esamaj kalyan |SEBC COACHING SAHAY YOJANA । સ્પર્ધાત્મક પરિક્ષાની કોચિંગ સહાય માટે ફોર્મ ભરાવાના ચાલુ ફોર્મ ભરવા અંગેની સંપુર્ણ માહિતિ માટે અહિં ક્લિક કરો

esamaj kalyan |SEBC COACHING SAHAY YOJANA । સ્પર્ધાત્મક પરિક્ષાની કોચિંગ સહાય માટે ફોર્મ ભરાવાના ચાલુ ફોર્મ ભરવા અંગેની સંપુર્ણ માહિતિ માટે અહિં ક્લિક કરો

Coaching Sahay Yojana 2023 | સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ-૧, ૨ અને ૩) ની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર વિદ્યાર્થીઓને રૂપિયા 20,000 ની સરકાર તરફથી સહાય


Coaching Sahay Yojana 2023, education youjana, gujarat yojanaCoaching Sahay Yojana. Rs. 20,000. Gujarat coaching sahay yojana for Competitive Examination (Class-1, 2 & 3), NEET, JEE, GUJCET, IIM, CEPT, NIFT, NLU and IELTS, TOFEL, GRE students.
કોચિંગ સહાય યોજના 2023-24
કોચિંગ સહાય યોજના 2023-24

 કોચિંગ સહાય યોજના 2023-24

  ગુજરાત સરકાર અને  નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કોચિંગ સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ  વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને NEET, JEE,GUJCET,IIM જેવી પરિક્ષાઓની તથા વર્ગ ૧ થી ૩ ની સ્પર્ધાત્મ પરિક્ષાની તૈયારી માટે  ૨૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. અને આ યોજનાનો લાભ મેળવવા માટે  વિદ્યાર્થીઓએ એ સમાજ કલ્યાણ પર મારફતે ઓનલાઈન અરજીઓ કરવાની હોય છે આ આર્ટિકલમાં આપણે આ યોજનાનુ રજીસ્ટ્રેશન જરૂરી ડોક્યુમેન્ટ અરજી કરવાની પ્રક્રિયા વગેરે તમામ બાબતો ની માહિતિ મેળવીશું.

    કોચિંગ સહાય યોજના 2023-24 હાઇલાઇટ પોઇન્ટ

    આર્ટિકલનું નામ 

    કોચિંગ સહાય યોજના (Coaching Sahay Yojana 202-202)

    યોજનાનું નામ 

    1. સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ-૧, ૨ અને ૩) ની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય


    2. NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના


    3. IIM, CEPT, NIFT, NLU જેવી તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS, TOFEL, GRE ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ સહાય યોજના

     સહાયની રકમ

    સહાયની રકમ  રૂપિયા 20,000 

    સતાવાર વેબસાઇટ

     https://esamajkalyan.gujarat.gov.in/

    જાહેરાત જોવા માટે

    અહીં ક્લિક કરો

    યોજના અંગેનો ઠરાવ જોવા માટે

    અહીં ક્લિક કરો

    ઓનલાઇન અરજી કરવાનો સમય ગાળો

    ૧૫-૧૨-૨૦૨૩ થી ૧૫-૦૧-૨૦૨૪

    અમારા વ્હોટસએપ ગ્રુપમાં જોડાવા માટે

    અહીં ક્લિક કરો

    ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી તથા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતિ માટે

    અહીં ક્લિક કરો

    ઓનલાઇન અરજી કરવા માટે

    અહીં ક્લિક કરો


    Coaching Sahay Yojana 2023-24 |કોચિંગ સહાય યોજના

    સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કોચિંગ સહાય યોજના હેઠળ નીચેની ત્રણ યોજના અમલમાં છે.

