાનો |
કોચિંગ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે
|
|
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતિ મેળવવા માટે |
|
અમારી સાથે વ્હોટસેપના માધ્યમથી જોડાવા માટે |
|
Official વેબસાઇટ |
|
કોચિંગ સહાય યોજનાની વધુ માહિતિ માટે |
અરજી કરવાની છેલ્લી તારીખ
૧૭/૦૮/૨૦૨૩
અરજી કરવાની છેલ્લી તારીખ
૧૭/૦૮/૨૦૨૩
કોચિંગનો સમયગાળો:
- કોચિંગનો સમયગાળો ઓછામાં ઓછો ચાર થી છ માસનો હશે
- તથા અઠવાડિયામાં પાચ (૫) દિવસ પ્રતિદિન બે થી ત્રણ ક્લાક હશે
- કોચિંગ દરમિયાન વિદ્યાર્થીએ ૮૦% બાયોમેટ્રીક હાજરી રજુ કરવાની રહેશે,
- પરતું કુદરતી આપત્તિ કે મહામારી જેવી અસાધારણ પરિસ્થિતીઓમાં શિક્ષણ વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ ઓનલાઈન શિક્ષણ માન્ય ગણવામાં આવશે
વિદ્યાર્થી પસંદગી અંગેના માપદંડ
1. લાયકાતના ધોરણો:
- આદિજાતિના વિદ્યાર્થી જે-તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિયત થયેલ ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- આદિજાતિ વિદ્યાર્થી જે જિલ્લામાં કોચિંગ મેળવવા માંગતો હશે તે જિલ્લાના લક્ષ્યાંક અન્વયે સ્નાતક કક્ષાના મેરીટના ધોરણે વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવશે.
- અરજદારશ્રીએ જી.પી.એસ.સી વર્ગ-૧, વર્ગ-૨ ની સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પીપા પ્રાવેશિક પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરેલ હોવી જોઇએ.
- આદિજાતિ અરજદાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે તો ડી-સેગ કચેરીના આયોજન અંતર્ગત ઉપલબ્ધ ગ્રાન્ટની મર્યાદાના આધારે અનુસુચિત આદિજાતિ વિસ્તાર અને છુટાછવાયા વિસ્તાર માટે વિદ્યાર્થીના લક્ષ્યાંક પ્રવર્તમાન વસ્તી ગણતરીના આધારે ફાળવવામાં આવશે. જે પૈકી સ્નાતકની ટકાવારી અથવા જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની નિયત લાયકાતના મેરીટના ધોરણે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.
2. આવક મર્યાદા:
વિદ્યાર્થીના
કુટુંબની વાર્ષિક આવક રૂ.૫.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈશે.
સહાય મેળવવા માટેના ધોરણો:
- વિદ્યાર્થીએ ડી-સેગ દ્વારા નક્કી થયેલ એજન્સીમાં કોચિંગ માટે મેળવેલ પ્રવેશના આધારો રજૂ કરવાના રહેશે.જે નીચે મુજબ રહેશે.
- વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ.
- વિદ્યાર્થીની ૮૦% બાયોમેટ્રીકસ હાજરીનું પ્રમાણપત્ર.
- વિદ્યાર્થીએ આદિજાતિ હોવાનું જાતિનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
અરજદારએ ઓનલાઈન અરજી માટે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ
• વિદ્યાર્થીનો
ફોટો અપલોડ કરો
• આધારકાર્ડની PDF અપલોડ કરો
• દિવ્યાંગના
પ્રમાણપત્રની PDF અપલોડ કરો
બેંક પાસબુકની PDF અપલોડ કરો
• સ્નાતક/અનુસ્નાતક માર્કશીટની PDF અપલોડ કરો
• આવકના
દાખલાની PDF અપલોડ કરો
જાતિના
પ્રમાણપત્રની PDF અપલોડ કરો
કોચિંગ યોજનાનો લાભ લેવા ઓનલાઇન અરજી કરવાની રીત
- સૌ પ્રથમ https://dsagsahay.gujarat.gov.in/ ઉપર ક્લિક કરો
- ત્યારબાદ લાભાર્થી રજીસ્ટ્રેશન પર ક્લિક કરો
- જીપીએસસી કોચિંગ તાલિમ વર્ગનું ફોર્મ યોજના સીલેક્ટ કરો
- અરજી પત્રકમાં દર્શાવ્યા મુજબની સંપૂર્ણ વિગત ઓનલાઈન ભરવાની રહેશે અને ઓનલાઈન પોર્ટલ ઉપર તમામ સાધનિક કાગળો / પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
- અરજી “સબમિટ" કરવાથી અરજદારના મોબાઈલ ઉપર એસ.એમ.એસ (SMS) દ્વારા રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે
- ૧૪ આદિજાતિ જિલ્લાઓના પ્રાયોજના કચેરી દ્વારા તથા આદિજાતિ જીલ્લાઓ સિવાયના જિલ્લાઓની અરજીઓ વડી કચેરી દ્વારા મંજુર / નામંજુર કરવામાં આવશે.
- અરજી કરવા અંગે મદદમાટે અહિં ક્લિક કરો
0 Comments