KGBV | ક્સ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય । દિકરીઓને વિના મુલ્યે અભ્યાસની સાથે રહેવા જમવાની સુવિધા પુરી પાડતી યોજના

KGBV | ક્સ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય । દિકરીઓને વિના મુલ્યે અભ્યાસની સાથે રહેવા જમવાની સુવિધા પુરી પાડતી યોજના

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) યોજનાનીસંપુર્ણ માહિતિ મેળવવા માટે અને ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો  

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય
કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય

ભારત સરકાર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયની શરુઆત કરવામાં આવેલ છે જેનો મુખ્ય હેતુ અતિ છેવાડાના અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિઅન્ય પછાત જાતિ અને લઘુમતિની કન્યાઓ માટે ઉચ્ચ પ્રાથમિક સ્તરે નિવાસી શાળા વ્યવસ્થા ઉભી કરવાનો છે.

આ યોજનામાં પ્રવેશ મેળવનાર કન્યા  (10 થી 14 વર્ષની વય) શાળાની બહાર હોય છે (ડ્રોપ આઉટ થાય છે અથવા ક્યારેય પ્રવેશ મેળવેલ નથી) અથવા મહિનાથી વધુ સમય માટે અનિયમિત રહે છે.તે કન્યાઓમાંથી 75% કન્યાઓ અનુસૂચિત જાતિઅનુસૂચિત જાતિઓલઘુમતિ સમુદાયો અને અન્ય પછાત સમુદાયોની હોય છે અને 25% કન્યાઓ ગરીબી રેખાની નીચે (બી.પી.એલ.) ના કુટુંબોની હોય તો પ્રવેશ મળવા પાત્ર છે. 

જે કન્યાઓ ક્યારેય શાળામાં ગઈ નથી તેવી કન્યાઓ માટે ખાસ તાલીમ અભ્યાસક્રમ પણ કરવામાં આવે છે જે ઓછામાં ઓછા ત્રણ મહિના અને વધુમાં વધુ છ મહિના અથવા ૬ (છ) મહિનાથી વધુ સમય માટે કરવામાં આવે છે.


    કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયની શૈક્ષણિક પ્રવૃત્તિઓ:

    ·         નબળું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઓળખવા માટે મિશન વિદ્યા નામની રાજ્ય કક્ષાની પ્રવૃત્તિ- ગુણવત્તા મૂલ્યાકંન કાર્યક્રમ ગુણોત્સવમાં પ્રિય બાળકોકેજીબીવી કન્યાઓને પણ ઓળખવામાં આવે છે અને સારી કામગીરી કરવા માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે.

    ·         દરેક કે.જી.બી.વી. વોર્ડન કમ હેડ ટીચર 6, 7 અને સેમેસ્ટર પરીક્ષાઓના આધારે ધોરણ કે વિષયના વર્ગ શિક્ષકો શૈક્ષણિક રેકોર્ડ રાખે છે.

    ·         માધ્યમિક શાળાની કન્યાઓ માટે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માટે વધારાના કોચિંગ આપવામાં આવે છે.

    ·         રાજ્ય કક્ષાના તમામ વિષયો માટે એકમ કસોટી પણ લેવામાં આવે છે અને તમામ શિક્ષકો દ્વારા લેવામાં આવતી દરેક કન્યાઓની ડેટા એન્ટ્રી કરવામાં આવે છે.

    ·         વધુ જ્ઞાન મળી રહે તે હેતુ માટે કેજીબીવી સ્તરે શૈક્ષણિક પ્રવાસોનું આયોજન કરવામાં આવ્યું છે.

    ·         ટીચિંગ-લર્નિંગ મટીરીયલ્સ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવે છે તેનો બ્રિજ કોર્ષ માટે નિયમિત ઉપયોગ વર્ગોમાં થાય છે.

    ·         કેજીબીવીમાં જ્ઞાનકુંજ ” અન્વયે સ્માર્ટ ક્લાસની સુવિધાઓ આપવામાં આવે છે.

         
    આ પણ વાંચો 

    કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય માં કરવામાં આવતી અન્ય પ્રવૃત્તિઓ:

    ·         જી.સી.ઇ.આર.ટી.પ્રાથમિક શિક્ષણ વિભાગ જેવા જુદા જુદા વિભાગ દ્વારા આયોજીત પ્રોજેક્ટ વર્કનિબંધ લેખનવકતૃત્વ સ્પર્ધાવિજ્ઞાન મેળોચિત્ર સ્પર્ધારંગોળી સ્પર્ધાક્વિઝ સ્પર્ધાયોગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં કેજીબીવી દીકરીઓ દ્વારા ભાગ લેવામાં આવે છે.
    ·         ગ્લાસ પેઇન્ટિંગ જેવી કે તેમની કુશળતાના વિકાસમાં મદદરૂપ થાય તેવી પ્રવૃત્તિઓજુદી જુદી વસ્તુઓ બનાવવા માટેબાગકામમીના રેડિયો પ્રોગ્રામસાપ્તાહિક એક્સપોઝર મુલાકાત પણ વર્ષ દરમ્યાન કરવામાં આવે છે.

    કેજીબીવીમાં કાઉન્સેલિંગની વ્યવસ્થા:

    કેજીબીવીમાં રહેતી દીકરીઓ તેમના પરિવારના સભ્યોથી દૂર હોવાથી ઘણીવાર ભાવનાત્મકસામાજિક અને માનસિક દબાણનો સામનો કરે છે. કેજીબીવી દીકરી તેમના ઘરની અનેક સમસ્યાઓ અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહેલા પછાત વિસ્તારોમાંથી આવી રહી છે. ઘણી વાર તેઓ આ બધા મુદ્દાઓનો સામનો કરી શકતા નથી તેથી હતાશા અનુભવે છે જે આખરે તેમના અભ્યાસને અસર કરે છે.જે તણાવ અને દબાણને દુર કરવા માટે કાઉન્સેલિંગ કરવા માં આવે છે 

    કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય Highlight Point 

    યોજનાનું નામ

    કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે. જી. બી. વી.)

