Mahila Swavalamban Yojana મહિલા સ્વાવલંબન યોજના સબસીડીમાં થયો વધારો । લોન સાથે મેળશે ૬૦થી ૮૦ હજારની સબસીડી

Mahila Swavalamban Yojana મહિલા સ્વાવલંબન યોજના સબસીડીમાં થયો વધારો । લોન સાથે મેળશે ૬૦થી ૮૦ હજારની સબસીડી

Mahila Swavalamban Yojana | મહિલા સ્વાવલંબન યોજના

Short Briefing : મહિલાઓને 2 લાખ સુધી બેંક દ્વારા લોન । ગુજરાત સરકારની લોન યોજના । Mahila Yojana Gujarat | મહિલા લોન યોજના । Women Empowerment Schemes | મહિલાઓની યોજના । મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા લોન આપતી યોજના 

મહિલા સ્વાવલંબન યોજના  

Mahila Swavalamban Yojana
mahila svavla^bana yojana 


ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ આર્થિક સામાજિક અને શૈક્ષણિક સ્વનિર્ભર બને બને તે માટે અનેક મહિલા લક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે.જેમાંવિધવા સહાય યોજનાવ્હાલી દીકરી યોજનાવિધવા પુન:લગ્ન યોજના વગેરે ચલાવવામાં આવે છે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમ કાર્યરત છે. આ નિગમ દ્વારા મહિલા જાગૃતિ શિબિર, મહિલા કલ્યાણ મેળા, પ્રદર્શન સહ વેચાણ તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે ચલાવવામાં આવે છે.આજે આ આર્ટિકલમાં 'મહિલા લોન યોજના'ની સંપુર્ણ માહિતિ મેળવીશું.

Mahila Swavalamban Yojana નો હેતુ 

 

મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓસરકારી સહાય અને સરકારી યોજનાઓનો લાભ લઈને મહિલાઓ સ્વ નિર્ભર બની શકે તે માટે મહિલા સ્વાવલંબન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના લોન યોજના છે જેમાં મહિલાઓને સ્વરોજગારી માટે તેમજ તેમની આવડત પ્રમાણે નવો વ્યવસાય અને ધંધા માટે શરૂ કરવા બેંક દ્વારા લોન આપવામાં આવે છે. અને નિગમ દ્વારા Subsidy Schemes for Women અંતગર્ત માટે ૪૦ % સુધી સબસીડી પણ આપવામાં આવે છે.

Highlight Point Of Mahila Svavlamban scheme 

આર્ટિકલનું નામ

મહિલા સ્વાવલંબન યોજના

આ યોજના કોણા દ્વારા ચલાવવામાં આવે છે?

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ

કોણે મળે?

જે મહિલાઓ નવો વ્યવસાય કરવા માંગતી હોય  તેમને

લોનની રકમ

રૂપિયા 2,00,000/- સુધી

કેટલા ટકા સબસીડી મળે?

અંદાજીત ૩૦ થી ૪૦સુધી

અધિકૃત વેબસાઈટ

https://wcd.gujarat.gov.in/

મહિલા સ્વાવલંબનનો ઠરાવ ડાઉનલોડ કરવા માટે 

અહીં ક્લિક કરો 

Important Point

WhatsApp Group જોડાઓ.Join Now

મહિલા સ્વાવલંબન યોજના મેળવવા માટેની પાત્રતા

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આ  નો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.· લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.

·
લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઈએ.

·
મહિલા અરજદારની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 (એક લાખ વીસ હજાર) સુધી હોવી જોઈએ.

·
શહેરી વિસ્તારના મહિલા લાભાર્થીઓની કુટુંબની આવક 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.


આ પણ વાંચો

વાજપાઇ બેન્કેબલ યોજનાવ્યવસાય માટે ૮ લાખ સુધીની લોન આપતી યોજનાની સંપુર્ણ માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો  

Mahila Swavalamban Yojana ના લાભ

મહિલા સ્વાવલંબન યોજના અન્વયે મહિલાઓએ નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. બેંક દ્વારા રૂપિયા 2,00,000/- (બે લાખ) સુધી Loan આપવામાં આવે છે. જેમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર સબસીડી આપવામાં આવે છે.

