લગ્ન નોંધણી પ્રમાણપત્ર । Marriage certificate Gujarat
મિત્રો ગુજરાત રાજ્યમાં લગ્ન નોંધણીના અમલીકરણ માટે “ગુજરાત રાજ્ય લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬”નો કાયદો ઘડવામાં આવ્યો છે. હાલના વર્તમાન સમયમાં યુવાધન માટે લગ્ન નોંધણી જરૂરી છે. અનેક સરકારી યોજનાનો લાભ મેળવવા તેમજ વહીવટી બાબતો વખતે લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું હોય છે આથી આજના સમયમાં લગ્ન નોંધણી એ ફરજીયાત થઇ ગયુ છે જેના માટે સરળતાથી લગ્ન નોંધણી થઇ શકે અને પ્રમાણપત્ર સરળતાથી ઇસ્યુ થઇ શકે તે અંગેની તમામ માહિતિ આ આર્ટિકલમાં આપેલ છે.
Marriage certificate |
લગ્ન નોંધણીના ફાયદા:
લગ્ન નોંધણી કેટલાક સંજોગોમાં જરૂરી હોય છે. કોઇ ડોક્યુમેંટ બનાવવા માટે જેમકે ચૂંટ્ણી કાર્ડ , લાઇસન્સ , આધારકાર્ડ, પાનકાર્ડ વગેરે માટે લગ્ન નોંધણી સર્ટિફિકેટ જરુરી હોય છે. સૌથી મહત્વની વાત તો લગ્નનો આધારનો એકમાત્ર પુરાવો એ પણ મેરેજ સર્ટિફિકેટ જ છે.આ ઉપરાંત રેશનકાર્ડમાં નામ દાખલ કરવા માટે, પાસપોર્ટ બનાવવા માટે, વીમો ઉતરાવવા માટે, સરકારી યોજનાઓનો જેવી કે કુંવરબાઇનું મામેરુ,સાત ફેરા સમુહ લગ્ન યોજના,વહાલી દિકરી યોજના ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજના જેવી યોજનાઓનો લાભ લેવા માટે, નોકરીમાં પેંશનનો લાભ લેવા માટે તેમજ વિવિધ કચેરીઓમાં પણ આ સર્ટિફિકેટ જરૂરી હોય છે.
લગ્ન નોંધણી પ્રમાણપત્ર હાઇલાઇટ પોઇન્ટ
આર્ટિકલનું નામ | લગ્ન નોંધણી પ્રમાણપત્ર કઢાવવાની રીત |
લાભાર્થી | લગ્ન કરનાર પતિ પત્ની |
લગ્ન નોંધણી ફોર્મ pdf નમુના ૧ અને ૫ ગુજરાતીમાં Download | |
લગ્ન નોંધણી ફોર્મ 2અંગ્રેજીમાં pdf Download । મેરેજ સર્ટી ફોર્મ pdf | |
લગ્ન નોંધણી સોગંદનામું | |
ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-૨૦૦૬ pdf Download | |
ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-૨૦૦૬ ના નિયમો pdf | |
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે | |
ટેલિગ્રામ સાથે જોડાવા માટે |
લગ્ન પ્રમાણપત્ર કઢાવવા માટે જરૂરી પાત્રતા
- કન્યાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
- વરની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.
- પતિ અને પત્ની બંને ભારતીય નાગરિક હોવા જોઈએ.
- વિદેશી વ્યક્તિ માટે, નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર (NOC) જરૂરી છે.
લગ્ન નોંધણી (મેરેજ સર્ટિફિકેટ) પ્રમાણપત્ર કઢાવવાની રીત । Marriage certificate documents
મેરેજ સર્ટી ડોક્યુમેન્ટ,લગ્ન નોધણી કરાવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરુર પડતી હોય છે.
- લગ્ન નોંધણી ફોર્મ નંબર ૫ અને ફોર્મ નંબર ૧
- વર અને કન્યાના શાળા છોડ્યાના પ્રમાણપત્રની ખરી નકલ.
- વર અને કન્યાના રેશનકાર્ડની ખરી નકલ.
- વર અને કન્યા બન્ને ના આધાર કાર્ડ.
- વર તથા કન્યાના બંનેનાં બે બે પાસપોર્ટ સાઇઝ્ના ફોટોગ્રાફ તથા લગ્નનો કપલ ફોટો
- કંકોત્રી ઓરીજનલ તથા ઝેરોક્ષ નકલ.
- ગોર મહારાજ તેમજ બંને પક્ષના સાક્ષીઓનાં આધાર કાર્ડ તથા રેશનકાર્ડની ખરી નકલ.
- વર અને કન્યાના પિતાના આધાર કાર્ડની નકલ.
