Sky Slate Application । સ્કાય સ્લેટ એપ્લિકેશન । જો તમે નવોદય NMMS જેવી પરિક્ષાના મોક ટેસ્ટ આપવા માંગો છો તો આજે જ આ એપ ડાઉનલોડ કરો એકદમ ફ્રી માં

Sky Slate Application । સ્કાય સ્લેટ એપ્લિકેશન । જો તમે નવોદય NMMS જેવી પરિક્ષાના મોક ટેસ્ટ આપવા માંગો છો તો આજે જ આ એપ ડાઉનલોડ કરો એકદમ ફ્રી માં


 

Sky Slate Application

 આજે સ્પર્ધાના જમાનામાં દરેક ક્ષેત્રે સ્પર્ધા જોવા મળે છે તે શિક્ષણ હોય કે બિઝનેસ કે અન્ય બાબત જેમાં ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે સ્પર્ધા જોવા મળે છે. તેમજ ડિઝિટલ યુગમાં અનેક રીતે શિક્ષણ મેળવી શકાય છે તેમજ શાળા કક્ષાએ સરકારની શિષ્યવૃતિ તેમજ નવોદય જેવી પરિક્ષા પણ આપીને બાળકનુ ભવિષ્ય ઉજ્જવળ કરી શકાય છે આજે આપણે એક એવી એપ્લિકેશન વિશે વાત કરીશુ જે એકદમ ફ્રી છે જ્ઞાન સાથો સાથ ગુણવતા વાળુ શિક્ષણ પણ પુરુ પાડે છે તો તેના વિશે વિગતવાર માહિતિ મેળવીશું.


     Sky Slate એપ્લિકેશન શું છે ?

    Sky Slate એપ્લિકેશન એ Sky Slate Team  દ્વારા ધોરણ ૫ થી ૧૦ ના બાળકો માટે દરેક એકમ વાઇઝ કસોટી તૈયાર કરવામાં આવેલ છે આ ધોરણના બાળકો આ કસોટી આ મોબાઇલ એપ્લિકેશન મારફતે આપી શકે છે તેમજ NMSS,જ્ઞાન સાધના સ્કોલરશિપ ,જવાહર નવોદય વિધાલય ની પ્રવેશ પરિક્ષા વગેરે પરિક્ષાના મોક ટેસ્ટ પણ એકદમ વિના મુલ્યે આપી શકે છે. તેમજ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા, નવોદય પરિક્ષા, PSE પરિક્ષા વગેરે પરિક્ષાને લગત પ્રશ્નોનો અભ્યાસ કરાવવામાં આવે છે. જેને કારણે બાળક ને આ પરિક્ષા પાસ કરવામાં મદદરૂપ બની શકશે. તેમજ TET, TAT, HTAT ની તૈયારી કરતા ઉમેદવારો માટે કન્ટેન્ટ વિભાગનું મટેરીયલ ઉપલબ્ધ કરાવે છે જે ખૂબ જ ઉપયોગી બને છે.sky slate

    હાઇલાઇટ પોઇન્ટ Sky slate Aplication


    આર્ટિકલનો વિષય

    Sky Slate  એપ્લિકેશન ની માહિતિ

     એપ્લિકેશન નો હેતુ  

    ધોરણ ૫ થી ૧૦ સુધીના બાળકો ને અભ્યાસમાં તેમજ સ્પર્ધાત્મક પરિક્ષામાં મદદરૂપ થવુ

    સ્કાય સ્લેટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે

    અહિં ક્લિક કરો 

    Sky slate એપ્લિકેશન માં લોગીન કેવી રીતે કરવુ તેનો વિડિયો જોવા માટે

    અહિં ક્લિક કરો

    અમારી સાથે વ્હોટસેપ દ્વારા જોડાવા માટે

    અહિં ક્લિક કરો

    Sky Slate એપ્લિકેશનમાં અભ્યાસ માટે નીચે મુજબ ની સુવિધા ઉપલ્બ્ધ છે.

