E-Nirman Card એટલે શું?
પહેલાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓને આપતું ઓળખકાર્ડ એટલે જ શ્રમયોગી કાર્ડ (લાલ ચોપડી /રેડ બુક)
હાલ/અત્યારે બાંધકામ ક્ષેત્રનાં કામદારોને ઓળખાણ માટેનાં એક પુરાવા તરીકે E-Nirman Card આપવામાં આવે છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગીના કલ્યાણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ઇ નિર્માણ કાર્ડૅ હોવુ જરૂરી છે આજે આપણે આ તમામ બાબતોની માહિતિ મેળવીશું.
e-nirman card
Highlight Point of e-nirman card
યોજના નું નામ
E-NIRMAN CARD ઇ નિર્માણ કાર્ડ ગુજરાત
યોજનાનો હેતુ
શ્રમયોગી તેમજ બાંધકામ ક્ષેત્રે લાભાર્થી ની નોધણી કરી તેમને ઓળખકાર્ડ ઇશ્યુ કરવું
લાભાર્થી
વ્યવસાયોમાં કુશળ, અર્ધકુશળ, અથવા અકુશળ પ્રકારના કામ કરનાર બાંધકામ શ્રમયોગી.
ઇ નિર્માણ કાર્ડ કઢાવવા માટે
ઇ નિર્માણ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા
ઇ નિર્માણ કાર્ડની જાતે કઢાવવા માટે ની પ્રક્રિયા જાણવા માટે
ઇ નિર્માણ કાર્ડ સાથે સ્વ ઘોષણા પત્રક ડાઉનલોડ કરવા
Official વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો
અહી ક્લિક કરો
યોજના નું નામ
E-NIRMAN CARD ઇ નિર્માણ કાર્ડ ગુજરાત
યોજનાનો હેતુ
શ્રમયોગી તેમજ બાંધકામ ક્ષેત્રે લાભાર્થી ની નોધણી કરી તેમને ઓળખકાર્ડ ઇશ્યુ કરવું
લાભાર્થી
વ્યવસાયોમાં કુશળ, અર્ધકુશળ, અથવા અકુશળ પ્રકારના કામ કરનાર બાંધકામ શ્રમયોગી.
ઇ નિર્માણ કાર્ડ કઢાવવા માટે
ઇ નિર્માણ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા
ઇ નિર્માણ કાર્ડની જાતે કઢાવવા માટે ની પ્રક્રિયા જાણવા માટે
ઇ નિર્માણ કાર્ડ સાથે સ્વ ઘોષણા પત્રક ડાઉનલોડ કરવા
Official વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો
ઈ-નિર્માણ કાર્ડ(E-Nirman Card) માટે જરૂરી ડોક્યુમેન્ટ
- છેલ્લા ૧ર મહિનામાં બાંધકામ શ્રમિક તરીકે ઓછામાં ઓછુ ૯૦ દિવસ કામ કર્યાનું પ્રમાણપત્ર
- ઉમરઃ ૧૮-૬૦ વર્ષ(મહિલા/પુરૂષ)
- આધારકાર્ડ,
- બેન્ક પાસબુક,
- આવકનો દાખલો
- ઉંમર નો પુરાવો
- નિયત નમુનામાં આવક તેમજ વ્યવસાયનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર.
ઈ-નિર્માણ કાર્ડ(E-Nirman Card) થી થતાં લાભ/ફાયદાઓ
- નોંધાયેલાં મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસૂતિની મર્યાદામાં પ્રત્યેક પ્રસૂતિ માટે રૂ.૨૭,૦૦૦/- ની સહાય
- ધન્વન્તરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર
- વ્યાવસાયિક રોગ અને ઇજાના કિસ્સામાં રૂ.૩ લાખ સુધીની સહાય
- શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂ.૧૦ માં પૌષ્ટિક ભોજન
- શિક્ષણ સહાય યોજના અંતર્ગત બે સંતાનોમાં દરેક સંતાનને રૂ.૫૦૦ થી ૪૦,૦૦૦/- સુધીની સહાય
- શ્રી નાનાજી દેસમુખ આવાસ યોજના હેઠળ રૂ.૧,૬૦,૦૦૦/- અને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ રૂ.૧ લાખની સહાય
- આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત રૂ.૩ લાખ અને અંત્યેષ્ટિ યોજના અંતર્ગત રૂ.૭,૦૦૦/- ની સહાય
- મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ દીકરીના નાતે રૂ.૧૦,૦૦૦/- નાં (FD) બોન્ડ
- સ્થળાંતર કરતાં બાંધકામ શ્રમિકના બાળકો માટે શ્રમિકના વતનમાં જ હોસ્ટેલની સુવિધા
ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે અરજી પ્રક્રિયા – E Nirman Card Online Apply Registration Process In Gujarati,
ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે ની ત્રણ પ્રોસેસ છે જે નીચે મુજબ છે.
