yasasvi scholarship 2024| PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2024 | yet.nta.ac.in

yasasvi scholarship 2024| PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2024 | yet.nta.ac.in

 

PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2024 ।  ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? શુ લાભ મળશે કયા કયા પુરાવા જોઇએ ?  | PM YASASVI Yojana in Gujarati | yet.nta.ac.in

PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2024


: ભારત સરકારના ન્યાય અને અધિકારીતા વિભાગના દેશના બાળકોના ભવિષ્યને ઘડવા માટે PM યશસ્વી સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા ધોરણ 9 થી 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરીને તેની પરિક્ષા આપીને તેનો લાભ મેળવી શકે છે. તો આજે આપણે આ આર્ટિકલમાં આ સ્કોલરશિપ યોજના માટે કેવી રીતે અરજી કરવી અને કોને કોને તેનો લાભ મળી શકે છે. તેની સંપુર્ણ માહિતિ આ આર્ટિકલમાં મેેળવીશું.  
આ પણ વાંચો:  ધોરણ ૬ માં જવાહર નવોદય સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે અહિં ક્લિક કરો 

PM યશસ્વી સ્કોલરશીપ યોજના શું છે? - What is PM YASASVI Yojana in Gujarati

    પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના સમગ્ર દેશના ઓબીસી (આર્થિક રીતે પછાત વર્ગના બાળકો તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે . જે અંતર્ગત ધોરણ 9 થી 11માં ભણતા બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃતિ આપવામાં આવે છે.

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાની હાઇલાઇટ  

યોજનાનું નામ 

યશસ્વી શિષ્યવૃત્તિ યોજના

કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી

કેન્દ્ર સરકાર

લાભાર્થી 

OBC EBC અને (વિચરતી અને વિમુક્ત  જાતિ) ના બાળકો

સહાય 

શિષ્યવૃત્તિ પૂરી પાડવી

પરીક્ષાનું સ્થળ સમગ્ર

ભારતમાં 78 શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે

પરીક્ષા ફી

નિશુલ્ક

અરજી કરવાની વેબસાઇટ 

https://yet.nta.ac.in

અરજી કરવા માટેનો સમયગાળો 

તા.૧૧/૦૭/૨૦૨૩ થી ૧૦/૦૮/૨૦૨૩

શિષ્યવૃતિનુંં જાહેરનામું જોવા માટે  

અહિં ક્લિક કરો 

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવાનો હેતુ

કેન્દ્ર સરકારે પીએમ યશસ્વી શરૂ કરી છે. જેના દ્વારા વંચિત વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના (સ્કોલરશીપ યોજના)ને એકીકૃત કરી તેને સંપૂર્ણ રીતે સરળ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને વિધાર્થીને ઉચ્ચ શિક્ષણ માં સહાયતા મળી શકે.

યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ નાણાકીય સહાય (yasasvi scholarship amount )

  • આ યોજના હેઠળ ધોરણ 9 ના વિદ્યાર્થીઓને દર વર્ષે 75,000 રૂપિયાની આર્થિક સહાય મળશે.
  • ધોરણ 11ના વિદ્યાર્થીઓને વાર્ષિક 125,000 રૂપિયા આપવામાં આવશે.
  • આ રકમ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવશે.

યસસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ  પરિક્ષાનુંં માળખુ  (YET) માળખું

ટેસ્ટ માટે ના વિષયો

કુલ પ્રશ્નો

કુલ ગુણ

ગણિત

30

30

વિજ્ઞાન

20

25

સામાજિક વિજ્ઞાન

25

25

સામાન્ય જ્ઞાન

20

25

કુલ

100

100

પરિક્ષા પધ્ધતિ

MCQ

પરિક્ષાનો સમય ગાળો

૨.૫ કલાક

પરિક્ષા ની તારીખ

૨૯/૦૯/૨૦૨૩

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા

  • અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો જોઈએ.
  • SAR/NT/SNT શ્રેણીના OBC/EBC/DNT વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા પાત્ર હશે.
  • ધોરણ 9 અને 11માં ભણતા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજના હેઠળ અરજદારના માતા-પિતાની વાર્ષિક આવક રૂ. 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ સમાવેશ થયેલ સ્કુલ માં અભ્યાસ કરતો હોવો જોઇએ
  • વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૮ અથવા ૧૦ માં પાસ થયેલ હોવો જોઇએ

પીએમ યશસ્વી યોજનાની મુખ્ય વિશેષતાઓ

  • ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા
  • લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પૂરી પાડવી
  • બાળકોને શિક્ષણ આપવું
  • સિસ્ટમમાં પારદર્શિતા લાવવી
  • શિક્ષણથી વંચિત વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે જાગૃત કરવા.
  • પાત્ર લાભાર્થીઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા.

