મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 -મહિલાઓને મળશે ૧ લાખ સુધીની વગર વ્યાજની લોન | mukhyamantri mahila utkarsh yojana
mukhyamantri mahila utkarsh yojana
મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ
યોજના 2023 યોજના ના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ |
મુખ્ય મંત્રી
મહિલા ઉત્કર્ષ યોજના 2023 |
લાભાર્થી |
ગુજરાતના
વતની મહિલાઓ |
યોજનાનો શુ લાભ
મળે ? |
1 લાખ
સુધીની વ્યાજમુક્ત લોન. |
સત્તાવાર
વેબસાઇટ |
|
મુખ્યમંત્રી મહિલા
ઉત્કર્ષ યોજનાનો ઠરાવ જોવા માટે |
|
યોજનાનો હેતું
|
મહિલાઓને સ્વ
સહાય જુથમાં (JLESG
) માં જોડવી.મહિલાઓ
આત્મ નિર્ભર બને તે છે |
| |
અમારા વ્હોટસેપ
ગ્રુપ માં જોડાવા માટે |
મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના દસ્તાવેજો
- મુખ્ય મંત્રી ઉત્કર્ષ યોજના માટે અરજી કરવા માટે, તમારી પાસે નીચેના જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે.
- · ગ્રુપ ના દરેક સભ્યો ના પાસપોર્ટ સાઈઝ ફોટા
- · ગ્રુપ ના દરેક સભ્યોના આધાર કાર્ડ
- · ગ્રુપ ના દરેક સભ્યોના રહેઠાણ નો પુરાવો
- · ગ્રુપ ના સભ્યોનું સંયુક્ત બેંક ખાતું
મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ની શરતો અને નિયમો
- હાલમાં ચાલુ યોજના DAY- NULM હેઠળ નોંધાયેલ / અન્ય સ્વ સહાય જૂથ (SHG)ની કોઈ ધિરાણ આપતી સંસ્થાની લોન બાકી ન
હોય તેવા હયાત સ્વસહાય જૂથો પણ આ યોજનાનો લાભ લઇ શકશે.
- વિધવા અને વિકલાંગ બહેનોને આ યોજનામાં
અગ્રતા આપવામાં આવશે. જૂથ ઘ્વારા આર્થિક પ્રવૃત્તિ સાથે બચતનું કામ પણ
કરવાનું રહેશે.
- પ્રતિ માસ રૂ.10,000/- લોનના હપ્તા પેટે ભરવાના રહેશે. આથી જૂથની
દરેક મહિલા સભ્ય રૂ.1,000/- માસિક હપ્તા પેટે ભરવાના રહેશે.
- નિયમિત માસિક હપ્તા ભરપાઈ થવાથી 11 અને 12 મહિનાના રૂપિયા 10,000/- બે માસિક હપ્તાની રકમ જૂથના ખાતામાં બચત તરીકે જમા રહેશે.
- આ યોજના હેઠળ જૂથને નિયમિત માસિક હપ્તા
ભરપાઈ કરવાથી સંપૂર્ણ વ્યાજ રહિત લોન આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
- જૂથ ઘ્વારા જૂથનું સંયુક્ત ખાતું ખોલવાનું
રહેશે, જે ખાતામાં દરેક સભ્યે રૂ. 300/-
જૂથના બેન્કના બચત ખાતામાં જમા કરાવવાના
રહેશે.
- જૂથના સભ્યો ધ્વારા લેવામાં આવેલ લોન ભરપાઈ કરવાની જવાબદારી જૂથના તમામ સભ્યોની રહેશે કે જે સભ્યોએ સરખા ભાગે ભરપાઈ કરવાની રહેશે.
- જૂથના સભ્યો દ્વારા જૂથ માટે પ્રમુખ, મંત્રી તથા ખજાનચી તરીકે વિધિવત પસંદગી
કરવાની રહેશે અને જૂથ વતી તેઓને બેંકના વ્યવહાર કરવાના રહેશે.
- જૂથ દ્વારા આ યોજનાની તમામ જોગવાઈઓ નું
પાલન કરવાનું રહેશે તો જ વ્યાજમાં
સહાય મળવાપાત્ર થશે
mahila-utkarsh-yojana
મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની વિશેષતાઓ
- સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને
વ્યાજમુક્ત લોન આપવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી
છે.
- આ યોજના દ્વારા સરકાર મહિલા સ્વ-સહાય
જૂથને 100000 રૂપિયાની લોન આપશે.
- પાત્ર બનવા માટે દરેક સ્વસહાય જૂથમાં 10 સભ્યો હોવા આવશ્યક છે.
- આ યોજનાના અમલીકરણથી ગુજરાત રાજ્યની
મહિલાઓ આત્મનિર્ભર બનશે.
- આ યોજના હેઠળ મહિલા સખી મંડળને પણ લાભ
મળશે.
- લોન પરનું વ્યાજ સરકાર બેંકોને ચૂકવશે.
મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે કેવી રીતે અરજી કરવી
- જિલ્લાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ની ઓફિસ
અથવા તાલુકા લેવલે TLM તાલુકા
પંચાયતની લાઇવલી હુડ મિશન ની શાખામાં જઇને આ ફોર્મ મેળવી શકાય છે .
- વ્યક્તિગત વિગતો અને વ્યવસાય-સંબંધિત
માહિતી અને અન્ય વિગતો સહિત તમામ જરૂરી વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
- અરજી ફોર્મમાં દર્શાવેલ તમામ જરૂરી
દસ્તાવેજો જોડો.
- પૂર્ણ કરેલ અરજી ફોર્મ સબમિટ કરો.
FAQs
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના
ક્યારે શરૂ થઈ?
ગુજરાત સરકાર દ્વારા 26 ફેબ્રુઆરી 2020 ના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં
આવી હતી.
મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ
યોજના હેઠળ લાભાર્થીઓને કેટલી લોન આપવામાં આવશે?
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ લાભાર્થીઓને 1 લાખની લોન આપવામાં આવશે.
મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ
યોજના લોન પર કેટલું વ્યાજ લેવામાં આવશે?
મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાંથી મળેલી લોન પર
કોઈ વ્યાજ વસૂલવામાં આવશે નહીં.
શું માત્ર મહિલાઓને જ
મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનાનો લાભ મળી શકે?
હા, માત્ર ગુજરાત રાજ્યની મહિલાઓ જ આ
યોજના માટે પાત્ર બનશે.
મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.comની મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
0 Comments