G3q | Gujarat Gyan Guru Quiz 2024 । Gujarat Quiz Registration 2024 । રજીસ્ટ્રેશન, ક્વિઝ રમવાના નિયમો લાયકાત વગેરે તમામ માહિતિ મેળવવા અહીં ક્લિક કરો

G3q | Gujarat Gyan Guru Quiz 2024 । Gujarat Quiz Registration 2024 । રજીસ્ટ્રેશન, ક્વિઝ રમવાના નિયમો લાયકાત વગેરે તમામ માહિતિ મેળવવા અહીં ક્લિક કરો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન  શરૂ। ક્વિઝ રમો અને જીતો અનેક ઇનામો | Gujarat Quiz Competition Registration 2024 | Www.G3q.Co.In

Gujarat Gyan Guru Quiz 2024
Gujarat Gyan Guru Quiz 2024 

(G3Q Quiz) Gujarat Quiz Competition 2.0 : 

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધા શરૂ કરવામાં આવેલ છે  (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે.  આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે.આપણે આ આર્ટિકલમાં જ્ઞાનગુરુ ક્વિઝમાં ભાગ કેવી રીતે લેવો તેનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની સંપુર્ણ માહિતિ મેળવીશું.

    ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે? – What Is Gujarat Quiz Competition 2024 – G3Q Quiz 2.0

    ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝમાં  અનેક  પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  પ્રશ્ન બેંક માટે સ્ક્રુટીની કમિટીની રચના કરવામાં આવી છે. G3Q Quiz દર રવિવારે શરૂ થશે અને દર શુક્રવારે સમાપ્ત થશે. દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે. અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 24 ડિસેમ્બર 2023 ના રોજ સાંજે 6 વાગે ચાલુ કરવામાં આવશે. પછી રજિસ્ટ્રેશન કરી અને ક્વિઝ રમી શકશો.

    દરેક ઉમેદવાર દીઠ ક્વિઝનો સમય 20 મિનિટનો રહેશે.  ઉમેદવારો ને માર્ગદર્શન માટે ડિજિટલ પુસ્તકો ઓનલાઈન મળશે.  દર અઠવાડિયે, તાલુકા, વોર્ડ, શાળા, કોલેજ કક્ષાએ દસ વિજેતા જાહેર કરવામાં આવશે.

    ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 સ્પર્ધામાં ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

    શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

    ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ – Gujarat Gyan Guru Quiz (G3Q)  Document

    ·        આધાર કાર્ડ

    ·        શિક્ષણ માર્કશીટ

    ·        8મું ધોરણ પાસ માર્કશીટ

    ·        સરનામાનો પુરાવો

    ·        ઉંમરનો પુરાવો

    ·        જન્મ તારીખ પ્રમાણપત્ર

    ·        પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

    ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? – (G3Q Quiz) Gujarat Quiz Competition 2024 Registration

    ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

     1– “www.g3q.co.inવેબસાઇટ પર જાઓ.

     2- રજીસ્ટ્રેશન પર ક્લિક કરો

     3- જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.

                  ·        હવે તમારે Online Application Form માં અલગ-અલગ વિગતો ભરવાની રહેશે.

    ·        તમારે પૂરું નામ, જાતિ, મોબાઈલ નંબર અને ઈમેઈલની વગેરે 

    ·        ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાત પૂરૂ સરનામું, શાળા, કોલેજનું નામ પણ લખવાનું રહેશે.

    ·        હવે તમારે જે ધોરણ માં અભ્યાસ કરતા હોય તે લખવાનું રહેશે.

    ·        જો તમે ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે “ક્વિઝ માધ્યમ (ભાષા)” પણ પસંદ કરવાની રહેશે.

    ·        હવે તમારે “મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું” સામે આપેલા ટીક બોક્ષ પર ક્લિક કરીને કરવાનું રહેશે.

    ·        છેલ્લે, તમારે કેપ્ચા કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહેશે.