    1. સ્પર્ધાત્મક પરીક્ષા(વર્ગ-૧, ૨ અને ૩)ની પૂર્વતૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય (સહાયની રકમ રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફીએ બે પૈકી જે ઓછું હોય તે)

    2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને NEET,JEE, GUJCETજેવી પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાય યોજના (સહાયની રકમ રૂ.૨૦,૦૦૦/-અથવા ખરેખર ચુકવવાનીથતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે)

    ૩. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને IIM,CEPT, NIFT, NLU જેવી ALL INDIA લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS,TOFEL, GRE જેવી પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાય યોજના (સહાયની રકમ રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખરચુકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે.

    કોચિંગ સહાય મેળવવા માટે તાલિમાર્થીઓની પાત્રતા       

    સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા આ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

    • મૂળ ગુજરાતના વતની હોવો જોઈએ.
    • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
    • સરકારી ભરતીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ.
    • શૈક્ષણિક લાયકાતમાં 50% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
    • તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
    • તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે.
    • આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
    • સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે.
    • તાલિમ આપનાર સંંસ્થા GSTN નંબર ધરાવતી હોવી જોઇએ   
    • સંસ્થા અન્ય સરકારી ધારા ધોરણોનુંં પાલન કરતી હોવી જોઇએ.  

     how to apply for Coaching Sahay Yojana (કોચિંગ સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી)

    શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ઉપરની ત્રણે  યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને/તાલીમાર્થીઓને esamajkalyan.gujarat.gov.in  પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે.


    વિદ્યાર્થીઓ માટે અરજીફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સામાન્ય સૂચનાઓ

    1. તાલીમાર્થી અને તાલીમાર્થીને પસંદ કરવાની સંસ્થાના ધારાધોરણો અંગેની સંપૂર્ણ માહિતી વેબસાઈટ(https://sje.gujarat.gov.in/ddcw/Government-Resolutions) પર ઉપલબ્ધ છેજેની મદદથી આ યોજના બાબતે વધુ માહિતિ મેળવી શકાશે.

    2. ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કર્યા બાદ ઓનલાઇન અરજીફોર્મની નકલ સાથે અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની નકલ અરજી સાથે જોડી  કરી  કોચિંગ સંસ્થા જે જિલ્લામાં આવેલ હોય તે જિલ્લાના  જિલ્લા નાયબ નિયામકશ્રી(વિ.જા)/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા)ની કચેરીએ તા.૩૧/૦૧/૨૦૨૪ સુધીમાં જમા કરાવવાની હોય છે.

    કોચિંગ સહાય યોજના  જરૂરી ડોક્યુમેન્ટ 

     
    🔹પાન કાર્ડ
    🔹 આધારકાર્ડ
    🔹 ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ સર્ટિફીકેટ)
    🔹 જાતિનું પ્રમાણપત્ર 
    🔹 રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકારર/ચુંટણી કાર્ડ/રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક)
    🔹 Non-Criminal Certificate   
    🔹 આવકનું પ્રમાણપત્ર (કુટુંબની વાર્ષિક આવક મર્યાદા Rs.૪.૫૦ લાખ કે તેથી ઓછી)
    🔹ધોરણ-10 ની માર્કશીટ
    🔹 ધોરણ-12 ની માર્કશીટ (સહાય મેળવવા માટે ધોરણ-12 મા 50 ટકા કે તેથી વધુ હોવા જરૂરી છે)
    🔹 સ્નાતકની માર્કશીટ (સહાય મેળવવા માટે સ્નાતક માં 50 ટકા કે તેથી વધુ હોવા જરૂરી છે)
    🔹સ્નાતકની પ્રમાણપત્ર


    Faq કોચિંગ સહાય યોજના

    ૧.કોચિંગ સહાય યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે?

    જવાબ: કોચિંગ સહાય યોજનાનુ ફોર્મ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ભરવાનું હોય છે.

    ૨.કોચિંગ સહાય યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે ?

    જવાબ: કોચિંગ સહાય યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫-૦૧-૨૦૨૩ છે. 

    SEBC COACHING SAHAY YOJANA
    SEBC COACHING SAHAY YOJANA 


    મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડવા વિનંતી  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                          WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો           

    Post a Comment

    0 Comments

    Close Menu