ગુજરાત સ્ટેમ ક્વિઝ માં ભાગ લો અને જિતો કરોડોના ઇનામો । Gujarat STEM Quiz 2024

ગુજરાત સ્ટેમ ક્વિઝ માં ભાગ લો અને જિતો કરોડોના ઇનામો । Gujarat STEM Quiz 2024

Gujarat STEM Quiz 2024 | 2 કરોડ ઈનામ Gujarat STEM Quiz 2024 રજીસ્ટ્રેશન અને સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો 

 Gujarat STEM Quiz 2024

       ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી ડો. હોમી ભાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સુરેન્દ્રનગર દ્વારા વિદ્યાર્થીઓમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવા આશયથી ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0નું આયોજન કરાયું છે આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ, ટેબલેટ, ટેલિસ્કોપ, રોબોકીટ, વગેરેના 2 કરોડ સુધીના ઇનામો અપાશે આ આર્ટિકલમાં આપણે આ બાબતની સંપુર્ણ માહિતિ મેળવીશું.

stemquiz
image credit of https://stemquiz.gujarat.gov.in/


Highlight Point Of Stem Quiz 3.0

પોસ્ટનું નામ

સ્ટેમ ક્વિઝ 3.0

ભાગ લેનાર વિધાર્થી

ધોરણ ૮ થી ૧૧

હેતુ    

ગણિત વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે વિધાર્થીઓના જ્ઞાન અને રસમાંં વધારો થાય  

ક્વિઝ માં રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ

૩૦ એપ્રિલ 2024

સ્ટેમ ક્વિઝ માં રજીસ્ટ્રેશન કરવા માટે

અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ

https://stemquiz.gujarat.gov.in/

આવી વધુ માહિતિ માટે અમારી સાથે વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા માટે

અહીં ક્લિક કરો


 ગુજરાત સ્ટેમ ક્વિઝ 2024 બાબતે અગત્યની માહિતિ

ગુજરાત સરકાર દ્વારા વિધાર્થીઓમાં વિજ્ઞાન ગણિત અને એન્જિનિયરિંગ બાબતે જ્ઞાનમાં વૃધ્ધિ થાય તેવા હેતુ થી આ  ક્વિઝનું આયોજન કરવામાં આવે છે.

  કોઈપણ બોર્ડ અને માધ્યમના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ નિ:શુલ્ક નામ નોંધણી કરી ભાગ લઈ શકે છે. હાલમાં ધોરણ 8થી 11માં ભણતા વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ભાગ લઈ શકે છે.

આ ક્વિઝમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછાશે. પ્રશ્નો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના તથા ભાષા ગુજરાતી, અંગ્રેજી રહેશે.

 આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ, ટેબલેટ, ટેલિસ્કોપ, રોબોકીટ, વગેરેના 2 કરોડ સુધીના ઇનામો અપાશે.

અંતિમ સ્પર્ધામાં પસંદ પામેલા દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અપાશે. વિજેતા વિદ્યાર્થીઓને એનએફએસયુ બુટ કેમ્પમાં તેમજ સાયન્સ સીટી, ઇસરો, ડીઆરડીઓ, અને બીએઆરસી જેવી સંસ્થાઓની મુલાકાત લઈ શકશે.

 ગુજરાત સ્ટેમ્પ ક્વિઝ 3.0ની જિલ્લાકક્ષાની સ્પર્ધા ઓનલાઈન હોવાથી ભાગ લેનાર વિદ્યાર્થીએ 30 એપ્રિલ સુધીમાં ફરજિયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન https:// stemquiz. guj arat. gov.in/ પર કરવું પડશે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 10 તાલુકા દીઠ 10 વિદ્યાર્થી પસંદ થશે. 100 વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ ભાગ લેશે.

ગુજરાત STEM(Science, Technology, Engineering and Mathematics)-ક્વિઝનું વિઝન વિદ્યાર્થીઓમાં STEM ઉત્સાહ તરફ તીવ્ર પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. તે રાજ્યના વિદ્યાર્થીઓમાં STEM પર ભાગીદારી, જ્ઞાન અને જાગૃતિમાં સુધારો કરશે અને પ્રોત્સાહન આપશે.

 ક્વિઝમાં ભાગ લેવાની પ્રક્રિયા

આ પરીક્ષા ઘરે બેઠા online આપી શકાય છે અને ફોર્મ ભરવાની કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી. તો દરેક વિદ્યાર્થી આ ફોર્મ ભરો. ફોર્મ ભરવાની લિંક નીચે આપેલ છે, એ લિંક ઉપર જઈને ફોર્મ ભરી શકાશે.

સ્ટેમ ક્વિઝ રજીસ્ટ્રેશનની કરવાની રીત:

Gujarat STEM Quiz 2024 માં રજીસ્ટ્રેશન કરવા માટે વિદ્યાર્થીનું પૂરું નામ, જન્મ તારીખ, ફોટો, ધોરણ, શાળાનું નામ વગેરે માહિતી આપવાની હોય છે, તમે જ્યારે ઉપર આપેલ લીંક ઉપર ક્લિક કરીને ફોર્મ ખોલશો એને ભરીને સબમિટ કરવાનુ રહેશે. ત્યારબાદ જ તમે ક્વિઝ માં ભાગ લઈ શકશો અને ઇનામ જીતી શકશો.

સ્ટેમ ક્વિઝ માં રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી તેઓ આ માહિતિનો લાભ લઇ શકે  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય કે આ બાબતે કોઇ મુશ્કેલી હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!


આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments

Close Menu