e-samajkalyan | Pandit Din Dayal Upadhyay Awas yojana | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

e-samajkalyan | Pandit Din Dayal Upadhyay Awas yojana | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023  Pandit Din Dayal Upadhyay Awas yojana

Short Briefing :  પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માટે ઓનલાઇન અરજી કરવી How to Online Apply Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | e-Samaj Kalyan Portal Scheme | e-samajkalyan portal

https://www.bkgujarat.com/2023/07/e-samajkalyan-pandit-din-dayal-upadhyay.html
pandit din dayal avas yojana 

પંડિત દીનદયાળ આવાસ યોજના 2023

            ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણને લગતી ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેવી કે માનવ ગરીમા યોજનાકુંવરબાઇનું મામેરુ યોજનાસાત ફેરા સમુહ લગ્ન યોજના,આદર્શ નિવાશી શાળાઓ અને છાત્રાલય વગેરે યોજનાઓ કાર્યરત છે. તેવી જ એક યોજના છે “પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના” આ યોજના દ્વારા જે  લોકો પાસે ઘર નથીઅને ઝુંપડાઓમાં રહે છેતેમને પાકું મકાન મળી રહે તે માટે અમલમાં મુકવામાં આવેલ છે . જેની માહિતિ વિગતવાર નીચે મુજબ છે.

    Pandit Din Dayal Upadhyay Awas yojana નો હેતુ 

                સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિભાગને લગતી યોજનાનો લાભ એક જ જગ્યાએથી મળી રહે તે માટે ઈ-સમાજ કલ્યાણ વેબસાઇટ ચાલુ કરવામાં આવેલ છે જેના પર વિવિધ યોજનાની સહાય નો લાભ લેવા  ઓનલાઇન અરજી કરી શકાય છે .

    આ યોજનાનો હેતુ નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગઆર્થિક ૫છાતવર્ગ(EWS), વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ થવાનો છે. આ યોજના હેઠળ  ઘર વિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને Awas Yojana નો લાભ  આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

    Highlight Point Of  પંડિત દિન દયાલ આવાસ યોજના

    યોજના

    પંડિત દીનદયાળ ઉપાધ્યાય 

    આવાસ યોજના 2023

     યોજનાનો ઉદ્દેશ

     ઓ.બી.સી અને વિચરતી વિમુકત જ્ઞાતિના લાભાર્થીઓને ઘરવિહોણાખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આવાસ પૂરું પાડવું.

    લાભાર્થી

    ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) અને વિચરતી વિમુકત જ્ઞાતિઓના પાત્રતા નાગરિકોને

    મળવાપાત્ર લોન

    આ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.

    કયા વિભાગની યોજના છે.

    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ 

    અરજી ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવા માટે 

    અહીં ક્લિક કરો 

    પંડિત દિન દયાલ ઉપાધ્યાય યોજના અંગે મુંજવતા પ્રશ્નો જોવા માટે 

    અહિં ક્લિક કરો 















































     

    યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી પાત્રતા

         આ યોજનાનો લાભ મેળવવા માટે ની પાત્રતા નીચે મુજબ છે.

    ·         લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ.

    ·         લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ.

    ·         અરજદાર વિચરતિ વિમુકત જ્ઞાતિનો હોવો જોઈએ.

    ·         કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- (છ લાખ) કરતાં ઓછી હોય તેવા લાભાર્થીઓને મળવાપાત્ર થાય છે.

    ·         ઘર વહોણા અરજદારોને  ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

    પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો

    પાત્રતા ધરાવતા અરજદારો દ્વારા નીચેના  ડોક્યુમેન્‍ટ ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવાના રહેશે. જેની યાદી નીચે મુજબ છે.

    ·         લાભાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો  ફોટો


    ·         અરજદારની જાતિનો દાખલો


    ·         આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી. પરંતુ જો શિક્ષિત હોય તો લીવીંગ સર્ટીફીકેટ (L.C) રજૂ કરવાનું રહેશે.


    ·         આવકનો દાખલો


    ·         રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળીનું બિલ/ લાઈસન્સ/ ભાડાકરાર/ ચૂંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે.)


    ·         કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમનીએલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.


