Gujarat NMMS Scholarship 2024 | નેશનલ મેઇન્સ કમ મેરીટ સ્કોલરશિપ । ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ ।કુલ ૪૮૦૦૦ નો લાભ આપતી શિષ્યવૃતિ
Short Brief: SEB NMMS Scholarship Exam 2024 | રાજ્ય પરીક્ષા
બોર્ડ,ગાંધીનગર ધોરણ-8 માં અભ્યાસ
કરતાં વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના | Gujarat NMMS Scholarship |
Gujarat National Means Cum Merit Scholarship (NMMS)
સમાજ માં શિક્ષણ સૌથી અગત્યનું છે. દેશમાં સૌને સારુ શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક શિષ્યવૃતિઓ આપવામાં આવે છે જેમાં જ્ઞાન સાધના યોજના જ્ઞાન સેતુ યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના NMMS વગેરે સ્કોલરશીપ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. આ આર્ટિકલ દ્વારા Gujarat NMMS Scholarship 2024 માટેની તમામ માહિતી મેળવીશું.
NMMS SCHOLARSHIP 2024 |
NMMS SCHOLARSHIP 2024
ગુજરાત રાજયમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ કરી શકે અને અભ્યાસ
માટે પ્રોત્સાહન મળે તે હેતુથી ધોરણ-8
માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે National Means Cum Merit Scholarship (NMMS) નામની શિષ્યવૃતિ યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે
Highlight Point of Gujarat NMMS Scholarship Exam 2024
યોજનાનું નામ |
NMMS
Scholarship Exam 2024 |
સ્કોલરશીપ
માટેની પાત્રતા |
ધોરણ-8 ના
વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપમાં
મળવાપાત્ર રકમ |
વાર્ષિક
રૂ. 12,000 |
કુલ મળવા
પાત્ર લાભ |
વિદ્યાર્થીને
કુલ 4 વર્ષ આ સ્કોલરશીપ મળે, કુલ મળીને
48,000/- સ્કોલરશીપ મળશે. |
અરજી કરવાનો
સમય ગાળો |
20/02/2024 થી 28/02/2024 |
અરજી
કરવાની રીત |
ઓનલાઇન |
અરજી કરવા
માટે ની વેબસાઇટ |
|
પરિક્ષાની
તારીખ |
૦૭/૦૪/૨૦૨૪ |
NMMS Scholarship માં કયા કયા લાભ મળવાપાત્ર છે
જે બાળકો ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય તેવા
વિધાર્થીઓને આ શિષ્યવૃતિનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કરવાની હોય છે. જે વિધાર્થીઓ
આ પરિક્ષામાં પાસ થશે અને મેરિટ માં સમાવેશ થશે, તેવા
વિધાર્થીઓને દર મહિને 1000/- રૂપિયાની સહાય મળશે. એટલે કે તેમને
વરસે 12000/- મળશે. આ લાભ તેઓને ધોરણ-12 સુધી અભ્યાસ કરે ત્યાં સુધી મળવાપાત્ર રહેશે એટલે કે
લાભાર્થી વિદ્યાર્થીને કુલ-48000/- રૂપિયા 4 વર્ષ માટે મળવાપાત્ર છે.
NMMS સ્કોલરશીપ માટેની પાત્રતા
·
વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવા જોઈએ.
·
જે વિદ્યાર્થી સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, જિલ્લા પંચાયતની શાળાઓ, નગરપાલિકાની શાળાઓ, મહાનગરપાલિકાની શાળાઓ અને
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય, તેવા
વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ નો લાભ મળવાપાત્ર રહેશે.
·
જનરલ કેટેગરી તથા ઓ.બી.સી કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-7 માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
·
એસ.સી અને એસ.ટી કેટેગરીના
વિદ્યાર્થીએ ધોરણ-7 માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ
ગ્રેડ મેળવેલ હોવા જોઈએ.
·
નોંધ: ખાનગી શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય શાળા તથા જે શાળામાં રહેવા, જમવા અને
અભ્યાસની સેવા પુરી પાડવામાં આવતી હોય તેવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ
સ્કોલરશીપ માટે ફોર્મ ભરી શકશે નહી.
Documents Required for Gujarat NMMS Scholarship
આ સ્કોલરશીપનો લાભ લેવા માટે નીચે
મુજબના ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
·
વિધાર્થીના આધારકાર્ડની નકલ
·
ફી ભર્યાનું ચલણ (માત્ર SEB માટે)
·
લાભાર્થી વિદ્યાર્થીનાં કુટુંબની વાર્ષિક આવકનાં દાખલાની પ્રમાણિત નકલ.
·
વિધાર્થીની ધોરણ-7 ની માર્કશીટ અથવા તેને સમકક્ષ પુરાવો
.
·
વિદ્યાર્થીનાં જાતિ અંગેનાં પ્રમાણપત્રની નકલ ( લાગુ પડે તેના માટે)
·
વિદ્યાર્થી જો વિકલાંગ હોઈ તો વિકલાંગતાનું પ્રમાણપત્ર ( લાગુ પડે તેના માટે)
NMMS ની પરિક્ષા માટે આવક મર્યાદા
વિદ્યાર્થીનાં વાલીની વાર્ષિક આવક
3,50,000/- કરતા વધુ ના હોવી જોઈએ. અને વિદ્યાર્થીએ સક્ષમ
અધિકારીનો દાખલો જોડવાનો રહેશે.
