e-samaj kalyan | સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના | Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana 2023 । મરણોતર ક્રિયા માટે 5000 ની સહાય આપતી યોજના

e-samaj kalyan | સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના | Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana 2023 । મરણોતર ક્રિયા માટે 5000 ની સહાય આપતી યોજના

 

e-samaj kalyan |  સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના | Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana 2023 । મરણોતર ક્રિયા માટે 5000 ની સહાય આપતી યોજના 

 

    Marnotar Sahay Yojana Gujarat | Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana | Raja harishchandra sahay | antim vidhi Sahay | e-samaj kalyan yojana | અંત્યેષ્ઠી સહાય યોજના | મૃત્યુ સહાય યોજના

     

    Marnotar Sahay Yojana 2023
    રાજા સત્યવાદી હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના 

    સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના 2023


    ગુજરાત સરકાર અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સમાજને સહાય રૂપ થવા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. સમાજમાં વ્યક્તિના અવસાન થાય છે ત્યારે અમુક પરિવાર એવા પણ હોય છે, જે મરણોતર વીધી કરવામાં પણ સક્ષમ નથી હોતા, આથી આવા પરિવારોને મદદરૂપ થવાના હેતુથી, ગુજરાત સરકાર એ Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana અમલ મા મુકેલ છે.
    સત્યવાદી રાજા હરીશ્ચંદ્ર મરણોતર સહાય યોજના રાજ્ય નાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અને નિયામક અનુસુચિત જાતિ સમાજ કલ્યાણ દ્વારા ચલાવવામાં આવે છે.જેમાં રાજ્ય મા વસતા અનુસૂચિત જાતિના લોકો કે જેઓ આર્થિક રીતે પછાત છે અને નબળા છે તેવા લોકો ના પરિવારમાં કોઇ સભ્યનું અવસાન થાય છે ત્યારબાદ સરકાર દ્વારા મરણોતર વિધી માટે સહાય આપવામાં આવે છે છે.જેનાથી તેઓ ને આર્થિક રીતે ઘણો ટેકો મળી રહે છે.જે બાબતે સંપુર્ણ માહિતિ મેળવીશું

    Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana 2023 ના લાભ

    આ યોજના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે જેમાં રાજ્ય નાં અનુસૂચિત જાતિ નાં અતિ ગરીબ અને પછાત વર્ગ નાં લોકોને તેમના પરિવાર માંથી કોઈ નું મરણ થાય તો તેમની મરણોત્તર વિધિ માટે સરકાર તરફ થી 5,000/- રૂપિયા ની આર્થિક સહાય કરવામાં આવે છે.

    આ યોજના માટે જેની મરણોત્તર વિધિ કરવાની હોઈ તેમના પરિવાર માંથી ગમે તે સભ્ય એ આ સહાય માટે esamaj kalyan Portal પર Online અરજી કરવાની હોય છે.ત્યારબાદ તેમને આ સહાય મળતી હોય છે.

     Highlight of Marnotar Sahay Yojana Gujarat 2023

    યોજના નું નામ

    સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના

    સહાય

    5,000/- રૂપિયા

    રાજ્ય

    ગુજરાત

    ઉદ્દેશ

    અનુસૂચિત જાતિના લોકો ને તેમના સ્વજનો નાં મૃત્યુ બાદ મરણોત્તર વિધિ માટે આર્થિક મદદ

    લાભાર્થી

    ગુજરાત રાજ્ય ના અનુસૂચિત જાતિના લોકો

    અરજી નો પ્રકાર

    ઓનલાઈન

    ઓનલાઇન અરજી કરવા માટે

    અહીંયા ક્લિક કરો

    સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ મેળવવાની પાત્રતા શુ હોય છે ? 

    આ સહાય રાજ્ય નાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય નાં અનુસૂચિત જાતિ ના લોકો ને તેમના સ્વજનો નાં મૃત્યુ બાદ  મરણ વિધિ માટે આર્થિક મદદ કરવાના હેતુ થી આપવામાં આવે છે.જે યોજનાનો લાભ મેળવવા માટે ની પાત્રતા નીચે મુજબની છે.

    • મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
    • અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!..600,000/- અને શહેરી વિસ્તાર માટે .600,000/- થી વધુન હોવી જોઈએ.
    • મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
    • અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
    • મરણ પામનાર વ્યક્તિન ઘરના કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે.

    Raja Harishchandra Marnotar Sahay Documents Required- યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા આધાર પુરાવાની જરૂર પડશે ? 

    આ યોજનાની સહાય મેળવવા માટે અરજદારશ્રી એ નીચે મુજબના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

    1.     મૃત્યુ પામેલ વ્યક્તિ નું આધારકાર્ડ

    2.     મૃત્યુ થયેલ વ્યકિત નું મરણનું પ્રમાણપત્ર

    3.     રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)

    4.     મૃત્યુ પામનાર વ્યક્તિ નાં પરિવારનાં સભ્ય (એટલે કે અરજી કરનાર) નું આધાર કાર્ડ

    5.     અરજદારનીવાર્ષિક આવકનો દાખલો

    6.     અરજદારની બેંક પાસબુક ની પ્રથમ પાના ની નકલ

    7.     અરજદારનો સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો

    અગત્યની લિંક


    ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે

    અહિં ક્લિક કરો

    ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન તથા અરજી કરવા ની માહિતિ માટે

    અહિં ક્લિક કરો

    યોજના અંગે વધુ માહિતિ માટે  જિલ્લા કક્ષાની કચેરી ના સંપર્ક નંબર મેળવવા માટે

    અહીંયા ક્લિક કરો

    ઓફિશિયલી વેબસાઇટ

    https://esamajkalyan.gujarat.gov.in

     

    Raja Harishchandra Marnotar Sahay Yojana Pdf Form Download કરવુંં 

    આ સહાય માટે નું અરજી ફોર્મ નીચે ડાઉનલોડ કરવા માટે આપેલ છે જે આપ અહીંયા થી ડાઉનલોડ કરી શકો છો.

