Rto exam gujarati pdf | RTO પરીક્ષા book ડાઉનલોડ કરો |હવે ડ્રાઇવિંંગ લાઇસન્સ માટે અરજી કરવાની સંપુર્ણ માહિતિ જાણો એક ક્લિકમાં

Rto exam gujarati pdf | RTO પરીક્ષા book ડાઉનલોડ કરો |હવે ડ્રાઇવિંંગ લાઇસન્સ માટે અરજી કરવાની સંપુર્ણ માહિતિ જાણો એક ક્લિકમાં

 

હવે લર્નિંગ અને ડ્રાઇવિંંગ  લાઇસન્સ માટે અરજી કરો ઓનલાઇન ઘરે બેઠા । RTO પરિક્ષાની બૂક ડાઉનલોડ કરો એક  ક્લિકમાં 

https://www.bkgujarat.com/2023/07/sarathiparivahan.html
ડ્રાઇવિંગ લાઇસન્સ


    RTO લાઇસન્સ

    ભારતમાં વાહન ચલાવનાર  કોઈપણ વ્યક્તિ પાસે  માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવુ જરૂરી છે.ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ઓનલાઇન અરજી કર્યા બાદ  લર્નિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવાનો હોય છે અને તેમાં પાસ થયા બાદ આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય છે તેમાં પાસ થયા બાદ આરટીઓ કચેરી દ્વારા પાકુ લાઇસન્સ તમારા ઘરે મોકલવામાં આવતુ હોય છે. તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે તો આ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ? લર્નિંગ લાઇસન્સ નો ટેસ્ટ આરટીઓમાં  રીતે આપવો ? તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે મેળવવું વગેરેની સંપુર્ણ માહિતિ આ લેખ માં મેળવીશું. 

    હાઇલાઇટ પોઇન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ

    આર્ટિકલનો હેતુ

    ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની અરજી કરો ઓનલાઇન

    આર્ટિકલનો હેતુ

    ડ્રાઇવિંગ લાઇસન્સ ની સંપુર્ણ પ્રક્રિયાની માહિતિ આપવી

    લર્નિંગ લાઇસન્સ માટેનું ફોર્મ ભરવાા  માટે

    અહીં ક્લિક કરો

    લર્નિંગ લાઇસન્સ ની અરજીમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે

    અહિં ક્લિક કરો

    લર્નિંગ લાઇસન્સ માટે ફી ભરવા માટે

    અહી ક્લિક કરો

    લર્નિંગ લાઇસન્સ માટે સ્લોટ બુકિંગ કરવા માટે

     અહિં ક્લિક કરો 

    એલએલઆર(LLR) નમૂના પ્રશ્ન બેંક

    અહીંથી મેળવો

    અમારી સાથે વ્હોટસેપના માધ્યમથી જોડાવા માટે

    અહિં ક્લિક કરો

    લર્નિંગ લાઇસંસ નો મોક ટેસ્ટ આપવા માટે 

    ક્લિક કરો કરો


    આરટીઓ કોમ્પ્યુટર પરીક્ષા pdf  ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

    લાઇસન્સ માટે જરૂરી અરજી ફી

    લર્નીંગ લાઇસન્સ અને ડ્રાઇવીંગ લાઇસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે.
    લર્નીંગ લાઇસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી વત્તા રૂ.150 વાહનની કેટેગરીદીઠ આપવા જરૂરી છે.
    સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાઇસન્સ માટે રૂ.200 અને વાહનોની શ્રેણી દીઠ રૂ.300 ડ્રાઇવીંગ લાઇસન્સ માટે આપવા જરૂરી છે.

    ડ્રાઇવિંગ લાઇસન્સ ડોક્યુમેન્ટ

    ઉમરનો પુરાવો :
    શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
    જન્મનો દાખલો
    પાસપોર્ટ ઉપરના પૈકી એક
    સરનામાનો પુરાવો
    શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
    પાસપોર્ટ
    એલઆઇસી પોલીસી
    ચુંટણી કાર્ડ
    લાઇટબિલ,
    ટેલિફોનબિલ
    સરનામા સાથેનો મકાનો વેરો
    સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે. ઉપરના પૈકી એક

    ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સિગ્નેચર

    Learning licence માટે અરજી કેવી રીતે કરવી? | How to Apply For Learning Licence in Gujarat । ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ

    ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે સૌ પ્રથમ ઓનલાઇન ફોર્મ ભરવાનું  હોય છે ત્યાર બાદ લર્નિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવાનો થતો હોય છે તેમાં પાસ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ વાહન સાથે આરટીઓમાં આપવાનો થતો હોય છે. તો સૌ પ્રથમ આપણે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતિ મેળવીશુ જેની પ્રક્રિયા નીચે મુજબ છે

    Driving Licence
    ૧) સૌ્પ્રથમ તમારે www.parivahan.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.

