ફોરેસ્ટ વન્ય પ્રાણીના હુમલા બાદ વળતર યોજના । જંગલી પ્રાણીના હુમલા બાદ વળતરની યોજના

ફોરેસ્ટ વન્ય પ્રાણીના હુમલા બાદ વળતર યોજના । જંગલી પ્રાણીના હુમલા બાદ વળતરની યોજના

 

ફોરેસ્ટ વન્ય પ્રાણીના હુમલા બાદ વળતર યોજના । જંગલી પ્રાણીના હુમલા બાદ થયેલ ઇજા વખતે વળતરની યોજના

forest scheme
forest scheme

Application for Compensation to the Owners of Domestic Cattle Killed by Wild Animals

ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વન અને વન્ય પ્રાણી ની ઉછેર અને જાળવણી ની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે વન અભ્યારણ અને તેની નજીકના વિસ્તારમાં અવારનવાર  વન્ય પ્રાણી અને માનવના ધર્ષણના બનાવો બનતા હોય છે તેના કારણે ઘણીવાર પાલતુ પશુ તેમજ માનવ ના મૃત્યુ ના બનાવો પણ બનતા હોય છે. આવા કિસ્સામાં સરકાર દ્વારા વળતર ચુકવવાની યોજના અમલમાં મુકેલ છે.  યોજનામાં કેટલુ વળતર મળે છેતેની અરજી કેવી રીતે કરવાની હોય છે ? વગેરે માહિતિ આજે આર્ટિકલમાં મેળવીશું.


    Highlight Point Of  વન્ય પ્રાણી હુમલા માટે  વળતર યોજના 


    સંસ્થાનું નામ:

    વન્ય પ્રાણીના હુમલા વખતે ઇજા- મૃત્યુ વખતે વળતર આપવાની યોજના

    કયા ડિપાર્ટમેન્ટ દ્વારા સહાય ચુકવવામાં આવે છે

    ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સહાયની ચુકવણી કરવામાં આવે છે.

    વન્ય પ્રાણીના હુમલામાં વળતર અંગેનો ઠરાવ જોવા માટે

    અહીં ક્લિક કરો


    સતાવાર વેબસાઇટ

    https://forests.gujarat.gov.in/

    વ્હોટસેપ માં જોડાવા માટે

    અહીં ક્લિક કરો

     કયા કયા પ્રાણી ના હુમલા બાદ વળતર મળી શકશે

    • સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરુ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવમૃત્યુ-ઇજા તથા પશુમૃત્યુના કિસ્સામાં વળતર ચુકવવા માં આવશે.
    • હિંસક પશુના હુમલાના કિસ્સામાં આ સહાય ચૂકવાશે

     વન્ય પ્રાણીના હુમલા વખતે વ્યક્તિને ઇજા- મૃત્યુ વખતે વળતર

    વન્ય પ્રાણીના હુમલામાં માનવ મૃત્યુ થાય તો રૂ.5 લાખની સહાય ચુકવવામાં આવે છે . એ જ રીતે માનવને ઇજાથી 40 ટકાથી 60 ટકા, અપંગતા હોય તેવા કિસ્સામાં રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવશે. 60 ટકાથી વધુ અપંગતા હોય તો રૂપિયા 2 લાખ અને 3 દિવસ અથવા તેથી વધુ સમય ઇજા પામેલી વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ રહે તો એને બદલે હવે રૂપિયા 10,000ની સહાય ચુકવવામાં આવે છે

    દૂધાળાં પશુનાં મૃત્યુના કિસ્સામાં સહાયમાં ચુકવણી

    આ ઉપરાંત દૂધાળાં પશુઓ માટે દરેક પશુ દીઠ સહાય ચુકવવામાં આવે છે જે મુજ બ ગાય-ભેંસ માટે રૂપિયા રૂ. 50 હજાર, ઊંટ માટે રૂપિયા રૂ.40 હજાર, ઘેટાં-બકરાં માટે રૂપિયા 5 હજારની સહાય તથા ઊંટ ઘોડા-બળદ માટે રૂપિયા 25 હજાર તથા રેલ્લો (પાડો-પાડી), ગાયની વાછરડી- ગધેડો- વગેરે માટે રૂપિયા 20 હજારની સહાય ચૂકવાશે.

    વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972માં દર્શાવેલી વન્યપ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ થતાં વન્યપ્રાણીઓ, જેવા કે સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરુ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવમૃત્યુ અથવા ઇજા તથા પશુમૃત્યુ થયેલા હોય તેવા કિસ્સામાં આ ચુકવણુ કરવામાં આવે છે

    વન્ય પ્રાણીના હુમલા અંગે વળતરની ટુંકમાં માહિતિ

    ક્રમ

    વિગત

    સહાય ની રકમ

    માનવ મૃત્યુ

    ૫ લાખ

    માનવ ઇજા

     

    ૪૦ ટકા થી ૬૦ ટકા  અપંગતા

    ૧ લાખ

     

    ૬૦ ટકા થી વધુ અપંગતા

    ૨ લાખ

     

    ૩ દિવસ કે તેથી વધુ હોસ્પિટલમાં રહેવા પર

    ૧૦ હજાર

     પશુ- મૃત્યુ દુધાળા પશુ

     

    ગાય- ભેંસ

    ૫૦ હજાર

     

    ઉંટડી

    ૪૦ હજાર

     

    ઘેંટા બકરા

    ૫ હજાર

    પશુ- મૃત્યુ બિન દુધાળા પશુ

     

    ઉંટ,ઘોડા,બળદ

    ૨૫ હજાર

     

    પાડો, પાડી, વાછરડી, ગધેડો

    ૨૦ હજા

     વન્ય પ્રાણીના હુમલા બાદ વળતર મેળવવા માટે કેવી રીતે અરજી કરવી?

    જંગલી પ્રાણી ના હુમલાથી થયેલ  ઇજા- મૃત્યુ ના વળતર માટે   ફોર્મ ભરીને નજીકની ફોરેસ્ટ ઓફિસે આપવાનુ હોય છે ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી થતી હોય છે. 

    અગત્યની લિંક

    માલ ઢોરના મારણ અંગેનુ વળતર મેળવવાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે

    અહિં ક્લિક કરો


    વન્ય પ્રાણી દ્વારા માલઢોરના મારણથતા વળતર બાબતના સરપંચનું પ્રમાંણપત્ર ડાઉનલોડ કરવા

     

    અહિં ક્લિક કરો

    વન્ય પ્રાણીના હુમલાથી માનવ ઇજા- મૃત્યુ અંગે અભિપ્રાયનો નમુનો ડાઉનલોડ કરવા

    અહિં ક્લિક કરો

     માનવ દિપડાના ઘર્ષણ ના બનાવો અંંગેની વ્યવસ્થાપન  માર્ગદશિકા ડાઉનલોડ  કરવા માટે 

     અહિં ક્લિક કરો 

     

     

     

    મિત્રો આશા રાખુ છું કે આપને ઉપરની માહિતિ ઉપયોગી નિવડી હશે જો તમને ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરવા વિનંતી તેમજ આ બાબતે કોઇ પ્રશ્ન હોય તો નજીકની ફોરેસ્ટ વિભાગની ઓફીસ ની મુલાકાત લેવા વિનંતી  www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર

    Post a Comment

    0 Comments

    Close Menu