પ્રસૂતિ સહાય યોજના 2023।પ્રસુતિ સહાય યોજનામાં મળશે કુલ રૂ.37,500 ની સહાય | શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023 | Shramyogi Delivery Sahay Yojana Gujarat

પ્રસૂતિ સહાય યોજના 2023।પ્રસુતિ સહાય યોજનામાં મળશે કુલ રૂ.37,500 ની સહાય | શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023 | Shramyogi Delivery Sahay Yojana Gujarat

 

પ્રસૂતિ સહાય યોજના 2023।પ્રસુતિ સહાય યોજનામાં  મળશે કુલ રૂ.37,500 ની સહાય | શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023 | Shramyogi Delivery Sahay Yojana Gujarat


પ્રસુતિ સહાય યોજના 2023

પ્રસુતિ સહાય યોજના 2023


પ્રસુતિ સહાય યોજના 2023 | Prasuti Sahay Yojana Gujarat

 ગુજરાત સરકાર અને શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગીઓના કલ્યાણ માટે શ્રમયોગી શિક્ષણ યોજના, વિશિષ્ટ કોચિંગ સહાય યોજના, વગેરે  કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના છે શ્રમ યોગી પ્રસુતિ સહાય યોજના” આ યોજના બાંધકામ  શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોધણી કરાવેલા મહિલા શ્રમિક અને શ્રમિકોની પત્નિને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા માટે પ્રસૂતિ સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે.

આ આર્ટિકલમાં શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી “શ્રમ યોગી કલ્યાણ બોર્ડ” માં નોધણી કેવી રીતે કરાવવી? વગેરેની માહિતિ મેળવીશું

    શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023 શું છે? (ડિલીવરી સહાય યોજના ગુજરાત)

    ગુજરાત રાજ્ય માં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્નીને પ્રસુતી થાય ત્યારે અને સગર્ભાઅવસ્થા દરમ્યાન  દવા, હોસ્પિટલ ખર્ચ, પૌષ્ટિક આહાર ખર્ચ વગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની યોજના એટલે “શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના જેમાં પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

    "પ્રસુતિ સહાય યોજના" હાઇલાઇટ પોઇન્ટ

    યોજના નું નામ

    શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના

    વિભાગ

    બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત

    લાભાર્થી

    શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્ની

    મળવાપાત્ર સહાય

    રૂ.37,500/- સુધી સહાય

    સતાવાર વેબસાઇટ

    www.sanman.gujarat.gov.in/

    હેલ્પલાઈન નંબર

    079-25502271

    પ્રસુતિ સહાય યોજના નો લાભ કોણ લઈ શકે?

    પ્રસુતિ સહાય યોજનાનો લાભ ગુજરાત મકાન અને  બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

    શ્રમયોગી પ્રસુતિ સહાય યોજનાના નિયમો અને શરતો

    શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

    ·  લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી DBT થી સહાય આપવામાં આવે છે.

    ·  જો કોઈ મહિલા ને કસુવાવડ થઈ હોય તો તેને પણ લાભ આપવામાં આવે છે. મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. (ગર્ભ રહયા પછી ૨૬ મા અઠવાડીયા પહેલા અથવા એટલી મુદ્દત દરમ્યાન મહિલા અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસવાડ થયેલ હોય તેવા જ કિસ્સામાં)

    · સહાય માટે અરજી કરવાનો સમયગાળો ગર્ભ રહ્યાના તારીખથી છ મહિનાની અંદર કરવાનો રહેશે.

    ·   નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સમાં પ્રસુતિ સહાય પહેલાની રૂ.17,500 /- સહાયમાં ૦૬ (છ)માં માસમાં અરજી કરવાની રહેશે તથા સર્જન/ગાયનેક સર્જન/ગાયનેક PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલ (નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં) ડોકટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલમાં પ્રસુતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઈન્વર્ડ થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતા ૦૬ માસ (છ) પુર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં ઈન્વર્ડ થયેલ હોવી જોઈએ.