    વિભાગનું નામ

    શિક્ષણ વિભાગ

    યોજનાની વધુ માહિતિ માટે

    નજીકની સરકારી પ્રાથમિક શાળા નો સંપર્ક કરવો

    ઓફિશલી વેબસાઇટ 

    અહીં ક્લિક કરો 

    લાભાર્થીની પાત્રતા

    શાળા બહારની SC ST OBC અને લઘુમતી વર્ગની ૧૦ થી ૧૪ વર્ષની દિકરીઓ 

    યોજના હેઠળ મળવાપાત્ર સહાય

    વિના મૂલ્યે રહેવાજમવા અને શિક્ષણ સ્ટાઇપેન્ટ તેમજ વિવિધ કૌશલ્યોની તાલિમ

    કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?

    SC/ST/SEBC/MINORITY

    અરજી પ્રક્રિયા

    ઓનલાઇન

    પ્રવેશ માટે અરજી ક્યાં કરવાની હોય છે ?

    https://smartkgbv.gujarat.gov.in/

    પર અરજી કરી શકાશે. 


     K.G.B.V યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે  જરૂરી પુરાવા

    • આ યોજના હેઠળના નીચેના મુજબના પુરાવા હોવા જરૂરી છે.
    • (૧)વિદ્યાર્થીની, પિતા અને માતાનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝના ૩ ફોટા
    • (૨)વિદ્યાર્થીની આધારકાર્ડની ઝેરોક્ષ -૧
    • (૩)પિતા અને માતાની આધારકાર્ડેની ઝેરોક્ષ-૧
    • (૪)રેશનકાર્ડની ઝેરોક્ષ -
    • (પ)જાતિનું પ્રમાણપત્ર ઝેરોક્ષ-૨
    • (૬)દિવ્યાંગતા અંગેના  પ્રમાણપત્રની ઝેરોક્ષ-૨
    • (૭)આવકના દાખલાની ઝેરોક્ષ ૨
    • (૮)પાસબુકની ઝેરોક્ષ–૨
    • (૯)પિતા કે માતા હયાત ના હોય તો મરણનું પ્રમાણપત્ર
    • (૧૦)શાળા છોડયાનું પ્રમાણપત્ર ઝેરોક્ષ-૨
    • (૧૧)પરિણામની ઝેરોક્ષ 
    • (૧૨)વિસ્તાર પ્રમાણપત્ર(સીમ,વાડી,જંગલ,ઝૂંપડી,દરિયાકાંઠા,નદીકાંઠા કે જયાં ધોરણ -૫,ધોરણ-૮ કે ધોરણ-૧૧ પછી આગળ અભ્યાસ અર્થે ઉચ્ચ પ્રાથમિક કે માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળા ઉપલબ્ધન હોય તેવા અતિ છેવાડાના વિસ્તારની કન્યા હોય ( જો હા તો, પુરાવા  માટે શાળા આચાયૅનો દાખલો આપવાનો રહેશે) આ પ્રમાણપત્ર ફરજિયાત આપવું

    • (૧૩) મજૂરી અર્થે સ્થળાંતર કરતા વાલીની કન્યા (જો હા તો, પુરાવા માટે આચાર્ય સરપંચનો દાખલો આપવાનો રહેશે
    • (૧૪)નેવર એનરોલ્ડ (જો હા તો, સરપંચ તલાટી મુખ્ય શિક્ષક,આંગણવાડી કાર્યકર્તાનું  પંચનામું આપવાનું રહેશે)
    • (૧૫)ડ્રોપ આઉટ (જો હા તો,શાળાના આચાર્યે નો દાખલો આપવાનો રહેશે)

    અરજી કરવાની રીત 

    વિધાર્થીની કે તેમના વાલી https://smartkgbv.gujarat.gov.in/ પર લોગીન કરીને અરજી કરી શકશે
    https://www.bkgujarat.com/2023/12/kgbv.html
    ક્સ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય 

     

    FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

    . (કે. જી. બી. વી.) કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હેઠળ શિક્ષણની સાથે બીજી તાલીમ મળે છે?

    જવાબ: પોષણઆરોગ્ય લક્ષીસંરક્ષણસિવણકામકોમ્યુટર શિક્ષણવ્યવસાયલક્ષી તાલીમજીવન કૌશલ્યની કેળવણીપ્રેરણા પ્રવાસ વગેરે 

    ૨.આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?

    કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે. જી. બી. વી.) હેઠળ અનુસૂચિત જાતિઅનૂસૂચિત જન જાતિસામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ અને લધુમતિમાં સમાવેશ થતી જ્ઞાતિની દિકરીઓને લાભ મળવાપાત્ર છે.

    ૩.K.G.B.V યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા માટે શું કરવાનું હોય છે? 

    કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય અંતર્ગત પ્રવેશ મેળવવા માટે જે તે તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયની મુલાકાત લઇ ત્યાંથી પ્રવેશે ફોર્મ મેળવીને પરત જમા કરાવવાનું હોય છે.  અથવા ઓનલાઇન અરજી કરવાની હોય છે. 

    KGBV

    Post a Comment

    0 Comments

    Close Menu