    આ એપ્લિકેશએ જ્ઞાન સાથે ગમ્મત સભર અને બાળકોના ભણતરને ભાર વિનાનુ અને ગમતુ બનાવવા માટે ઉપયોગી થાય છે ધોરણ ૫ થી ૮ ના બાળકોના વિષયોને ખૂબ જ સરળ માધ્યમથી કસોટીમાં ફેરવી અને ખૂબ સારા એન્ટરફેસ સાથે કસોટી આપવાની સુવિધાઓ આપે છે. આ કસોટીમાં નીચે મુજબના ફિચર્સ ઉપલબ્ધ છે.

    એકમ વાઈઝ કસોટી

    આ એપ્લિકેશનાં દરેક ધોરણના વિષય દિઠ એકમો આધારીત કસોટીઓ તૈયાર કરવામાં આવેલ છે. જે GCERT ના નિયત કરેલ અભ્યાસક્રમ મુજબ અને નિયત કરેલ વાર્ષિક આયોજન પ્રમાણે અપડેટ કરવામાં આવે છે જેથી બાળકોને આગળના પ્રકરણનો ખોટો ભાર ન પડે અને શાળામાં ચાલતા એકમોનો આ એપ્લિકેશનની મદદથી અભ્યાસ કરી શકે છે. જે એમના નિયમિત અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ધોરણ -૫ થી ૮ ના દરેક ધોરણના દરેક વિષયમાં આપેલ એકમો દિઠ પ્રશ્નોતરી તૈયાર કરી આ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવેલ છે. અભ્યાસક્રમ મુજબ તે નિયમિત અપડેટ કરવામાં આવે છે.

    આ એકમ કસોટી દરમિયાન વિદ્યાર્થીને ૪ લાઈફ લાઈન આપવામાં આવે છે જે લાઈફ લાઈન વિદ્યાર્થીને પ્રશ્નોના જવાબ માટે ખૂબ જ ઉપયોગી થાય છે. જેની મદદથી વિદ્યાર્થી અઘરા લાગત પ્રશ્નનું નિરાકણ લાઈફલાઈન (KBC Game) મુજબની લાઈફ લાઈન દ્વારા જવાબો મેળવી શકે છે.

    ડેઈલી ટેસ્ટ (દૈનિક પ્રશ્નોત્તરી)

    આ એપ્લિકેશનાં દરરોજ ધોરણ વાઈઝ ડેઈલી ટેસ્ટ અપલોડ કરવામાં આવે છે આ ટેસ્ટ એ ધોરણ દિઠ તમામ વિષયો આધારિત તૈયાર કરવામાં આવે છે જેથી બાળક દૈનિક અભ્યાસ મારફત પોતાના અભ્યાસને સારો અને સમૃધ્ધ બનાવી શકે છે. અને આ કસોટીઓ દૈનિક અભ્યાસક્રમના આધારે અપડેટ થતી રહે છે.

    વન-ટુ-વન પ્રશ્નોત્તરી

    આ એપ્લિકેશનનું એક વિશિષ્ટ અને ખૂબ જ ઉપયોગી ફિચર્સ છે. આ એપ્લિકેશનમાં એક વિદ્યાર્થી એપ્લિકેશનાં કોડ જનરેટ કરી પોતાના જ ધોરણના અન્ય વિદ્યાર્થીને મોકલી આપી બન્ને વિદ્યાર્થીઓ પોતાના ધોરણના પ્રશ્નોના આધારે સ્પર્ધા કરી શકે છે અને સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં એક સ્પર્ધાનું વાતાવરણ કેળવાઈ છે જે તેના નિત્ય અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી બને છે.

    વન ટુ વન પ્રશ્નોતરીમાં એપ્લિકેશનમાં એક કોડ જનરેટ થાય છે જે WhatsApp કે SMS ના માધ્યમથી અન્ય વિદ્યાર્થીને મોકલી આપવાનો હોય છે તે વિદ્યાર્થી આ કોડને પોતાની એપ્લિકેશન માં વન-ટુ-વન પ્રશ્નોતરીના ટેબ પર ક્લિક કરી ઓપન થયેલ ટેબમાં ટેસ્ટમાં જોડાવ ટેબ પર ક્લિક કરી આ પ્રશ્નોતરી માં જોડાય શકે છે અને તેના મારફત તે વિદ્યાર્થીઓ એક બીજા સાથે સ્પર્ધા કરી શકે છે.

