કોમન એડમિશન પોર્ટલ । તમામ યુનિવર્સિટીમાં અરજી કરો એક જ પોર્ટલ પરથી । તમામ માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો
Common Admission Procedure 2024
ગુજરાત કોમન એડમિશન સર્વિસ શુ છે ?
શિક્ષણ વિભાગે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ રાજ્યની સરકારી યુનિવર્સિટી માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે. ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. આ માટે કોમન એડમિશન પોર્ટલમાં રજિસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યુ છે. તેમજ પ્રથમ તબક્કાની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પૂરક પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારો માટે ફરી પોર્ટલ ઓપન કરવામાં આવશે. ૧૪ સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવવા ઈચ્છતાં વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
વિદ્યાર્થીઓને તમામ કોલેજો માં એડમિશન માટે એક જ અરજી
Highlight Point Of GCAS
પોસ્ટનું નામ |
GUJARAT COMMON ADMISSION
SERVICES |
હેતુ |
ગુજરાતમાં કોઇ પણ કોલેજ માં આ પોર્ટલ દ્વારા અરજી કરીને એડમિશન મેળવી શકાય |
અરજી કરવાની પ્રક્રિયા |
ઓનલાઇન |
ઓફિશિયલી વેબસાઇટ |
GCAS પોર્ટલના મુખ્ય લાભ
· વિદ્યાર્થીઓને ઉપલબ્ધ અભ્યાસક્રમોને લગતી માહિતી મેળવવામાં સરળતા
રહેશે, તેમજ રાજ્યભરમાં તેમને જે તે અભ્યાસક્રમ
સંલગ્ન કૉલેજો અને યુનિવર્સિટીઓની માહિતી મેળવવી સરળ બનશે.
· જી.સી.એ.એસ.ને કારણે વિદ્યાર્થી એક જ વખત ફી ચૂકવીને કોઈ પણ
યુનિવર્સિટી કે કૉલેજ ખાતેના અભ્યાસક્રમો માટે અરજી કરી શકે છે.
· રાજ્યમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાગતા સમય
અને પ્રયત્નોમાં નોંધપાત્ર ઘટાડો.
· ગુજરાત રાજ્યની કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ અભ્યાસક્રમમાં
પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અરજી કરી શકે તે માટે સમાન કે એકીકૃત સમયમર્યાદા.
· ઉમેદવારોએ દરેક યુનિવર્સિટી કે કૉલેજ માટે અલગથી અરજી કરવાની
રહેશે નહીં. તેઓ તેમના સંબંધિત અભ્યાસક્રમો માટે સર્વસામાન્ય પ્રવેશપ્રક્રિયા દ્વારા
બહુવિધ યુનિવર્સિટીઓમાં અરજી કરી શકે છે.
ગુજરાતની 14 યુનિવર્સિટીમાં કોમન પોર્ટલ એડમિશન દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ થશે..
ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન - IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.
GCAS રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ
જરૂરી દસ્તાવેજો |
દસ્તાવેજ માટેનું સૂચિત માળખું |
1.ફોટોગ્રાફ્સ |
સફેદ બેકગ્રાઉંડ ધરાવતા અને |
2.ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ (HSE) |
પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરેલી નકલ. બધી માહિતી સ્પષ્ટ રીતે દેખાતી હોવી જોઈએ. |
3. સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ |
|
4.પાસિંગ સર્ટિફિકેટ/ટ્રાયલ સર્ટિફિકેટ |
|
5.માઈગ્રેશન સર્ટિફિકેટ (જો વિદ્યાર્થીએ ગુજરાત બહારથી 12મું ધોરણ પાસ કર્યું હોય તો) |
|
6. ડોમિસાઇલ સર્ટિફિકેટ |
|
7. કેટેગરી સર્ટિફિકેટ |
|
8.પારિવારિક આવકનું પ્રમાણપત્ર |
|
9. ફ્રી શિપ સર્ટિફિકેટ |
|
10.વિકલાંગપણું ધરાવતી વ્યક્તિનું પ્રમાણપત્ર |
|
11. ઓળખના પૂરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ) |
|
12. 10મા ધોરણની માર્કશીટ (ઉંમરના પૂરાવા માટે) |
કોમન રજીસ્ટ્રેશન પોર્ટલ અગત્યની લિંક
ઓફિશિયલી વેબસાઇટ પર જવા માટે |
|
કોમન એડમિશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે |
|
કોમન એડમિશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતિ માટે |
|
સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ ના રજીસ્ટ્રેશન માટે જરૂરી સુચનાઓ ની માહિતિ માટે |
|
સ્નાતક અભ્યાસક્રમના એડમિશનનું ટાઇમ ટેબલ જોવા માટે |
|
આવી વધુ માહિતિ માટે વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા માટે |
How to
register on GCAS Portal?
GCAS પોર્ટલ
પર રજીસ્ટ્રેશન કરવા માટે એ સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે
1. portal
પર નવા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા
- GCAS વેબસાઇટની મુલાકાત લો: http://gcasstudent.gujgov.edu.in/
- ‘Apply Now’ બટન પર ક્લિક કરો.