    ·         જમીન માલિકીનું આધાર કે ડોક્યુમેન્‍ટ


    ·         ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે મકાન સહાય મંજુર કરવા માટે આપવાનું પ્રમાણપત્ર


    ·         મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી


    ·         BPL નો દાખલો (હોય તો)


    ·         પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો)


    ·         જો લાભાર્થી વિધવા હોય તો “વિધવા અંગેનું પ્રમાણપત્ર”


    ·         જે જમીન ઉપર મકાન બાંધવાનું છેતે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રિ)ની સહીવાળી.


    ·         બેંક ખાતાની પાસબુક / કેન્સલ ચેક

    મળવાપાત્ર લાભ અથવા સહાયની રકમ

    હપ્તાની સંખ્યા

    મળવાપાત્ર રકમ (રૂપિયામાં)

    પ્રથમ હપ્તામાં

    40,000/- સહાય

    બીજા હપ્તા પેટે

    60,000/- ની સહાય

    ત્રીજા હપ્તા પેટે

    20,000/- ની સહાય મળવાપાત્ર

    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક સમાજ કલ્યાણ વિભાગ કાર્યરત છે. જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.

    pandit din dayal upadhyay avas yojana
    pandit din dayal upadhyay avas yojana

    યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવાની રીત

    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા e-Samaj Kalyan Portal બનાવવામાં આવેલ છે. અને આ વિભાગને લગતી તમામ યોજનાની અરજી આ પોર્ટલ મારફતે ઓનલાઇન કરી શકાય છે .મકાન સહાયનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવીતેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.


    ·         ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલિ વેબસાઇટ www.esmajkalyan.gujarat.gov.in ઓપન કરો

     

    ·           જેમાં “Director Developing Castes Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.

    ·         ત્યારબાદ નવા પેજમાં અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાંથી નંબર-11 પર આવેલી ” પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.


    ·          જો તમે e samaj kalyan registration  ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.

     

    ·          જેમાં તમારે નામજાતિમોબાઈલ નંબરપાસવર્ડ તથા કેપ્ચા કોડ નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.


    ·           નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.

     

    ·         Citizen Login માં Pandit Dindayal Awas Yojana Online Apply પર ક્લિક કરવાનું રહેશે.

    Online Application

    ·          ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.

    ·         ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.

    ·         ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

    ·         તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.

    ·         ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.

    ·         છેલ્લેપ્રિન્‍ટ એપ્લિકેશન સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.

    અગત્યની લિંક 

     

    Govt. Official Website

    SJE Gujarat

    તમે કરેલ અરજીનું સ્ટેટસ જોવા માટે

    અહિં ક્લિક કરો 

    વેબસાઇટ પર નવુ રજીસ્ટ્રેશન બનાવી એકાઉન્ટ બનાવવા માટે 

    અહીંં ક્લિક કરો 

    રજીસ્ટ્રેશન માટે તેમજ         

    અહીં ક્લિક કરો 

     ઓનલાઇન અરજી કરવા માટે 

    અહિં ક્લિક કરો 


    પંડિત દિન દયાલ આવાસ યોજના ફોર્મ PDF Download કરવા માટે 

     અહિં ક્લિક કરો 

    Pandit Din Dayal Awas Yojana s' FAQ વારંવાર પુછાતા પ્રશ્નો 

    1.    પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કયા વિભાગ દ્વારા મળે છે?

    જવાબ: આ યોજનાનો લાભ નિયામક વિકસિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

    2.    Pandit Din Dayal Upadhyay Awas Yojana નો લાભ કોણે મળે?

    જવાબ: ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકસતિ જાતિના ઘરવિહોણા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આ આવાસ યોજનાનો લાભ મળે.

    3.    પંડિત દીન દયાળ આવાસ યોજનામાં કેટલો લાભ મળે?

    જવાબ: આ આવાસ યોજનામાં લાભાર્થીને કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- નો લાભ મળે.

    4.    આ આવાસ યોજનાની અરજી કેવી રીતે કરવાની?

    જવાબ: આ યોજનાનો લાભ મેળવવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની હોય છે.

    વધુ પ્રશ્નો જોવા માટે અહિં ક્લિક કરો 

    આ પણ વાંંચો: 

    ઇ સમાજ ક્લ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા અંગેની સંપુર્ણ માહિતિ માટે અહિં ક્લિક કરો 

    મિત્રો  આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.comની મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      


    Post a Comment

    0 Comments

    Close Menu