1962 karuna animal help line gujarat | કરુણા એનિમલ હેલ્પલાઇન નંબર 1962 । મફત પશુ સારવાર

1962 karuna animal help line gujarat | કરુણા એનિમલ હેલ્પલાઇન નંબર 1962 । મફત પશુ સારવાર

 

1962 karuna animal help line gujarat  | 1962 ડાયલ કરવાથી 365 દિવસ ઘરે બેઠા વિના મુલ્યે પશુ સારવાર ઉપલબ્ધ મળશે

Short brefing : karuna animal 1962  nishulk pashu sarvar yojana  | pashupalan | કરૂણા એનિમલ ૧૯૬૨ । ફરતુ પશુ દવાખાનું  । પશુ સારવાર કેન્દ્ર 

    1962
    1962

     

    નિશુલ્ક પશુ સારવાર યોજના

    ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીની સાથે સાથે આજે ડેરીના વિકાસના કારણે પશુપાલન પણ અગત્યનો વ્યવસાય વિકાસ પામેલ છે અને પશુપાલન વ્યવસાય ના કારણે આજે ગામડાનો ખેડુ પશુપાલક આર્થિક દ્ષ્ટ્રિએ પગભર થયેલો છે. અને પશુ સંપતિ એ પશુપાલકોના વિકાસ માટે અગત્યનું માધ્યમ છે. ગુજરાત સરકાર દ્વારા પશુપાલનને લગતી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકેલ છે. અને આ જ પશુ તંદુરસ્ત રહે તેમને માંદગી વખતે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સરકારે પશુ દવાખાના, કરુણા એનિમલ યોજના વગેરે યોજનાઓ અમલમાં મુકેલ છે આજે આપણે આ યોજના વિશે વિગતવાર માહિતિ મેળવીશું

    નાયબ નિયામક પશુપાલન દ્વારા કાર્યરત યોજના

    રાજ્યમાં પશુપાલન વિભાગ દ્વારા  તમામ જિલ્લાઓમાં નાયબ પશુપાલન નિયામક, મદદનીશ પશુપાલન નિયામકની કચેરીઓ કાર્યરત છે જેઓના નિયંત્રણ હેઠળ પશુ દવાખાના, શાખા પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના, ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દો કાર્યરત છે. આ સંસ્થાઓ પૈકી પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના, ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના ખાતે પશુચિકિત્સા અધિકારી મારફતે પશુચિકિત્સા અને પશુ આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે જ્યારે પ્રાથમિક પશુ સારવાર કેન્દો દ્વારા પશુધન નિરિક્ષક મારફતે IVC Act 1984 ની ૩૦ (બી) મુજબ તા. ૨૯-૧૧-૨૦૧૨ ના નોટીફીકેશન પ્રમાણે પ્રાથમિક પશુ સારવાર તથા રસીકરણની કામગીરી કરવામાં આવે છે. જિલ્લા પંચાયત દ્વારા પશુપાલન ખાતાની વ્યક્તિ લક્ષી યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે

    Highlight Point of karuna helpline number 1962

    યોજનાનું નામ

     ફરતુ પશુ દવાખાનું ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર

    આર્ટિકલનો હેતુ

    મફત પશુ સારવાર યોજનાની માહિતિ પુરી પાડવી

     પશુ સારવારનો હેલ્પલાઇન નંબર

    1962

    પશુપાલન અંગેની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે

    અહિં ક્લિક કરો

    ઓફિશિયલિ વેબસાઇટ

    https://doah.gujarat.gov.in/

    નિયમિત માહિતિ મેળવવા વ્હોટસેપ ગ્રુપમાં જોડાવા માટે

    અહિં ક્લિક કરો

     

     

    દશ ગામ દિઠ એક મોબાઇલ પશુ દવાખાનું

    નિયામક શ્રી પશુપાલન દ્વારા દશ ગામ દિઠ એક મોબાઇલ પશુ દવાખાનુ શરૂ કરવામાં આવેલ છે જેના માધ્યમથી પશુચિકિત્સ્ક દ્વારા પશુને મફત  સારવાર પુરી પાડવામાં આવે છે.

    "કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨”


    રાજ્યના દરેક જિલ્લામાં આરોગ્ય વિભાગની "૧૦૮” ની સેવાની જેમ GVK-EMRI દ્વારા  રોડ પર કે અન્ય જગ્યાએ અકસ્માતથી ઇજા પામેલ પશુ પક્ષીઓની સારવાર, ઇમરજંસી સારવાર તથા અનાથ અને નિ:સહાય પશુ પક્ષીઓ માટે પશુ ચિકિત્સા સેવાઓ આ એમ્બ્યુલંસ થકી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. "૧૯૬૨” ટોલ ફ્રી નંબર પર ફોન કરવાથી એમ્બ્યુલંસ સ્થળ પર આવી, પશુ ચિકિત્સા અધિકારી દ્વારા વિના મુલ્યે પશુ સારવાર આપવામાં આવે છે.પશુને વિના મુલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે.

    મિત્રો આશા રાખુ છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો આપના મિત્રોને શેર કરવા વિનંતી જેથી કરીને પશુપાલનમાં મદદરૂપ થઇ શકે. જો આપ પશુપાલન કરતા હો અને પશુ સારવાર ની જરૂર પડે તો તમે ૧૯૬૨ પર કોલ કરીને પશુ સારવાર કરાવી શકો છો www.bkgujarat.com  વેબસાઇટની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર

     

    Post a Comment

    0 Comments

    Close Menu