Gyan Sadhana Scholarship Yojana 2024: ધોરણ 9 થી 12માં મળશે સ્કોલરશીપ, ફોર્મ ભરવાની પાત્રતા, તારીખ તેમજ અન્ય તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો
www.bkgujarat.com |
|
Gyan Sadhana Scholarship Yojana 2024 |
Gyan Sadhana Scholarship Yojana: ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જરુરિયાત મંદ વિધાર્થીઓને શિક્ષણમાં મદદ મળી રહે તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે તે જ રીતે હોશિયાર અને જરૂરીયાતમંદ વિધાર્થીઓ . ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી Gyan Sadhana Scholarship Yojana અમલમા મૂકવામા આવી છે. આ યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવાના શરુ થઇ ગયેલ છે તેની સંપુર્ણ માહિતિ નીચેના આર્ટિકલમાં આપવામાં આવેલ છે.
Gyan Sadhana Scholarship Yojana 2024
હાઇલાઇટ પોઇન્ટ ઓફ જ્ઞાન સાધના યોજના
યોજનાનુ નામ |
મુખ્યમંત્રી જ્ઞાનસાધના
મેરીટ સ્કોલરશીપ યોજના 2024 (
Gyan Sadhana Scholarship Yojana ) |
યોજના અમલીકરણ વિભાગ |
ગુજરાત રાજ્ય શિક્ષણ
વિભાગ |
યોજનાના લાભાર્થી |
ધોરણ 8 મા અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપ સહાય |
ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ સહાય વાર્ષિક રૂ.25000 સ્કોલરશીપ સહાય |
પરીક્ષાની તારીખ |
30-3-2024 |
પસંદગી પ્રક્રિયા |
પરીક્ષા બાદ મેરીટ ના
ધોરણે |
ઓફિશીયલ વેબસાઇટ |
|
ઓનલાઇન અરજી કરવાની તારીખ |
29/01/2024
થી 09/02/2024
છે .
|
મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં ફોર્મ ભરવાની પાત્રતા
· ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સહાય મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે.
· રાઇટ ટુ એજયુકેશન હેઠળ 25
% ક્વોટા
અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનુ શિક્ષણ સળંગ પુરૂ કર્યુ
હોય અને હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે.
પરીક્ષા ફોર્મ અને પરીક્ષા તારીખ
- પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો 29/01/2024 થી 09/02/2024 છે .
- સરકારી શાળા ના વિધાર્થીઓએ www.schoolattendancegujarat.in/ પરથી પરિક્ષા ફોર્મ ભરવાના રહેશે
જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની પરિક્ષાનું માળખું. Gyan Sadhana scholarship Yojana Exam syllabus
Gyan Sadhana Scholarship Yojana મા વિદ્યાર્થીઓની પસંદગી
પરીક્ષા કટ ઓફ મેરીટના આધારે કરવામા આવે છે. જેમા લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે
છે.
કુલ ગુણ: ૧૨૦ સમય:૧૫૦ મિનિટ
અભ્યાસક્રમ
કસોટીનો પ્રકાર |
પ્રશ્નો |
ગુણ |
સમય |
(૧) MAT બૌધ્ધિક યોગ્યતા |
૪૦ |
૪૦ |
૧૫૦ મિનિટ |
(2)SAT શૈક્ષણિક યોગ્યતા |
૮૦ |
૮૦ |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દીક
તાર્કિક ગણતરીના રહેછે જેમાં સાદ્રશ્ય, વર્ગિકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ, જેવા વિષયોના આધારે રહેશે
SAT શૈક્ષણિક યોગ્યતા
કસોટીના પ્રશ્નોનું માળખું |
||
વિષયનું નામ |
પ્રશ્નો |
ગુણ |
વિજ્ઞાન |
૨૦ |
૨૦ |
ગુજરાતી |
૧૦ |
૧૦ |
અંગ્રેજી- |
૧૦ |
૧૦ |
હિન્દી |
૫ |
૫ |
ગણિત |
૨૦ |
૨૦ |
સામાજિક વિજ્ઞાન |
૧૫ |
૧૫ |
કુલ |
૮૦ |
૮૦ |
|
|
|
ઉપરનો
અભ્યાસક્રમ ધોરણ ૮ ના ઉપરના વિષયો મુજબનો રહેશે.