    આ પણ વાંચો :

    ·        PM વિશ્વકર્મા  યોજના

    ·        જાણો ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું

    ·        શ્રમયોગી કોચિંગ  સહાય યોજના

    શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ – Shramyogi Prasuti Sahay Yojana Benefits

    •  નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેના કિરસામાં રૂ,6000 /-નો લાભ મળવાપાત્ર થશે,
    •  નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા સમય દરમ્યાન કુલ-રૂ. 17,500/- તથા પ્રસુતિ બાદ કુલ- રૂ.20,000 /- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવશે.
    •  આમ, નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ.37,500 /- સહાય ની ચુકવણી કરવામાં આવશે.

    પ્રસુતિ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Required Documents Of Prasuti Sahay Yojana

    શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ હોવા જોઇએ

    ·        મમતા કાર્ડની નકલ

    ·        કસુવાવડ અંગે PHC માન્ય ડોક્ટરનુ પ્રમાણપત્ર

    ·        રેશનકાર્ડની નકલ

    ·        બેંક પાસબૂકની નકલ

    ·        લાભાર્થીનું આધાર કાર્ડ

    ·        સોગંદનામું

    ·        ઇ-નિર્માણ કાર્ડ

    પ્રસુતિ સહાય યોજના ફોર્મ pdf અરજી ફોર્મ ડાઉનલોડ કરો

    પ્રસુતિ પહેલા નું

    ડાઉનલોડ કરો

    પ્રસુતિ પછી નું

    ડાઉનલોડ કરો

    પ્રસુતિ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Apply Online For Prasuti sahay Yojana Gujarat

    શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધાયેલ શ્રમિક તેઓની લગતી તમામ યોજનાઓની સહાય માટેની અરજી એક જ જગ્યાએથી કરી શકે તે માટે સરકાર દ્વારા “ગુજરાત સન્માન પોર્ટલ” શરૂ કરવામાં આવેલ છે

    જેથી કરીને અરજદાર https://sanman.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે. 

    'શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધણી કેવી રીતે કરવી' ?

    શ્રમયોગી કલ્યાણ બોર્ડ ની યોજનાની સહાય માટે અરજી કરવા માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોધણી કરાવેલી હોવી જોઇએ તો જ શ્રમયોગી કલ્યાણની યોજનાઓમાં અરજી કરી શકાશે.શ્રમયોગી નોધણી માટે હવે ઇ નિર્માણ કાર્ડ ની સાઇટ પર જઇને નોધણી કરાવી શકાશે અને "ઇ-નિર્માણ કાર્ડ" ઇસ્યુ થયા બાદ પાત્રતા ધરાવતા લાભાર્થી વિવિધ યોજનામાં અરજી કરી શકાશે.

    ઇ નિર્માણ કાર્ડ કઢાવવા અંગેની તમામ માહિતિ માટે અહીં ક્લિકરો

    આ પણ વાંચો :


    "પ્રસુતિ સહાય યોજના" મહત્વપૂર્ણ લિંક્સ

    તાવાર  વેબસાઇટ

    https://bocwwb.gujarat.gov.in

    https://sanman.gujarat.gov.in

    ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ યોજનાઓ pdf

    અહીં ક્લિક કરો 

    Whatsapp ગ્રુપ માં જોડાવ

    અહી ક્લિક કરો

    પ્રસુતિ સહાય યોજના વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

    પ્ર.1 : પ્રસુતિ સહાય યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે

    જ :  નોંધાયેલ મહિલા શ્રમિક ને પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ-રૂ. 17,500/- તથા પ્રસુતિ થયા બાદ કુલ- રૂ.20,000 /- આમ, નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ.37,500 /- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવશે.

    પ્ર.2 : જો કોઈ મહિલા ને કસુવાવડ થઈ હોય તો તે આ યોજના નો લાભ લઈ શકે છે.  

    જ : હા, મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. (ગર્ભ રહયા પછી ૨૬ મા અઠવાડીયા પહેલા અથવા એટલી મુદ્દત દરમ્યાન મહિલા અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસવાડ થયેલ હોય તેવા જ કિસ્સામાં)

    પ્ર.3 : ડિલેવરી સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?

    જ : અરજદાર https://sanman.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે. અથવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જિલ્લા કચેરીએ જઈને અરજી કરી શકે છે.

    મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.com ની મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
    તમામ સરકારી યોજનાઓની માહિતિ Pdf માં મેળવવા માટે અહીં ક્લિક કરો 

                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો          

    Post a Comment

    0 Comments

    Close Menu