MYSY 2024 -25 | Mukhyamantri Yuva Swavalamban Yojana | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024-25 | ગુજરાતના તેજસ્વી વિધાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સહાય પુરી પાડતી યોજના

MYSY 2024 -25 | Mukhyamantri Yuva Swavalamban Yojana | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024-25 | ગુજરાતના તેજસ્વી વિધાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સહાય પુરી પાડતી યોજના

 Mukhyamantri Yuva Swavalamban Yojana  2024-25 |  MYSY | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024-25

https://www.bkgujarat.com/2023/07/mysy.html
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 

MYSY - મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024-25 |  mukhyamantri yuva swavalamban yojana information in gujarati

રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પુરી પાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. યુવાનો પોતાના મન પસંદ ક્ષેત્રમાં કારકિર્દી બનાવે અને તેમાં આર્થિક રીતે અડચણ ના આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા મફત શિક્ષણ, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, શૈક્ષણિક લોન યોજના વિધાર્થીઓ માટે સહાય યોજના, મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના અથવા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વગેરે યોજનાઓ અમલમાં મૂક્વામાં આવેલ છે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા આપણે આવીજ એક યોજના “ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના” વીશે માહિતિ મેળવીશું.
    Short Concise :  Mysy Renewal | Mukhyamantri Yuva Swavalamban Yojana Information in Gujarati | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના pdf | Mysy Documents List Pdf | MYSY scholarship
    Mysy status,Mysy login,MYSY scholarship last date 2024,MYSY scholarship amount,MYSY scholarship eligibility criteria,mysy 2024-25,mysy scholarship 2024-25

    MYSY - મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો પરિચય |  mukhyamantri yuva swavalamban yojana information in gujarati

    શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ધોરણ ૧૦,૧૨, અથવા ડિપ્લોમા કક્ષામાં ઉચ્ચ મેરિટ થી પાસ થાય છે અને ગુજરાતના સ્નાતક, ડિપ્લોમા, ડિગ્રી કે અન્ય માન્ય થયેલા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવશે તો Mukhyamantri Yuva Swavlamban Yojana હેઠળ ઓનલાઈન અરજી કરી શકશે. અને સહાય નો લાભ મેળવી શકશે. ઓનલાઇન અરજી કરવા માાટેની છેલ્લી તારીખ 31/12/2024 છે

     
    Mukhyamantri Yuva Swavalamban Yojana 2023
    Image Source: MYSY Scholarship Official Websit(mysy scholarship)

    MYSY - મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવાની પાત્રતા | 
    mysy scholarship eligibility criteria

    આ મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોય તેમને આ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે.

    •  ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવેલા હોવા જોઈએ. અને વિદ્યાર્થીઓએ સ્નાતક અભ્યાસક્રમો માં એડમિશન લીધેલ હોવુ જોઇએ

    • ધોરણ-10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્‍ટાઈલ મેળવેલ હોવા જોઈએ. ડિપ્લોમા અભ્યાસક્રમ માટે એડમિશન લીધેલ હોવુ જોઇએ

    • ડિપ્લોમાના અભ્યાસક્રમ ની પરીક્ષામાં 65 ટકા કે તેથી વધુ ટકાવારી હોવી જોઈએ.અને સ્નાતક કક્ષાના ડિપ્લોમામાં પ્રવેશ લીધેલ હોવો જોઇએ

    • 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

     નોંધ:-  આ યોજના માત્ર સ્નાતક અભ્યાસક્રમો માટે જ છેઅનુસ્નાતક અભ્યાસક્રમ માટે નથી.

