સોલાર ફેન્સીંગ સહાય યોજના | Solar Fencing Yojana 2024 । ikhedut પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો
સોલાર ફેન્સીંગ યોજના 2024
ભારત સદીઓથી ખેતિ પ્રધાન દેશ રહેલો છે
અને ગુજરાતના કૃષિ અને સરકાર વિભાગ દ્વારા
પાક સંરક્ષણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેતીવાડી વિભાગ
દ્વારા ખેડૂતોના ખેતરો ફરતે Tar Fencing Yojana 2023 અમલી બનાવેલ
છે. Ikhedut Portal વિવિધ વિભાગોની યોજનાની માહિતી મુકવામાં આવે છે. જેમાં
ખેતીવાડીની યોજનાઓ, મત્સ્ય
પાલનની યોજનાઓ, પશુપાલનની
યોજનાઓ, બાગાયતી
યોજના, અને ગુજરાત
એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિમિટેડ વગેરે વિભાગની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ
છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી Solar Fencing Yojana 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
Short Brief: સોલાર ફેન્સીંગ યોજના | ikhedut Portal Yojana | Solar Fencing Yojana Gujarat 2023 |Ikhedut yojana 2023 | Solar Fencing subsidy In Gujarat | ગુજરાત સબસીડી યોજના 2023
સોલાર ફેન્સીંગ સહાય યોજનાનો હેતુ
રાજ્યભરમાં વન્ય અને રખડતા
પ્રાણીઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને થતા નુકશાનને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા
ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ૧૮ વર્ષથી અમલમાં છે. પરંતુ
રક્ષિત વાડ માટે વ્યક્તિગત ધોરણે કામગીરી કરવી હોય તો તેવા કિસ્સામાં રાજ્ય સરકાર
દ્વારા ગત વર્ષ ૨૦૨૨-૨૩માં વૈકલ્પિક યોજના સ્વરૂપે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ
બનાવવા માટે સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય પુરી પાડવાની યોજના
અમલમાં મુકવામાં આવેલ છે.
કેવા
ખેડૂતોને મળશે સહાય?
સોલાર ફેન્સિંગ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦ બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ પર તા.૦૯/૧૦/૨૦૨૩ થી ઓનલાઇન અરજી કરી શકશે. આયોજનામાં વહેલા તે પહેલા ના ધોરણે અરજી મંજુર કરવામાં આવશે જેથી કરીને જેમ બને તેમ જલદી અરજી કરવા વિનંતી છે.
Important Point Of Gujarat Solar Fencing
Yojana 2024
યોજનાનું નામ |
સોલાર ફેન્સીંગ સહાય
યોજના |
યોજનાનો હેતુ |
ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા પાક સંરક્ષણ
હેતુ માટે સહાય પુરી પાડવી. |
લાભાર્થી |
ગુજરાતના તમામ જમીન ધારક ખેડૂતોને |
સહાયની રકમ |
સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને
કુલ ખર્ચના 50 % અથવા રુ. 15,000/- બે માંથી જે ઓછું હોય
તે મુજબ સહાય આપવામાં આવશે. |
સતાવાર વેબસાઈટ |
|
યોજનાનો ઠરાવ જોવા માટે |
|
ઓનલાઇન અરજી કરવા માટે |
|
અમારી સાથે વ્હોટસેપથી જોડાવા માટે |
સોલાર ફેન્સિંગ યોજના માટેની પાત્રતા
iKhedut Portal 2023 પર ખેડૂતો માટે
ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં Solar
Fencing Yojanaમાં ખેડૂતોને સોલાર પાવર યુનિટ અને કીટ ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો
લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
1. રાજયનો નાગરિક હોવો જોઈએ.
2. રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
3. કાટાંળી તારની વાડ બનાવવા માટે જે
ખેડુતો લાભ લીધેલ હોય, તેમને આ
યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહિ.
4. ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી
નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
5. ખેતીવાડી વિભાગ દ્વારા લક્ષ્યાંક
નક્કી કરવામાં આવેલ છે. જેથી તેની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી
સ્વીકારવામાં આવશે.
6. આ સહાય કીટ માટે 10 (દશ) વર્ષે એક
વખત સહાય મળવાપાત્ર રહેશે.
7. લાભાર્થી ખેડૂત પોતાની જમીન ધરાવતો
હોવો જોઈએ.
8. અરજદાર નાના, સીમાંત અથવા
મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
9. ખેડૂતોઓએ khedut Portal પરથી ઓનલાઈન
અરજી કરવાની રહેશે.
10. ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા
જમીનના 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
11. પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો
પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
સોલાર ફેન્સીંગ સહાય યોજનામાં
મળવાપાત્ર લાભ
ખેડૂતો માટેની આ સબસીડી યોજના હેઠળ સોલાર પાવર યુનિટ અને
કીટ ખરીદી પર જે સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
1. યોજનાનું નામ |
1. સહાયની રકમ |
1. ખેતરની ફરતે સોલાર
ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યોજના |
1. સોલાર પાવર યુનિટ તથા
કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50 % અથવા રુ. 15,000/-
બે માંથી જે ઓછું હોય
તે મુજબ સહાય આપવામાં આવશે. |
Required Document Of Gujarat Solar Fencing Yojana 2024
ગુજરાતના ખેડૂતો માટે યોજનાનો લાભ આપવા માટે Ikhedut
Portal બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત
યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. સોલાર ફેન્સીંગ સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
1. અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12
2. અરજદાર SC અથવા ST જ્ઞાતિનો
હોય તો જાતીનુ પ્રમાણપત્ર
3. લાભાર્થીનું રેશનકાર્ડની નકલ (Ration Card)
4. ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
5. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા
અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
6. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય
તો તેની વિગતો
7. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો
તેની વિગતો
8. જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
9. મોબાઈલ નંબર
10. બેંક ખાતાની પાસબુક
11. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય
તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
12. કબુલાતનામું
How To Online Apply Gujarat Solar Fencing
Yojana
રાજ્યના ખેડૂતોને પોતાના ખેતરની ફરતે સોલાર લગાવવા માટેની આ યોજના છે. આ
સબસીડી યોજનાનો લાભ લેવા માટે Ikedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ
પંચાયતમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી Online
Application કરાવી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા
ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.
1. ખેડૂત મિત્રોએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
2. Google Search પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
3. ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી
“યોજના” પર ક્લિક કરવું.
4. જેમાં યોજના પર Click કર્યા પછી
ક્રમ-1 પર આવેલી
“ખેતીવાડીની યોજના” ખોલવીની રહેશે.
5. જેમાં “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ
વર્ષ-202૩-24 ની યોજનાઓનુ લિસ્ટ
ખુલશે
6. જેમાં “સોલાર પાવર યુનિટ/કીટ” માં
પર ક્લિક કરવાની રહેશે.
7. જેમાં સોલાર ફેન્સીંગ સહાય યોજના ની તમામ
માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
8. હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો
અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ
કરવાની રહેશે.
9. અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય
તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha
Image સબમીટ કરવાની રહેશે.
10. જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
Online Application Form ikhedut portal
1. ખેડૂત Online
Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી
ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
2. લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
3. ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્ફર્મ થયા
બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
4. છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
અરજી પ્રિન્ટ કરી પોતાની પાસે રાખવાની રહેશે ત્યારબાદ પુર્વ મંજુરી મળ્યે થી કિટ ની ખરીદી કર્યાના પુરાવા રજુ કર્યે થી સહાય ચુકવવામાંં આવશે.
આ પણ વાંચો:
ખેતીવાડી સહાય યોજનાઓની માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો
બાગાયતી પાક માટેની યોજનાની સહાય ની માહિતિ માટે અહિં ક્લિક કરો
૭/૧૨ , ૮અ ના ઉતારા ઓનલાઇન મેળવવા માટે અહીં ક્લિક કરો
Ikhedut Portal Status। ikhedut પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો
i-ખેડૂત પોર્ટલ પર અરજીની સેવાઓ ઓનલાઈન થયેલ છે. ખેડૂત લાભાર્થી પોતે કરેલ અરજીનુ સ્ટેટસ દ્વારા કરેલી ઓનલાઈન એપ્લિકેશનનું Status જાણી શકે છે.જેના માટે નીચેના સ્ટેપને અનુસરવા પડશે
- સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ ખોલો
- ત્યારબાદ ખુલેલા પેજ માં તમે ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો? તે સિલેક્ટ કરો
- જો તમે ખેતીવાડી,પશુપાલન કે બાગાયતિ યોજનાની અરજીનું સ્ટેટસ જોવા માંગતા હો તો " અન્ય યોજના" સીલેક્ટ કરો
- ત્યારબાદ તમે અરજીનુ સ્ટેટસ રસીદ ક્રમાંક અથવા અરજી ક્રમાંકથી જોવા માંગો છો તે તે સીલેક્ટ કરો
- ત્યારબાદ ખુલેલા બોક્ષમાં અરજી કર્યાનું વર્ષ સિલેક્ટ કરીને અરજી ક્રમાંક નાખો. ત્યારબાદ નીચે કેપ્ચાકોડ નાખીને
- નાખો અને ત્યારબાદ નીચેના બોક્ષ માં અરજી વખતે આપેલ મોબાઇલ નંબર અથવા અરજદારના આધાર કાર્ડ ના છેલ્લા ૪ આંકડા નાખો
- ત્યારબાદ અરજીની ફરીથી પ્રિન્ટ જોઇતી હોય તો રિ પ્રિન્ટ પર ક્લિક કરો
- અને જો અરજીનું સ્ટેટસ તપાસવુ હોય તો 'અરજીનું સ્ટેટસ તપાસો' પર ક્લિક કરો
- જેનાથી તમે હાલમાં તમારી અરજી કયા સ્ટેજે છે તેમાં શું પ્રક્રિયા થયેલ છે તે જોઇ શકશો
આ પણ વાંચો ખેડુત અકસ્માત વિમા યોજના
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
0 Comments