પરિક્ષાનું
માધ્યમ: ગુજરાતી/અંગ્રેજી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પરિક્ષા કઇ ભાષામાં આપવી છે તે
વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તે મુજબ પરિક્ષા આપવા મળશે.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપમાં મળતી રકમ
જો વિદ્યાર્થી ધોરણ 9 માં કોઇ સ્વ નિર્ભર કે નોન ગ્રાન્ટેડ શાળામા પ્રવેશ મેળવે તો નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
Sadhana Scholarship Yojana માં કટ ઓફ મેરીટ ના આધારે પસંદ
થયેલ 25000 વિદ્યાર્થીઓ સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબની સ્વનિર્ભર
સ્કુલમાં એડમિશન લે છે તો નીચે મુજબ સ્કોલરશીપ આપવામાં આવે છે.
- ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 22000 સ્કોલરશીપ મળશે.
- ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળશે.
જો વિદ્યાર્થી ધોરણ 9 માં કોઇ
સરકારી કે ગ્રાન્ટેડ શાળામા પ્રવેશ મેળવે તો નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળશે.
ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઇ પણ ધોરણમાં નાપાસ થાય અથવા શાળા છોડી જાય તો વિદ્યાર્થીને મળતી સ્કોલરશીપ બંધ થશે.
જ્ઞાનસાધના સ્કોલરશીપ
યોજનાનો ઠરાવ અને ફોર્મ ભરવાનુ જાહેરનામુ ડાઉનલોડ કરવા માટે |
|
મુખ્યમંત્રી જ્ઞાનસાધના
સ્કોલરશિપ યોજના હેઠળ સરકારી શાળા ના વિધાર્થીઓ ઓનલાઇન અરજી કરવા માટે
|
|
મુખ્યમંત્રી જ્ઞાનસાધના
સ્કોલરશિપ યોજના હેઠળ સ્વ નિર્ભર શાળા ના વિધાર્થીઓ ઓનલાઇન અરજી કરવા માટે |
જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનામાં ઓનલાઇન અરજી કરવાની રીત Gyan sadhana online Application
સરકારી શાળા
અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
1. સૌ પ્રથમ https://schoolattendancegujarat.in/પોર્ટલ પર જવું.
2.શાળાના ડાયસ
કોડથી લોગીન કરવું.
૩. ડાબી
સાઇડ પર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પર કલીક કરવું.
4. મુખ્યમંત્રી
જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પર કલીક કરતા ધોરણ-૮ના વિદ્યાર્થીઓનું લીસ્ટ
જનરેટ થશે
5. ત્યારબાદ જે
વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેના નામ ની સામે ટીક કરવું.
7. ત્યારબાદ
વિગતો ચકાસી સબમીટ અને કન્ફર્મ પર કલીક કરવું.
8. ત્યારબાદ
સેવ કરી એપ્લીકેશન પ્રિન્ટ કરવી.
સ્વનિર્ભર (ખાનગી)શાળાઓના
વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
1. સૌ પ્રથમ http://www.sebexam.org વેબસાઈટ પર જવું.
2. “Apply Online" પર Click કરવું.
3. Apply Now પર ક્લિક
કરવાથી Application Format . દેખાશે.
Application Formatમાં Aadhaar UID (C.T.S. Child I.D.) નાખ્યા બાદ સબમીટ આપવાનું
રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની
રહેશે.
4. વિગતો ચકાસી
નીચે આપેલ બાંહેધરી પર ટીક કર્યા બાદ સબમીટ અને કન્ફર્મ પર કલીક કરવું. 5. ત્યારબાદ સેવ કરી એપ્લીકેશન
પ્રિન્ટ કરવી.
પરિક્ષા કેન્દ્ર
પરિક્ષા માટે નોંધાયેલ વિધાર્થીઓની તેમજ વહિવટી અનુકુળતા
મુજબ જે તે તાલુકા મથકે પરિક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે.
FAQ OF Gyan Sadhana
scholarship Yojana 2024
1. મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપમાં આવક મર્યાદા કેટલી
છે ?
Ans. Gyan Sadhana
Scholarship Yojana મા પરીક્ષા ફોર્મ ભરવા માટે સરકારી કે ગ્રાન્ટેડ શાળા મા અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓ માટે કોઇપણ જાતની આવક મર્યાદા નથી
પરંતુ RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પરીક્ષા ફોર્મ ભરવા માટે RTE પ્રવેશ માટે નિયત કરવામા આવેલી
આવકમર્યાદા કરતા વધારે ના હોવી જોઇએ.
૨.Gyan sadhana scholarship Yojana હેઠળ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
કઇ છે.
Ans. Gyan sadhana scholarship Yojana હેઠળ ફોર્મ ભરવાની છેલ્લી 09/02/2024 છે.
જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પરીક્ષાની તૈયારી માટે બૂક ડાઉનલોડ કરવા માટે અહીંં ક્લિક કરો
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને
આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓ
તેમની પસંદગીની સ્વનિર્ભર/ સરકારી શાળાઓમાં અભ્યાસ કરી
શકે. તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં
કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
0 Comments