(seb exam )pse sse પરિક્ષા નું મેરીટ લિસ્ટ જાહેર | PSE SSE નું મેરિટ લિસ્ટ જાણો એક જ ક્લિકમાં
PRIMARY-SECONDARY SCHOLARSHIP EXAM 2024 । ગુજરાત શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2024 EXAM RESULT 2024
પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2024 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર, ગુજરાત દ્વારા પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા માં ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ તા.28/04/2024 ના રોજ પરિક્ષા લેવામાં આવી હતી આ પરિક્ષાનું પરિણામ તા.24-06-2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે ત્યારબાદ તેનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવેલ છે તો નીચે આપેલ લિંક દ્વારા મેરિટ લિસ્ટ જોઇ શકશો
PSE સ્કોલરશિપ પરિક્ષાના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ | PSE/SSE Scholarship |
PSE સ્કોલરશિપનું મેરિટ લિસ્ટ જોવા માટે | |
SSE સ્કોલરશિપનું મેરિટ લિસ્ટ જોવા માટે | |
PRIMARY-SECONDARY SCHOLARSHIP EXAM 2024
પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
· અભ્યાસક્રમ: પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસક્રમ હોય છે.
· પરીક્ષા ફી; પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.
· પરીક્ષા પેપર: આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જવાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.
આ પણ વાંચો: NMMS શિષ્યવૃતિ યોજના: આ યોજના મા મળે છે રૂ 48000 ની શિષ્યવૃતિ, ધોરણ 8 મા ભણતા વિદ્યાર્થી કરી શકે છે અરજી
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
· અભ્યાસક્રમ: માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 6 થી 8 સુધીનો અભ્યાસક્રમ હોય છે.
· પરીક્ષા ફી; માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.
· પરીક્ષા પેપર: આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જ્વાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.
0 Comments