સ્પોન્સરશિપ યોજના । sponsorship scheme Gujarat
સમાજ
સુરક્ષા ખાતા દ્વારા વૃધ્ધો,બાળકો તેમજ
દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. સંકલિત બાળ
સુરક્ષા યોજના યોજના હેઠળ
સ્પોન્સરશિપ યોજના તેમજ પાલક માતાપિતા યોજના જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.આ યોજના હેઠળ જરૂરિયાતમંદ ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને દર મહિને ૨,૦૦૦/ લેખે ત્રણ વર્ષ સુધી સહાય પુરી પાડવામાં આવે છે.
સ્પોન્સરશિપની યોજના
Highlight Point Of સ્પોન્સરશિપ યોજના
આર્ટિકલનો હેતુ |
સ્પોન્સરશિપ યોજના |
આ યોજના હેઠળના લાભાર્થી |
બાળકો |
અરજી પ્રક્રિયા |
ઓફલાઈન |
જિલ્લા પ્રમાણે
હેલ્પલાઈન નંબર મેળવવા માટે |
|
સ્પોન્સશિપ યોજનામાં આવક
મર્યાદા |
ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦/ શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/ |
આ યોજનાનો ઠરાવ ડાઉનલોડ કરવા માટે |
|
અમારી સાથે વ્હોટસેપથી
જોડાવા માટે |
સ્પોન્સરશીપ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ?
- સ્પોન્સરશીપ યોજનાનો લાભ મેળવવા માટે નીચેની પાત્રતા હોવી જોઇએ
- જે બાળકના એક જ માતા-પિતા હયાત હોય
- યોજના અંતર્ગત ૦થી ૧૮ વર્ષની વયનાં બાળકોનો સમાવેશ થાય છે.
- કુટુંબદીઠ બે બાળકો સુધી લાભ મળવા પાત્ર છે
- એક માતા/વિધવા મહિલાના બાળકો
- એવા બાળકો જેમના માતા-પિતા એચઆઈવીથી પીડિત હોય
- એવા બાળકો જેમના માતા-પિતા રક્તપિત્તથી પીડિત હોય
- એવા બાળકો જેમનું ભરણ-પોષણ કરનારા જેલમાં હોય
- જે બાળકો ૬ મહિનાથી સરકારી સંસ્થામાં રહી રહ્યા છે તેમને લાભ મળી શકે
- જે બાળકના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રુ. ૧,૨૦,૦૦૦/ - અને શહેરી વિસ્તારમાં રુ. ૧,૫૦,૦૦૦ની હોવી જોઇએ
સ્પોન્સરશિપ યોજના હેઠળ મળવાપાત્ર
લાભ
- બાળકોને શૈક્ષણિક કુટુંબમાં પુનઃસ્થાપન કરવા અર્થે માસિક રૂ. ૨,૦૦૦/- લેખે
ફોર્મ ભરવાની પ્રક્રિયા
- આ યોજનાના ફોર્મ જે-તે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીએથી મળશે
- તેમજ આ યોજનાનો અમલ ઑબ્ઝર્વેશન હોમના સુપ્રિટેન્ડન્ટ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવે છે
- આ યોજના નો લાભ મેળવવા માટે બાળકને ઓછામાં ઓછું ૬ મહિના ચિલ્ડ્રન હોમમાં રહેવું જરૂરી છે.
- સહાય મંજૂર થયા બાદ અરજદારે બેંકમાં બાળકના નામ સાથેનું સંયુક્ત ઍકાઉન્ટ ખોલાવવાનું રહેશે. જેમાં સહાય ની રકમ જમા થતી હોય છે.
સ્પોન્સરશિપ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો :
- ઉંમરનો દાખલો - બાળકના
ઉંમરના દાખલા માટે જન્મનો દાખલો | શાળા છોડ્યાના
પ્રમાણપત્રની નકલ
- અરજદારના બાળક સાથેનો
પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બાળકના માતા અથવા
પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ
- અરજદારની વાર્ષિક આવક રૂ. ૨૪,૦૦૦/-થી વધુ ના હોય તેવું આવકનું પ્રમાણપત્ર
- ૩થી ૬ વર્ષની ઉંમરના બાળકો માટે - આંગણવાડીમાં
જતા હોય તેનું સીડીપીઓનું
પ્રમાણપત્ર- ૬ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે - બાળક શાળામાં
ભણે છે તે અંગેનું આચાર્ય પાસેથી પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું રહેશે.
સ્પોન્સરશિપ
યોજનાનુ ફોર્મ ફોર્મ ક્યાંથી મેળવવું ?
સ્પોન્સરશિપ યોજનાનુ ફોર્મ તમે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીમાં જઇને મેળવી શકો છો તેમજ ફોર્મ ભરીને ત્યાંજ આપવાનુ હોય છે અને આ કચેરી દ્વારા આગળની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે
સ્પોન્સરશિપ યોજના |
0 Comments