મહિલા સ્વાવલંબન યોજના માં સબસીડીનું ધોરણ

બેન્ક દ્વારા જે લોન આપવામાં આવતી હતી તેમાં ૧૫ ટકા અથવા ૩૦૦૦૦ જે ઓછુ હોય તેટલી સબસીડી આપવામાં આવતી હતી પણ નવા ઠરાવ મુજબ ૩૫ થી ૪૦ ટકા નીચે મુજબની સબસીડી આપવામાં આવશે.

મહિલા સ્વાવલંબન યોજનામાં સબસીડીનું ધોરણ

જનરલ કેટેગરી

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ

વિધવા મહિલા તથા ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલા

પ્રોજેક્ટ કોસ્ટના ૩૦% અથવા ૬૦,૦૦૦/ જે ઓછુ હોય તે

પ્રોજેક્ટ કોસ્ટના ૩૫% અથવા ૭૦,૦૦૦/ જે ઓછુ હોય તે

પ્રોજેક્ટ કોસ્ટના ૪૦% અથવા ૮૦,૦૦૦/ જે ઓછુ હોય તે



મહિલા સ્વાવલંબન યોજના માટે ધંધા-ઉદ્યોગની યાદી

મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કુલ-307 ધંધા અને ઉદ્યોગ માટે બેંકો દ્વારા લોન આપવા માટે ભલામણ કરવામાં આવે છે. જે નીચે મુજબ છે

ક્રમ

ઉદ્યોગના વિભાગનું નામ

કુલ ઉદ્યોગની સંખ્યા

1

એન્‍જીનિયરીંગ ઉદ્યોગ

44

2

કેમીકલ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગ

37

3

ટેક્ષટાઈલ ઉદ્યોગ

29

4

પેપર પ્રિન્‍ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ

11

5

ખેત પેદાશ આધારિત ઉદ્યોગ

9

6

પ્લાસ્ટિક ઉદ્યોગ

21

7

ફરસાણ ઉદ્યોગ

20

8

હસ્તકલા ઉદ્યોગ

16

9

જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ

11

10

ખનીજ આધારિ ઉદ્યોગ

07

11

ડેરી આધારિત ઉદ્યોગ

02

12

ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ

06

13

ઈલેક્ટ્રીક અને ઈલેક્ટોનિક્સ ઉદ્યોગ

06

14

ચર્મોઉદ્યોગ

05

15

અન્ય ઉદ્યોગ

17

16

સેવા પ્રકારનાં વ્યવસાય

42

17

વેપાર પ્રકારનાં ધંધાઓ

24

 

કુલ ધંધા અને ઉદ્યોગની સંખ્યા

307

મહિલા સ્વાવલંબન યોજના માટે ડોક્યુમેન્‍ટ | Document 

મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ


મહિલા લોન યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.

·
લાભાર્થીનું રેશનકાર્ડ
·
આધારકાર્ડ
·
આવકનો દાખલો
·
જાતિનો દાખલો

· ઉંમરઅંગેનો દાખલો
·
મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક
·
અનુભવ અંગેનું પ્રમાણપત્ર / અભ્યાસ અંગેના પ્રમાણપત્ર
·
ફોર્મમાં જણાવેલ વિગતો (બે નકલમાં) ભરવાની રહેશે.

ફોર્મ ભરીને મહિલા અને બાળ અધિકારીની કચેરી એ જમા કરવાનુ હોય છે. 

મહિલા સ્વાવલંબન યોજનાની અરજી કેવી રીતે કરવી ?

આ યોજનાનું ફોર્મ છપાયેલ અરજી ક્રમાંક સાથેનું હોવાથી મહિલા અને બાળ અધિકારીની કચેરી થી મળશે તેમજ ફોર્મ સાથે જરુરી ડોક્યુમેન્ટ જોડીને ત્યાંજ સબમીટ કરવાનુ હોય છે.


