પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 | SEB PSE SSE Exam Notification 2024 @sebexam.org
PRIMARY-SECONDARY SCHOLARSHIP EXAM 2024 । ગુજરાત
શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2024
પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2024 : નમસ્તે વિધાર્થી મિત્રો ! જો તમે ધોરણ : ૬ અથવા ધોરણ : ૮ માં અભ્યાસ કરો છો . તમે જો શિષ્યવૃતિનું ફોર્મ ભરવા ઇચ્છુક છો તો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર, ગુજરાત દ્વારા પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા માં ફોર્મ ભરવાની જાહેરાત થઇ ચુકી છે પ્રાથમિક અને માધ્યમિક પરીક્ષા ના ફોર્મ તારીખ 01 /03/2024 થી 11/03/2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તેમજ તા.28/04/2024 ના રોજ પરિક્ષા લેવામાં આવશે. PRIMARY-SECONDARY SCHOLARSHIP EXAM 2024 ની સંપુર્ણ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિ હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનુ નામ |
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા |
ફોર્મ ભરવાની તારીખ |
01-3-2024 થી 11-3-2024 |
પરીક્ષા તારીખ |
28-4-2024 |
ઓફીસીયલ વેબસાઇટ |
|
પરીક્ષા ફી |
૫૦ રૂપીયા |
પ્રાથમિક
શિષ્યવૃતિ પરીક્ષા
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ
પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો
જોઇએ.
·
અભ્યાસક્રમ: પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસક્રમ હોય છે.
·
પરીક્ષા ફી; પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.
·
પરીક્ષા પેપર: આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જવાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.
આ પણ વાંચો: NMMS શિષ્યવૃતિ
યોજના: આ યોજના મા મળે છે રૂ 48000 ની શિષ્યવૃતિ, ધોરણ 8 મા ભણતા
વિદ્યાર્થી કરી શકે છે અરજી
માધ્યમિક શિક્ષણ
શિષ્યવૃત્તિ પરીક્ષા
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી
માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા
વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ
હોવો જોઇએ.
·
અભ્યાસક્રમ: માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 6 થી 8 સુધીનો અભ્યાસક્રમ હોય છે.
·
પરીક્ષા ફી; માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.
·
પરીક્ષા પેપર: આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જ્વાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.
ઓનલાઇન ફોર્મ
·
સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. સૌ પ્રથમ www.sebexam.org
પર જવું.
·
‘Apply online’ઉપરClick કરવું.
·
“પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા
(ધોરણ-૯)”સામે Apply Now પર Click કરવું.
·
Apply Now પર Click કરવાથી Application
Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
·
વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
·
શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.
·
“પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) માટે ધોરણ-૫નું પરિણામ અને
“માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)” માટે ધોરણ-૮ના પરિણામના આધારે
પરિણામની વિગતો ભરવાની રહેશે.
·
અહી બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે.
·
હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application
Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
·
Confirm Application પર Click કરો.અહીં તમારો Application
Number Type કરો અને તમારી Birth Date Type કરો ત્યારબાદ Submit પર Click કરો.
·
જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું. Confirm
પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં
online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય
ગણાશે.
હવે Print Application/Fee Challan પર Click કરવું. અહીં તમારો Confirmation
Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી.(પ્રિન્ટની જરૂરિયાત હોય
અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો.)
અગત્યની લીંક
શિષ્યવૃતિ પરીક્ષા નોટીફીકેશન |
|
ઓનલાઇન અરજી કરવા માટે | |
હોમ પેજ |
|
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો |
ગુજરાત શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા અભ્યાસક્રમ । SEB PSE SSE Exam Syllabus
·
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ (SYLLABUS) : ધોરણ 1 થી 5 સુધીનો
રહેશે .
·
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ (SYLLABUS): ધોરણ6 થી 8 સુધીનો રહેશે .
· પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા: 2024 બંને પરીક્ષાનું માધ્યમ ગુજરાતી ભાષા રહેશે
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિ પ્રશ્નપત્રનું માળખું (ઢાંચો ) :
કસોટીનો પ્રકાર |
પ્રશ્નો |
ગુણ |
સમય |
ભાષા અને સામાન્યજ્ઞાન |
100 |
100 |
૧૮૦ મિનિટ |
ગણિત અને વિજ્ઞાન |
100 |
100 |
કોલ લેટર : વિધાર્થી મિત્રો પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા:2024 માટેનાકોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
PSE QUESTION PAPER PDF GUJARATI
પ્રશ્ન પત્ર | PSE Exam Old Question Paper And Answer Pdf Download Here
PSE 2020 Paper (17/10/2021)
0 Comments