    ૨)ત્યારબાદ online services માં ` Licence Related Service માં Drivers/ Learners Licence માં જવાનું રહેશે
    ૩) પછી તમારે રાજ્ય Gujarat select કરવાનું રહેશે અથવા જે રાજ્ય માટે માટે અરજી કરવી છે તે રાજ્યને સીલેક્ટ કરવાનુ રહેશે

    ૪) ત્યારબાદ ખુલેલા પેજ માં Apply For Learner Licence પર ક્લિક કરવાનું રહેશે.
    https://www.bkgujarat.com/2023/07/sarathiparivahan.html


    ૫.  
    ત્યારબાદ ઇ કેવાયસી માટે મોબાઇલ નંબર નાખવાનો રહેશે મોબાઇલ નંબર નાખ્યા બાદ generate otp પર ક્લિક કરવાનુ રહેશે 

    ૬. ત્યારબાદ RTO સીલેક્ટ કરીને ખુલેલા પેજ માં તમારી વ્યક્તિગત માહિતિ સરનામાની માહિતિ ભરવાની રહેશે અને તમે જે વાહન ચલાવવા માટે  લાઇસન્સ મેળવવા માંંગો છો તે  વાહન નો પ્રકાર select કરવા માટે નીચે મુજબ જોઈ શકો છો. પહેલા class of Vehicle select કરવાનો રહેશે જે વાહન માટે લાઇસન્સ કરવાનુ હોઈ એ દા.ત.: ગિયર વગર નું 2 વ્હીલર (MCWOG) , ગિયર વાળું 2 વ્હીલર (MCWG) , ફોર વ્હીલર (LMV).

    ૯ત્યારબાદ
    Application-cum-Declaration as to Physical Fitness  ભરવાનુ રહેશે જેમાં  શારિરિક રીતે ફિટનેસની માહિતિ આપવાની રહેશે.

    આ બધી વિગતો ભર્યા બાદ submit પર ક્લિક કરવાનું રહેશે.

    સબમીટ કર્યા બાદ ત્યારબાદ application number જનરેટ થશે અને તમારા મોબાઇલ પર પણ એપ્લિકેશન નંબર આવશે હવે આગળની તમામ કાર્યવાહીમાં આ અરજી નંબર અગત્યનો રહેશે જેની પ્રિન્ટ કાઢી શકાશે

    ડોક્યુમેન્ટ અપલોડ કરવા

    અરજી સબમીટ કર્યા બાદ ડોક્યુમેન્ટ્ અપલોડ કરવા માટે સૌ પ્રથમ https://sarathi.parivahan.gov.in/ પર જવાનુ રહેશે 
    https://www.bkgujarat.com/2023/07/sarathiparivahan.html
    ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનુ રહેશેડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે પ્રોસેસ કરવાની રહેશે જેમાં રહેઠાણ નો પુરાવો તથા ઓળખ ના પુરાવા અપલોડ કરવાના રહેશે.  તે અપલોડ કર્યા બાદ ઉમેદવારનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે

    ઓનલાઇન ફી ની ચુકવણી 

    ઓનલાઇન ફી ભરવા માટે પોર્ટલ પર જઇને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખીને સબમિટ કરો ત્યારબાદ ખુલેલા પેજ માં ફી ભરવા માટે pay now બટન પર ક્લિક કરો ત્યારબાદ પેમેન્ટ સિસ્ટમ પસંદ કરી તે મુજબ ફી ભરીને તેની પહોચ ની પ્રિન્ટ કરી શકાશે 

    Learning licence નું ફોર્મ ભર્યા ટેસ્ટ માટે સ્લોટ કઇ રીતે બુકિંગ કરાવવો ?

    https://www.bkgujarat.com/2023/07/sarathiparivahan.html



    ૧૪. ઓનલાઇન ટેસ્ટ આપવા માટે વેબસાઇટ પર appointment   માં ll test slot booking  (STALL) વિકલ્પ પર ક્લિક કરો


    https://www.bkgujarat.com/2023/07/sarathiparivahan.html


    ૧૫. ત્યારબાદ ખુલેલા પેજમાં લર્નિંગ લાઇસન્સ એપ્લિકેશન નંબર જન્મ તારીખ અને વેરિફિકેશન કેપ્ચા કોડ નાખીને સબમિટ પર ક્લિક કરો 

    ત્યારબાદ જે તારીખ માં સ્લોટ હશે તે તારીખ અને સમય સિલેક્ટ કરીને સબમિટ કરો  

    ITI માં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ । આરટીઓ કોમ્પ્યુટર પરીક્ષા

    ફોર્મ ભર્યા બાદ ફોર્મ સાથે જોડેલા ડોક્યુમેન્ટ અરજી ફોર્મ ની નકલ ફી  ભર્યાની પાવતી તેમજ અન્ય ડોક્યુમેન્ટ લઇને જે તે ITI માં જવાનુ રહેશે અને ત્યાં તમારા ડોક્યુમેન્ટ નુ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ ક્મ્પ્યુટર પર ટેસ્ટ આપવાનો રહેશે. 