અરજી મંજુરીની પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ આવેલી મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી  આ યોજનાનું ફોર્મ મળશે. જેમાં ફોર્મ સાથે માંગેલ પુરાવા ને જોડીને બે નકલમાં ફોર્મ મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે જમા કરાવવાનુ હોય છે ત્યાર બાદ ફોર્મ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ખરાઇ કરીને  જે તે બેન્ક માં મોકલવામાં આવે છે અને બેન્ક દ્વારા જરૂરી પ્રક્રિયા પુરી કરીને જો બેન્કને યોગ્ય લાગે તો ફોર્મ  અને લોન મંજુર કરવામાં આવે છે અને ત્યારબાદ  મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સબસીડી ચુકવવાની પ્રક્રિયા કરવામાં આવે છે   

Mahila Swavalamban Yojana Application Form

મહિલા સ્વાવલંબન યોજનાઅરજી ફોર્મ PDF Download કરો.


Mahila Swavalamban Yojana Helpline

આ યોજના હેઠળ લાભાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો. વધુ માહિતી અને મદદ માટે વડી કચેરી ગાંધીનગર ખાતે પણ સંપર્ક કરી શકાય છે.

વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવોજે દરેક જિલ્લાના મુખ્ય મથકે  આવેલ હોય છે.

વડી કચેરીનું સરનામું:–  ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી.

ઉદ્યોગ ભવનસેક્ટર-11, ગાંધીનગર

ફોન નંબર- 079-23227287 , 23230385

ઈમેઈલ ‌– gwedcgnr@gmail.com     


FAQ- પ્રશ્નોતરી

1. મહિલા સ્વાવલંબન યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય?

જવાબ: Mahila Swavalamban Yojana Online Registration કરી શકાતું નથી. આ યોજનાનો લાભ લેવા માટે ફક્ત ઓફલાઈન અરજી કરી શકાય છે.

2. મહિલા લોન યોજના તરીકે કઈ યોજના રાજ્યમાં પ્રચલિત છે?

જવાબ: ગુજરાત રાજ્યમાં મહિલા સ્વાવલંબન યોજના મહિલા લોન યોજનાતરીકે પ્રચલિત છે.

3. આ યોજના હેઠળ કેટલા ધંધા-રોજગાર માટે લોન આપવામાં આવે છે.

જવાબ: મહિલા યોજના હેઠળ 307 પ્રકારના ધંધા અને ઉદ્યોગ માટે બેંક દ્વારા લોન આપવામાં આવે છે.

4. મહિલા સ્વાવલંવન યોજનાનું અરજી ફોર્મ કઈ જગ્યાએથી લેવાનું રહે છે?

જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે અરજી ફોર્મ મળશે. આ અરજી ફોર્મ રજીસ્ટર નંબર સાથેના હોવાથી રૂબરૂ કચેરી પરથી લેવાનું રહેશે.

5. Mahila Svavalamban Yojana અંતર્ગત કેટલી લોન મળવાપાત્ર છે?

જવાબ: આ યોજના હેઠળ કુલ 307 ધંધા અને રોજગાર માટે જુદી-જુદી રકમમાં લોન માટે બેંકને ભલામણ  કરવામાં આવે છે. આ યોજના દ્વારા કુલ 2 લાખ સુધી લાભાર્થી મહિલાને લોન મળવાપાત્ર થાય છે.

6.મહિલા સ્વાવલંબન યોજના હેઠળ લોન મંજુર કોના દ્વારા કરવામાં આવે છે.?

જવાબ: મહિલા સ્વાવલંબન યોજનામાં બેન્ક દ્વારા લોન મંજુર કરવામાં આવે છે.

7.મહિલા સ્વાવલંબન યોજના હેઠળ કેટલી સબસીડી મળવા પાત્ર છે?

જવાબ: મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કેટેગેરી પ્રમાણે  ૩૦ થી ૪૦ %  સુધીની સબસીડી ચુકવવામાં આવતી હોય છે.

મિત્રો આશા રાખુ છું કે તમને આ માહિતિ ઉપયોગી નીવડી હશે જો તમને આ માહિતિ ગમી હોય તો તમારા મિત્રોને શેર કરવા વિનંતી જેથી કરીને પોતાનો વ્યવસાય શરૂ કરવા માગંતી બહેનોને મદદરૂપ થઇ શકાય.  www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર !

Post a Comment

0 Comments

Close Menu