    હાઇલાઇટ પોઇન્ટ ઓફ જ્ઞાન ગુરૂ ક્વિઝ 2.0 2024

    આર્ટિકલનું નામ

    જ્ઞાન ગુરૂ ક્વિઝ 2.0 2024

    રજિસ્ટ્રેશન કરવા માટે વેબસાઇટ પર જવા માટે  

    અહી ક્લિક કરો

    રજિસ્ટ્રેશન તારીખ

    24 ડિસેમ્બર 2023 

    હેલ્પલાઈન નંબર 

    99789 01597

    WhatsAppp Group માં જોડાવા માટે

    અહીં ક્લિક કરો

    ક્વિઝના નિયમો જાણવા માટે અહીં ક્લિક કરો

    અહીં ક્લિક કરો

     

    ક્વિઝના પ્રશ્નો ,

    Gujarat Gyan Guru Quiz Question Bank 2024

    અહીં ક્લિક કરો 

    ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ

    અહીં ક્લિક કરો

    ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વિજેતા લિસ્ટ 

    અહીં ક્લિક કરો

    Faq of Gujarat Quiz Competition 

    G3Q 2.0 માં હું રજીસ્ટ્રેશન કરાવી લઉં પછી શું કરવાનું ?
    રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર માં લોગીન માટે તમને યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મોકલવામાં આવશે, અને લોગીન થવા માટે લિંક હશે, તેના પરથી તમે ક્વિઝ આપી શકશો.


     G3Q 2.0 ક્વિઝમાં પૂછાતા પ્રશ્નો વાંચવા માટે ક્યાંથી મળશે ?
     ક્વિઝમાં પૂછાતા પ્રશ્નો (g3q.co.in) પોર્ટલ પર Today's Quiz Bank નામનાં મેનુ માંથી મળશે.


    G3Q 2.0  ક્વિઝ માં કેવા કેવા પ્રશ્નો પુછાશે ?
    ગુજરાત અને ભારત સરકાર દ્વારા પ્રજા લક્ષી સેવા કાર્યો માટે જે યોજનાઓ બહાર પાડી છે તેના સંદર્ભ માં પ્રશ્નો પુછાશે.


    G3Q 2.0 માં દર અઠવાડિયે અમારે રજીસ્ટ્રેશન કરવું પડશે ?
    નાં, એક વાર રજીસ્ટ્રેશન કરાવી તમે દર અઠવાડિયે ક્વિઝ રમી શકો.


    G3Q 2.0  એક અઠવાડિયે વિજેતા થઈ ગયા પછી બીજા અઠવાડિયે અમારે ક્વિઝ આપવાની રહેશે?
    ના, તમે એક અઠવાડિયામાં વિજેતા થઈ ગયા હોઈ તો બીજા અઠવાડિયા માં તમારે ક્વિઝ આપવાની રહેશે નહિ.  પરંતુ તમે બમ્પર રાઉન્ડની ક્વિઝ રમી શકશો.


     G3Q 2.0 માં બમ્પર રાઉન્ડ રાઉન્ડ ક્વિઝ ક્યારે રમી શકાશે ?
    બમ્પર રાઉન્ડ રાઉન્ડ ક્વિઝ 15 દિવસે એક વખત રમી શકાશે.


    G3Q 2.0 માં વિજેતાનો એસએમએસ આવ્યા પછી મારે શું કરવાનું રહેશે ?
    વિજેતાનો એસએમએસ આવ્યા પછી, (g3q.co.in) પોર્ટલમાં લોગીન થઈને તમારી બેંક ડિટેઈલ્સ, આધાર કાર્ડ અને વર્તમાન ફોટો જોડવાનો રહેશે.


    G3Q 2.0 ક્વિઝ આપતી વખતે અન્ય કોઈ પરેશાની થતી હોઈ તો શું કરવું ?
    તેના માટે તમારે G3Q 2.0 ટેક્નિકલ હેલ્પ લાઈન નંબર(+91 9978901597 અથવા +91 7878330030) પર સંપર્ક કરવાનો રહેશે.


    G3Q 2.0  ક્વિઝ કેટલો ટાઈમ ચાલશે ?
    આ ક્વિઝ 10 અઠવાડિયા સુધી ચાલશે.

    મિત્રો રાખુ છું કે આપને આ માહિતિ ઉપયોગી લાગી હશે જો આ માહિતિ ઉપયોગી લાગી હોય હોય તો તેને વધુ ને વધુ મિત્રો ને મોકલવા વિનંતી જેથી કરીને વધુ ને વધુ મિત્રો મિત્રોને આનો લાભ મળી શકે.www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

    આ પણ વાંચો : 

    Post a Comment

    0 Comments

    Close Menu