IKHEDUT PORTAL | ખેતીવાડીની યોજના 2024 -25 । khedut પોર્ટલ પર અરજી 2024 । ikhedut પર અરજી કરવાની તમામ માહિતિ મેળવો એક ક્લિક માં
Short brefing : I khedut arji Status | Kisan Portal | આઈ ખેડૂત પોર્ટલ યોજના | Ikhedut Portal | ગુજરાત આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 | ઓનલાઈન અરજી ikhedut Portal | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 | ikhedut portal 7/12 | ikhedut portal login | ikhedut yojana | ખેતીવાડીની યોજના ૨024 |ખેતીવાડી ની સબસીડી |khetivadi sahay yojana 2024 | Ikhedut Portal 2024 Yojana List | ikhedut araji status khetivadi sahay yojana | Ikhedut Portal 7 12 | khetivadi yojana
khetivadi yojana 2024 |
I khedut
Portal નો પરિચય
ગુજરાત સરકાર દ્વારા અનેક
ખેડુત કલ્યાણકારી અને ખેતીલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે ખેડુત ને વિવિધ સરકારી
સહાયનો લાભ એક જ પોર્ટલ પર મળી રહે તે માટે I khedut પોર્ટલ શરૂ કરવામાં આવેલ
છે આ પોર્ટલ પર ખેડુત ખેતી વાડી ,પશુપાલન, બાગાયતી પાકો તેમજ અન્ય યોજનાની સાધન સહાય અને સબસીડીની અરજી સીધેસીધી કરી શકે
છે કરેલ અરજીનું સ્ટેટસ કઇ રીતે તપાસવુ વગેરે તમામ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશું.
ખેતીવાડી
સહાય યોજના
ગુજરાત સરકાર અને ખેતીવાડી
વિભાગ દ્વારા ખેડુતોના આર્થિક સામાજિક વિકાસ માટે તેમજ ખેડુતો પગભર થાય તે માટે, અનેક કલ્યાણકારી અને સહાય ની યોજનાઓ અમલમાં મુકી છે. જેમાં ટ્રેક્ટર સહાય, થ્રેસર સહાય, મોબાઇલ ખરીદી સહાય જેવી અનેક યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓનો લાભ પારદર્શી રીતે જરૂરિયાતમંદ ખેડુતો સુધી
પહોચે તે માટે ikhedut portal ખુલ્લુ મુકવામાં આવ્યુ છે જેના દ્વારા ખેડુતો પોતાની
જરુરિયાત મુજબની યોજનાની અરજી ઓનલાઇન કરી શકે છે.
I ખેડુત પોર્ટલ પર ખેતીવાડી યોજના માટે અરજી
ગુજરાત સરકાર દ્વારા વિવિધ
ખેતીવાડી યોજના ની સહાય ની અરજી કરવા માટે જુદા જુદા સમયે વિવિધ યોજનાઓ માટે i khedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવતુ હોય છે જેમાં જેમાં ખેડુત મિત્રો વિવિધ યોજનાઓ
માટે અરજી કરી શકતા હોય છે હવે વહેલા તે પહેલા ના ધોરણે જે મિત્રો પહેલા અરજી કરશે તેમને સાધન સહાય
ખરીદીનો લાભ મળશે તો તમામ મિત્રોને જેમ બને તેમ જલદીથી અરજી કરવા વિનંતી છે.
મોબાઇલ ખરીદી માટે તા.18/૦6/2024
ના સવારે ૧૦:૩૦ વાગ્યે પોર્ટલ પર અરજી થવાનુ શરૂ થશે તો તમામ મિત્રોને જેમ બને તેમ
જલદી અરજી કરવા વિનંતી છે.
આઇ ખેડુત પોર્ટલ પર યોજના માટે અરજી કર્યા બાદ તેનુ
સ્ટેટસ કેવી રીતે જાણવુ?
આઇ ખેડૂત પોર્ટલ પર
ખેતીવાડી, પશુપાલન, બાગાયત, અને અન્ય ખેડુત લક્ષી યોજનાની સહાય મેળવવા માટે અરજી કરવામાં આવે છે અરજી
કર્યા બાદ તે અરજી સ્વીકારવામાં આવેલ છે કે કેમ ? તે કયા લેવલે પેન્ડિંગ છે ?તેમાં શું પ્રોસેસ થઇ છે ? તે તમામ વિગતો ની ચકાસણી પોર્ટલ પર કરી શકાય છે તો
તેના વીશે માહિતિ મેળવીશુ.
