PM Vishwakarma Yojana । ઓનલાઇન અરજી શરૂ મળશે 5 % ના વ્યાજે મળશે રૂ. 3 લાખની લોન

PM Vishwakarma Yojana । ઓનલાઇન અરજી શરૂ મળશે 5 % ના વ્યાજે મળશે રૂ. 3 લાખની લોન

 

PM Vishwakarma Yojana:  5 % ના વ્યાજે મળશે રૂ. 3 લાખની લોન | pm vishwakarma yojana details in gujarati 

PM Vishwakarma Yojana 2023
PM વિશ્વકર્મા યોજના

PM Vishwakarma Yojana 2023 

 PM વિશ્વકર્મા યોજના: વિશ્વકર્મા લોન યોજના: સરકાર દ્વારા દરેક વર્ગના લોકો માટે સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. એમા પણ નાના ધંધાર્થીઓ-વ્યવસાયકારો આગળ આવે અને તેમના વ્યવસાયનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની સહાય આપવામા આવે છે અને તેમના ધંધા ના વિકાસ માટે ઘણી યોજનાઓ અંતર્ગત લોન આપવામા આવે છે. નાના ધંધાર્થીઓના ધંધા-વ્યવસાયના વિકાસ  માટે સરકાર દ્વારા PM Vishwakarma Yojana  શરૂ કરવામાં આવી છે જેના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં 18 પ્રકારનાં કારીગરોને રૂા. 3 લાખ સુધીની લોન જામીનગીરી વગર આપવામા આવશે . તેમજ ૧૦ હજાર સુધીની ટુલકીટ પણ આપવામાં આવશે અને તેમની ક્ષમતા વિકસે  તે માટે તાલિમ આપવામાં આવશે આપણે આ આર્ટિકલમાં આના વીશે સંપુર્ણ માહિતિ મેળવીશું

    .

    PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના ,પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023,(PM Vishwakarma Yojana gujarati, PM Vishwakarma Kaushal Samman Yojana, PM Vishwakarma Shram Samman Yojana in Gujarati) (Benefit, Online Apply, Registration, Eligibility, Beneficiary, Benefit, Documents, Official Website, Helpline Number, Latest News, Launch 17 Sep, Training Amount, Loan, Interest Rate)pm vishwakarma yojana details in gujarati 

    PM વિશ્વકર્મા યોજનાના હાઇલાઇટ પોઇન્ટ

    યોજનાનું નામ

    પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

    યોજનાનો હેતુ

    પરંપરાગત કારીગરોને તાલિમ તથા જરુરી લોન આપી સક્ષમ બનાવવા

    PM Vishwakarma Yojana

    official website

    https://pmvishwakarma.gov.in/

    પીએમ વિશ્વકર્મા યોજનાની ગાઇડલાઇન

    અહીં ક્લિક કરો

    ઓફિશીયલી વેબસાઇટ પર જવા માટે

    અહીં ક્લિક કરો

    Whatspp Group માં જોડાવા માટે

    અહીં ક્લિક કરો

    PM vishvakarma યોજનાના હેતુ PM Vishwakarma Yojana In Gujarati

    પીએમ વિશ્વકર્મા એ એક નવી યોજના છે આ યોજના દ્વારા  પરંપરાગત કારીગરો  તેમના પરંપરાગત ઉત્પાદનો અને સેવાઓને ને સારી રીતે વધારી શકે તેમાટે મદદરૂપ બની શકાય તે છે જેના મુખ્ય હેતુ નીચે મુજબ છે

     

    1. કારીગરો અને કારીગરોને વિશ્વકર્મા તરીકે ઓળખવામાં સક્ષમ બનાવવા તેમની આગવી ઓળખ ઉભી કરવી જેથી તેઓ યોજના હેઠળના તમામ લાભો મેળવવા માટે પાત્ર બને. 

