sc Coaching Sahay Yojana 2023 | sc કોચિંગ સહાય યોજના 2023| esamajkalyan

sc Coaching Sahay Yojana 2023 | sc કોચિંગ સહાય યોજના 2023| esamajkalyan

 

[esamajkalyan] Coaching Sahay Yojana 2023 For SC |sc  કોચિંગ સહાય યોજના 2023


Short Briefing : e Samaj kalyan Portal Scheme | સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રૂપિયા 20,000/- ની સહાય | Coaching Assistance scheme 2023 for SC

અનુસુચિત જાતિના વિધાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના 2023

               
Coaching Sahay Yojana 2023 For SC
Coaching Sahay Yojana 2023 For SC

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ અલગ-અલગ વિભાગો કાર્યરત છે. જેમાં નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષા, નિયામક વિકસિત જાતિ કલ્યાણ તથા અન્ય નિગમો વગેરે ચાલે છે. આ વિભાગો દ્વારા જુદા-જુદા વર્ગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ, અમલમાં મુકેલ છે જેમાં Director Scheduled Caste Welfare દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે માનવ ગરિમા યોજના. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ, ડૉ.આંબેડકર આવાસ યોજના, સ્પર્ધાત્મક તાલીમ સહાય તથા ઘણી બધી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે.
મિત્રો આ આર્ટિકલના માધ્યમથી આપણે અનુસુચિત જાતિના તાલીમાર્થીને કોચિંગ સહાય યોજનાની સંપુર્ણ માહિતિ મેળવીશું.

    sc Coaching Sahay Yojana 2023 

    અનુસુચિત જાતિના તાલીમાર્થીઓને Coaching Sahay Yojana નો લાભ મળશે. જેમાં UPSC, GPSC, GSSSB, પંચાયત સેવા પસંદગી, સ્ટેટ કમિશન / બેંક / એલ.આઇ.સી / ગૌણ સેવા પસંદગી મંડળ / રેલ્વે ભરતી બોર્ડ / સ્ટાફ સિલેકશન કમિશન / દ્વારા લેવાતી વર્ગ -1, 2 અને 3 ની માટે લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ રાજય સરકાર તેમજ કેન્‍દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ કોણે મળશે?, કેવી રીતે કોચિંગ સહાય માટે અરજી કરવાની રહેશે, અરજી ક્યાં કરવાની રહેશે તે તમામ માહિતી મેળવીશું.
    અનુસુચિત જાતિ કોચિંગ સહાય યોજના
    અનુસુચિત જાતિ કોચિંગ સહાય યોજના

    કોચીંગ સહાય યોજનાનો હેતુ

    અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી/ જી.પી.એસ.સી./ સ્ટેટ કમિશન/ બેંક / એલ.આઇ.સી/ ગૌણ સેવા પસંદગી મંડળ/ જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ -૧,૨ અને ૩ ની રાજ્ય સરકાર તેમજ કેન્‍દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. આ . Coaching Assistance scheme નો લાભ મેળવીને જરુરિયાતમંદ વિધાર્થીઓ સરકારી નોકરીમાં જોડાઇ શકે તે મુખ્ય હેતુ છે.

    Highlight Point of coaching Sahay yojana For SC

    યોજનાનું નામ કોચિંગ સહાય યોજના
    યોજનાનો ઉદ્દેશ અનુસુચિત જાતિના તાલીમાર્થીઓને કોચિંગ સહાય આપવી
    આયોગનું નામ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ
    લાભાર્થી પાત્રતા ધરાવતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ
    મળવાપાત્ર સહાય વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના હેઠળ  રૂપિયા 20,000 (વીસ હજાર) ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે.
    ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? e Samaj Kalyan Portal Online Application
    Official Website અહીં ક્લિક કરો 
    અરજી કરવાની છેલ્લી તારીખ 16/10/2023

    WhatsApp Group જોડાઓ.Join Now


    Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023


    તાલીમાર્થીઓને કોચિંગ સહાય મેળવવા માટેની પાત્રતા

    ઇસમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા આ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેના માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવેલ છે. 

    • વિધાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે તે વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે.
    • ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓનું રાજ્ય કક્ષાએથી નિયમોનુસાર મેરિટ બન્યા બાદ મેરિટમાં આવતા લાભાર્થીઓને જ નિયમોનુસાર(જોગવાઇ અને લક્ષ્યાંક ધ્યાને લઈને) તાલીમ સહાય ચૂકવવામાં આવશે.
    •  સ્નાતકની પરીક્ષા ૫૦% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવી જોઇએ.
    •  પુરુષ હોય તો મહત્તમ ૩૫ વર્ષ અને સ્ત્રી હોય તો ૪૦ વર્ષ વયમર્યાદા રહેશે.
    •  અરજદારશ્રી અથવા અરજદારના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઇએ.
    •  તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે.