- તમામ પુરાવો બે બે નક્લોમાં રાખવા. તેમજ પુરાવામાં વર કન્યાએ સહિ કરવી.
- તમામ અસલપત્રો દેખાડવા માટે સાથે રાખવા.
- લગ્ન અરજી ફોર્મ કાળી બોલપેનથી ભરવુ તથા તથા લગ્ન નોંધણી રજીસ્ટ્રાર/તલાટી કમ મંત્રી પાસે જમા કરાવવુ.
- લગ્ન નોંધણી સમયે વર કન્યા બંનેએ હાજર રહેવું.
લગ્ન નોંધણી ફી-
- લગ્નની તારીખથી એક મહિનામા નોંધણી કરાવવામાં આવે તો રૂ. ૫/ ફી
- લગ્નની તારીખથી ત્રણ મહિનાની અંદર નોંધણી કરાવવામાં આવે તો રૂ. ૧૫/ ફી
- લગ્નની તારીખથી ત્રણ મહિનાથી ઉપરના સમયમાં નોંધણી કરાવવામાં આવે તો ફી . ૨૫/- રૂ
- ફોર્મ ઉપર 200 + 200 રૂ/- ની બે એગ્રિમેન્ટ સ્ટેમ્પ તેમજ રૂ. ૩ ની કોર્ટ સ્ટેમ્પ લગાવવાની હોય છે .
- લગ્ન નોંધણી માટેના ફોર્મ લગ્ન રજિસ્ટ્રાર પાસેથી વિનામુલ્યે મળી રહેશે.
લગ્ન નોંધણી કોની જોડે કરાવવાની હોય છે ?
- ગ્રામ પંચાયત માટે તલાટી કમ મંત્રી.
- નગરપાલિકા ચીફ ઓફિસર અથવા આરોગ્ય અધિકારી.
- મહાનગરપાલિકા તબીબી અધિકારી (આરોગ્ય).
- નોટીફાઇડ એરિયા ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર.
લગ્ન નોંધણી કરાવવાની રીત :marriage registration process
- લગ્નની નોંધણી કરવા માટે લગ્નનાં પક્ષકારોએ નક્કી કરેલા નમુનામાં ડોક્યુમેન્ટ ની યાદી તૈયાર કરવાની હોય છે,
- અને લગ્નની તારીખથી ૩૦ દિવસની અંદર જે સ્થળે લગ્ન કરવામાં આવ્યા હોય તે વિસ્તારના રજીસ્ટ્રાર અથવા તલાટી કમ મંત્રીને નોંધણીની યાદી બે નકલમાં આપવાની હોય છે.
- લગ્ન નોંધણી માટે ફોર્મ નંબર ૫ અને ફોર્મ નંબર ૧ ભરવું,
- ફોર્મ માં બે સાક્ષીઓની સહી કરાવવી પડ્શે.
- ત્યારબાદ રજીસ્ટ્રાર ફોર્મ અને આપેલા તમામ પુરાવા ચેક કરશે. અને યોગ્ય જણાશે તો મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપશે.
- ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકો.
- લગ્ન કર્યા ના ૩૦ દિવસ બાદ પણ લગ્ન નોંધણી કરાવી શકાય છે.
ગુજરાતમાં નગરપાલિકા માં મેરેજ સર્ટિફિકેટ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી? - Marriage Certificate Gujarat Online Apply
જે ઉમેદવારો મ્યુનિસિપલ ઑફિસે જવા માંગતા નથી તેમના માટે સરકારે હવે લગ્ન નોંધણી માટે ઓનલાઈન સુવિધા કરી છે. જેથી માણસનો સમય બચી શકે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શહેરી વિસ્તારમાં કેવી રીતે ઓનલાઈન સુવિધાનો લાભ લઈને તમારા લગ્ન (મેરેજ સર્ટિફિકેટ)ની નોંધણી કરાવી શકો છો, જે ખૂબ જ સરળ પ્રક્રિયા છે,
તેના માટે https://enagar.gujarat.gov.in e nagar પોર્ટલ પર જઇને રજીસ્ટ્રેશન કરાવીને ઓનલાઇન અરજી કરી મેળવી શકો છો અથવા જે તે નગરપાલિકા ની વેબસાઇટ પર જઇને નોંધણી કરાવી શકે છે.
લગ્ન નોંધણી ફોર્મ 2024 pdf,લગ્ન નોંધણી ફોર્મ ગુજરાતી pdf download ,Marriage certificate form Gujarat
આ પણ વાંચો દિકરીને એક લાખ દશ હજારની સહાય આપતી યોજના એટલે વ્હાલી દિકરી યોજના
0 Comments