    2. કૌશલ્ય અપગ્રેડેશન તેમનામાં રહેલી કુશળતાને સક્ષમ બનાવવી જેના માટે જરૂરી યોગ્ય તાલીમની તકો ઉપલબ્ધ ઉભી થાય અને તેમની કૌશલ્ય શક્તિનો વિકાસ થાય

     3. તેમની ક્ષમતા, ઉત્પાદકતા અને ઉત્પાદનોની ગુણવત્તા વધારવા માટે વધુ સારા અને આધુનિક સાધનો મળી રહે તે માટે સાધનો પુરા પાડવા

      4. ઇચ્છિત લાભાર્થીઓને કોલેટરલ ફ્રી ધિરાણની સરળ સુવિધા પુરી પાડવી  અને વ્યાજ સબવેન્શન આપીને વ્યાજની કિંમતમાં ઘટાડો કરવો. 

    5.ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન  પૂરું પાડવું
     6. બ્રાંડ પ્રમોશન અને માર્કેટ લિન્કેજ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું જેથી તેઓને વૃદ્ધિ માટેની નવી તકો ઍક્સેસ કરવામાં મદદ મળે.

     આ પણ વાંચો:  સન્માન પોર્ટલ: શ્રમિકોને લગતી તમામ યોજનાઓની અરજી કરો એક જ ક્લિક માં 

    વિશ્વકર્મા યોજનાનામાં સમાવેલ  વ્યવસાયની યાદી

    પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં  ૧૮ પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને તાલીમ આપી જામીનગીરી વગર રૂ .3 લાખની લોન તેમજ ૧૫ હજારની ટુલકિટ આપવામાં આવશે

    ·        સુથાર

    ·        નાવડી બનાવનાર

    ·        સરાણિયા (બખ્તર-ચપ્પુ બનાવનાર)

    ·        લુહાર

    ·        હથોડી અને ટૂલકિટ નિર્માતા

    ·        તાળાના કારીગર

    ·        કુંભાર

    ·        શિલ્પકાર

    ·        મોચી

    ·        કડિયા

    ·        વાળંદ

    ·        ટોપલીટોપલા કે સાવરણીના કારીગર

    ·        દરજી

    ·        ધોબી

    ·        માળી

    ·        માછલી પકડવાની જાળી બનાવનારા

    ·        પરંપરાગત રમકડાના કારીગર

    ·        સુવર્ણકામ

    પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભ

    ગ્રામીણ વિસ્તારોના કારીગરો માટે તેમના ધંધાના વ્યાપ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થનારી આ યોજના હેઠળ નોંધણી થયા બાદ પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને ડિઝિટલ આઇડી કાર્ડ આપવામાં આવશે. કૌશલ્ય ચકાસણી પછી રૂ. ૧૫ હજારની ટૂલકિટનો લાભ આપવામાં આવશે. બેઝીક અને એડવાન્સ તાલીમ દરમિયાન રૂ. ૫૦૦નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તાલીમ બાદ રૂ. એક લાખની કોઇ પણ જામીનગીરી વિનાની લોન આપવામાં આવશે. તે લોન સમયસર ચૂકવવામાં આવે તો વધુ રૂ. બે લાખની લોનની સવલત કરી આપવામાં આવશે.ડિઝિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન પુરુ પાડવામાં આવશે તેમજ તેમની બ્રાન્ડ અને માર્કેટિંગ માટે સહયોગ પુરો પાડવામાં આવશે.

    પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની પાત્રતા

    પીએમ વિકાસ યોજનાની ટૂંકી વિગતો જોઇએ તો મુખ્ય જોગવાઇઓ નીચે મુજબ છે.

    ·  આ યોજનાનો લાભ કુટુંબ દીઠ એક વ્યક્તિને તેનો લાભ મળશે.

    ·  આ યોજનાના લાભાર્થીની લઘુત્તમ ઉંમર 18 વર્ષ કરતાં વધુ ન હોવી જોઇએ.

    ·  અરજદારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સ્વરોજગાર, વ્યવસાયિક વિકાસ માટે ધિરાણ છે, પીએમઇજીપી કે પીએમ સ્વનિધિ જેવી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઇએ.