    Information Source: MYSY Scholarship Official Websit(mysy scholarship)

    Highlight Point OF  MYSY  -  Mukhyamantri Yuva Swavalamban Yojana 2024 

    શિષ્યવૃત્તિ યોજનાનું નામ

    મુખ્યમંત્રી યુવા
    સ્વાવલંબન યોજના

    વિભાગ

    શિક્ષણ વિભાગ
     ગુજરાત રાજ્ય

    લાભાર્થી

    ગુજરાતના તેજસ્વી
    વિદ્યાર્થીઓને
    (નિયત પાત્રતા ધરાવતા)

    આવક મર્યાદા

    6 લાખ સુધી કુટુંબની
    આવક મર્યાદા

    ઓફિશિયલી વેબસાઇટ

    https://mysy.guj.nic.in/

    mysy scholarship 2024-25 last date

    અરજી કરવાની છેલ્લી તારીખ 

    31/12/2024 

     અરજી કરવા માટેની અગત્યની માહિતિ જોવા માટે

    અહીં ક્લિક કરો

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન બાબતે અગત્યની સુચના જોવા માટે

     અહીં ક્લિક કરો 

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના pdf 

    અહીં ક્લિક કરો

    અમારી સાથે વ્હોટસપ ગ્રુપમાં જોડાવા માટે

    અહિં ક્લિક કરો

    MYSY -મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024 હેઠળ મળવાપાત્ર સહાય

    Mukhyamantri Yuva Swavalamban Yojana Government Of Gujarat દ્વારા અલગ-અલગ પ્રકારની સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા મળવાપાત્ર થતી સહાય નીચે મુજબ છે.

    MYSY 2024 -ટ્યુશન ફી સહાય

    1.મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના  હેઠળ ટ્યુશન ફીની 50% ટકા રકમ અથવા મહત્તમ મર્યાદામાં, તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર થશે.

    અભ્યાસક્રમ / કોર્સ

    મહત્તમ મર્યાદા

    મેડીકલ અને ડેન્‍ટલ

    રૂ. 2 લાખ

    ઈજનેરી/ટેકનોલોજી, ફાર્મસી, આર્કિકચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ,
    હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટેરનરી,

    રૂ. 50,000 હજાર

    ડિપ્લોમા

    રૂ. 25,000

    B.A, B.Com, B.Sc, B.B.A, B.C.A

    રૂ. 10,000

    MYSY 2024-રહેવા-જમવા માટેની સહાય

     Mukhyamantri yuva swavalamban yojana હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને રહેવા-જમવા માટે સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
    • પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સહાય મળશે.
    • સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી નહિં શકનાર વિદ્યાર્થીઓને આ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
    • 10 મહિના માટે રૂ. 1200 પ્રતિ માસની ઉચ્ચ રકમ અભ્યાસક્રમની નિયત અવધિ માટે આ સહાય આપવામાં આવશે.
    • વાર્ષિક કુલ રૂ. 12,000/- મળવાપાત્ર થશે.
    • પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સહાય મળશે.
    • સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી નહિં શકનાર વિદ્યાર્થીઓને આ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
    • 10 મહિના માટે રૂ. 1200 પ્રતિ માસની ઉચ્ચ રકમ અભ્યાસક્રમની નિયત અવધિ માટે આ સહાય આપવામાં આવશે.
    • વાર્ષિક કુલ રૂ. 12,000/- મળવાપાત્ર થશે.

    MYSY 2024 -સાધન-પુસ્તક સહાય

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મુજબ તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ Shishyavruti માં સાધન સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.સરકારી અને સ્વ નિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.અભ્યાસક્રમની સમાપ્તિ દરમિયાન સાધન-પુસ્તક સહાય માત્ર એક જ વખત આપવામાં આવશે.
                                              
    અભ્યાસક્રમ /
    કોર્સ

    મહત્તમ મર્યાદા

    મેડીકલ અને ડેન્‍ટલ

    રૂ. 10,000સુધી) (દસ હજાર)

    ઈજનેરી/ટેકનોલોજી, ફાર્મસી,
    આર્કિકચર, એગ્રીકલ્ચર,
    આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ,
    ફીઝીયોથેરાપી,પેરા-મેડીકલ, વેટેરનરી,

    રૂ. 5000 હજાર (પાંચ હજાર સુધી)

    ડિપ્લોમા

    રૂ. 3000 (ત્રણ હજાર)


    MYSY અગત્યની લિંક

    ઓનલાઇન અરજી કરવા બાબતે અગત્યની લિંક નીચે મુજબ છે

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની ફ્રેશ (નવી અરજી) કરવા માટે 