    આ પણ વાંચો: 

    કંડકટરનુ લાઇસન્સ કેવી રીતે કઢાવવુ ? 

    આરટીઓ કોમ્પ્યુટર પરીક્ષા નિયમો

    લર્નીંગ લાઇસન્સ મેળવવા, કમ્પ્યુટરથી નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.
    નીતિ નિયમો, ટ્રાફિકના સાઇનેજ(નિશાન) જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે.
    ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે, પાસ થવા માટે તે પૈકી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે.
    પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવા 48 સેકન્ડનો સમય મળશે.
    ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી ટેસ્ટ માટેની અપીલ કરી શકે છે.
    જે વ્યક્તિ પાસે લર્નીંગ લાઇસન્સ છે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ છે તે વર્તમાન ડ્રાઇવીંગ લાઇસન્સમાં વાહનની વધારાની શ્રેણી ઉમેરવા અરજી કરી શકે છે, તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

    ટેસ્ટ પુરો થયા બાદ conform પર ક્લિક કરવાનુ રહેશે અને તરત જ તમારી સામે ટેસ્ટ નુ પરિણામ આવી જશે જેમાં તમે પાસ થયા છો કે નહી તે બતાવશે ત્યારબાદ જો તમે પાસ થયા હશો તો તેના નીચે જ પ્રિન્ટ લર્નિંગ લાઇસન્સ નો વિકલ્પ આવી જશે તે પસંદ કરીને પ્રિન્ટ કરી શકશો

    https://chat.whatsapp.com/E2nWIKsxJ5u66VaN8DywTS

    ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી? | How to Apply For Driving Licence in Gujarat learning licence આવી જાય પછી શું કરવું?

    લર્નિંગ લાઇસંસ આવ્યા બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ ભરવા  માટે

    અહિં ક્લિક કરો

    લર્નિંગ લાઇસંસ આવ્યા બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ ના સ્લોટ બુકિંગ કરવા માટે

    અરજી અહીંથી કરો

    તમે કરેલ અરજીનું સ્ટેટસ તપાસવા માટે 

    હિં  ક્લિક કરો 

    આરટીઓ કોમ્પ્યુટર પરીક્ષા pdf । ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા

    તમારી પાસે learning licence આવી જાય તેના એક મહિના પછી તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. (Driving Skill test). learning licence ની મર્યાદા ૬ મહિનાની હોય છે તમે ૬ મહિનાની અંદર અને એક મહિના પછી ગમે ત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. અને જો learning licence ની મુદત પૂરી થઈ જાય તો તમારે ફરીથી બધી procces કરવી પડશે અને ફી પણ ફરીથી ભરવી પડશે.

    learning licence આવ્યા ના એક મહિના બાદ તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે appointment લેવાની રહેશે. અને જે તારીખ તમને appointment માં આવેલી હોઈ તેજ દિવસે તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે RTO માં જવાનું રહેશે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા અને તમારું learning licence પણ લઈ જવાનું રહેશે. ત્યાં તમે RTO એ બધા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના રહેશે અને પછી verify થયા બાદ તમે ટેસ્ટ માટે ડ્રાઈવિંગ ટ્રેક પર મોકલશે. અને પછી તમારે નિયમોનુસાર ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવાની રહેશે. 

    જો તમે ડ્રાઈવિંગ ટેસ્ટ માં પાસ થાવ છો તો ૧ મહિના ની અંદર પાકું ડ્રાઈવિંગ લાયસન્સ તમારા એડ્રેસ પર પહોંચી જશે. 

    જો તમે ડ્રાઈવિંગ ટેસ્ટ માં નાપાસ થાવ છો તો તમારે ફરીથી ટેસ્ટ આપવી પડશે appointment લઇને.

    ફરીથી ટેસ્ટ આપવામાં માટે તમારે રૂ. ૩૦૦ ઓનલાઇન ભરવાના રહેશે.

    ડ્રાઈવિંગ ટેસ્ટ (ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા)માટે ધ્યાન માં રાખવા જેવી બાબતો

    ૧) ટેસ્ટ આપવા વાળા વાહનને HSRP વાળી નંબર પ્લેટ હોવી ફરજિયાત છે. તેના વગર ટેસ્ટ આપવા ની મંજુરી નહીં મળે.

    ૨) હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ તમારે સાથે લઈ જવાનું રહેશે

    ૩) જે ગાડી માં તમે ટેસ્ટ આપવાના છો તેમાં બંને બાજુ અરીસા હોવા ફરજિયાત છે.

    * ૪) ગાડી માં indicator ચાલુ હોવા જરૂરી છે. 



    મિત્રો આશા રાખુ છું કે તમને માહિતિ ઉપયોગી લાગી હશે જો માહિતિ ગમી હોય તો આપના મિત્રો ને શેર કરશો જેથી કરીને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયામાંંતેમની મદદ કરી શકાય વેબસાઇટની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર  

    Post a Comment

    0 Comments

    Close Menu