I khedut portal હાઇલાઇટ પોઇન્ટ ખેતીવાડી સહાય યોજના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ |
ખેતીવાડીની યોજનામાં સહાય મેળવવાની અરજી |
Ikhedut Portal પર અરજી કરવા માટે |
|
I
khedut પોર્ટલ પર કરેલ અરજી ની સ્થિતિ (સ્ટેટસ) જોવા
માટે |
|
I khedut પોર્ટલ પર વિવિધ યોજનાની માહિતિની pdf જોવા માટે |
|
| |
અમારી સાથે વ્હોટસેપમાં જોડાવા માટે |
I
khedut પોર્ટલ ના લાભ
- આ પોર્ટલ થી ખેડુત
કોઇ કચેરીમાં ગયા વગર સીધેસીધા ઓનલાઇન અરજી કરી શકે છે.
- આ પોર્ટલ દ્વારા
ખેડુતો પોતાની જરૂરીયાત મુજબની સહાયની અરજીની માહિતિ મેળવી અરજી કરી શકે છે.
- ખેડુતો પોતાની
અરજીનું સ્ટેટસ તપાસી શકે છે.
- કૃષિ પેદાશોના ભાવ
મોબાઇલ એપ્લિકેશન મારફતે જાણી શકે છે.
- ખેડુતો હેલ્પલાઇન
મારફતે ખેતિવિષયક જાણકારી વિના મુલ્યે મેળવી શકે છે.
આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવા માટે કયા કયા
ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
- ખેડુતનું આધાર કાર્ડ.
- બેન્ક અકાઉન્ટ ની
વિગત.
- જમીનના ૭/૧૨ ના
ઉતારા.
- મોબાઇલ નંબર.
- જો ખેડુત અનુસુચિત
જાતિ, જન જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર.
- રેશન કાર્ડ
- જો ખેડુત વન અધિકાર
પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો).
- જો ખેડુત દિવ્યાંગ હોય તો સક્ષમ અધિકારીનુ દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર.
I khedut પર અરજી કરવાની પ્રક્રિયા
ખેડુત મિત્રોએ ખેતીવાડી યોજનાઓની સહાય નો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની થતી હોય છે. આ અરજી ખેડૂતો કોમ્પ્યુટર સેન્ટરમાંથી અથવા જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવીશું.
અરજદાર મિત્રોએ સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી
ત્યારબાદ I khedut
portal જઇને “વિવિધ યોજનાઓ માં અરજી કરો પર ક્લિક કરો.
· ત્યારબાદ ખેતીવાડી યોજનામાં વિગતો પર ક્લિક કરો.
ત્યારબાદ જે
યોજનામાં અરજી કરવી હોય તેની સામે “અરજી કરો” પર ક્લીક કરો.
· હવે તમે રજીસ્ટર અરજદાર છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી
કર્યું તો “ના” કરી આગળ વધવા પર” ક્લિક કરો “
· અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન
કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
· જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું
· ત્યારબાદ ત્યાં “નવી અરજી કરો”
“અરજી અપડેટ કરવા ક્લિક કરો “ અને અરજી કનફર્મ કરવા ક્લિક કરો અને અરજીની પ્રિંટ
કરવા ક્લિક કરો નો વિકલ્પ આવશે જેમાં નવી અરજી પર ક્લિક કરવાનું થશે
· જેમાં અરજદારે Online Application
Form માં સંપૂર્ણ
ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ “અરજી સેવ કરવાની રહેશે”.
· અરજદારે ફરીથી વિગતો Check કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે.
· ઓનલાઈન અરજી એક વાર કન્ફર્મ થયા બાદ કોઈપણ
પ્રકારનો સુધારો થશે નહીં.
· અરજદાર અરજી નંબરના આધારે
“અરજીની પ્રિંટ કરવા ક્લિક કરો “ પર ક્લિક કરીને પ્રિન્ટ મેળવી શકશે.
· અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કરી લાગુ પડતી કચેરી ખાતે ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાના
રહેશે.
ikhedut પોર્ટલ પર કરેલ અરજીનું સ્ટેટસ તપાસો/અરજીની ફરીથી પ્રિન્ટ કરવા માટે
ikhedut પર અરજી કર્યા બાદ તમારી અરજી પર શુ કાર્યવાહી થયેલ
છે તમારી અરજી મંજુર થઇ છે કે ના મંજુર થઇ છે? તે જાણવા માટે નીચે મુજબ ના સ્ટેપ અનુસરવા પડશે.
- સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ ખોલો
- ત્યારબાદ ખુલેલા પેજ
માં તમે ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો? તે સિલેક્ટ કરો
- જો તમે ખેતીવાડી,પશુપાલન કે બાગાયતિ યોજનાની અરજીનું સ્ટેટસ જોવા
માંગતા હો તો " અન્ય યોજના" સીલેક્ટ કરો
- ત્યારબાદ તમે અરજીનુ
સ્ટેટસ રસીદ ક્રમાંક અથવા અરજી ક્રમાંકથી જોવા માંગો છો તે તે સીલેક્ટ કરો
- ત્યારબાદ ખુલેલા
બોક્ષમાં અરજી કર્યાનું વર્ષ સિલેક્ટ કરીને અરજી ક્રમાંક નાખો. ત્યારબાદ નીચે
કેપ્ચાકોડ નાખીને
- નાખો અને ત્યારબાદ
નીચેના બોક્ષ માં અરજી વખતે આપેલ મોબાઇલ નંબર અથવા અરજદારના આધાર કાર્ડ ના
છેલ્લા ૪ આંકડા નાખો
- ત્યારબાદ અરજીની
ફરીથી પ્રિન્ટ જોઇતી હોય તો રિ પ્રિન્ટ પર ક્લિક કરો
- અને જો અરજીનું
સ્ટેટસ તપાસવુ હોય તો 'અરજીનું સ્ટેટસ તપાસો' પર ક્લિક કરો
- જેનાથી તમે હાલમાં
તમારી અરજી કયા સ્ટેજે છે તેમાં શું પ્રક્રિયા થયેલ છે તે જોઇ શકશો
અરજી મંજુરીની પ્રક્રિયા
અરજદાર દ્વારા ikhedut પર અરજી કર્યા બાદ જે તે ડિપાર્ટમેન્ટ માં સબમિટ થાય છે જ્યાં જે તે
ડિપાર્ટમેન્ટ અરજદારની અરજી ની તપાસણી કરે છે અને જો તે નિયમોનુસાર મંજુર કરવા
પાત્ર હોય તો તે મંજુર કરે છે અને તેની જાણ અરજદારને કરતાં હોય છે. ત્યારબાદ
અરજદારે જે તે વસ્તુ કે ઘટકની ખરીદી કરી ખરીદી કર્યા અંગેના પુરાવા
અને જે તે ખાતામાં રજુ કરવાના હોય છે અને તેની ખરાઇ કર્યા બાદ અરજદારના ખાતામાં
તેની સબસીડી જમા થતી હોય છે.
અરજી મંજુર થયા બાદ સાધન સહાયની ખરીદી ક્યાંથી કરવી ?
- અરજી મંજુર થયા બાદ
જે તે સાધનની ખરીદી ઓથોરાઇઝ ડિલર પાસેથી કરવાની હોય છે ત્યારબાદ બાદ તેની
વિગતો રજુ કર્યા બાદ જ સબસિડીની રકમ અરજદારના ખાતામાં જમા થતી હોય છે.
- આ ઓથોરાઇઝ ડિલરનું
લિસ્ટ જોવા માટે સૌ પ્રથમ આઇ ખેડુત પોર્ટલ ના હોમ પેજ પર જાઓ
- ત્યારબાદ ઇનપુટ ડિલરો
પર ક્લિક કરો
- ત્યારબાદ વિવિધ
ઘટકો/સાધનો ની ખરીદી કરવી હોય તો એમ્પેનલ્ડ વેન્ડર્સ પર ક્લિક કરો
- ત્યારબાદ ખેતીવાડીની
યોજના/કે બાગાયતી યોજના જે લાગુ પડતુ હોય તે સિલેક્ટ કરો
- ત્યારબાદ "જોવા
માટે અહિં ક્લિક કરો પર ક્લિક કરો
- જેથી કરીને યોજના ના
સાધનોના ઉત્પાદકો અને વિતરકોનું લિસ્ટ ખુલી જશે જેમાંં જે જરૂરી હોય તે ઘટક
ના ઉત્પાદક પર ક્લિક કરી લિસ્ટ જોઇ શકો છો અને તેમાંથી આપને અનુકુળ હોય તે
ઉત્પાદક નો સંપર્ક કરીને સાધન સહાય ખરીદી કરી શકો છો
IKHEDUT PORTAL પર SMS ની સુવિધા
હાલમાં આઇ ખેડુત પોર્ટલ
દ્વારા તમે અરજી કરો છો ત્યાંથી લઇને તે મંજુર થઇ જાય ત્યાં સુધી મેસેજ આવતા હોય
છે તે મેસેજ માં મળેલી સુચના અનુસાર તમને સતત અપડેટ મળતી રહે છે . જેથી કરીને
કાયમી વપરાશ વાળો નંબર જ આપવા વિનંતી
આ પણ વાંચો ખેડુત અકસ્માત વિમા યોજના
0 Comments