    અહીં ક્લિક કરો 

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની અરજી રિન્યુઅલ  કરવા માટે 

    અહીં ક્લિક કરો 

    શરતચુકથી રહી ગયેલા વિધાર્થીઓ માટે અરજી કરવા માટે 

    અહીં ક્લિક કરો 

    તમે કરેલ અરજીનું સ્ટેટસ તપાસવા 

    અહીં ક્લિક કરો 

    MYSY -મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવાની રીત

    MYSY 2023
    Image Source: MYSY Scholarship Official Websit(mysy scholarship)

    mysy registration
    MYSY સ્કોલરશીપ મેળવવા માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થિઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે MYSY Official Website પરથી Online Form ભરવાનું રહેશે. ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.
    1. MYSY શિષ્યવૃત્તિની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. https://mysy.guj.nic.in

    2. હોમપેજ પર, 2024 માટે login/register પર ક્લિક કરો.

    3. Fresh Application પર ક્લિક કરો.

    4. જો તમે પહેલાથી જ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરેલું છે, તો તમારા આઈડી પાસવર્ડ સાથે લૉગ ઇન કરો. જો રજિસ્ટ્રેશન નથી કરેલું, તો પહેલા રજિસ્ટ્રેશન કરો.

    5. બોર્ડ, યુનિવર્સિટી, પ્રવાહ, પાસ થવાનું વર્ષ, પ્રવેશ વર્ષ, રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી તમામ જરૂરી વિગતો દાખલ કરો.

    6. get password પર ક્લિક કરો.

    7. તે પછી, રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે.

    8. રજિસ્ટ્રેશન ફોર્મમાં તમામ જરૂરી વિગતો દાખલ કરો અને તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરો.

    9. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો.
    Image Source: MYSY Scholarship Official Website https://mysy.guj.nic.in/)

    MYSY 2024 - ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

    • રાજ્ય સરકારની આ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે નિયત ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. આ શિષ્યવૃત્તિ માટે નવા અરજી કરતા હોય એમના માટે અલગ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જે નીચે મુજબના છે.

    • આધારકાર્ડની સ્વ-પ્રમાણિત કરેલી નકલ

    • ધોરણ-10 અને ધોરણ-12 પાસ કર્યાની માર્કશીટની નકલ

    • Degree / Diploma અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાના એડમિશન લેટરની સ્વ-પ્રમાણિત કરેલી નકલ

    • ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વ-પ્રમાણિત નકલ

    • સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)

    • વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું) સ્વ-પ્રમાણિત નકલ

    • સંસ્થાના આર્ચાર્યશ્રીનું, સંસ્થાના લેટરહેડ પર પ્રમાણપત્ર (અસલમાં)
    • હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ

    • બેંકમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ

    • ઈન્‍કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)

    • Income Tax Return Form જેવા કે ITR-1 (SAHAJ)/ ITR-2 / ITR3/ ITR-4 (SUGAM)
    આ પણ વાંચો:
    Digital Gujarat portal પર શિષ્યવૃતિ માટે અરજી કરો એક ક્લિક માં 

    MYSY - મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની શિષ્યવૃતિને બીજા વર્ષે રિન્યુ કરવા બાબત | mysy renewal 2024-25

    Mukhyamantri Yuva Swavlamban Yojanaનો અગાઉ જે વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો હોય અને ચાલુ નાણાંકીય વર્ષમાં લાભ લેવાનો હોય એમને રિન્‍યુ કરવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ. જે નીચે મુજબ છે.

    જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે.

    · શિષ્યવૃતિ મેળવતા વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થા નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી 75 % હાજરી હોવી જોઈએ.

     સંસ્થામાંથી હાજરી અંગેનું પ્રમાણપત્ર MSMY ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રીન્‍યુઅલ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ Online અરજી MYSY યોજના વેબપોર્ટલમાં જઈને Login / Register માં જઈને Renewal Application માં લોગીન કરીને કરી શકાશે.

