ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજના 2024 | અકસ્માત માં અવસાન/અપંગતા પામનારના પરિવારને રૂપિયા ૨ લાખ સુધીની નાણાકિય સહાય પુરી પાડતી યોજના
khedut aksmat vima yojana |
ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વિમા યોજના
ગુજરાત સરકાર અને વિમા નિયામકશ્રી દ્વારા ગુજરાત સામુહિક જુથ અકસ્માત વિમા યોજના અમલમાં મુકવામા આવેલ છે. આ યોજનામાં વિવિધ ખાતાના વડા હેઠળ ની તમામ વિમા યોજનાઓને એક જુથમાં સમાવેશ કરવામાં આવેલ છે, હવે આ એક જ યોજનામાં ખાતેદાર ખેડુત,શ્રમિક,પ્રાથમિક માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાના અને કોલેજના વિધાર્થિઓ,પોલિસ કર્મચારીઓ,સફાઇ કામદાર,વિકલાંગ,નિરાધારવિધવા,સ્પોર્ટસ કોલેજના ટ્રેઇની, હિરાઘસુ કામદારો તેમજ જેલખાતાના કર્મચારીઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. જો અકસ્માત દરમ્યાન ઉપરની કેટેગરીમાં આવતા લાભાર્થીનું અવસાન થાય છે તો તેમને આ વિમા યોજનાનો લાભ મળવાપાત્ર છે. આજે આપણે આ કેટેગરી પૈકી ખેડુત ખાતેદારનું અકસ્માતમાં અવસાન થાય તો વિમા યોજનાનો લાભ મેળવવા વારસદારે કેવી રીતે અરજી કરવી?, આ યોજના હેઠળ કેટલા રુપિયાની સહાય મળવાપાત્ર છે?, વારસદાર કેવી રીતે અરજી કરી શકે?, વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.
ખેડુત અકસ્માત વિમા યોજના 2023
Highlight Point of khedut akasmat vima yojana
યોજના નું નામ
ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજના
યોજનાનો હેતુ
ખાતેદાર ખેડુતના પરિવારમાં કોઇ પણ સભ્યના અકસ્માતમાં અવસાનના કિસ્સામાં બે લાખની સહાય આપતી યોજના
ખાતેદાર ખેડુત, તેના પત્નિ, પુત્ર કે પુત્રીના અકસ્માતમાંં અવસાન કે અપંગ થવાના કિસ્સામાં સહાય મળવા પાત્ર છે.
લાભાર્થી
ખેડુત ખાતેદાર
Official વેબસાઇટ
www.insurance.gujarat.gov.in/
Official વેબસાઇટ
જૂથ વીમા યોજના ફોર્મ pdf
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજનાનો ઠરાવ ડાઉનલોડ કરવા માટે
યોજના નું નામ
ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજના
યોજનાનો હેતુ
ખાતેદાર ખેડુતના પરિવારમાં કોઇ પણ સભ્યના અકસ્માતમાં અવસાનના કિસ્સામાં બે લાખની સહાય આપતી યોજના
ખાતેદાર ખેડુત, તેના પત્નિ, પુત્ર કે પુત્રીના અકસ્માતમાંં અવસાન કે અપંગ થવાના કિસ્સામાં સહાય મળવા પાત્ર છે.
લાભાર્થી
Official વેબસાઇટ
Official વેબસાઇટ
જૂથ વીમા યોજના ફોર્મ pdf
ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજનાનો ઠરાવ ડાઉનલોડ કરવા માટે
ખેડુત અકસ્માત વિમા યોજનાનો લાભ
ખેડુત અકસ્માત વિમા યોજનામાં મળતી સહાય સહાય ધોરણ
- અકસ્માતને
કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ. ૨.૦૦ લાખ
- અકસ્માતને
કારણે બે આંખ / બે અંગ / હાથ અને પગ / એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં
૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ ( આંખના કિસ્સામાં ૧૦૦% સંપૂર્ણ દૃષ્ટિ જવી, હાથનાં
કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગનાં કિસ્સામાં ઘૂંટણ ઉપરથી તદ્દન કપાયેલ
હોય)
- અકસ્માતને
કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦% લેખ રૂ. ૧.૦૦ લાખ
ખેડુત અકસ્માત વિમા યોજનાની અરજી સાથે નીચેના ડોક્યુમેન્ટ રજુ કરવાના હોય છે.