પીએમ યશસ્વી યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી
  • જાતિનુ પ્રમાણપત્ર (કેટેગરી પ્રમાણે )
  • ઉમેદવાર આવકનું પ્રમાણપત્ર
  • ઉમેદવારનું ઓળખપત્ર.(આધાર કાર્ડ
  • ઇમેઇલ સરનામું અને મોબાઈલ નંબર.

એમ યશસ્વી યોજના ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું 

https://www.bkgujarat.com/2023/07/yasasvi-scholarship-2023.html
yasasvi 2023


  • પીએમ યશસ્વી સ્કોલરશિપ યોજના માટે તમારી અરજી કરવા માટે સબમિટ કરવા માટે, YASASVI યોજનાની વેબસાઇ https://yet.nta.ac.in પર ક્લિક કરો અથવા અહિં ક્લિક કરો 
  • અરજી કરવા માટે સૌ પ્રથમ user બનાવુ પડશે તે માટે “ New Candidate register here “ પર ક્લિક કરો
  • ત્યારબાદ ખુલેલા પેજ માં સુચનાઓ વાંચીને “Click here to Proceed પર ક્લિક કરો”.
  • ખુલેલા પેજ માં  તમારે રજીસ્ટ્રેશન કરવા માટે ધોરણ ઉમેદવારનું નામ, ઈમેલ આઈડી, જન્મ તારીખ (DOB) અને પાસવર્ડ દાખલ કરવાની જરૂર પડશે. અને 
  • ત્યારબાદ Submit and Send OTP પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારો એપ્લિકેશન નંબર આવશે જેના આધારે અરજી કરી શકાશે.

યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી

(pm yashasvi scholarship 2024 apply online)

https://www.bkgujarat.com/2023/07/yasasvi-scholarship-2023.html
yasasvi 2024


  • ઉમેદવારે સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કર્યા પછી, તેઓ યશસ્વી સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે.
  • તેના માટે સૌ પ્રથમ https://yet.nta.ac.in લિંક પર ક્લિક કરો
  • પછી તમારી સામે ખુલેલા પેજ માં “ Only Registered Candidate Login Here” નીચે આપેલ બોક્ષમાં એપ્લિકેશન નંબર પાસવર્ડ સિક્યુરિટી કોડ નાખી ને “Login” બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ માગ્યા મુજબ ની માહિતિ ભરીને અને ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે.

શિષ્યવૃતિ માટે પસંદગી પામેલ શાળા નું લીસ્ટ કેવી રીતે ચેક કરવું?

https://www.bkgujarat.com/2023/07/yasasvi-scholarship-2023.html
yasasvi 2023


  • શિષ્યવૃત્તિ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://yet.nta.ac.in ખોલો.
  • Click Here To Know Your School પર ક્લિક કરો .
  • હવે હોમ સ્ક્રીનમાંથી શાળાના વિકલ્પોની યાદી પસંદ કરો.
  • એક નવું પેજ ખુલશે જ્યાં તમારે રાજ્ય, શહેર/જિલ્લો અને શાળાનું નામ પસંદ કરવાનું રહેશે.
  • પસંદગી પર, શાળાઓની લિસ્ટ સ્ક્રીન પર દેખાશે.

PM યશસ્વી સ્કોલરશીપ માટે મહત્વપૂર્ણ લિંક્સ

સતાવાર વેબસાઇટ

https://yet.nta.ac.in/ 

હેલ્પલાઈન નંબર

011-69227700, 011-40759000

ઈમેલ આઈડી

yet@nta.ac.in

Whatsapp ગ્રુપ માં જોડાવા માટે 

અહી ક્લિક કરો

અરજી કરવા માટે

અહિં ક્લિક કરો

અરજી કરવા અંગેની સુચના જોવા માટે 

અહિં ક્લિક કરો

 PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો -FAQs 


PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે સતાવાર વેબસાઈટ કઈ છે? (pm yashasvi scholarship 2023 official website )

સતાવાર વેબસાઇટ:(
pm yashasvi scholarship 2024 official website ) www.nta.ac.in, yet.nta.ac.in છે 

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માં કોણ કોણ સહાય મેળવી શકે?

ધોરણ 9 થી 11માં ભણતા બાળકો આ યોજનાનો લાભ લઈ શકે.

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે ટોલ ફ્રી નંબર શું છે?

NTA હેલ્પ ડેસ્ક: 011-69227700, 011-40759000

PM યશસ્વી સ્કોલરશિપ યોજના માં અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

PM યશસ્વી સ્કોલરશિપ યોજના માં અરજી કરવાની છેલ્લી 10/08/2023 છે. 

મિત્રો આશા રાખુ છું કે ઉપરના આર્ટિકલની માહિતિ આપને ઉપયોગી નિવડી હશે જો આપને આ માહિતિ ગમી હોય તો જરૂરિયાતવાળા મિત્રોને શેર કરવા વિનંતી www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર 

Post a Comment

0 Comments

Close Menu