    MYSY - મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના બાબતે Faq  વારંવાર પુછાતા પ્રશ્નો


    1. મુખ્યમંત્રી યુવા સ્કોલરશીપ માટે અરજી કેવી રીતે કરવાની રવાની હોય છે ?

    · MYSY યોજનાની અરજી ઓનલાઈન MYSY Website પર ઓનલાઈન કરવાની રહેશે. વિદ્યાર્થીઓ આ પોર્ટલ પર જઈને Login/Register પર જઈને જરૂરી વિગતો ભરીને, પોતાના અસલ દસ્તાવેજો સાથે હેલ્પ સેન્‍ટર ખાતે વેરીફિકેશન કરાવવાનું રહેશે.

    ૨· MYSY Yojana ની અરજી કોલેજના ક્યા વર્ષમાં કરી શકાય?

    આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં ઓનલાઈન અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓ શરતચુકથી ઓનલાઈન અરજી કરવાનું ચૂકી ગયા હોય તો તેઓ કોલેજના કોઈપણ વર્ષમાં અરજી કરી શકે છે. આવા વિદ્યાર્થીઓને Login/Register માં જઈને “Delayed Application” માં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

    3. સ્કોલરશીપ માટેના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને MYSY યોજનાની શિષ્યવૃત્તિ મેળવવા માટે અરજી કરવાની હોય છે?

     હા, કોલેજનાં અભ્યાસક્રમનાં દરેક વર્ષમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માહિતી વાંચીને અરજી કરવાની રહેશે .

    4. MYSY scholarship મેળવવા માટે વિદ્યાર્થીના કેટલા પર્સેન્‍ટાઈલ(ટકા) હોવા જરૂરી છે?

     Mukhyamantri Swavalamban Yojana નો મેળવવા માટે નીચે મુજબના પર્સેન્‍ટાઈલ હોવા જોઈએ.

    સ્નાતક અભ્યાસક્રમો માટે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઇલ(ટકા) હોવા જોઈએ.

    Diploma અભ્યાસક્રમ માટે ધોરણ-10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્‍ટાઈલ

     D To D અભ્યાસક્રમ અભ્યાસક્રમ માટે ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65 ટકા કે તેથી વધુ ટકા જોઇએ.

    4.MYSY Verification Center ની જાણકારી કેવી રીતે મળશે?

    આ સ્કોલરશીપ માટે હેલ્પ સેન્‍ટર અને વેરીફિકેશન સેન્‍ટરની જાણકારી MYSY ની અધિકૃત વેબસાઈટ પરથી મળશે. આ ઉપરાંત આ વેબસાઈટમાં પર Direct Link આપેલી છે.

    5.  MYSY Self Declaration Form ક્યાં આપવાનું હોય છે.?

    · આ સ્કોલરશીપ મેળવવાપાત્ર વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ Download કરીને પોતાના વાલીની સહી કરાવીને વેરિફિકેશન સેન્‍ટર ખાતે જમા કરવાનું હોય છે.
    6.MYSY માં અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
    MYSY માં અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2023  છે. 

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટેના હેલ્પલાઇન નંબર

    ગુજરાત સરકાર દ્વારા ચાલતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઓનલાઈન અરજી બાબતે કે અન્ય કોઇ સમસ્યા હોય તો હેલ્પલાઈન પરથી મેળવી શકશે અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અંગે મૂઝવણ હોય કે વધુ માહિતી મેળવવી હોય તો નીચે આપેલા ઈમેઈલ કરીને મેળવી શકે છે. જે નીચે મુજબ છે.


    ·        Mukhyamantri Swavalamban Yojana Helpline NO:-

    ·        079-26566000, 7043333181 (10.30 થી 18:00 )

    ·        MYSY Email Id :- mysytechnical@guigov.edu.in


    મિત્રો હજુ આપના મનમાં “મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના” વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં કોમેન્‍ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ સાથે જરૂર Share કરો વેબસાઇટ ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભા

    Whatsapp Group માં જોડાવા માટે અહીં ક્લિક કરો 

     

    Post a Comment

    0 Comments

    Close Menu