NMMS Examination Fees – પરીક્ષા ફી
આ સ્કોલરશીપની પરીક્ષા આપવામાં
વિદ્યાર્થીઓએ Online અરજી કરવાની
રહેશે. જેમાં તેઓને પરીક્ષા ફી ભરવાની રહેશે.
કેટેગરી |
ફીની રકમ |
જનરલ અને ઓબીસી |
70/- રૂપિયા |
SC-ST અને
વિકલાંગ વિધાર્થીઓ |
50/- રૂપિયા |
આ પણ વાંચો
NMMS Gujarat Exam Syllabus
NMMS પરિક્ષાનો
અભ્યાસક્રમ નીચે મુજબ નો રહેશે.
વિષય |
પ્રશ્નો/ગુણ |
સમય |
MAT બૌદ્ધિક
યોગ્યતા કસોટી |
90 |
90 મિનિટ |
SAT બૌદ્ધિક
યોગ્યતા કસોટી |
90 |
90 મિનિટ |
NMMS Gujarat Exam Syllabus
→ MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક
ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક
શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern
Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિગેરેનો
સમાવેશ થશે.
→ SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નોમાં ધોરણ-૭ અને ધોરણ-૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
ધોરણ-૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.
NMMS Scholarship 2024 Qualifying Marks
General કેટેગરી અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓને બંન્ને
વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે તથા SC-ST કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને
વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે.
ક્વૉલિફાઇંગ ગુણ મેળવનાર
વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર – કેટેગરીવાર નક્કી
થયેલ ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ગણવામા
આવશે.
NMMS IMPORTANT LINK
NMMS ઓનલાઇન અરજી કરવા માટે |
|
NMMS પરીક્ષાનું જાહેરનામુ
ડાઉનલોડ કરવા માટે |
|
NMMS પરીક્ષાની તૈયારી માટેની
બૂક ડાઉનલોડ કરવા માટે |
How to Online Apply Gujarat NMMS Scholarship Exam 2024
ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સ્કોલરશીપ માટે વિદ્યાર્થી તારીખ: 20/02/2024 થી 28/02/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
Online Apply
·
સૌ પ્રથમ www.sebexam.org ઓપન કરો
·
Apply Now પર ક્લિક કર્યાં બાદ આપનું Application Format દેખાશે. જ્યાં આપને
માંગ્યા મુજબ તમામ માહિતી ભરવાની રહેશે.
·
વિદ્યાર્થીની તમામ વિગતો U-Dise Numbar ના આધારે ભરવાની રહેશે.
·
સ્કૂલની વિગતો માટે સ્કૂલ નો Dise Number નાખવાનો રહેશે. જરૂરી તમામ આધાર
પુરાવા અપલોડ કરવાના રહેશે.
·
ત્યાર બાદ Save બટન પર ક્લિક કરવાથી તમારો બધો Data Save થઈ જશે.
·
Application Save કર્યા
બાદ Application Number Generate થશે જે સાચવીને રાખવાનો રહેશે.
Photo and Signature Upload
·
હવે પેજનાં ઉપરના ભાગમાં upload Photo And Signature પર ક્લિક કરો.
·
ત્યાં આપનો Application Number નાખો ત્યાર બાદ તમારી જન્મ તારીખ નાખો પછી Submit બટન
પર ક્લિક કરો.
·
આપને તમારા Photo અને Signature
અપલોડ કરવાના રહેશે.
·
તમારા Photo અને Signature ની સાઈઝ 15 Kb કરતા ઓછી હોવી જરૂરી છે.
Confirm Application
·
હવે Confirm Application પર જાવ ત્યાં તમારો Application Number નાખો અને પછી તમારી જન્મ તારીખ નાખીને Submit
બટન પર ક્લિક કરો.
·
અહી જો તમારે અરજી પત્રકમાં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા કરવાના હોઈ તો Edit Application પર જાવ જ્યા અરજીમાં સુધારો થઇ જશે.
·
પણ એકવાર અરજી Confirmed થઈ ગયા બાદ અરજીપત્રકમાં કોઈપણ પ્રકારનો સુધારો થઈ
શકશે નહિ.
·
હવે જો અરજી માં સુધારો થઇ ગયેલ હોઈ તો અરજી Confirmed કરો.
Print Application and Fee Challan
·
હવે વિદ્યાર્થીઓ એ Print Application & Fee
Challan પર ક્લિક કરો.
·
જ્યા તમારો Conformation Number અને જન્મ તારીખ નાખી ને Submit કરો.
·
અહીંયાથી તમારી અરજી ની પ્રિન્ટ કાઢી શકાશે.
·
ત્યાર બાદ ઓનલાઈન Payment Gateway દ્વારા
ATM Card અથવા Net Banking દ્વારા પરીક્ષા ફી ભરી શકશો.
Gujarat NMMS Scholarship 2022 Contact
Number
કોઈપણ પ્રકારની સહાયતાની જરૂર પડે
તો અહીંયા State Examination Board
Gandhinagar નો HelpLine Number આપેલ છે. જ્યાં તમે ફોન કરીને
જરૂરી માહિતી મેળવી શકો છો.
Toll Free Number : 079-23248461/23256592
આ પણ વાંચો
0 Comments