    આ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થી પોતાનો સ્કોર પોતાના મિત્રોને ચિત્ર સ્વરૂપે મોકલી શકે છે.

    ગૃપ પ્રશ્નોતરી સ્પર્ધા

    આ એપ્લિકેશનાં એક જ ધોરણના એક થી વધારે વિદ્યાર્થીઓ એક સાથે એક ગૃપ બનાવી અને પસંદ કરેલ પોતાના વિષય પર ટેસ્ટ આપી શકે છે અને આ ગૃપ ટેસ્ટમાં જોડાનાર વિદ્યાર્થીઓએ મેળવેલ માર્ક્સના આધારે આ બાળકોને ક્રમાંક આપી શકાય છે. આ ફિચર્સનો ઉપયોગ કરી શિક્ષકશ્રી પોતાના બાળકોનું ગ્રુપ બનાવી તેમા કોડ શેર કરી ઘર બેઠા પોતાના વર્ગના શિક્ષકોનું મુલ્યાંકન કરી શકે છે. અને તેના આધારે બાળકોના શિક્ષક માટેના જરૂરી પગલા લઈ શકે છે.

    વન-ટુ-વન ઓનલાઈન પ્રશ્નોતરી સ્પર્ધા

    sky slate

    બાળકને આ એપ્લિકેશન પોતાના ધોરણના સમગ્ર ગુજરાતના કોઈપણ વિદ્યાર્થી સાથે સ્પર્ધા કરવાનો મોકો આપે છે જેના દ્વારા બાળકોમાં એક સુંદર સ્પર્ધાનું વાતારણ કેળવાય છે અને તે તેના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી બને છે.

    આ એપ્લિકેશન Automatic સમાન ધોરણના બાળક સાથે ઓનલાઈન બાળકને જોડે છે અને પ્રશ્નોતરી આપવા માટેની સુવિધા પુરી પાડે છે જેના દ્વારા એક રમત ગમતનું વાતાવરણ સર્જાય છે અને બાળકના અભ્યાસમાં તે ખૂબ જ ઉપયોગી બને છે.

    ઓનલાઈન મોડમાં વિદ્યાર્થી ઉપલબ્ધના થયે એપ્લિકેશન રોબોટ મોડમાં વિદ્યાર્થી સાથે ઓનલાઈન પ્રશ્નોતરી સુવિધાથી બાળક ગેમના માધ્યમથી અભ્યાસ કરી શકે છે અને તે બાળકના અભ્યાસને વધારે ઉત્કૃષ્ટ બનાવવા ખૂબ જ ઉપયોગી થાય છે.

    સ્કોરબોર્ડ

    આ એપ્લિકેશન પર ટેસ્ટ આપતા તમામ બાળકોએ ટેસ્ટ આપી મળવેલ ગુણના આધારે આ બાળકોના સ્કોરના આધારે દૈનિક, માસિક અને વાર્ષિક સ્કોરબોર્ડ તૈયાર થાય છે.  જેના આધારે બાળક આ એપ્લિકેશન પર પોતાના સ્કોર દ્વારા અન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ આધારીત સ્પર્ધા કરી શકે છે અને તે તેના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી બને છે.

    આ સ્કોરબોર્ડ એ દરેક સમયે સતત અપડેટ થતો રહે છે જેના કારણે બાળક કસોટી પૂર્ણ કરવાની અંતે પોતાનું સ્થાન અપ થતા જોઈ શકે છે જે બાળકને ટેસ્ટ આપવા માટે પ્રોત્સાહિત કરે છે.

    આ સ્કોર બોર્ડએ વિદ્યાર્થીઓના અભ્યાસમાં થયેલા સુધારાને આધારે અને વિદ્યાર્થીએ કસોટી દરમિયાન આપેલા સાચા જવાબોના આધારે તૈયાર થાય છે. આ સ્કોરબોર્ડના આધારે અમારી ટીમ સતત સારૂ પ્રદર્શન કરનાર બાળકન પ્રોત્સાહિત કરશે જેથી બાળકોમાં અભ્યાસ આધારીત એક સ્પર્ધા કેળવાય.અને તેનો વિકાસ થઇ શકે. 