- ઓનલાઇન નોંધણી ફોર્મ ભરો:
- નામ: HSC/12મા ધોરણની માર્કશીટ મુજબ
નામ દાખલ કરો.
- જન્મતારીખ: DD/MM/YYYY ફોર્મેટમાં (દા.ત. 01/05/2004)
દાખલ કરો.
- મોબાઇલ નંબર: 10 અંકોનો માન્ય મોબાઇલ નંબર
દાખલ કરો (દા.ત. +91 9632388997).
- ઇમેઇલ ID: માન્ય ઇમેઇલ ID
દાખલ કરો (દા.ત. [ઇમેઇલ
ઍડ્રેસ કાઢી નાખવામાં આવ્યું]).
- “Submit” બટન પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર થયેલ ઇમેઇલ અને મોબાઇલ નંબર પર OTP
મેળવો.
- OTP દાખલ કરો અને તમારા ID
ની પુષ્ટિ કરો.
- તમારા ઇમેઇલ અને મોબાઇલ પર યુઝરનેમ અને પાસવર્ડ મળશે.
- સુરક્ષા માટે તમારા પાસવર્ડ તાત્કાલિક બદલો.
B. એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા :
- ઉમેદવારે પોર્ટલ પર નોંધણી કર્યા પછી આપવામાં આવેલ
યુઝર આઇડી અને પાસવર્ડ નો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગ ઈન કરવાનું રહેશે.
- રજીસ્ટર ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર પર OTP
આવશે અને પછી લોગીન કરો .
- લોગીન કર્યા પછી વિદ્યાર્થીઓ એપ્લિકેશન જોઈ શકશે અને
એક્સેસ પણ કરી શકશો
- પછી ઉમેદવાર રાજ્યમાં અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓ
કોલેજની પસંદગી કરવાની રહેશે
- અરજી ફોર્મ ભરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન
રાખવું પડશે: વિદ્યાર્થીઓનું નામ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન માર્કશીટ પ્રમાણે
હોવું જોઈએ, જન્મ
તારીખ 10 માં
ધોરણની માર્કશીટ અને સ્કૂલ સર્ટિફિકેટ જણાવ્યા મુજબ હોવી જોઈએ.
- ફોર્મ ભર્યા પછી એકવાર ફોર્મને ફરીથી ચેક કરી લેવું
- પછી તમારે આપેલા પેમેન્ટ ગેટવે નો ઉપયોગ કરીને
એપ્લિકેશન ફી ભરવાની રહેશે
- ભરેલા અરજી ફોર્મને વિદ્યાર્થીએ આપેલ Email
પર મોકલવામાં આવશે,
પછી વિદ્યાર્થીઓ ફાઈનલ
સબમીટ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ
યુનિવર્સિટી અને કોલેજોને વિદ્યાર્થીઓના અરજી ફોર્મ મોકલવામાં આવશે.
- દરેક યુનિવર્સિટી અને કોલેજ વિદ્યાર્થીઓનું એક અલગ
મેરીટ લીસ્ટ બનાવશે.
- યુનિવર્સિટી અને કોલેજ મેરીટ લીસ્ટ બનાવ્યા પછી
વિદ્યાર્થીઓને ઈમેલ મોકલશે
- મેરીટ લીસ્ટ ના આધારે પસંદ થયેલા વિદ્યાર્થીઓના
દસ્તાવેજ ની ચકાસણી કરવા માટે કોલેજની મુલાકાત લેવી પડશે
- કોલેજની મુલાકાત લીધા પછી વિદ્યાર્થીઓની પ્રવેશની
પ્રક્રિયા પૂર્ણ થઇ જશે.
- તમારું નોંધાયેલ ઈ-મેઈલ અને મોબાઈલ નંબર અપડેટ કરેલ
અને વપરાશમાં હોય તેની ખાતરી કરો. મહત્વપૂર્ણ અપડેટ્સ આ ઈમેલ પર મોકલવામાં
આવશે.
- માતા-પિતા અથવા વાલીનો સક્રિય સંપર્ક નંબર આપવો
ફરજિયાત છે.
- યોગ્ય રીતે લાયકાત સંબંધિત બધી વિગતો દાખલ કરો. આ
માહિતી યુનિવર્સિટીઓ/કૉલેજોને તમારા અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં મદદ
કરશે.
- યુનિવર્સિટી/કૉલેજ દ્વારા ઈ-મેઇલ મળ્યા પછી,
દસ્તાવેજ ચકાસણી અને અંતિમ
નોંધણી માટે ઉમેદવારે પસંદ કરેલી યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેવાની રહેશે.
- 45% કે તેથી વધુ શારીરિક
વિકલાંગતા ધરાવતા ઉમેદવારોએ સંબંધિત પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે.
Important
Date of GCAS Registration
- GCAS registration
પ્રક્રિયા 16/05/2024
થી શરુ થઇ ગઈ છે અને
રજીસ્ટ્રેશન ની Last Date 13/06/2024 છે.
NOTE: Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form.
આ પણ જુઓ ધોરણ 10 અને 12 પછી કયા કયા કોર્ષ માં એડમિશન મેળવી શકાય
ITI માંં એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકેલ છે. એડમિશન ની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો
0 Comments