આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં
એડમિશન 2025-26 | ધોરણ ૯
માં એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થઇ ગયેલ છે.
Short Briefing : આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2025-26 । આદર્શ નિવાસી સ્કુલમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા । એડમિશનની પ્રક્રિયા હોસ્ટેલની સુવિધા સાથે । ans.orpgujarat । adarsh nivasi school admission | online aplication | Adarsh Nivasi school Gujarat List । adarsh nivasi shala list । પ્રવેશ માટે કોલ લેટર ડાઉનલોડ કરો ।
![]() |
adarsh nivasi school admission 2025-26 |
આદર્શ નિવાસી શાળા એડમિશન 2025
સરકાર દ્વારા જરુરિયાતમંદ વિધાર્થીઓ ને સારુ શિક્ષણ તેમજ હોસ્ટેલ ની સુવિધા વિના મુલ્યે મળી રહે તે માટે આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાં આવતી હોય છે.ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. જેમાં ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ પ્રવેશ પરિક્ષા લેવામાં આવશે .જેમાં મેરિટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓને આદર્શ નિવાસી શાળાઓમાં એડમિશન આપવામાં આવશે. આ આર્ટિકલમાં આપણે આ બાબતે સંપુર્ણ માહિતિ મેળવીશું
આદિ જાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ 2025
ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિભાગ દ્વારા અનુસુચિત જનજાતિના (ST) તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હતુથી ગુજરાત રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) ચાલે છે. જેમાં વિધાર્થીઓને વિના મૂલ્યે રહેવા, જમવા, ગણવેશ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે.
આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ કેવી રીતે મળતો હોય છે ?
- આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ:
- આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ માં પ્રવેશ મેળવવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા,રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૧૨/૦૪/૨૦૨૫, શનિવારના રોજ યોજવામાં આવનાર છે.
- તા.૨૭/૦૩/૨૦૨૫ થી તા.૦૭/૦૪/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન સરકારીશાળાના વિધાર્થીઓ www.schoolattendancegujarat.in પરથી અને ખાનગી શાળાના વિધાર્થીઓ http://sebexam.org પોર્ટલ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
- શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓએ અગાઉ ઓનલાઇન અરજી કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ફરીથી અરજી કરવાની જરૂર નથી.
- આ પરીક્ષા નિઃશુલ્ક રહેશે. પરીક્ષા સંબંધિત વિગતોથી માહિતગાર થવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ http://sebexam.org જોતા રહેવાનું રહેશે.
- અનુસૂચિત જનજાતિની ૭૪ આદર્શ નિવાસી શાળાઓની નામ / સરનામાની વિગતવાર યાદી કમિશનરશ્રી આદિજાતિ વિકાસની વેબસાઇટ https://comm-tribal.gujarat.gov.inપર ઉપલબ્ધ છે.
- હોલ ટીકીટ http://sebexam.org અને www.schoolattendancegujarat.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
- તેમજ ધોરણ 10, થી 12 માં ખાલી પડેલ જગ્યા પર એડમિશન મેળવવા માટે જે તે આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો હોય છે.
આદિજાતિ આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે પાત્રતાનું ધોરણ
:
પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૯ માં પ્રવેશ આપવામાં આવશે,
જયારે ઉપરોકત શાળાઓમાં ધો. ૧૦ થી ધો.૧૨ ની માન્ય સંખ્યા
સામે ખાલી પડેલ બેઠકો લાયક વિધાર્થીઓથી ભરવામાં આવતી હોઇ પ્રવેશ મેળવવા માટે
સંબંધિત આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીઓનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. સંબંધિત
નિવાસી શાળાના આચાર્યશ્રીઓ પ્રવર્તમાન નિયમોનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરશે.
ધોરણ
૮ પાસ કરેલ અને ધોરણ ૯ માં પ્રવેશ મેળવવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ
સ્કોલરશીપ યોજના પરીક્ષામાં મેળવેલ ગુણ / ગ્રેડના આધારે મેરીટના ધોરણે પ્રવેશ
આપવામાં આવશે.
અનુસુચિત
જનજાતિ અને અનુસુચિત જાતિના છાત્રો માટે આવક મર્યાદા નથી.
સામાજીક
અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના છાત્રો માટે વાલીની
વાર્ષિક આવક રાજય સરકારશ્રી દ્વારા વખતો વખત નકકી કરવામાં આવે તે મુજબ રહેશે.