    અઠવાડિક મોક ટેસ્ટ (Weekly Mock Test)

    • Sky Slate Application પર લેવામાં આવતી અઠવાડિક મોક ટેસ્ટ (Weeky Test) નીચે મુજબ છે
    • ü  ધોરણ – ૫ થી ૮ ની અભ્યાસક્રમ આધારિત અઠવાડિક મોક ટેસ્ટ
    • ü  નવોદય પ્રવેશ પરીક્ષા માટેની અઠવાડિક મોક ટેસ્ટ
    • ü  PSE પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (ધોરણ-૬ માટે) અઠવાડિક મોક ટેસ્ટ
    • ü  NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા અઠવાડિક મોકટેસ્ટ
    • આ ટેસ્ટ અંગે વિદ્યાર્થીને એક અઠવાડિયા અગાઉ અવનારી ટેસ્ટમાં તેનું નોટીફિકેશન આપવામાં આવશે જેના કારણે વિદ્યાર્થી તેની તૈયારી કરી શકે .
    • આ મોક ટેસ્ટ મારફત વિદ્યાર્થી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કેળવી શકે છે અને જેના મારફત બાળકના અભ્યાસમાં નિયમિતતા લાવી શકાય છે. અને આ મોક ટેસ્ટમાં પ્રથમ ટોપર તરીકે સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ Coins જીતી શકે છે જે તેમને એકમ કસોટી દરમિયાન લાઈફ લાઈન માટે ઉપયોગી પુરવાર થાય છે.
    • આ મોકટેસ્ટ નિયમિત પણે બાળકો માટે આયોજિત કરવામાં આવશે આ મોકટેસ્ટ શિક્ષકશ્રી દ્વારા પુરા પાડેલા પ્રશ્નો આધારીત મોક ટેસ્ટ લેવાની સુવિધા આ એપ્લિકેશન પુરી પાડે છે 

    વિદ્યાર્થીનું એકાઉન્ટ

    sky slate


    Sky Slate એપ્લિકેશન પર વિદ્યાર્થીના નામ અને ફોટોગ્રાફ સાથેનું વિદ્યાર્થીનું આઈ-ડી સેટ કરી શકાય છે જે ફોટો વિદ્યાર્થી બદલી શકે છે જેના કારણે બાળકમાં એક આત્મ વિશ્વાસનું નિર્માણ થાય તે માટેનું યુઝર ઈન્ટફેસ તૈયાર કરવામાં આવેલ છે.

    વિદ્યાર્થીના એકાઉન્ટનો ફોટો બદલવા માટે આપેલ કેમેરાના સિમ્બોલ પર ક્લિક કરી અને વિદ્યાર્થીનો ફોટો બદલી શકાય છે અને વિદ્યાર્થીનું નામ બદલવા માટે આપેલ પેનના એડિટ સિમ્બોલ પર ક્લિક કરી અને નામ પણ બદલી શકાય છે.

    આ એપ્લિકેશન અન્ય વિદ્યાર્થીને શેર કરવાથી વિદ્યાર્થીને 50 Coins મળે છે અને ડાઉનલોડ કરનાર વિદ્યાર્થીને 100 Coins મળે છે જેનો ઉપયોગ કસોટી દરમિયાન લાઈફ લાઈનનો ઉપયોગ કરવા માટે કરી શકાય છે.

    https://play.google.com/store/apps/details?id=com.sky.skyslate&hl=en_US

    Sky Slate એપ્લિકેશન પર લોગ-ઈન પ્રકિયા

    આ એપ્લિકેશનને વધારેમાં વધારે સરળ અને વિદ્યાર્થી માટે ઉપયોગી બનાવવાનો પ્રયાસ કરવામાં આવેલો છે આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યાથી લોગ-ઈન અને બાળકના નામનું આડી.સેટ કરવા સુંધીની પ્રોસેસ નીચે મુજબના વિડિયોમાં દર્શાવવામાં આવેલ છે. વિડિયો જોવા માટે અહિં ક્લિક કરો 

     મિત્રો આશા રાખુ છું કે તમને આ માહિતિ ગમી હશે જો ગમી હોય તો આપના મિત્રોને શેર કરજો જેથી કરીને તેમના અભ્યાસમાં મદદરૂપ બની શકાય www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર ! 


                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

    Post a Comment

    0 Comments

    Close Menu