    ·          

     

     SC વિધાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના  હેઠળ મળવાપાત્ર લાભ

       ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ દ્વારા આ યોજના મૂકવામાં આવેલ છે. જેની ઓનલાઈન અરજી કરવાની રહેશે. રાજ્યના પાત્રતા ધરાવતા તાલીમાર્થીઓને રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવશે. આ સહાય વિદ્યાર્થીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા એમના ખાતામાં ચૂકવવામાં આવશે.


     

    તાલિમ આપતી સંસ્થા કે કોચિંગ ક્લાસના ધારા-ધોરણો

    • વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે નીચે મુજબની હોવી જોઇએ.
    • સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ.
    • સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ.
    • સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિન્ટ) મશીન હોવું જોઇએ.
    • તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ.
    • 1.મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦.
    • 2.કંપની અધિનિયમ, ૧૯૫૬
    • 3.શોપ એન્‍ડ એસ્ટાબ્લિશમેન્‍ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮).
    • .

    Document Required for Coaching Sahay Yojana 2023 For SC

    કોચિંગ સહાય યોજના માટે રજુ કરવાના ડોક્યુમેન્‍ટ


    •  અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
    •  સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
    •  રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
    •  આવકનું પ્રમાણપત્ર
    •  બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
    •  જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો
    •  જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર

    Read More: શું તમારી ધોરણ 10 અથવા 12 ની માર્કશીટ ખોવાઈ ગઈ છે?


    How to Online Application Coaching Assistance scheme 2023 for SC કોચિંગ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? 

         

    કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.Coaching Sahay Yojana Online Application કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
    સૌપ્રથમ Google ખોલવાનું રહેશે. તેમાં “E-Samaj Kalyan” ટાઈપ કરવાનું રહેશે.
    ઈ સમાજ કલ્યાણ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
    જેના Home Page પર જમણી બાજુ પર જવાનું રહેશે.


    જેમાં તમે અગાઉ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
    ત્યારબાદ User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
    User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.

    Online Form Submit     

    • નાગરિકોનું લોગીન ખોલ્યા બાદ તમને જ્ઞાતિવાર યોજનાઓ બતાવશે.
      તાલીમાર્થીઓ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે.
      જેમાંથી “સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે અનુસુચિત જાતિવિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના” પસંદ કરવાની રહેશે.
      જેમાં તાલીમાર્થીની માંગવામાં આવેલ તમામ વ્યક્તિગત માહિતી, સરનામું, સંપર્ક નંબર વગેરે વિગતો ભરવાની રહેશે.
      ત્યારબાદ શૈક્ષણિક લાયકાત મુજબ તમામ માહિતી ઓનલાઈન ભરવાની રહેશે.
      માહિતી ભર્યા બાદ તાલીમાર્થીઓના પોતાના માંગ્યા મુજબના ડોક્યુમેન્‍ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
      તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
      છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Coaching Sahay Yojana SC Print કાઢવાની રહેશે.

     

    અગત્યની લિંક ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ 

    વિષય 

    Links

    E Samaj Kalyan Official Portalપર જવા માટે

    Click Here

    New User? Please Register Here! ઇ સમાજ કલ્યાણ પર રજીસ્ટ્રેશન માટે

    Click Here


    Step By Step E Samaj Kalyan Registration Process  ઇ સમાજ કલ્યાણ પર રજીસ્ટ્રેશન અને અરજી કરવાની સંપુર્ણ માહિતિ માટે

    Click Here

    સંસ્થાએ આપવાના થતા પ્રમાણપત્ર ને ડાઉનલોડ કરવા માટે

    Download Here

    હોમપેજ પર જવા માટે

    Click Here


    FAQ- કોચીંગ સહાય યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો


    1. કોચિંગ સહાય યોજના 2023 માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવાની રહેશે?

    · આ યોજનાનો લાભ લેવા માટે તાલીમાર્થીઓને e Samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

    2. Coaching Sahay Yojana 2023 For SC હેઠળ કઈ જ્ઞાતીઓને લાભ મળશે.

    · અનુસુચિત જાતિના તાલીમાર્થીઓને Coaching Scheme નો લાભ મળશે.

    3 Coaching Assistance scheme 2023 કુલ કેટલી સહાય મળશે?

    · આ સ્કીમ હેઠળ તાલીમાર્થીઓને રૂપિયા 20,000/- ની સહાય DBT દ્વારા એમના બેંક ખાતામાં મળશે.

    4. આ યોજનાની ઓનલાઈન અરજી માટે છેલ્લી તારીખ કઈ છે?

    · સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે અમલી બનેલ કોચિંગ સહાય યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ: 31/01/2023 છે,

     

     મિત્રો  આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.com ની  મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

    તમામ સરકારી યોજનાઓની માહિતિ Pdf માં મેળવવા માટે અહીં ક્લિક કરો 

                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો          

    Post a Comment

    0 Comments

    Close Menu