દિવ્યાંગ લોકોને એક મહિને 1000 રૂપિયા નાણાકીય સહાય આપતી યોજના | divyang pension yojana

દિવ્યાંગ લોકોને એક મહિને 1000 રૂપિયા નાણાકીય સહાય આપતી યોજના | divyang pension yojana

 દિવ્યાંગ લોકોને એક મહિને 1000 રૂપિયા નાણાકીય સહાય આપતી યોજના

Gujarat Sant Surdas Sahay Yojana 2024:ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ  દ્વારા દિવ્યાંગ અને વૃધ્ધ કલ્યાણ માટે અનેક યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. આવી જ એક યોજના છે દિવ્યાંગ પેન્શન યોજના (સંત સૂરદાસ યોજના 2024 ) આ યોજનામાં દિવ્યાંગ લોકોને એક મહિને 1000 રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવે છે.

Gujarat Sant Surdas Sahay Yojana
Gujarat Sant Surdas Sahay Yojana

Gujarat Sant Surdas Sahay Yojana 2024

યોજનાનું નામ

સંત સુરદાસ સહાય યોજના 2024

યોજના

Sant Surdaas Gujarat Sahay Yojana

લોન્ચ

ગુજરાત સરકાર

લાભાર્થીઓ

ગુજરાત રાજ્યના દિવ્યાંગ લોકો

દિવ્યાંગ તેની ટકાવારી

80% કે તેનાથી વધુ

મળવાપાત્ર લાભ

દિવ્યાંગ લોકોને દર મહીને 1000/- આર્થિક સહાય મળવાપાત્ર થશે.

ઓફિસિયલ

https://esamajkalyan.gujarat.gov.in/

સંત સુરદાસ 2024 ની પાત્રતા :  Gujarat Sant Surdas Sahay Yojana 2024

દિવ્યાંગ સહાય યોજના  2024 દ્વારા ગુજરાત સરકાર રાજ્યના તમામ દિવ્યાંગોને 1000 રૂપિયા સહાય પૂરી પાડવામાં આવે છે.  

  • ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ

સંત સુરદાસ યોજના  ડોક્યુમેન્ટ : Divyang pension yojana document 

  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
  • દિવ્યાંગ ઓળખ કાર્ડ / સીવીલ સર્જનશ્રીનું દિવયાંગતાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
  • બી.પી.એલ. સ્કોર અંગે નો દાખલો/ સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈ પણ એક(જો હોય તો)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક
  • આધાર કાર્ડની નકલ
  • દિવ્યાંગ ઓળખકાર્ડ( એસ.ટી બસપાસ)

 સંત સુરદાસ 2024 સુધારેલ યોજનાના મુખ્ય ફાયદા: Gujarat Sant Surdas Sahay Yojana 2024

  • વધુ સમાવેશક: ગરીબી રેખાની શરત હટાવી દેવામાં આવી છે, આવક સ્તરને ધ્યાનમાં લીધા વિના તમામ દિવ્યાંગજનો યોજના માટે લાયક છે.
  • વધુ વ્યાપક: 0 થી 17 વર્ષની વયમર્યાદા હટાવી દેવામાં આવી છે, જેનો અર્થ છે કે કોઈપણ ઉંમરના દિવ્યાંગજનો હવે યોજનાનો લાભ લઈ શકે છે.
  • સીધી ટ્રાન્સફર: દર મહિને ₹1000 લાભાર્થીના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે, જે ખાતરી કરે છે કે નાણાં સમયસર રીતે પહોંચે છે.

સંત સુરદાસ યોજના અરજી કેવી રીતે કરવી divyang sahay yojana 2024 

જો તમે ગુજરાતમાં રહેતા દિવ્યાંગજન છો, તો તમે સંત સુરદાસ યોજના માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઑનલાઇન  અરજી કરી શકો છો. યોજના સંબંધિત વધુ માહિતી માટે, તમે ગુજરાત સમાજ સુરક્ષા વિભાગની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા નજીકના જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી શકો છો.

 દિવ્યાંગ પેન્શન યોજના અગત્યની લિંક 

  • Viklang pension yojana gujarat online registration ( સંત સુરદાસ યોજના ) માં ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો 
  • ઇ સમાજ કલ્યાણ પોર્ટલ માં ઓનલાઇન રજીસ્ટ્રેશન તેમજ અરજી કેવી રીતે કરવી તેની માહિતિ માટે અહીં ક્લિક કરો 

Post a Comment

0 Comments

Close Menu