- અકસ્માતે
મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્ટ-
૧,ર,૩, ૩(A),૪,અને ૫
- ૭/૧૨, ૮-અ, ગામના નમુના
નં.૬ (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)
- પી.એમ.
રીપોર્ટ
- એફ.આઇ.આર, પંચનામા
રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હૂકમ
- મૃતકનુ મરણનુ
પ્રમાણપત્ર, ઉંમરનો પૂરાવો
- કાયમી સંપૂર્ણ
અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું
પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ
- મૃતક અકસ્માત
સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સ,
- બાંહેધરી
પત્રક
- પેઢીનામુ
- વારસદારના કેસમાં અસલ પેઢીનામુ (પતિ / પત્ની વારસદાર ના હોય તેવા કિસ્સામાં)
ખાતેદાર ખેડુત અકસ્માત વિમા
યોજનાની ની સહાયનુ વળતર મેળવવા માટે અરજી ક્યાં કરવી ?
ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજનાની માટે કરેલ અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવુ? |
Khedut akasmat vima yojana status check
- લાભાર્થીએ ખેડુત ખાતેદાર અકસ્માત વિમા યોજનાની અરજીનુંં સ્ટેટસ તપાસવા માટે સૌ પ્રથમ https://gsjjavy.gujarat.gov.in/claimsearch.php ને ઓપન કરો
- ત્યારબાદ અરજદારનું આધાર કાર્ડ/બેન્ક એકાઉન્ટ ની વિગતો દાખલ કરો
- ત્યારબાદ કેપ્ચા નાખીને સર્ચ પર ક્લિક કરો
- જેથી કરીને તમારી અરજી પર શુ કાર્યવાહી થયેલ છે તે જોઇ શકાશે.
khedut akasmat vima yojana important link
khedut akasmat vima yojana form pdf |
ખેડુત અકસ્માત વિમા યોજના ફોર્મ Pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
|
વીમા દાવો ભરવા માટેનું ફોર્મ અને ઇન્ડેમ્નીટી બોન્ડનો નમુનો |
|
જુથ વિમા યોજનાનો ઠરાવ |
|
અમારી સાથે વ્હોટસેપથી જોડાવા માટે | અહીં ક્લિક કરો |
Khedut Aksmat Vima yojana's FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.
ખેડુત ખાતેદાર અકસ્માત વિમા યોજના શું છે
a.
ખેડુત ખાતેદાર અકસ્માત વિમા યોજના એ અકસ્માત માં અવસાન પામનારના ખેડુતના પરિવારને
અથવા અશકતતાના કિસ્સામાં ખેડુત લાભાર્થીને
નાણાકિય સહાય પુરી પાડવાની યોજના છે.
2.
ખેડુત ખાતેદાર અકસ્માત વિમા યોજનાથી શું લાભ મળે છે ?
a.
આ યોજનાથી અકસ્માતમાં અવસાન
પામનારના પરિવારને યોજના પ્રમાણે ૨,૦૦,૦૦૦/ ( ૨
લાખ) સુધીની સહાય મળે છે
3.
ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વિમા યોજનાની અરજી કઇ રીતે કરવાની હોય છે ?
a.
આ યોજનાની અરજી ડાઉનલોડ કરી સાથે જરૂરી દસ્તાવેજો સામેલ રાખી જે તે જિલ્લા
પંચાયતની ખેતિવાડી અધિકારીની કચેરી ખાતે
જમા કરાવવાની હોય છે
4.
ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વિમા ની અરજી કેટલા સમય સુધી કરી શકાય ?
a. ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વિમા ની સહાય મેળવવાની અરજી અકસ્માત થયાના ૧૫૦ દિવસ સુધી આ યોજનાની અરજી ખેતિવાડી અધિકારી જિલ્લા પંચાયત ને કરવાની હોય છે
0 Comments