1) જાતે વેબસાઈટ દ્વારા
2) e Nirman મોબાઇલ એપ્લિકેશન દ્વારા
3) તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને
1) વેબસાઇટ માંથી ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું ? –E nirman card registration online
ઓનલાઇન વેબસાઇટ દ્વારા e Nirman Card Gujarat માટે અરજી કેવી રીતે કરવી તેની પ્રક્રિયા નીચે મુજબ છે.
સૌપ્રથમ તમારે e Nirman card Registration માટે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://enirmanbocw.gujarat.gov.in
તમે પહેલી વખત જ આ વેબસાઈટ ઉપર આવ્યા છો તો તમે પહેલા રજીસ્ટર કરી લો અને પછી e Nirman Card Login કરવાનું રહેશે.
e Nirman card Registration કરવા માટે અહીંયા Please Register Here બટન પર ક્લિક કરવાનું રહેશે.
image sources: enirmanbocw.gujarat.gov.in |
ત્યારબાદ તેમાં જરૂરી વિગતો ભરીને Register બટન પર ક્લિક કરવાનું રહેશે.
એટલે તમારું રજીસ્ટ્રેશન થઇ જશે અને Registration Successfully લખેલુ તમને જોવા મળશે.
લોગીન કરશો એટલે તમારી સામે પ્રોફાઈલ ની બધી વિગતો ભરવાની હશે જેમાં તમારું નામ સરનામું પછી મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી બધી વસ્તુ તમે ભરવાની રહેશે.
ત્યારબાદ તમારે તમારા અનુભવની વિગતો ભરવાની રહેશે કે જેમાં 90 દિવસ કામનો અનુભવ જરૂરી છે. જો તમે બાંધકામ ક્ષેત્રમાં 90 દિવસથી વધારે કામ કરેલું છે તો જ તમે આ કાર્ડ કઢાવી શકો.
અને પછી તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં તમારું આધાર કાર્ડ, રેશનકાર્ડ, ઉંમરનો પુરાવો, ઓળખનો પુરાવો અને તમે જે 90 દિવસ બાંધકામ શ્રમયોગી તરીકે કામ કરેલું છે તેનું સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ કરીને તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે.
તમે સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ માટે અરજી સાથેના બીડાણ ડાઉનલોડ લખેલું છે તેના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. અને પછી તમે તેની પ્રિન્ટ કઢાવીને તેની ઉપર વિગતો ભરીને પાછું તમારે અપલોડ કરવાનું રહેશે.
સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ કરો DOWNLOAD PDF
E nirman Card status
એ અરજી નંબરની મદદથી તમે તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે તેનું ઈ નિર્માણ કાર્ડ સ્ટેટસ ચેક કરી શકો છો.
e Nirman Card Status Check કરવા માટે તમારે View Citizen Application Status તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
શ્રમયોગી કલ્યાણ યોજનાઓના લાભ માટે ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
ઇ-નિર્માણ કાર્ડ માટે FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
જ : e Nirman Card માટે તમે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતેથી નોંધણી કરાવી શકો છો.
1) તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમે ઈ નિર્માણ કાર્ડ બનાવી શકો છો.
2) e Nirman મોબાઇલ એપ્લિકેશન દ્વારા
3) ઈ નિર્માણ કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા https://enirmanbocw.gujarat.gov.in
2 : ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે બાંધકામ ક્ષેત્ર માં કેટલા દિવસ કામ કરેલું હોવું જોઈએ?
જ : જે બાંધકામ શ્રમિક E-Nirman Card બનાવવા માંગે છે તેની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેને છેલ્લા બાર મહિનામાં ઓછામાં ઓછું 90 દિવસ સુધી મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રમાં કામ કરેલું હોવું જોઈએ.
3 : શું લાલ ચોપડી અને ઈ નિર્માણ કાર્ડ એ બંને વસ્તુ અલગ અલગ છે?
જ : ના તે બંને વસ્તુ એક જ છે પહેલા લાલ ચોપડી કહેવાતી અને અત્યારે e Nirman Card તરીકે ઓળખવામાં આવે છે.
મિત્રો આશા રાખુ છુ. કે આ માહિતિ આપને પસંદ આવી હશે જો તમને ગમી હોય તો આપના અન્ય મિત્રો ને મોકલવા વિનંતી જેથી કરીને અન્ય મિત્રો ને પણ તેનો લાભ મળી શકે.
0 Comments