Gujarat Thakor and Koli Vikas Nigam । ઠાકોર કોળી વિકાસ લોન યોજના, પાત્રતા, લાયકાત વ્યાજદર તમામ માહિતિ

Gujarat Thakor and Koli Vikas Nigam । ઠાકોર કોળી વિકાસ લોન યોજના, પાત્રતા, લાયકાત વ્યાજદર તમામ માહિતિ

ઠાકોર અને કોળી વિકાસ નિગમ લોન- thakor-koli-loan-scheme

Thakor vikas loan online login,Thakor vikas loan online apply,Thakor vikas loan online 2024,Nigam loan yojana 2024 gujarat, ઠાકોર કોળી સમાજ લોન 2024 ક્યાં ઓનલાઇન કરવુ

ઠાકોર અને કોળી સમાજ માટે લોન 2024 : 

 ગુજરાત સરકાર દ્વારા વિવિધ સમાજોના આર્થિક શૈક્ષણિક વિકાસ માટે વિવિધ સમાજના નિગમો કાર્યરત છે

તે જ રીતે ઠાકોર અને કોળી તથા તેમની પેટાજાતિઓ ના સામાજીક, આર્થિક તેમજ શૈક્ષ‍ણિક ઉત્‍કર્ષ માટેની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે ઠાકોર કોળી વિકાસ નિગમ કાર્યરત છે જેમાં ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણની યોજનાઓનો અમલ કરવામાં આવે છે.

સરકારશ્રી દ્વારા ઠાકોર અને કોળી સમાજ માટે લોન ની યોજના અમલમાં મુકેલ છે તો તેમાં શું છે આ યોજના? કેવી રીતે લાભ મળે? શું ડૉક્યુમેન્ટ જોઈએ? ફોર્મ ક્યાં ભરવાનું? કેટલી લોન યોજનાઓ છે? વિવિધ બાબતો વિશે વિગતવાર માહિતિ મેળવીશું. વિસ્તારથી જાણીશું.
https://gtkdconline.gujarat.gov.in/
Thakor vikas loan 

ઠાકોર અને કોળી વિકાસ નિગમની લોન નો લાભ કોને કોને મળે ?


આ વિવિધ લોનની યોજનાઓનો લાભ ગુજરાતમાં વસતા તમામ ઠાકોર અને કોળી સમાજના લોકો લઇ શકે છે.

ઠાકોર અને કોળી સમાજ માટે લોન ની યોજના એક આશીર્વાદ રૂપ છે. કારણકે, ઘણા ઠાકોર અને કોળી સમાજના યુવાનો પોતાની ઘરની પરિસ્થિતી નબળી હોવાથી ક્યાક સારો ધંધો કરી શકતા નથી. તો ક્યાક આ સમાજ ગરીબીને કારણે પોતાના તેજસ્વી વિધાર્થીઓને આગળ ભણાવી શકતા નથી. આજે ઘણા ઘર એવા છે કે તે પોતાની પારંપરિક કળા કૌશલ ધરાવતો હોય છતાં, ક્યાક પૈસાની તંગીને કારણે આગળ આવી શકતો નથી.

કોળી અને ઠાકોર સમાજના લોકો ખૂબ બહોળા પ્રમાણમા આ વિવિધ યોજનાનો લાભ લે તે માટે અલગ અલગ 6 પ્રકારની લોનની અરજીઓ સરકાર મારફત મંગાવવામાં આવી છે. જેમાં ઉચ્ચ શિક્ષણ માટે, પોતાનો સ્વરોજગાર શરુ કરવા માટે તેમજ નાનો ધંધો વ્યવસાય કરવા માટે લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.

ઠાકોર અને કોળી વિકાસ નિગમ લોન માટે અગત્યની લિંક 

ઓફિશિયલી વેબસાઇટ  www.gtkdconline.gujarat.gov.in/

ઓનલાઇન લોન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

અમારા વ્હોટસેપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

ઠાકોર અને કોળી સમાજ માટે લોન માં કેટલી યોજના સરકાર લાવી છે ?

ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ઠાકોર અને કોળી સમાજ માટે અલગ અલગ 6 પ્રકારની લોનની યોજનાઓ સરકાર લાવી છે. જે નીચે મુજબ છે.

નીચે આપેલી બધી યોજનાઓની ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે

નાના ધંધા / વ્યવસાય લોન યોજના (લોન યોજના )ન્યુ સ્વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે)ઉચ્ચ શૈક્ષણિક યોજના ( વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન )સ્વયં સક્ષમ યોજના(લોન યોજના )માઇક્રોફાઇનાન્સ યોજના(લોન યોજના )મહિલા સમૃધ્ધિ યોજના (લોન યોજના 

ઠાકોર અને કોળી સમાજ માટે લોન માટેની યોજનામા ઉપર મુજબની યોજનાઓ છે.
કેટલી લોન આપશે અને તેનો વ્યાજદર શું રહેશે?અલગ અલગ 6 પ્રકારની યોજના માટે નીચે મુજબની લોન માટે કેટલા રૂપિયા અને તેનો વાર્ષિક વ્યાજદર આપેલો છે.