    ·  મુદ્રા અને સ્વનિધિના લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તો આવા અરજદારોને આ યોજનાનો લાભ મળશે.

    ·   સરકારી નોકરી કરતી વ્યક્તિના પરિવારને આ યોજનાનો લાભ નહીં મળે.

    આ યોજનાથી નાના ધંધાર્થીઓને તેમના વ્યવસાય માટે તાલીમ મળી રહેશે તથા તેમના ધંધા-વ્યવસાયના વિકાસ માટે આર્થીક મદદ માટે લોન મળી રહેશે. જેનો વ્યાજદર સામાન્ય 5 % જેટલો જ રાખવામા આવ્યો છે.

     આ પણ વાંચો ઇ નિર્માણ કાર્ડ કઢાવવા અંગેની સંપુર્ણ માહિતિ મેળવો એક ક્લિક્માં 

    PM વિશ્વકર્મા યોજના માટે જરૂરી દસ્તાવેજો PM Vishwakarma Yojana Online Apply 2023

     

    ·       આ યોજનામાં  અરજી કરવા માટે નીચેના ડોક્યુમેન્ટની જરૂર રહેશે
    ·       અરજદારનું આધાર કાર્ડ
    ·       પાન કાર્ડ,
    ·       બેંક એકાઉન્ટ પાસબુક
    ·       અભ્યાસ અંગેનું પ્રમાણપત્ર
    ·        મોબાઇલ નંબર અને
    ·       પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ વગેરે.
    ·       રેશન કાર્ડ રેશન કાર્ડ ના હોવાના કિસ્સામાં પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ રજુ કરવાના હોય છે.
    ·       અન્ય વધારાના દસ્તાવેજો અથવા માહિતી: લાભાર્થીઓને MoMSME દ્વારા નિર્ધારિત જરૂરિયાતો અનુસાર વધારાના દસ્તાવેજો અથવા માહિતી પ્રદાન કરવાની જરૂર પડી શકે છે.

    પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની અરજી કેવી રીતે કરવી ? PM Vishwakarma Yojana Online Apply 2023

    પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સહાય માટે અરજી કરવા માટે નજીકના CSC સેન્ટર અથવા ગ્રામ પંચાયતમાં જવાનુ રહેશે ત્યાંથી આપની અરજી સબમીટ કરી શકાશે અને આ યોજનાનો લાભ મેળવી શકાશે 

    આ પણ વાંચો : તમારા નામનુ આયુષ્યમાન કાર્ડ બનેલુ છે કે નહિ ચેક કરો એક ક્લિક માં 

    PM વિશ્વકર્મા યોજના
    PM વિશ્વકર્મા યોજના


    Faq- PM વિશ્વકર્મા યોજનામાં વારંવાર પુછાતા પ્રશ્નો

    વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના મા કેટલી લોન આપવામા આવશે ?

    રૂ. 3 લાખ

    વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના મા કેટલા પ્રકારના વ્યવસાય માટે તાલીમ આપવામા આવશે ?

    18 પ્રકારના

    PM વિશ્વકર્મા માટે પરિવારના કેટલા સભ્યો અરજી કરી શકે છે?

    PM વિશ્વકર્મા માટે પરિવારમાંથી માત્ર એક જ સભ્ય અરજી કરી શકે છે.

    PM વિશ્વકર્મા યોજના હેઠળ લાભો કેવી રીતે મેળવવો?

    આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિ www.pmvishwakarma.gov.in પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.નોધણી માટે નજીના CSC સેન્ટર અથવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરી શકાશે.

    pm viswvakarma yojana pdf Download  કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 

    pm viswvakarma yojana pdf

    મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.com ની મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
    તમામ સરકારી યોજનાઓની માહિતિ Pdf માં મેળવવા માટે અહીં ક્લિક કરો 

                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો          

    Post a Comment

    0 Comments

    Close Menu