ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના 2024 । વિધવા સહાય યોજના 2024 । દર મહિને ૧૨૫૦ ની સહાય આપતી યોજના

ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના 2024 । વિધવા સહાય યોજના 2024 । દર મહિને ૧૨૫૦ ની સહાય આપતી યોજના

                 ગંગા સ્વરૂપા આથિક સહાય યોજના

ગંગા સ્વરૂપા મહિલાઓ સન્માનપુર્વક જીવી શકે તેવા હેતુથી વર્ષ ૧૯૭૯ થી રાજ્ય સરકાર દ્વાર 'ગંગા સ્વરૂપા આથિક સહાય યોજના" અમલમાં મુકવામાં આવી છે.

ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજનાનો હેતુ

·          ગંગા સ્વરૂપા મહિલાઓને આથિક રીતે પોતાના પગભર રહી શકે

·         ગંગા સ્વરૂપા મહિલાઓ સ્વમાનભર જીવી શકે     

                       

ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના
ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના 

                                                 

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાથીની પાત્રતા

  •         ૧૮વર્ષ  કે તેથી વધુ વયની કોઇ પણ નિરાધાર ગંગા સ્વરૂપા મહિલા
  •          મહિલાની કૌટૂંબિક આવક મયાદા ગામ્ય વિસ્તાર માટે  રૂ.૧૨૦૦૦૦/-અને શહેરી વિસ્તાર માટે રૂ.૧૫૦૦૦૦/- કે તેથી ઓછી વાર્ષિક  આવક ધરાવતી હોવી જોઈએ                                                                                     

 

·          યોજના હેઠળ મળવાપાત્ર સહાય

·          ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના અન્વયે દર માસે રૂ./- 1250 ની સહાય મળવા પાત્ર છે

ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજનાના અરજી ફોર્મ સાથે રજુ કરવાના આધાર પુરાવા

·          ફોર્મ  અને ફોટો

·          પતિના અવસાનનો દાખલો

·          મહિલાનો ઉંમરનો પુરાવો

·          આવકનો દાખલો

·          રેશનકાડની નક

·          પાસબુકની નકલ

·          પુન:લગ્ન ન કર્યા અંગેનુ પ્રમાણપત્ર

·          આધાર કાર્ડ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની અરજી ક્યાં કરવી?

આપના વિસ્તારના તાલુકા મામલતદારશ્રીની કચેરી અથવા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર મારફતે  અરજી કરવાની રહેશે

 
ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજનાના ફોર્મ કેવી રીતે મેળવવા ?

ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજનાના ફોર્મ નીચે આપેલી લિંક પર ક્લિક કરિને પ્રિન્ટ કરીને ઉપયોગ માં લઇ શકો છો અથવા નજીકની મામલતદાર કચેરીના વિધવા સહાયના ઓપરેટર પાસેથી પણ મેળવી શકો છો

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનું ફોર્મ PDF Download કરવા માટે અહીં  ક્લિક કરો

 

Post a Comment

0 Comments

Close Menu