ઠાકોર અને કોળી વિકાસ નિગમ લોનના વ્યાજદર

TitleScheme Details
TERM LOAN (2024-25)રૂા.૨,૦૦,૦૦૦ સુધી ૬% વ્યાજદરApply Now
EDUCATIONAL LOAN SCHEME (2024-25)
રૂા.૧૫.૦૦ લાખ સુધી વિદ્યાર્થીઓ માટે ૪% અને વિદ્યાર્થીનીઓ માટે ૩.પ% વ્યાજદરApply Now 
MICRO FINANCE SCHEME (2024-25)
રૂા.૮૦,૦૦૦/- સુધી, ૫% વ્યાજદરApply Now
SWAYAM SAKSHAM SCHEME (2024-25)
રૂા.૫,૦૦,૦૦૦/- સુધી, ૬% વ્યાજદર (આ યોજનામાં વ્યયસાયિક અભ્યાસક્રમ કરેલ હોય તેવા જ અરજદારોએ અરજી કરવી. )Apply Now
NEW SWARNIM YOJANA (2024-25)
ન્યુ સ્વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે)Apply Now
MAHILA SAMRUDDHI (2024-25)રૂ.૧,૨૫,૦૦૦/- સુધી, ૪% વ્યાજદરApply Now
કોળી વિકાસ નિગમની લોન માટે શું ડૉક્યુમેન્ટ જોઈએ.?
 નીચે મુજબના ડૉક્યુમેન્ટ જોઈએ.અલગ અલગ યોજના મુજબ અલગ અલગ ડૉક્યુમેન્ટ જોઈએ. અહી ફક્ત બેજીક ડૉક્યુમેન્ટ આપેલા છે.

· અરજદારનું સ્કુલલિવિંગ સર્ટિફિકેટ

· રેશનકાર્ડ

· આધારકાર્ડ

· જાતિનો દાખલો

· આવકનો દાખલો

· કોઈપણ કામના અનુભવનો દાખલો

· કોટેશન બીલ/ભાવપત્રક

· બેન્ક પાસબુક

· અરજદાર જો દિવ્યાંગ લાભાર્થી હોય કે વિધવા લાભાર્થી હોય તો તેનુ પ્રમાણપત્ર

· ડેરીમાં દૂધ ભરાવતા હોયતો દાખલો 


ઠાકોર અને કોળી સમાજ માટે લોન ની યોજનામાં ફોર્મ ક્યાં ભરવું ?


ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ઠાકોર અને કોળી સમાજ માટે 6 પ્રકારની લોનની યોજના માટે લોકોએ ક્યાય પણ કચેરીએ જવાનું નથી. કેમકે, આ બધી યોજનાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. તેમજ તમે પોતાની જાતે પણ https://gtkdconline.gujarat.gov.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકો છો.ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

ઠાકોર વિકાસ લોન યોજનાની છેલ્લી તારીખ કઈ છે ? અને ધ્યાનમાં રાખવાની બાબતો.

આ યોજનાની છેલ્લી તારીખ : 25/10/2024 છે. આજથી એક મહિના સુધી આ લોનની યોજનાના ફોર્મ ભરાશે.

ઠાકોર વિકાસ નિગમ લોન માટે ધ્યાનમાં રાખવાની બાબતો.


ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમામ ડૉક્યુમેન્ટ તેમાં માંગેલા ફોર્મેટમાં જ અપલોડ કરવાના રહેશે.

જે અરજદાર લોન લેવા ઈચ્છતો હોય તેને 25/10/2024 સુધીમાં અરજી કરવાની રહેશે.

અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિનો હોવો જોઈએ.

અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખથી ઓછી હોવી જોઈએ.

અરજદાર જે મોબાઇલ નંબર ચાલુ હોય તે જ નંબર આપવાનો રહેશે 


અરજી કરતી વખતે આધાર નંબર લિન્ક હોય તે જ બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.

તમારા નજીકના ઓનલાઇન ફોર્મ ભરતા હોય ત્યાં જઇ અથવા જાતે https://gtkdconline.gujarat.gov.in/ વેબસાઇટ પરથી અરજી કરી શકો છો.
thakor vikas loan sahay yojana
loan sahay yojana

Post a Comment

0 Comments

Close Menu