    Satyvadi RajaHarishchandra Marnotar sahay Pdf form

    Raja Harishchandra Sahay Online Apply યોજનાની ઓનલાઇન અરજી કરવા બાબત 

    આ યોજના માટે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને લાભાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. E-samaj Kalyan Portal પર જઈને આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના સ્ટેપ્સ નીચે મુજબના છે.

    યુઝર આઇ ડી માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ ?

    સૌપ્રથમ https://esamajkalyan.gujarat.gov.in/ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. જો જો આપ આ પોર્ટલ પર પહેલીવાર અરજી કરો છો. તો આપને નવું આઈડી અને પાસવર્ડ બનાવવાનું રહેશે.

    જો તમે પાસવર્ડ અને આઈડી બનાવી લીધા હોઈ તો હવે તમારે esamaj Kalyan Portal પર Login થવાનું રહેશે.જ્યાં પાસવર્ડ અને આઈડી Enter કરી ને કેપચા ભરી ને લોગીન થવાનુ હોય છે.

    હવે લોગીન થાય બાદ જે પેજ ખુલશે તેમાં તમામ અનુસૂચિત જાતિની યોજનાઓ સામે દેખાશે.જેમાં તમારે Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana પર જવાનું રહેશે.

    હવે આ યોજના પર ક્લિક કર્યા બાદ આખી online અરજી ખુલી જશે.જેમાં ટોટલ 4 વિભાગ મા અરજી ભરવાની રહેશે.1-વ્યક્તિગત માહિતી, 2- અરજી ની વિગતો, 3- દસ્તાવેજ ની વિગતો અને 4- નિયમો અને શરતો. આ ૪ વિભાગમાં યોગ્ય માહિતિ ભરવાની હોય છે.

    વ્યક્તિગત માહિતિ ભરવા બાબત 

    વ્યક્તિગત માહિતી માં અરજદારનું નામ,સરનામુંજાતિ અને મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવાની હોય છે.

    અરજીની વિગતો ભરવા બાબત 

    અરજી ની વિગતો માં અવસાન પામેલ વ્યક્તિ નું નામ,સરનામું,મરણ ની તારીખ,આવક મર્યાદા વગેરે માહિતી ભરવાની હોય છે.

    ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબત 

    દસ્તાવેજ ની વિગતો માં તમામ ઉપર જણાવેલ આધાર પુરાવા ને ઓનલાઇન 1MB  કરતા ઓછી સાઇઝ માં documents અપલોડ કરવાના હોય છે.

    છેલ્લે નિયમો અને શરતો વાંચી ને તમારી અરજી સબમિટ કરવાની હોય છે.

    સબમિટ કરવાથી  એક અરજીનો  કન્ફર્મેશન નંબર આવશે. એટલે કે તમે અરજી નો ક્રમાંક આવશે જે તમારે સાચવી ને રાખવાનો રહેશે.

    Raja Harishchandra Marnotar Sahay Yojana
    image source:www.sej.gujarat.gov.in

    સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય  યોજના માટે હેલ્પ લાઇન

    Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana નો જિલ્લા કક્ષાએ અમલિકરણ નાયબ નિયામક અનુસુચિત જાતિ સમાજ કલ્યાણ દ્વારા અમલ કરવામાં આવે છે જેથી કરીને આ બાબતે કોઇ પ્રશ્ન હોય તો નાયબ નિયામક સમાજ કલ્યાણ ની કચેરીએ સંપર્ક કરી શકો છો જિલ્લા કક્ષાની કચેરીના સંપર્ક નંબર મેળવવા માટે અહીં ક્લિક કરો.

    “FAQ” for Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana


    Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana મા સહાય કેટલી મળે છે ?

    આ યોજના માં ટોટલ 5,000/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

    Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana કોના માટે છે ?

    આ યોજના ગુજરાત રાજ્ય ના અનુસૂચિત જાતિના લોકો નાં મૃત્યુ બાદ મરણોત્તર વિધિ કરવા માટે આ સહાય અપવામાં આવે છે.

    Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana ની સહાય કોને મળે છે ?

    આ યોજના માં જે વ્યક્તિ નું મરણ થઈ ગયું હોઈ તેમના પરિવાર માંથી કોઈ એક વ્યક્તિ ને આ સહાય મળવાપાત્ર છે.

    Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana માટે અરજી કયાં કરવાની હોઈ છે ?

    આ યોજનાની સહાય મેળવવા  માટે સરકારશ્રી ની esamaj kalyan Portal  વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.

    મિત્રો આશા રાખુ છુ કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના  બાબતે માહિતિ આપને ઉપયોગી નીવડી હશે જો તમને માહિતિ ગમી હોય તો અન્ય મિત્રો ને શેર કરવા વિનંતી. અને આ બાબતે કોઇ અથવા પ્રશ્ન હોય તો નજીકની સમાજ કલ્યાણની  કચેરીની મુલાકાત લેવા વિનંતી www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર!


    Whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

     


    Post a Comment

    0 Comments

    Close Menu