આદર્શ નિવાસી શળામાં પ્રવેશ માટે જાતિવાર જગ્યાઓનું પ્રમાણ
અનુસૂચિત જન જાતિ માટે માટે ૬૦%, આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૫%અનુસૂચિત જાતિ માટે ૧૦ %, અને . સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માન્ય સંખ્યાના ૧૫% પ્રવેશ અનામત હોય છે
આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2025-26 Highlight Point
યોજનાનું નામ |
આદિજાતિ સંચાલિત આદર્શ નિવાસી શાળા પ્રવેશ |
યોજનાનો હેતુ |
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ |
કોણ પ્રવેશ મેળવી શકે ? |
ધોરણ ૮ અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓ/વિધાર્થિનિઓ |
official website |
http://sebexam.org |
આદર્શ નિવાસી શાળાપ્રવેશ 2025- 26 માટેનું જાહેરનામુ જોવા માટે |
|
આદર્શ નિવાસી શાળાઓનું લિસ્ટ જોવા
માટે |
|
આદર્શ નિવાસી શાળા ના આચાર્યશ્રી નો સંપર્ક નંબર મેળવવા માટે |
|
આ બાબતે માહિતિ મેળવવા માટે વ્હોટસેપ
ગ્રુપ માં જોડાવા માટે |
|
આદશ નિવાસી શાળામાં ઓનલાઇન ફોર્મ
ભરવા માટે |
આદર્શ નિવાસી શાળાઓમાં ઓનલાઇન એડમિશન 2025-26
· આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ માં પ્રવેશ મેળવવા માંગતા વિધાર્થીઓ www.schoolattendancegujarat.in અને www.sebexam.org વેબસાઇટ ઉપરથી ઓનલાઇન અરજી કરી કરી શકશે.
· અરજી કરવા માટે આ વેબસાઇટ તા.૨૭/૦૩/૨૦૨૫ ના થી તા.૦૭/૦૪/૨૦૨૫ સુધી ભરી શકાશે.
· ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે કોઇ પણ વિધાર્થી મુશ્કેલી
અનુભવે તો સંબંધિત શાળાના આચાર્યશ્રીઓ અથવા નજીકની આદર્શ નિવાસી શાળાઓના
આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે.
· જરૂરી સુચનાઓ, પરીક્ષા કેન્દ્રો ધરાવતા જીલ્લા અને તાલુકાની યાદી તેમજ અનુસૂચિત જનજાતિની ૭૫ આદર્શ નિવાસી શાળાઓની નામ / સરનામાની વિગતવાર યાદી ઉપરોકત વેબસાઇટ તેમજ કમિશનરશ્રી આદિજાતિ વિકાસની વેબસાઇટ https://comm-tribal.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.
આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ પરિક્ષા માટે કોલ લેટર
·ઓનલાઇન અરજીફોર્મમાં
ઉમેદવારે પસંદ કરેલ જીલ્લો અને તે જીલ્લાના આપેલ તાલુકાઓમાંથી પસંદ કરેલ તાલુકો
ધ્યાને લઇ જે તે તાલુકાના કોઇ એક પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારની ફાળવણી કરવામાં
આવશે.
· હોલ ટીકીટ http://sebexam.org અને www.schoolattendancegujarat.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
આદિજાતી આદર્શ નિવાસી શાળા પ્રવેશ 2025 અગત્યની તારીખો
- ઓનલાઇન અરજીફોર્મ ભરવાની તારીખઃ ૨૭, માર્ચ ૨૦૨૫ બપોરે ૧૨.૦૦ કલાક થી ૦૭, એપ્રિલ ૨૦૨૫ સાંજના ૧૮-૦૦ કલાક સુધી.
- પરીક્ષાની તારીખ : ૧૨ એપ્રિલ ૨૦૨૫ (શનિવાર)
- પરિણામ જાહેર કરવાની તારીખ : પરિણામ આવશે ત્યારે વેબસાઇટ પર મુકવામાં આવશે
- અરજી ફોર્મ ભરવાની બાબતમાં જો કોઇ વિધાર્થીઓને મૂશ્કેલી જણાય તો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવો.
વેબસાઇટ: http://sebexam.org, www.schoolattendancegujarat.in
- સંબંધિત જિલ્લાની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, મદદનીશ કમિશ્રરશ્રી (આ.વિ) ની કચેરી, આશ્રમશાળા અધિકારીશ્રીની કચેરી, આદિજાતિ વિકાસ અધિકારીશ્રી-આહવા-ડાંગની કચેરી તેમજ આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
1. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ કેવી રીતે મળે છે ?
a . આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે ત્યાર બાદ લેવાયેલ પરિક્ષા માં મેળવેલ ગુણ ના ના આધારે પ્રોવિઝનલ મેરીટ યાદી બહાર પડતી હોય છે અને આ યાદીના આધારે સ્કુલની ક્ષમતા પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હોય છે.
2. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવાથી શું લાભ મળે છે ?
a. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવાથી ધોરણ ૯ થી ૧૨ સુધી વિનામુલ્યે ગુણવતા વાળુ શિક્ષણ મળે છે .તેમજ આ સ્કુલમાં ગુણવતા વાળુ ભોજન તેમજ ગણવેશ સાથે હોસ્ટેલ સુવિધા મળે છે.
3. આદર્શ નિવાસી શાળામાં કઇ કઇ કેટેગરીના વિધાર્થીઓને પ્રવેશ મળી શકે છે ?
a. આદર્શ નિવાસી શાળામાં કેટેગરીના ધોરણ પ્રમાણે અનુસુચિત જાતિ,અનુસુચિત જન જાતિ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને સંખ્યાના ધોરણે પ્રવેશ મળે છે.
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને તેમને આ યોજનાનો લાભ અપાવી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ! આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
Social Plugin